SAUNDARYA books and stories free download online pdf in Gujarati

સૌંદર્યા

*સૌંદર્યા* (1)

દિવાળી ટાણે રૂપા બેડરૂમમાં બેઠા બેઠા મોબાઈલમા મેસેજ જોતી હતી. એની ખાસ બહેનપણી નંદિતાનો મસ મોટો મેસેજ વાચવામાં મશગુલ હતી. એવુ શુ લખ્યું હતું? તેનો તાગ મેળવતી હતી .એને આખો મેસેજ વાંચ્યો ને અચાનક તડાક ઉભી થઈ. અરીસામાં જોઈ વાળ સરખા કરતી હતી. અરીસામાં રહેલ રૂપા જોડે વાતચીતના ચકડોળે ચડી ગઈ.

અરિસામાંની રૂપા કહેતી હતી " હાય રૂપલી..કેમ તું તો બહુ ડંફાસ મારતી હતી
અને ગીત ગાતી હતી ને !

" મોહબ્બત રંગ લાતી હૈ મગર આહિસ્તા આહિસ્તા આહિસ્તા." કેવો રંગ લાવી તારી મોહબ્બતેં જોયું?
જોયું હવે કિસ્મતે તને કયા મોડ ઉપર લાવીને મૂકી છે તે? વાહ !!!

રૂપાની વિચાર શ્રુંખલા ઓર તેજ બની તેજ રફતારથી વિચારોના ઘોડા દોડવા લાગ્યાં.

*સોળ કળાએ ખીલેલું અપ્રતિમ - સૌંદર્યા*

*રૂપનો રસથાળ,ગુણોનો ભંડાર - સૌંદર્યા*

*નજાકત, શર્મ હયા યૌવન - સૌંદર્યા*

*ચાલાક,ચબરાક,ચતુર ઊભરતું - સૌંદર્યા*

*લલચાવતું ,મઘમઘતું, માધુર્ય ટપકાવતી - સૌંદર્યા*

" સાંભળો, રૂપા હવે ૨૫ની થઈ ગઈ છે. ભણતર પૂરું થઈ ગયું, સારી ઉચ્ચ હોદ્દાની નોકરી પણ છે. દીકરી સોળ કળાએ ખીલેલી છે હવે આગળની જવાબદારી પૂરી કરવાની કોશિશ કરો. " કંચનબેન શાક સમારતા સમારતા પતિને કહેતા હતાં.

" અરે હા કંચન મને ખબર છે. મારે જવાબદારી પૂરી કરવાની કઈજ જરૂર નથી.એની મેત્તે જવાબદારી પાર પડી જશે." પતિ સુધીરભાઈએ જવાબ આપ્યો.

ઉમેરી બોલ્યાં, તું જો જો ને લાઈન લાગશે મુરતિયાઓની. શોધવા જવાની કઈજ જરૂર નથી. દેખાવે અપ્સરા,ભણવામાં અવ્વલ, કરાટે રમતમાં ગોલ્ડ મેડલ, ઘરકામ તે શીખવાડેલ, એ ગ્રેડની નોકરી, રૂપ ઠાસી ઠાસીને ભરેલું છે. તું જો જે લાઈન લાગશે તારા બારણે, પડાપડી થશે. " સુધીરભાઈ આત્મવિશ્વાસથી કહેતાં હતાં.

" હાય,! લોલિતા.. આઉચ.."
" એ વાયડા, પૈસાને જોરે એવા વાયડા વેવલા ચાળા નહી કર. કંઇક કરી બતાવ. એ તો શક્તિ કપૂર મહાન કલાકાર છે. એમણે પડદા પાછળ તો અઢી ત્રણ કલાકનું મનોરંજન પૂરું પાડ્યું છે.તેં શું કર્યું?" રૂપા ગુસ્સે ભરી કડક વાણીથી બેતાલ પર અગનગોળા વરસાવતી હતી.

