બહારવટી મંગલા રાણી bharatchandra shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહારવટી મંગલા રાણી

બહારવટી  મંગલા રાણી

 

 ( એક હિન્દુસ્તાની અને તે પણ ગુજરાતી  બહારવટુની  સત્ય કથાપર આધારિત થોડા ફેરફાર સાથે એક કાલ્પનિક વાર્તા છે જેમાં પાત્ર ,પાત્રોના નામો,સ્થળો,ઘટનાઓ બદલ્યા છે જે સંપૂર્ણતા કાલ્પનિક છે.આ વાર્તા મનોરંજન માટે જ લખાયેલી છે )  વાસ્તવિકતા પર કાલ્પનિકતાની વરખ ચઢાવી છે

 **************************************************************************************

 આપણા દેશમાં ઘણા એવા જાંબાઝ યુવાનો થઇ ગયા કે જેમણે દુશ્મન દેશમાં રહીને પોતાનાં દેશ માટે જાસૂસી કરી હોય ,તેમજ પોતાનું વતન ,દેશ માટે બહારના દેશની વાટ પકડી હોય

 તેમાં રવિન્દ્ર કૌશિક જાસૂસ જે પાકિસ્તાનની સેનામાં રહીને ભારત દેશમાટે જાસૂસી કરી અને ત્યાંજ તેનો કરુણ અંત આવ્યો. તેવી જ રીતે ભુપત બહારવટીઓ અને તેના સાગરીતો પણ એવીજ રીતે દુશ્મન દેશમાં રહીને જાસૂસી કરતા રહ્યા .  પણ  તેઓની  જોઈએ તેવી નોંધ લેવાઈ નહોતી.તેમના બલિદાન અને ઉદારતા પ્રત્યે સરકારે કે સમાજે કોઈ સકારાત્મક વલણ અપનાવ્યું નહોતું

 આ ક્ષેત્રમાં  મહિલાઓએ  પણ કાઠું કાઢ્યું છે. જેમાંની  એક છે ઝુબેદા નકવી ઉર્ફે મંગલા  રાની .( આ એક કાલ્પનિક વાર્તા છે જેના નામ પ્રસંગ ઘટનાઓ કાલ્પનિક છે )  જે હકીકતમાં જાસૂસ તરીકે નહિ પણ બહારવટી તરીકે  દુશ્મન દેશમાં ગઈ હતી. તેનો દુશ્મન દેશમાં જવાનો  શું  મકસદ  હતો ? તે આ વાર્તામાં ઉલ્લેખવામાં આવેલ  છે.

 ***********************************************************************************

 દેખાવે અહાહાહા .. જાણે રૂપનો ભંડાર . કુદરતે  ઠાંસી ઠાંસીને રૂપ આપ્યું . જો રાજવી પોશાખ પહેરાવીએ તો રાજપુત્રી પણ ઉણી ઉતારી આવે એવી સુંદરતા . ગામડે રહેતી હતી એટલે બહુ ખાસ ભણેલી નહોતી . માંડ માંડ સાત કે આઠ ચોપડી ભણી હશે.

 તેના પિતા ગામમાં મોચીનું  કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જયારે માતા બીજાના ઘરે કપડાં વાસણ કરી પતિને આર્થિક સહયોગ આપતી .પરિવારમાં મંગલા સહુથી મોટી તે પછી તેની એક નાની  બહેન  નિર્મલા અને ભાઈ વાસુદેવ . ગામમાં  આઠ ધોરણ સુધીની જ સરકારી શાળા હતી.આગળ ભણવું હોય તો બીજા શહેરમાં જવું પડતું મંગલાના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી કે સંતાનોને ભણવા શહેરમાં મોકલી શકે .

 મંગલા,નિર્મલા અને વાસુદેવને આગળ ભણવું હોય પણ પિતાની આર્થિક સ્થિતિ જોતા તેમની ઈચ્છા કદી પુરી જ ન થઇ શકી .વાસુદેવ આઠમા ધોરણમાં પાસ થયો અને ગામમાં સાહુકારની  ત્યાં ખેત મજુર તરીકે ખેતર ખેડવા લાગ્યો અને તેમાંથી  જે કઈ મજૂરી મળે તેમાંથી પરિવારનું ગુજરાન થતું હતું. આવકનો બીજો કોઈ સ્ત્રોત નહોતો. મોટી મંગલા  માંડ પંદર વર્ષની થઇ હશે તેના હાથપીલા કરી સાસરે વાળી દેવાના ઇરાદે તેના પિતા સુખદેવે મુરતિયા શોધવાનું ચાલુ કરી દીધું .

 એક દિન બહાર ગામના પર પ્રાંતિય ધાડપાડુઓની એક ટોળી  ગામમાં ધાડ પાડવા આવી જે કઈ હાથ લાગે તે ઉપાડી લઇ જતા .કોઈ વિરોધ કરે તો રહેંસી નાખતા અને ગામના નાના નાના છોકરા છોકરીઓને ઉપાડી લઇ જતા અને ટોળકીમાં શામેલ કરી લેતા.

