વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 2 MITHIL GOVANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 2

પ્રકરણ 2

 

જેવો વિશાલ  રૂમ ના છેવાડે આવેલી છોકરી ને જોય મનાલી આવી એમ બોલી આગળ વધે છે. ત્યારે સિદ્ધિદેવી તેનો હાથ પકડી રોકે છે. અને કહે છે. આમ મનાલી તરફ આગળ વધવું જોખમકારક છે. કારણ  કયો આત્મા કયારે કોઈ ના પર હુમલો કરી બેસે તેનું કઈ કહેવાય નહિ. પહેલા મને તેની સાથે વાત કરી ખાતરી કરી લેવા દો પછી જ આપ મનાલી પાસે જાવ તેમાં આપની ભલાઈ છે.તો હું જ્યાં સુધી આપ મનાલી ની તરફ આગળ નહિ વધો ત્યાંજ ઉભા રહી જાઓ. સિદ્ધિદેવી ની વાત સાંભળી વિશાલ ત્યાં જ રોકાઈ જાય છે. સિદ્ધિદેવી ભરત ને ઈશારો કરે છે,સિદ્ધિદેવી નો ઈશારો સમજી ભરત વિશાલ અને સંધ્યા ને એક એક તાવીજ આપે છે અને કહે છે કે તેઓ બંને આ સુરક્ષાકવચ પહેરી લે જેથી મનાલી નો આત્મા બેકાબુ થાય તો પણ તેમને હાની ના પહોંચાડી શકે. વિશાલ ભરત ના હાથમાં થી બંને સુરક્ષાકવચ લઈ લે છે. પોતે એક પહેરે છે. અને એક સંધ્યા ને પહેરવા આપે છે. સિદ્ધિદેવી મનાલી ને પ્રશ્નો પૂછવા નું શરૂકરે છે  કોણ છે તું? અને શા માટે આ બંગલા માં ફરી રહી છે? જવાબમાં મનાલી ઘોઘરા અવાજે કહે છે  કે  તે આ ઘરના માલિક ની દિકરી છે.આ ઘર તેનું જ હતું. તે તેના માતા પિતા સાથે આ વિલા માં રજાઓ ગાળવા આવતા.  બે વર્ષ પહેલા આવા જ એક વેકેશન દરમ્યાન  પોતે ઘરના રસોઇઘરના  પોતાના માટે નાસ્તો બનાવી રહી હોય છે. ત્યારે  અચાનકથી ગેસ સિલિન્ડર ફાટે છે. અને આખું રસોઈઘર આગના  લપેટા માં આવી જાય છે. પોતે મદદ માટે બુમો પાડે છે. મારો અવાજ સાંભળીને મારા મમ્મી પપ્પા અને અમારા ઘરના કેરટેકર રામજી કાકા દોડી આવે છે. પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હોય છે. રામજીકાકા અને મમ્મી પાણી છાંટી આગ ઓલવવા પ્રયત્નો કરે છે. અને પાપા આગ વચ્ચે થી કૂદીને રસોઈઘરમાં દાખલ થઇ જાય છે. અને મને આગ માંથી બહાર લઇ જાય છે. પરંતુ ત્યાં સુધીમાં મારુ નેવું ટકા જેટલું શરીર આગ થી દાઝી ગયું હોય છે. મારા પાપા મને અગ્નિ માં થી ભાર લાવે છે. પણ  આગ ની બહાર  આવતા જ મારા પ્રાણ પંખેરું ઉડી ગયા હોય છે. પછી મારા અંતિમ સંસ્કાર કરવામાં આવેલા પણ હજુ આ ઘર ની યાદ મારામાંથી જતી નથી. જો કોઈ શાસ્ત્રોક્ત વિધી થી મારો મને મોક્ષ અપાવે તો જ મારો મોક્ષ શક્ય છે. માટે જ હું મારા પાપા ના સપના માં આવી તેમને મારો મોક્ષ અપાવવા માટે કહેતી. પણ તે મને સમજી શક્યા ન હતા. તેઓ આજે તમારી પાસે આવ્યા છે. તો મને તેમની સાથે વાત કરી મારા મોક્ષ નનો માર્ગ મોકળો કરવા દો.આટલું બોલતા મનાલી નો આત્મા રડવા માંડે છે. એ જોઈ વિશાલ મનાલી તરફ આગળ વધે છે. તો મનાલી તેને રોકતા કહે છે પાપા તમે આગળ ના આવશો તમે તમારી મનાલી નો દુર્દશા વાળો ચહેરો નહીં જોઈ શકો પ્લીઝ આગળ ના આવશો કહેતી  તે પાછળ ખસવા લાગે છે. વિશાલ ને પોતાની તરફ આગળ આવતો જોઈ મનાલી ની આંખોમાં ડર ડોકાવા લાગે છે.વિશાલ ની પાછળ સંધ્યા પણ ઉભી થઇ મનાલી તરફ આગળ વધે છે. આ જોઈ મનાલી ચીસ પડી બોલી ઉઠે છે. કોઈ આગળ ના વધશો તમે મારો વિકૃત થઇ ગયેલો ચહેરો  નજીક થી જોશો તો છળી જશો માટે પ્લીઝ કોઈ આગળ ના આવશો. આટલું બોલતા પાછળ ખસવા લાગે છે.પરંતુ વિશાલ  કૂદકો  મારી તેને પકડી લે છે. અને  મનાલી ના મોં પર  લાગેલું માસ્ક ખેંચી કાઢે છે સાથે જ મોં પર લાગેલો મેક અપ   હાથમાં આવી જાય છે કોઈ ઝેલ થી બળી ગયેલી ચામડી બનાવેલી હોય છે. જેવું માસ્ક હટે છે. તો જે વ્યક્તિ મનાલી બની હોય છે. તેને જોય ને વિશાલ અને સંધ્યા ચોંકી ઉઠે છે. જયારે સિદ્ધિદેવી અને ભરત ના ચહેરા પર ગભરાટ છવાઈ જાય છે. 

વધુ આવતા અંકે