બેતાલ રૂપાનો કોલેજમાં ભણતો કરોડપતિ બાપનો વંઠેલ અને એના નામ પ્રમાણે તાલ વગરનો બેતાલ છોકરો. એની નજર રૂપા પર હતી. રૂપા એને ઘાસ નહોતી નાખતી. એટલે ધુઆંપુઆ થઈ વાયડા વેવલા કરતો.

રૂપાની ખાસમ ખાસ બહેનપણી હતી "નંદિતા ઠાકુર" બાળપણથી છેક કોલેજ સુધી સાથે જ ભણ્યા.બેઉ નોકરીએ સાથે જ લાગ્યા. નંદિતા પરિણીત હતી. બે વર્ષ પહેલાં નંદિતા લગ્ન થયા હતાં.

મન પસંદ મુરતિયો શોધવામાં ત્રણ વર્ષ થઈ ગયા. રૂપાને ૨૮મું ચાલતું હતું. કોઈ મેળ પડતો નહોતો. શહેરમાં લગભગ છ નામાંકિત મેરેજ બ્યુરોમાં નામ નોંધાવેલ હતું પણ જોઈતો મુરતિયો મળતો નહોતો.

એક દિવસ સુધીરભાઈએ રૂપાને બોલાવી કહ્યું, "દીકરા , તારી પસંદગી કેવી છે. તારી અપેક્ષાઓ શું છે તે અમને દિલ ખોલીને કહેશે?" ત્રણ વર્ષ થઈ ગયા ૧૦૦ જેટલાં મુરતિયાઓના બાયોડેટા જોયા. બ્યુરોમા જઈ પગના તળિયા ઘસાઈ ગયા. કેટલાક આપણા બારણે આવી તળિયા ઘસી ગયા. દરેક વખતે તેં નકાર જ આપ્યો છે." ચેહરા પર ઉદાસીનતા અને ચિંતા દર્શાવતા સુધીરભાઈ કહેતાં હતા.

" અરે પપ્પા, થોડો હકારાત્મક અભિગમ દાખવો. મારા મન સરખો મુરતિયો મને જરૂર મળશે.મને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે.

"પણ તારી પસંદગી અને અપેક્ષાઓ તો કહે મને?"

"ગોરો,સ્વરૂપવાન,હઠીલો,છ ફૂટિયો, શાંત સ્વભાવનો,મારી કદર કરે,મારું કહેલું માને,પડ્યો બોલ ઝીલી લે, શોખ પૂરા કરે, બહુ પારિવારિક લચાન નહી હોવી જોઈએ એવો જોઈએ."

"આવો મુરતિયો શોધવા માર્કેટમાં નીકળવું પડે. છત્રીસ લક્ષણો ક્યાંથી મળે? ભગવાનને તારા માટે ખાસ બનાવવો પડે."

પિતા ,પુત્રીનો મુરતિયા વિષય પર લાંબી ચર્ચા ચાલી.અંતે એક નવાસવા મેરેજ બ્યુરોમા જવાનું વિચાર્યું. બેઉ ગયા. બ્યુરોવાળીએ મુરતિયાઓનો આલ્બમ બતાવ્યો. એક મુરતિયા પર રૂપાની નજર સ્થિર થઈ. તેણે તરતજ ચૂપકેથી મુરતિયાનો મોબાઈલ નંબર લખી લીધો.

" પછી વિચારીને તમને જાણ કરીએ" એવું કહી પિતા પુત્રી ઘરે જવા રવાના થયા.

રૂપાએ બીજે દિવસે મુરતિયાને ફોન કરી રૂબરૂ મળવા હોટેલમાં બોલાવ્યાં. બંને વચ્ચે ખસી વાતચીત થઈ. બંનેએ સારી એવી મિત્રતા કેળવી લીધી હતી. મિત્રતામાંથી પ્રેમના દાયરામાં ક્યારે સરી પડ્યા તે બેઉને ય ખબર નહિ પડી. અચાનક રૂપાથી બોલાઈ ગયું " વિલ યુ મેરી મી?"