 ગામમાં ધાડપાડુઓ આવતા બીજી માસુમ છોકરીઓને ઉઠાવી લઇ જતા મંગલા રાણી પહેલા તો ગભરાઈ ગઈ પછી થોડી શાંત થઇ . એનું કુમળું મન વિચારતું હતું કે આ ડાકુઓ શું કામ છોકરીઓને ઉઠાવી લઇ જાય છે.

 અને એક દિવસ …..

 મંગલા રાણીએ એના પિતાને કહ્યું," બાપુ ,મારે તો આગળ નથી ભણવું પણ કંઈક એવું કોમ કરવું સે જેમાં ગરીબ પ્રજાનું ભલું થાય અને લુંટાતી બચે "

 પિતા બોલ્યા," કયું કોમ તારે કરવું સે? કયું કોમ તું કરવા માગે સે? તે કે પેલા

 પિતાના આ જવાબથી મંગલા રાણી ચૂપ રહી.પિતાને કેવી રીતે કહું? વિચારીને જવાબ આપતા બોલી," બાપુ  હું બહારવટું  બનવા માગું સુ કે 

 પણ ઈ  તો કે  એ શી બલા  સે? મારે કઈ હમજન નથી પડતી " પિતા બોલ્યા.

 "બાપુ ઈ  સે ને " કોઈ પણ સામાન્ય માણહ  જેને જ્યારે સામસામે વાંધો પડે અને તેમાંથી તે નિયમ કે પ્રતિજ્ઞા કરી, રાજના કાયદાની અવગણના કરે. રાજસત્તાની સામે પોતાની વાત વાજબી છે તેવું ઠરાવવા, પોતાને થયેલ અન્યાય સામે ન્યાય મેળવવા ઘરબાર છોડી, પોતાનાં વિશ્વાસુ સાગરિતો સાથે બહારની વાટ પકડે અને અન્ય કોઈ દેસમાં સહારો લઇ ત્યાં રહીને જ દેસ માટે કોમ કરે ને તેને બહારવટિયું કે સે.”

તે બહારવટીયો. પોતે રાજની સામે વેર વાળવા અન્યાયના અંત સુધી અથવા પોતાના અંત મૃત્યુ સુધી સફળ કે નિષ્ફળ પ્રયાસ કરે તે બહારવટીયો.

 "મને કઈ બરાબર સમજાણું નહીં મંગલી" માથું ખજવાળતા એના પિતા બોલ્યા

 કપાળે હાથ અફાળી મંગલા બોલી " બાપુ સે ને વટ માટે ઘર,સમાજ અને ગામ સુધ્ધાં  સોડી  દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડી ભાસામાં બહારવટિયો કે બહારવટું  કહેવામાં આવે સે." સમજાણું ?

એટલે તું ઘરબાર છોડી બીજા પાહે જતી રઈશ એવુજ ને ? પાસી ની આવે અહીં? એવુજ ને?

 "હા બાપુ " મંગલાએ જવાબ આપ્યો

 " પણ ઈ કોમ  કેમ કરસ ? મૂંગી રે ..અને આ સાલ તને સ મહિનામાં પન્નાવી  દઉં "

 તને ક્યાંથી જાણવા માઈલ્યું બહારવટી એટલે સુ? કોને કહ્યું તને આ બધું ?" ઉત્સુકતાથી પિતા બોલ્યા

 "મેં ચોપડીમાં વાઈચુ તું બાપુ"

 બીજા મહિને પાછા એજ ડાકુઓની ટોળકી મંગલા રાણીના ગામે ધાડ પાડવા આવી. બહાદુરી દાખવવા મંગલા એક

ડાકુની સામે નીડરતાથી ઉભી રહી એકીટસે એની સામે જોયા કરતી હતી

 “ ઓય...સુન એ લડકી કો ઉઠા લે કામ આયેગી ..ક્યાં ફટકા લગ રહી હૈ ..ઝકાસ"  મંગલા રાણીને જોઈને ડાકુઓનો સરદાર તેના એક સાગરીતને   હુકુમ કર્યો .

 " સરદાર ઔર  ભી દો તીન ફટકે દિખ રહેલી હૈ તુમ કહો તો ઉનકો ભી ઉઠા લેતે હૈ "  સાગરીત બોલ્યો

"ઉઠા લે..તેરેકુ અચ્છી લગતી હૈ તો"  સરદાર સંમત થતા બોલ્યો

 બીજી મિનિટે મંગલા રાણી અને બીજી બે છોકરીઓને ઉઠાવી પલાયન થઇ ગયા . છોકરીઓના માતા પિતા કલ્પાંત કરતા રહી ગયા. પોલોસને જાણ કરવાની  કોઈમાં હિમ્મત નહોતી . હિમ્મત કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા

 છોકરાઓને લૂંટફાટની ટ્રેંનીંગ અપાતી જયારે કુમળી છોકરીઓને કામવાસના માટે રખાતી. અને વેશ્યાવૃત્તિ કરાવવા ફરજ પાડતા . જે દિવસે લૂંટફાંટ ન  થઇ હોય અથવા ઓછી થઇ હોય તે દિવસે એવી કન્યાઓને વેશ્યાવૃત્તિ કરાવડાવી તે પૈસાથી મૌજ મસ્તી કરતા.દારૂ પીને ધીંગા મસ્તી કરતા અને આવેશમાં આવી ટોળકીમાં શામેલ છોકરીઓ જોડે શરીર સુખ માણતા .ટોળકીમાં અનેક છોકરીઓએ નાસી જવાની ના કામયાબ કોશિશો કરી હતી જેના પરિણામ સ્વરૂપ તેઓના શરીરે ડામ પણ અપાતા  