ચંચલ જાણે આ જ ક્ષણની રાહ જોઈ ટપીને બેઠો હતો.તકનો લાભ લઈ તરત જ એને હા પાડી. ખુશીને મારે ઝૂમી ઉઠ્યો. બસ તે દિવસથી બેઉ એક બીજાને હૈયું આપી બેઠા. રૂપા તો ક્યારની સપના સજાવી બેઠી હતી. તન મનથી ચંચલમય બની ગઈ હતી. મનગમતું પાત્ર મળી જવાથી તેણીના ચહેરા ઉપર સંતોષની લાગણી દેખાતી હતી. તેનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.

એક દિવસ લાગે જોઈને તેણીએ પપ્પા સમક્ષ ચંચલ જોડેના પ્રેમ સંબંધની વાત કરી.

"દીકરા, પણ મને કહીશ છોકરો કેવો છે? શું નામ છે? પરિવાર કેવો છે? કોણ કોણ છે પરિવારમાં? શું કરે છે?"

" પપ્પા, છોકરાનું નામ ચંચલ છે પણ સ્વભાવે શાંત છે. આ જ શહેરમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર છે.પેકેજ દસ લાખનો છે. અને ચંચલે કંપનીનો નિમણુક પત્ર પણ રૂપાને બતાવ્યો હતો તે પણ કહ્યું. પરિવારમાં ફક્ત મા છે. બીજું કોઈ નથી. પિતા ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયા."

રૂપા અને ચાંચલની રોજ ફોનપર, વોટસ એપ પર વાતચીત થતી હતી. બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતાં. રૂપાની બહેનપણી નંદિતાને ખબર પડી.

" હાય રૂપા તારી તો લોટરી જ લાગી ને! બંપર ધમાકા! "
" હા નંદુ , બમ્પર લોટરી તો લાગી જ છે. ભગવાન ને ઘેર દેર છે અંધેર નથી.

કહેવત ખોટી નથી. તને એક હિન્દી ફિલ્મનું ગીત યાદ આવે છે?

" મોહબ્બત રંગ લાતી હૈ મગર આહિસ્તા આહિસ્તા આહિસ્તા."

રૂપાની આ વાત પર બંને ખળખળાટ હસી પડ્યા.

રૂપાના બયાનથી પિતા સુધીરભાઈને પરમ સંતોષ થયો.
બંને પરિવારોના સંમતિથી લગ્ન લેવાયા. દીકરીને હોંશે હોંશે વિદાય કરી. દીકરીના પસંદગીથી પિતા સુધીરભાઈને રૂપા પ્રત્યે ઓર માન વધી ગયું. લગ્ન પછી બંને દુબઈ હનીમૂન માટે ફરવા ગયા.

બંને સાંજે ઑફિસેથી ઘરે આવે એટલે રૂપાની સાસુ રસોઈ તૈયાર રાખે. રજાના દિવસે મિત્રો સાથે પિકનિકનું આયોજન પહેલીથી જ થઈ જતું. મિત્રો સાથે સંગીતની મહેફિલમા જતા. શહેરમાં પ્રદર્શની આવેલ હોય તો ત્યાં પણ જતાં. મનપસંદ વસ્તુની ઢગલા બંધ ખરીદી કરી લાવતાં. એકદમ જલસાવાળું જીવન જીવતા હતા.

રૂપા પરણીને સાસરે આવી અને આવતાવેંત બધાના દિલ જીતી લીધા હતા. સગા,વ્હાલા,ચંચલના મિત્રો જોડે દિલ ખોલીને અને ઇજ્જતથી વાત કરતી હતી.

રૂપાની હોશિયારી,વાક્છટા, મારકણી આંખો, બોલવાની અદા,આવડત જોઈ બધા આફરીન પુકારી જાય. ચંચલ અને એની મમ્મીની સામે જ બધા રૂપાના વખાણ કરતાં. હસે એટલે જાણે પારિજાત પુષ્પો વરસે. શરમાય તો ચહેરાનો રંગ ઓર ખીલી ઊઠે. બધા મિત્રો ચંચલને ટોકતા " યાર , નસીબવાળો છે તું. એવી પત્ની મળી તને."
અને ખરેખર શરૂઆતમાં ચંચલને અભિમાન થતું હતું કે રૂપા જેવી પત્ની ભાગ્યેજ કોઈના નસીબે હોય.

ધીરે ધીરે ચંચલનો અહમ ઘવાવા લાગ્યો. ચંચલ ને જલન થવા લાગી. કોઈ પાર્ટીમા જાય એટલે બધા જ રૂપાના ડ્રેસની ,મેકઅપની,સ્ટાઈલના વખાણ કરતા. એની સાથે મસ્તી કરતાં. ખાવા પીવાનો આગ્રહ કરતાં. રૂપાની પ્રશંસા ચંચલથી સહન ન થાય. એ રૂપાને મહેણાટોણા મારે. વાતવાતમા ગુસ્સે થાય. નાની નાની વાતનો પર્વત જેવડો મુદ્દો

બનાવે. ઘરે આવે એટલે એનો મિજાજ જાય. એની મગજની જાળી તપે એટલે રૂપા પર જાણે અગનગોળા વરસાવે. પોતે તો જાણે હાંસિયામાં જ ધકેલાઈ ગયો હોય એવી લાગણી અનુભવતો.

રૂપા પોતાની જાતને નસીબદાર માનતી હતી કે ભાગ્યેજ એવો સમજુ, શાંત અને દરેક વાતમાં ટેકો આપનાર અને મારી પ્રગતિમાં સાથ આપનાર પતિ મળ્યો. એ પતિમાં પૂરેપૂરી ઓગળી ગઈ હતી. પૂરેપૂરી ચંચલમય બની ગઈ હતી. એ પોતે રૂપા રહીજ નહોતી.

આજકાલ ચંચલ ઑફિસેથી આવે એટલે રૂપા સાથે ઉખડો ઊખડો જ રહેતો. પ્રેમથી જોતો નહોતો કે નવાજતો નહોતો. એને ચંચલની મુસીબત શું છે તે જાણવાની બહુજ પ્રયાસ કરતી પણ ચંચલ દિલ ખોલીને જવાબ જ નહોતો આપતો. રૂપા કઈ પૂછે તો " તને શું પંચાત? તને શું કરવું છે જાણી ને?તું તારું સંભાળ. મારામાં શું કામ દખલ દે છે? તોછડાઈથી જવાબ આપતો. પતિના આવા વર્તનથી રૂપા માનસિક અસ્વસ્થતા અનુભવવા લાગી.

ચંચલ હવે ખરેખર નામ પ્રમાણે ચંચલ ભાસવા લાગતો હતો.

એક દિવસ રૂપાએ ચંચલના એક મિત્રને પૂછ્યું. ત્યારે સત્ય શું છે તે ખબર પડી. ચંચલની નોકરી છૂટી ગઈ હતી. રૂપાએ ચંચલને ધિરોસો આપતાં કહ્યું, "એમાં નિરાશ નહી થાઓ. મારી નોકરી તો છે ને ચાલુ. મારી આવક તો ચાલુ છે ને ! રૂપા ચંચલને હિંમત આપતી હતી.

એક દિવસ ચંચલ કોઈ પ્રદર્શનીમાંથી છ હજાર રૂપિયાના બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરી લાવ્યો. રૂપાએ એણે ટોક્યો. શું જરૂર હતી બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરી લાવવાની? હમણાં આપણી આવક ઓછી છે એટલે કહું છું. ફિજુલ ખર્ચ ટાળો. અત્યારે ખર્ચાઓને નિયંત્રણમા રાખો તો સારું. એટલી વાત પર ચંચલની કમાન છટકી. એ રૂપા ઉપર ભડક્યો.