 આ ગામમાંથી ખાસું એવું મળતાં ટોળકી પેધા પડી ગયા હતા. છાશવારે અહીં આવ્યાજ કરતા અને લૂંટફાંટ કરી ગામમાંથી કમસે   કામ એક છોકરી અને છોકરાને ઉઠાવી લઇ જતા .તેની ટોળકીમાં મોટા ભાગે એવાજ માણસો હતા જે નાનપણમાં ઉઠાવી લેવામાં આવ્યા હતા.

 એક ગુજરાતી બાળકી  કઈ હદે જઈ શકે એનું જો કોઈ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ મંગલા રાણી . ગરીબ પ્રજાને રોટલો ,ડુંગળી અને લીલા મરચાં મળે એટલે ભયો ભયો  જયારે  સામાન્ય ગુજરાતી પ્રજાને દાળ-ભાતપ્રિય ખાવા મળે એટલે સોને પે સુહાગ છે. એવું ધારી લેવામાં આવતું. ગુજરાતી પ્રજા ક્યારેય લડતી નથી. અરે, લડવાનું તો ઠીક, લડવાનો સમય આવ્યો હોય ત્યારે પણ પહેલાં સલામત જગ્યાએ પહોંચી જાય એ ગુજરાતી કહેવાય એવું પણ કેટલાક ધારે છે;

 પણ મંગલા રાણી આ બધાથી વિપરીત હતી . ટોળકીમાં રહીને લૂંટારાઓ થોડીક લડાઈની ટ્રેનિંગ પણ આપતા. ચપ્પુ કેવી રીતે ચલાવવાનું, લાકડી કેવી રીતે ફેરવવાની , જંગલમાં દોડવાનું , થોડુંક હેવી કામ પણ કરાવડાવતાં જેથી બહારનો કોઈ વ્યક્તિ આવે અને હુમલો કરે તો પોતાનું રક્ષણ કરી શકે . મંગલા રાણી તેજ દિમાગ વળી હતી અને મજબૂત ઈરાદાવાળી હતી. મનમાં જે નક્કી કર્યું હોય તે પૂરું કરીને જ રહેતી

તે સામી છાતીએ લડી શકતી અને દિલ ફાડીને લડતી  અનેક એવા નાના નાના  દાખલાઓ છે જેમાં મંગલા રાણીની મર્દાનગી પર માન થઈ આવે.’

 તેની ટોળકીના કેટલાય પુરુષોને પોતાની મર્દાનગીથી ધૂળ ચટાડી હતી એટલે એના વ્હારે કોઈ ખાસ જતું નહોતું . તેને ઉઠાવી લઇ આ ટોળકીમાં શામેલ  કરવામાં આવી તેનો રંજ નહોતો.  પોતાના ભાઈબંધોના વેરની વસૂલાત માટે ખાસ તો નાની નાની કુમળી અને માસુમ છોકરીઓ  માટે  લડતી.

 તેનામાં કપટીપણું પણ ભારોભાર હતું. તે સમજદાર હતી અને એટલે જ તેનામાં સહનશીલતા હતી. તેણે ક્યારેય વટને ધ્યાનમાં રાખીને ડાકુ બનવાનો વિચાર નહોતો કર્યો, પણ તેની જિંદગીએ દિશા જ એવી પકડી હતી કે તેણે નાછૂટકે ડાકુગીરીના રસ્તે વળવું પડ્યું.

 જો કેટલીક ઘટનાઓ ન બની હોત તો મંગલા રાણી ઉર્ફે ઝુબેદાને બદલે કદાચ આઝાદ ભારતે ભાગ લીધેલી પહેલી ઑલિમ્પિક્સના ખેલાડી તરીકે આજે જાણીતી  થઇ હોત પણ એવા કોઈ સંજોગો હતા નહીં અને એટલે જ મંગલા રાણીના લલાટે  બહારવટિનો ટૅગ લાગ્યો.

 ડાકુઓનો આતંક દિવસે દિવસ  વધતો જતો હતો.પોલીસને વારંવારની ફરિયાદો કરવા છતાંય કોઈ ન્યાય મળતો ન હોવાથી આખરે તેણીએ કાયદો હાથમાં લઇ આતંકી કૃત્યોને ડામવા ડાકુ બની અને દુશ્મન દેશમાંથી આતંકીઓ દ્વારા થતા અત્યાચાર , બળાત્કારને ડામવા કાયદો હાથમાં લઇ પોતાની રીતે જ  આતંકી કૃત્યો ડામવા મેદાને પડી

 આ વાત આઝાદી પહેલાંના સમયગાળાની છે. એ સમયગાળાની, જે સમયગાળામાં અંગ્રેજ શાસકો લગાન વસૂલીને રજવાડાંઓને રક્ષણ આપવાથી માંડીને અનેક પ્રકારની એમની કામગીરી કરી લેતા હતા. રાજાઓ નામના રાજવી હતા અને અંગ્રેજોનો જોરજુલમ ચાલતો હતો.

 દેશના સીમાડે દુશ્મન સરહદ એકદમ નજીક આવેલ બાળવા ગામમાં મંગલા રાણીનો જન્મ થયો. આમ તો એના પિતા ક્ષત્રિય કુળના પણ શિક્ષિત ન હોવાથી પેટનો ખાડો પુરાવવા મોચીનું કામ કરતા.

 ડાકુ બનવા માટે મંગલા રાણીને એક નહીં, બબ્બે ઘટનાઓએ ઉશ્કેર્યો હતો. આ બેમાંથી એક ઘટના અંગત હતી તો બીજી ઘટના પોતાની  ખાસ બહેનપણી એવી વિમલાની હતી   બન્યું એવું કે મંગલા રાણીના પરિવાર સાથે જૂની અદાવત ધરાવતા એક પરિવારના સદસ્યોએ મંગલા રાણીની  બહેનપણી વિમલા  પર લૂંટારી ટોળકીના સરદારે બળાત્કાર કર્યો. આ બદલો લેવા માટે જ્યારે મંગલા રાણી પહોંચી ત્યારે પેલા લોકોના બાવીસ જણના ટોળાએ મંગલા રાણી પર હુમલો કર્યો. મંગલા રાણીએ  એ સમયે  બહેનપણીને બચાવી લીધી હતી .પણ એ અદાવતનો અગ્નિ હજુ બળતો હતો .લાગ જોઈને એક દિવસે મંગલા રાણીને ઉઠાવી લઇ ગયા

 મંગલા રાણીએ ટોળકીના બે માણસોને ક્રૂર રીતે રહેંસી નાખી પહેલી હત્યા કરી ત્યારે તેની ટોળકીમાં માંડ માંડ વીસેક જણા હતા તેમાં છોકરીઓ આઠેક હતી, પણ પછી જ્યારે મંગલા રાણીની ડાકુગીરી ચરમસીમા પર હતી ત્યારે તેની ટોળકીમાં બેતાલીસ સાથીઓ હતા. મંગલા રાણી જેણે દસ દસ ની એમ 23) બે ટોળકી રાખી હતી. આ બન્ને ટોળકી પોતે જ સંભાળતી, તેના જ આદેશ પર ચાલતી અને એમ છતાં આ બન્ને ટોળી જંગલમાં અલગ-અલગ જગ્યાએ પડાવ નાખીને રહેતી.

કહેવત છે કે જેટલાં મોઢાં એટલી વાતો. આ કહેવત મંગલા રાણીના ડાકુજીવનને લાગુ પડે છે. ડાકુ બન્યા પછી મંગલા રાણીએ કેટલાં ગુના કર્યા, કેટલી હત્યા કરી અને કેટલી લૂંટ ચલાવી તેના ચોક્કસ આંકડા  એને પણ ખબર નથી .  બેફામ હત્યા કરનારી મંગલા રાણી  પોતાના ડાકુજીવનનાં બાર વર્ષ દરમ્યાન હજારોમાં  લૂંટ કરી હતી. અંગ્રેજ સેના સાથે કે રાજાના સૈનિકો સાથે ઝઘડો થઈ જાય એ પછી મંગલા રાણી  રીતસરની  એક રાતમાં ચાર-ચાર જગ્યાએ લૂંટ ચલાવતો. ડાકુજીવન દરમ્યાન તેણીએ અંદાજે એક કરોડથી વધુની રોકડ કે ઝવેરાતની લૂંટ ચલાવી હતી. એવું નહોતું કે મંગલાએ માત્ર કાઠિયાવાડ કે ગુજરાતને જ રંજાડ્યું હોય. તેણીએ  પોતાના ડાકુકાળમાં પોતાના વતન સિવાય પાળીશી રાજ્યોના મોટા નગરો, નાના નગરોમાં પણ પોતાના સાથીઓ સાથે મળીને બુદ્ધિપૂર્વકની લૂંટ ચલાવી હતી.

 આ આતંકને કોઈ હિસાબે અટકાવી નહીં શકેલી પોલીસ-પાર્ટીએ મંગલા રાણી વિશે માહિતી આપનારાને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું. મંગલા રાણી પોતાના ખબરીઓને મારી નાખવાને બદલે તેમના નાક-કાન કાપી નાખવાની સજા ફટકારતી હતી . મંગલા રાણીની   આવી ક્રૂર સજા ભોગવી ચૂકેલા લોકોનો આંકડો વધતો જ  , મંગલા રાણી માનતી  કે મારી નાખવાથી બીક ચાલી જાય એટલે એ ખબરીઓને મારવાને બદલે આવી સજા આપતી . જેથી નાકકટ્ટા ને કાનકટ્ટાને જોઈને બીજા કોઈ આવી હિંમત ન કરે. મંગલા રાણી નાક-કાન કાપ્યા પછી એ માણસના ઘરનાને એવી ધમકી પણ આપતો કે જો આ આત્મહત્યા કરશે તો હું આખા ખાનદાનને મારી નાખીશ. આ બીકથી ઘરના પણ કાન-નાક કપાયેલાને મરવા દેતા નહીં.’

 મંગલા રાણી આ લૂંટફાટ , ખૂન એવા લોકોના જ કરતી કે જે ગરીબ અને નિર્દોષ લોકોને રંજાડતા .લૂંટફાટની રકમ એ નિર્દોષ અને ગરીબ પ્રજાના કલ્યાણર્થે વાપરતી પણ કોઈને  જ જાણ કાર્ય વગર જ એ આ લોકોપયોગી કામ કરતી .

 કાયદાની દૃષ્ટિએ એ એક ગુનેગાર હતી ,ડાકુ હતી પણ ગરીબોના દૃષ્ટિએ એ મસીહા હતી

 મંગલા રાણી  ખોફનાક હતી , હેવાન હતી , અતિશય વિકૃત હતી અને દિમાગની કમાન છટકે ત્યારે વિકરાળ પણ બની જતી  આ જ મંગલા રાણી જ્યારે મહિલાઓ, નાના બાળકો ,બાળકીઓ અને ગરીબોની વાત આવે ત્યારે સૌમ્ય અને સજ્જન અને મસીહા બની જતી  .મંગલા રાણી  નારી-સન્માનમાં કોઈ ચૂક આવવા દેતી નહીં.

 દેશ આઝાદ થયા પછીના  સમયગાળામાં જ્યારે દેશભરમાં કોમવાદી આતંક શરૂ થયા ત્યારે અનેક મહિલાઓએ  મંગલા રાણીને પોતાની બહેન ગણાવીને આબરૂ બચાવતી હતી. બહેન-દીકરીઓના શિયળ લૂંટતા અને લાશ પરથી ઘરેણાં ચોરતા આ મવાલીઓ અને લુખ્ખાઓ પણ મંગલા રાણીના આતંકથી ખળભળી ઊઠતા અને એટલે જ ડાકુ મંગલા રાનીનું નામ જ્યાં આવતું ત્યાંથી એ સૌ પણ સલામત અંતર રાખીને હટી જતા.  મંગલા રાણીને  ગર્વ હતો કે તેના પર ક્યારેય કોઈ મહિલા,કે બાળક કે લાચાર ગરીબની ઇજ્જત લૂંટવાનો આરોપ લગાવ્યો નહોતો.

 પાડોશી દેશ પાકિસ્તાનના આતંકવાદીઓ સરહદે ઘૂસણખોરી કરી ગામડાઓમાં ડાકુઓના સથવારે આતંક ફેલાવતા અને નિર્દોષ પ્રજાને રંજાડી રહેંસી નાખતા . આ કૃત્યથી મંગલા રાની કોપાયમાન થઇ ગઈ હતી . કેમે કરીને આ આંતકવાદી કૃત્યને ડામવાનો મક્કમ ઈરાદો તેણીએ કર્યો હતો. કેટલાય દિવસો સુધી તેનું આયોજન કરતી હતી અને એક દિવસ તેના આયોજન મુજબ   અમાસની ઘોર અંધારી રાતે મુસ્લિમ મહિલાનો વેશ ધારણ  કરી અને મોં પર કાળો બુરખો પહેરી પાડોશી સરહદ પર ઘૂસણખોરી કરવાની કોશિશ કરતી હતી એટલેક આપણા દેશની સેનાના ખ્યાલમાં આવી જતા તેણીને રોકી. પૂછપરછ આદરી.

 "કોણ હૈ આપ ઔર કિસ લિયે આઈ હો? દુશ્મન દેશકી મહિલા હૈ?

 મંગલા રાણીએ ગભરાયા વગર બિન્ધાસ્ત પોતાની કથાની કહી અને તેનો મનસૂબો કહ્યો.

"મૈં એક હિન્દૂ  ઔરત હું ઔર દેશ કે લિયે કુછ કરના હૈ .મહિલાઓ ઔર છોટી છોટી બચ્ચીઓ ઔર ગરીબ લોગો કે ઉપર જો અત્યાચાર હો રહે હૈ ઔર દુશ્મન દેશ કે આતંકીઓ જુલ્મ કર રહે ઉસકો મિટાને મૈં દુશ્મન દેશમેં ઘૂસ રહી હું " સ્પષ્ટતા કરતા મંગલા રાણી બોલી

 તેનો ઈરાદો સારો હોવાને લીધે સેનાના અધિકારીઓએ તેણી ને કહ્યું " દેખો બહન ,"ઐસે આપ નહિ જા સકતે .અગર કિસી કો માલુમ પડ  ગયા કે હમને જાન બુઝકર તુમકો  જાને દિયા તો દેશ દ્રોહ કા ટીકા હમારે માથે પર લગ જાયેગા ઔર અદાલતમેં કેસ ઠોક દેંગે ઔર હમે સેનાકી નોકરી સે નિકાલ દિયા જાયેગા .હમ આપકે જજબાત કો સમજતે હૈ .આપ કા ઈરાદા નેક હૈ ઉસકી હમ સરાહના ભી કરતે હૈ .હમે કુછ સમય દો સોચને કા જિસસે આપ યહાંસે જા શકે ઔર હમે કોઈ આપત્તિ ભી નહિ આયે "

 સેનાના અધિકારીઓ અને તૈનાત સેનાના જવાનોની વાતચીતનો દોર ચાલ્યો અંતે થોડાક ફેર બદલ સાથે મંગલા રાણીને દુશ્મન દેશમાં અવૈધ રીતે  ઘૂસવાની મંજૂરી આપી. બંને દેશોની સેનાએ તૈનાત હોવા છતાંય નજર ચૂકવીને દુશ્મન દેશના હદમાં ઘુસી ગઈ .

 દુશ્મન દેશની સરહદ પર એક નાના ગામડાના સીમાડે એક ઝૂંપડીમાં રહેવા લાગી .એ ઝૂંપડી ની આજુબાજુ જંગલ હતું .ત્યાં કોઈ ખાસ આવતું નહોતું . થોડાક લોકો છુટા છવાયા રહેતા .કોઈ કોઈને ખાસ ઓળખતું નહોતું તેનો મંગલા રાણીને ફાયદો થયો હતો.

 થોડાક મહિનાઓ એ ત્યાંજ ગુમનામ જેવી રહેતી હતી.આજુબાજુના લોકોને મળવા લાગી પણ પોતે કોણ છે ક્યાંથી આવી તેની વિગતો નહોતી આપી.

 નજીકમાં એક મસ્જિદ હતું ત્યાં બહાર ભિખારીના વેશમાં બેસી રહી અને જે મળે તેમાં ગુજરાન ચલાવતી હતી. એ આવી ત્યારે થોડાક પૈસા અને જવેરાત લઇ આવી હતી જે તેના  પોટલીમાં હતા. પણ કોઈએ તેની  પોટલીની તપાસ કરી નહોતી

 એક દિવસ તેણીએ એક મૌલવીને જોયા .મનમાં મૌલવીને મળવાની ઈચ્છા થઇ પણ થોડા દિવસ એમ ને એમ જવા દીધા અને એક દિવસ લાગ જોઈને એ મૌલવીને મળી

 “ મૌલવી સાબ,  “  મૈં એક આદિવાસી દલિત પાકિસ્તાની હિન્દૂ ઔરત હું ઔર અકેલી રહતી હું . મુઝે ઇસ્લામ કબુલ કરના હૈ તો ક્યાં યહ હો સકતા હૈ?

 હિન્દુસ્તાની ઇસ્લામ સ્વીકારવા તૈયાર છે એવું સાંભળી મૌલવી ગેલમાં આવી ગયા અને કશું વિચાર્યા વગર જ તેણીને "હા" પાડી દીધી

 "ઠીક હૈ.કલ મસ્જીદમે આ જાઓ મૈં આપકો ઇસ્લામ કબુલ કરવા દૂંગા  " જવાબ આપતા મૌલવી બોલ્યો

 મૌલવીએ તેણીને રીત રિવાજ મુજબ ઇસ્લામિક ધર્મમાં સ્વીકારી તેનું નામ ઝુબેદા નકવી રાખવામાં આવ્યું. એક મુસ્લિમ પરિવારની ત્યાં કચરા પોતાનું કામ ઈમાનદારીથી કરવા લાગી અને બધાના દિલ જીતી ગઈ . છુપી રીતે એ ત્યાં વસતા જાંબાઝ હિન્દૂ યુવક અને યુવતીઓને ભેગા કર્યા અને એક નનામી સંઘટન ઉભું કર્યું

 પાકિસ્તાનમાં હિન્દી યુવતીનો રેપ કરવાની કોશિશ કરતા ચાર શખસને મંગલા રાણીએ બેફામ માર્યા હતા, જેના માટે તેની ધરપકડ પણ થઈ હતી. કોર્ટમાં મંગલા રાણીએ  એક જ ઝાટકે ગુનો કબૂલ કરી લીધો હતો અને તે ચારેય જીવતા બચી ગયા એનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. પેલી હિન્દુ યુવતીના સ્ટેટમેન્ટ પછી મંગલા રાણી સામેના મારામારીના આરોપો પાછા લઈ લેવામાં આવ્યા, પણ કોર્ટ સાથે બદતમીઝી કરવા બદલ તેને છ મહિનાની જેલની સજા પડી હતી, જે તેણે હોંશભેર ભોગવી હતી. 

 મંગલા રાણીના આવા સ્વભાવના કારણે જ રાજ્યમાં જ્યારે પણ પોલીસ-પાર્ટી તેને ઘેરી લેતી ત્યારે તેને કોઈ ને કોઈનો સાથ મળી જતો. અનેક વખત એવું બન્યું છે કે ગામની મહિલાઓએ એક થઈને મંગલા રાણીને પોલીસ-પાર્ટીના ઘેરામાંથી બહાર કાઢી અને ક્ષેમકુશળ રીતે નસાડી મૂકી.

 એક વખત તો મંગલા રાણીને ભગાડવા બદલ જંગલના એક નેસની અઢીસોથી વધુ મહિલાઓની પોલીસે ધરપકડ કરી હતી. જોકે એ સમયે અખબારોમાં એનો વિવાદ થતાં એ તમામ મહિલાઓને પોલીસે છોડી મૂકવી પડી હતી. મંગલા રાણી  અનેક વખત પોલીસને ચકમો આપીને ભાગી જતી હતી દેશ આઝાદ થયા પછી મંગલા રાણી નાં કારનામાં ચરમસીમાએ પહોંચી ગયા હતા અને પોલીસ મંગલા રાણીને રોકવામાં સરિયામ નિષ્ફળ જતી હતી. કંટાળીને એ વખતના રાજ્યના ગૃહપ્રધાને આદેશ આપી દીધો હતો કે જ્યાં સુધી મંગલા રાણી નહીં પકડાય ત્યાં સુધી પોલીસને ૨૫ ટકા ઓછો પગાર મળશે! બે મહિના ઓછો પગાર મળ્યાં પછી મંગલા રાણી એ  ધમકી આપી હતી, " કે જો પોલીસનો પગાર અડધો અપાય અથવા અટકાવે તો કોઈની ખેર નહિ.તેનો અંત સમજી લેજો "

 તેણીના આ ધમકીથી સરકાર અને પોલીસ વિભાગ ટેંશનમાં આવી ગઈ અને અંતે પોલીસોનો પગાર પૂરો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો

  જેના પરિણામે પોલીસને ફરીથી પૂરો પગાર મળવો શરૂ થયો હતો. આ મહિલા હોવા છતાંય મંગલા રાણીની  ધાક હતી, મંગલા રાણીની નામના હતી.

 મંગલા રાણીના એક સાગરિતે કહ્યું હતું કે "આપ ક્યુ આપણા મુલુખ છોડકે દલદલ મેં ફસને આઈ હો? " અપને દેશમેં તો ચમન હૈ.સબ તો ખેરિયત હૈ "

 "મૈં તો યહાં હો રહે જુલ્મ કો મીતાને ઔર આતંક કા નામોનિશાન મિટાને આઈ હું. મુઝે  આપ સબ લોગોંકા સાથ ચાહીએ.

 "મેરે પાસ કુછ પૈસે બચે હૈ ઉસસે કુછ શસ્ત્ર ખરીદ લેતે હૈ ઔર આપ સબકી તાલીમ શરુ કર દેતે હૈ " મંગલા રાણી બોલી

 તેની વાત સાંભળી બધા તૈયાર થયા અને બોલ્યા ," હમ સબ તૈયાર હૈ આપ જો ભી કહના  ચાહે ઔર કામ કરવાનાં  ચાહે હમે કોઈ આપત્તિ નહિ હૈ “ 

 તો મેરે સાથ રહો ઔર મુઝે યહાં ચલ રહી ગતિવિધિઓકા ખુફિયા રિપોર્ટ દેના

"એકી અવાજે બધા બોલ્યા  "ઓકે..."જી

 ત્યાં રહીને ઘણીખરી આતંકી ગતિઓ પર અંકુશ લાવી દીધો હતો. તેમજ હિન્દૂ યુવતીઓ ,મહિલાઓ પાર થતા અત્યાચાર ,બળાત્કાર પર નિયંત્રણમાં લાવી દીધો હતો. જાનવર કો મારને  કે લિયે કભી કભી જાનવર બનના પડતા હૈ" આ જ મંગલા રાણીનું સૂત્ર હતું 

 એક ખતરનાક આતંકવાદી હિન્દૂ છોકરીને ભગાડી લઇ ગયો.તેની ખબર મંગલારાણીને થતા એ હિમ્મતથી તેનો પીછો કર્યો. પણ મંગલા રાણી અને તેના ત્રણ સાથીદારો હતા જયારે આતંકવાદી સાથે બીજા દસ  સાગરીતો હતા .તેમની પાસે અદ્યતન શસ્ત્રો હતા . આતંકવાદીઓ મંગલા રાણીને પકડે તે પહેલા જ મંગલા રાણીએ એ આતંકવાદીને ધમકી આપતા કહ્યું , " અગર લડકી કો એક ખરોચ ભી આયી તો તેરે હી દેશમેં ઔર તેરે હી અડ્ડે પે ઘુસકે  તેરે હી કુત્તો કે સામને ઘસીટ કે પીટુંગી  .એ બાત તેરે ભેજે મેં ઘુસેડ લે. હિન્દુસ્તાની કા વાદા હૈ .મેરે સે પંગા મત લે" અને ત્યાંથી ભાગી ગઈ .

 આતંકવાદીઓ એ છોકરીને કઈ કરે તે પહેલા જ તરતજ  બીજે દિવસે મળસ્કે  તેણીએ ધમકી આપ્યા મુજબ એ છોકરીને ચતુરાઈથી આતંકવાદીઓના ચૂંગલમાંથી બચાવી લીધી હતી. આતંકવાદીઓની  આંખો પહોળી જ થઇ ગઈ. તેમનો સરદાર વિચારતો જ થઇ ગયો  કે એક હિન્દુસ્તાની ઔરત બગાવત કરીને છોકરીને  છોડાવી લઇ ગઈ .

 પોતાની લાઇફનો સૌથી મહત્વનો એવો યુવાકાળ જંગલમાં વિતાવનારી મંગલા રાણીને પશુ-પક્ષીઓની ભાષા પણ આવડતી હતી. શક્ય છે કે આ ભાષા તે પોતાના જંગલવાસ દરમ્યાન આત્મબળે શીખી, પણ એટલું ચોક્કસ હતું કે મંગલા રાણીને આ ભાષાનો ફાયદો ગજબનાક થયો હતો. ખુદ પોલીસે જે તે સમયે ગૃહપ્રધાનને લેખિતમાં કહ્યું હતું કે , “ મંગલા રાણીની આ કળાના કારણે પોલીસ જંગલમાં દાખલ થાય છે કે તરત જ તેને ખબર પડી જાય છે અને તે સાવચેત થઈ જાય છે. આથી મંગલા રાણીને જંગલમાં પકડવા કરતાં બહાર પકડવી સહેલી છે.”

 એક વખત પોલીસ મંગલા રાણીનો પીછો પકડીને જંગલમાં પાછળ ઘૂસી આવી ત્યારે મંગલા રાણી દોઢ દિવસ સુધી સિંહની બોડમાં સિંહના પરિવાર સાથે  છુપાઈ રહી હતી  એ દિવસની વાત મંગલા રાણીએ પોતાના સાથીઓને કહી હતી અને સાથીઓએ જંગલમાં આવેલા માતાજીના મંદિર પાસે આવેલા નેસડામાં રહેતા આહિર અને ભરવાડોને કરી હતી. વાત પહોંચતી-પહોંચતી છેક પોલીસ ખાતા સુધી પહોંચી ત્યારે પોલીસ-અધિકારીઓની બુદ્ધિ બહેર મારી ગઈ હતી.  

 જંગલ  વિભાગમાં ડ્યુટી બજાવી ચૂકેલા નિવૃત્ત ફૉરેસ્ટ ઑફિસર કહેતા હતા, “ સિંહણની  બોડમાં સિંહ સિવાય કોઈને પ્રવેશ મળતો નથી.”  આના પરથી પુરવાર થાય છે કે મંગલા રાણી ખાલી દેખાવની મહિલા હતી  બાકી જીગરથી તો એ સિંહણ હતી.

મંગલા રાણી તેના જમણા હાથસમા ત્રણ સાથીઓ સાથે અને ખાસ ભરોસેમંદ અને મજબૂત ઈરાદાઓ વાળી પાંચ મહિલા સાગરીતો સાથે  દેશ છોડીને પાકિસ્તાન ચાલી ગઈ. પાકિસ્તાન જવા માટે તેની પાસે કોઈ ખાસ કારણ નહોતું અને મંગલા રાણીને  મૃત્યુનો ભય પણ નહોતો કે તે પોલીસથી ડરીને દેશ છોડીને ભાગે, પણ કેટલીક ઘટનાઓ એવી ઘટી જેથી  મંગલા રાણીને પાકિસ્તાન ચાલ્યા જવામાં શાણપણ લાગ્યું.

 એ જાસૂસ તરીકે નહોતી કામ કરતી .તેણીને ફક્ત હિન્દૂ મહિલાઓ ,બાળકીઓ,અને ગરીબો ઉપર થતા અત્યાચાર,બળાત્કાર,ઉઠાંતરી ડામવી હતી . હિન્દૂ મહિલાઓ,બાળકીઓ,ગરીબોને સશક્ત બનાવવા હતા. આતંકી કૃત્યો ડામવા હતા .આતંકીઓના ઢીમ ઢાળવા હતા આ જ તેનો મકસદ હતો

 પાકિસ્તાન ગયા પછી તેની ઇચ્છા થોડા સમય પછી પાછા હિન્દુસ્તાન આવવાની હતી, પણ એ શક્ય ન બન્યું અને મંગલા રાણી પાકિસ્તાનમાં જ રોકાઈ ગઈ . પાકિસ્તાનમાં તેના પર ગેરકાયદે પ્રવેશ બદલ કેસ થયો અને અઢી વર્ષની સજા પણ થઇ . આ સજા ભોગવીને મંગલા રાણી  પાકિસ્તાનમાં જ  સ્થાયી થઈ ગઈ. પાકિસ્તાનમાં તેણે યુસુફ અનવર નામના યુવક સાથે  નિકાહ પણ કર્યા. મંગલા રાણીને યુસુફથી  બે દીકરા અને બે દીકરીઓ થઇ હતી.  નિકાહ પછી મંગલા રાણીએ  પોતાની  જૂની બહેનપણીઓ અને જૂના સાથીઓને મળવાનું કે પોતાના ખૂનખાર ભૂતકાળને વાગોળવાનું છોડી દીધું હતું. જોકે તેને વારંવાર હિન્દુસ્તાન આવવાની ઇચ્છા થતી હતી, પણ મંગલાની  એ ઇચ્છા ક્યારેય પૂરી ન થઈ.  પોતાની આ અંતિમ ઇચ્છા સાથે જ મંગલા રાણી  પાકિસ્તાનની ધરતી પર દફન થઈ ગઈ .

 બહારવટી તરીકે તેણીના પ્રયાસો સંપૂર્ણતા સફળ નહોતા થયા કે નિષ્ફળ પણ નહોતા થયા .જ્યાંસુધી તેણીનો ખોફ હતો ત્યાં સુધી મહિલાઓ ,બાળકીઓ,ગરીબો પર થતા અત્યાચારો પર અંકુશ લાગી ગયો હતો

***************************************************************************

સમાપ્ત