ઘરમાં મા દીકરા વાતવાતમાં રૂપા ઉપર ભડકતા,છણકો કરતાં. રુપાંનું મન દુભાવવા લાગ્યું. સ્વમાન ઘવાવવા લાગ્યું.
અત્યાર સુધી રૂપાને બધા માન સન્માન આપતાં હતા. ચંચલની નોકરી છૂટી ગઈ એમાં એનો શું વાંક? ચંચલ બીજી નોકરી સ્વીકારતો નહોતો. ઓછા પગારની નોકરી સ્વીકારવામાં ક્ષોભ અનુભવતો હતો.

રૂપાએ સમજાવ્યો કે ," હમણાં સ્વીકારી લો પછી વધારે પગારની નોકરી મળે તો આ છોડી દેજો. તમે ઘરે બેસી રહો. નોકરી ના કરો તેમાં મને વાંધો નથી પણ તમે આમ બેસી રહેશો તો તમારું મગજ ઓર બગડશે.તમે ચિડખોર બની જશો. કમસે કમ તમારું મગજ બીજે રોકાયેલું રહશે તો તમે માનસિક રીતે પણ સ્વસ્થ રેહશો. " રૂપાની આ વાત ચંચલના ગળે ઉતારવાની બદલે તેના અહમને ઠેસ પહોંચાડી. રૂપા ઉપર ભડક્યો. " હું બેસી રહું છું. તારા કમાણીનું ખાઉં છું તે તને ગમતું નથી એટલે મને ઓછા પગારની નોકરી સ્વીકારવાનું કહે છે."

પુત્રની વાતને ટેકો આપતાં રૂપાની સાસુ પણ ટોણો મારતા કહ્યું, કઈ નહિ દીકરા આપણે તારા પપ્પાના પેન્શન પર જીવી લઇશુ. બે ટંકના રોટલા શાક તો મળશે. આપણને કઈ જોઈએ નહી તારા પત્નીની કમાણી.

રૂપાએ ચંચલને હવે બરાબર પારખી લીધો હતો. એની માનસિકતા પત્ની રૂપા આગળ છતી થઈ ગઈ હતી. ચંચલ મપાઈ ગયો. એ ધનનો લાલચી હતો. પત્નીની કમાણી ઉપર તાગડધિન્ના કરવા હતાં. ઘરમાં તારું મારું થવા લાગ્યું. બહાર ગરીબડો અને દયામણો ફરે અને ઘરમાં પત્ની ઉપર સાવજ બની ત્રાડો પાડે.

રૂપાના હૈયાને આ બધું સોંયની જેમ ખૂપવા લાગ્યું. એના અરમાનો મુરઝાઇ ગયા. ભાવિ અંધકારમય થવા લાગ્યું. પોતાની આસપાસ ગરબા રમતો,ફુદરડી રમતો ચંચલ તદ્દન બદલાઈ ગયો તેમાં માનો ટેકો મળ્યો એટલે વધારે ત્રાડ પાડતો. ચંચલ આખરે માવડિયો નીકળ્યો.

આટઆટલું સહન કર્યા પછી પણ રૂપા પતિ ચંચલને શાંતિથી સમજાવતી. તમે હોંશિયાર છો,સમજુ છો,લાયકાત ધરાવો છો અત્યારે જે નોકરી ભલે પાર્ટ ટાઇમ હોય તો પણ ચાલે પણ સ્વીકારી લો. તમને જ સારું લાગશે. મગજ સક્રિય રહશે. પણ રૂપાની આ વાતની ચંચલ પર કોઈજ અસર થઈ નહોતી. રૂપાએ સમજાવવાનું, કશું કહેવાનું છોડી દીધું હતું.બધું ભગવાન ભરોસે છોડી દીધું.

રૂપા ભણેલી જ નહોતી.ગણેલી પણ હતી. એ એના ભાવના,આદર્શો અને અતિઆત્મવિશ્વાસ અને અતિહકારાત્મક અભિગમના વમળોમાં તણાઈ ગઈ હતી.

રૂપા ભલે સોળ કળાયે ખીલેલી હતી. ૩૬ લક્ષની હતી પણ આ વાતનો રૂપાને જરાય ઘમંડ નહોતો કે અભિમાન નહોતું. પણ એ વધુ પડતો આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ ધરાવતી હતી. નિયતિ કેવા કેવા વળાંક લે છે એનો તેણીને જરાય ખ્યાલ નહોતો.

એની ખાસ બહેનપણી નંદિતાએ કહ્યું, " રૂપલી ,આટલો ત્રાસ અને આટલી અવહેલના છે તો છૂટાછેડા કેમ નથી

લેતી"? તને બીજો મુરતિયો આરામથી મળી જશે.

નંદુ , તું કહે છે તે ઠીક પણ બીજો પણ આના કરતાં પણ વધુ ઘટિયા કિસ્મનો નીકળ્યો તો? પાછી નરકસમાં જીવન જીવવા કરતાં અત્યારે જે જીવન છે તે જીવું તે મારાં માટે બહેતર છે. તે સમયે મે જે નિર્ણય લીધો હતો અને ચંચલ પર પસંગીનો કળશ ઢોળ્યો તે સમયનો મારો ઉત્તમ નિર્ણય હતો કારણ તે સમયે પરિસ્થિતિ એકદમ સાનુકૂળ હતી. મારા દરેક નિર્ણયો સાચા નીકળતા હતાં.અત્યારે પરિસ્થિતિ પ્રતિકૂળ છે,વિપરીત છે.એવા પરિસ્થિતિમાં હું સકારાત્મક અભિગમ રાખું તો પણ કારગત નહી નીવડે. પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે એ આપોઆપ નકારાત્મક અભિગમમા ફેરવાઈ જાય છે. અત્યારે હું ચારે બાજુથી ઘેરાઈ ગઈ છું. આત્મવિશ્વાસ કે હકારાત્મક વિચાર મારા પર હવે હાવી ન જ થાય. એટલે અત્યારે હું બીજે સુખ શોધું તે કરતા અહીં જ સુખ ન શોધું? મારે જ શોધવાનું છે એકલા હાથે. છૂટાછેડા લેવાથી એક સમસ્યા ઉકેલાશે તેની સામે બીજી અનેક સમસ્યાઓ ઊભી થશે. ચંચલનું લેણું હશે ગયા જન્મનું તે મારે ચૂકવવું જ પડશે. નહિતર આવતા જન્મમાં ચૂકવવું પડશે.મારી પીછો નહી છોડે ચંચલ.

તું કહે છે બીજા લગ્ન કરી લે પણ એ બીજો મુરતિયો પણ કેવો હશે તે કોને ખબર? ભાગ્યમાં જો સુખ જ ન હોય તો મને ક્યાંયથી પણ સુખ નહી મળે. અત્યારે જે મળ્યું છે તેમાંજ મારે સુખ માની લેવું છે. ચંચલને માફ કરી દેવાનો નિર્ણય લીધો છે.

" નંદુ, આ તો બિલાડીને જોઈને રેતીમાં માથું નાખવાની વાત થઈ.
નંદુ, શાહમૃગ જેવું ભારે પંખી ઊડી શકતું ન હોવાથી અચાનક હિંસક પ્રાણીને જોઈ પોતાનું મોં રેતીમાં છુપાવી દે છે. જેથી એ એવું સમજે છે કે હિંસક પ્રાણીની નજર એનાપર નથી. પણ હિંસક પ્રાણીને તો દેખાતું જ હોય શાહમૃગ પંખી.અને તે કાળનો કોળિયો બની જાય છે. જીવનમાં પણ એવુંજ છે. સમસ્યાથી ભાગવા જઈએ તો પણ આપણે તો દેખાતા જ હોઈએ છીએ સમસ્યાને. છેલ્લે સમસ્યા આપણને ઘેરી જ લે છે. તે કરતા તેનો હિમ્મત ભેર સામનો નાં કરીએ?

એક કહેવત મે વાંચી છે " દુઃખનું ઓસડ દહાડા " સમય જ આવી સમસ્યાઓને ઉકેલ છે. સમસ્યાને વધુ મહત્ત્વ આપીએ તો તે વધારે ઘેરી બનતી જાય છે તે કરતા સમસ્યાને હળવેકથી લઈએ તો સમય જ નિરાકરણ લાવે છે.

" નંદુ, હું સમસ્યાઓથી ભાગતી રહીશ તો ઉલ્ટાનું સમસ્યાઓ ઓર ઘેરી બનશે. મારો પીછો નહી છોડશે. તો મને સુખ ક્યાંથી મળશે? સુખ અહીજ છે. ફક્ત મને તે શોધવાનું છે.

તો પછી ચંચલ સાથેના વણસેલા પ્રેમસંબંધો ,તરડાઈ ગયેલી લાગણીઓનો કચરો મનમાં ભરી શું કામ મગજ બગાડવું .મે પોતેજ ચંચલની પસંદગી કરી હતી. ભૂતકાળની બનેલી ઘટનાઓને યાદ કરવા કરતાં એણે દફનાવી દઇ અહીજ આનંદને શોધી સુખને આમંત્રણ આપવું છે. આપણી અસંખ્ય અણઆવડતો, ભૂલો, ના પસંદગી સ્વીકારાતી હોય તો આપણને બીજાને ધિક્કારવાનો શું અધિકાર છે?

અત્યારે ચંચલની પસંદગી કરી તેનો અફસોસ શું કામ કરવો? અફસોસ કરવાથી એ નિર્ણય કે એનું પરિણામ હવે બદલી શકાય તેમ નથી. તે સમયે તે ઉત્તમ નિર્ણય હતો. જીવનમાં જે કંઈ બન્યું તે નિયતિ હતી. એમ કર્યું હોય તો આમ થાત એવું વિચારવાનો કોઈ જ મતલબ નથી. સંજોગો અને સમજદારીને આધારે જ જીવન જીવી લેવું એમાં જ શાણપણ છે. જિંદગીએ ખરેખર એવા મોડપર લાવીને મૂકી દીધી હતી. ન આગળ જવાય કે ન પાછળ જવાય.
મારે મારા સુખમાટે બીજાપર આધાર નથી રાખવો.અહીજ રહીને મારે મારું સુખ શોધવું છે.

પિયરની સૌંદર્ય .. સૌંદર્યા સુધીરભાઈ ઉર્ફે રૂપા.. ક્યારની કદરૂપા ચંચલ ,અસૌંદર્ય ચંચલ બની ગઈ હતી. રૂપાનું તેજ ઓસવાઈ ગયું હતું. ચહેરો નિસ્તેજ,ગાલ બેસી ગયેલા, ચેહરો ફિક્કો દેખાતો હતો.

મનને સ્વસ્થ કરવા માટે એને ટી વી ચાલ્યું કર્યો. 9x Jalwa ચેનલ પર જુના હિન્દી ફિલ્મોના ગીતો આવે છે . એ ચેનલ રૂપાએ ચાલુ કરી. ગીત ચાલતું હતું ...

मिलती है जिंदगी में मोहब्बत कभी कभी

लाती ऐसे मोडपर किस्मत कभी कभी

"રૂપા....એ રૂપા....આ.આ.આ."

અચાનક ચંચલની ત્રાડ રૂપાના કાને અથડાતા તે સફાળી જાગી .વિચારોની શ્રૃંખલા ટુટી. આંખો કોરી હતી. અશ્રુનો દરિયો ક્યારનો સુકાઈ ગયો હતો.

......સમાપ્ત.......

ભરતચંદ્ર શાહ - સુરત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED