પુસ્તક પરિચય #ક્લાસરૂમ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તક પરિચય #ક્લાસરૂમ

આજે વાત કરું છું હાથમાં આવેલાં એક હમણાં વાંચેલાં પુસ્તકની. સાવ નવી શૈલી, નવા વિષયો અને વચ્ચે વચ્ચે catchy વાક્યો જે બોધપ્રદ ન લાગે પણ ખૂબ પ્રેરણાત્મક.
આ પુસ્તક હતું શ્રી. દિનેશભાઈ માંકડ નું લખેલું # ક્લાસરૂમ.
આ હેશ ટેગ પુસ્તકનાં નામમાં તેમણે જાણીજોઈને મૂક્યો છે. ધ્યાન ખેંચવા આપણે ટ્વીટર કે ફેસબુક પર વિષય સૂચવતા શબ્દની આગળ મૂકીએ એમ.
નાના નાના, દરેક ત્રણ ચાર પાનાંના 25 નિબંધો તેમાં છે. વિષયો શિક્ષણની દુનિયાના પણ કોઈને તેની પર આવું મનનાત્મક લખી શકાય તે સૂઝે એ જ નવાઈ લાગે.
લંચ બોક્સ, હાજરીપત્રક, ટાઈમ ટેબલ, ફ્રી પીરીયડ, હોમવર્ક, ક્લાસમાં મોનીટર, સુપરવિઝન, પરીક્ષામાં ચોરીઓ, રિઝલ્ટ લાવવા માટેનાં પ્રેશર, જોડણીઓ અને તેમાં ભૂલ થી થતી રમૂજ, નોટ્સ અને આવા વિષયો.
શરૂઆત જ વિઘ્નહર્તા થી. એ ગણપતિ નહીં પણ ક્લાસનો મોનીટર. કોઈ શિક્ષક ક્લાસમાં ન આવ્યા હોય તો બોલાવવા જવા, ક્લાસના લોકોની બધી વાતો સાંભળી યોગ્ય હોયબતે જ શિક્ષકોને કહેવી, ક્લાસ શિસ્ત વગેરે.
લંચબોકસ માટેનાં લેખનું શીર્ષક ' મારી માતા મારી સાથે '.
જીવંત વર્ગ એટલે સ્વર્ગ નામના લેખમાં એકાઉન્ટ શીખવવા પણ નોટ લખાવતા એક શિક્ષક અને બીજા સાચા વેપારીઓ ના ચોપડા લાવી બતાવતા શિક્ષક, ચાલુ ક્લાસમાં છેલ્લી બેંચે બેસી મસાલેદાર પોકેટ બુક વાંચતો છોકરો, પૂંઠાના મુગટ તલવાર બનાવી જીવંત રીતે ઇતિહાસ ભણાવતાં કે સામસામે પ્રશ્નો પૂછી જવાબ અપાવતા વિદ્યાર્થીઓ ની ટીમો વગેરે વાંચી એ ક્લાસમાં આપણે ભણતા હોઈએ એવાં ચિત્રો ખડાં થયાં.
પરિવાર નું બાળકને પ્રેશર જેમાં બાળકી પહેલાં ધોરણ માં આવતાં જ માતા બદામ, શંખપુષ્પી વગેરે નો ઓર્ડર કરે છે, બાળકીને આગળ નંબર લાવતી રાખવા! સાચા અર્થમાં પરિવારની ભૂમિકા શું હોય તે સમજાવ્યું.
યુનિફોર્મ તો હોય જ પણ સરખાં યુનિફોર્મ માં જુદાં જુદાં બાળકો ની સરસ વાતો કરી જેમ કે એક બાળક શિક્ષક પૂછે તો ક્યારેય જવાબો આપે નહીં. તેની તપાસ કરતાં તે બહેરો નીકળ્યો! એક છોકરાએ ક્લાસમાં મારામારી કરી. શિક્ષા ને બદલે તપાસ કરી તો પહેલવાન દેખાતા છોકરાને સહુ સુમો કહી ખીજવતા. તેની પણ તપાસ કરી તો છોકરાને મોટો રોગ નીકળ્યો!
શાળામાં થતાં પ્રયોગો જેમ કે ગણિતમાં બીજગણિત શરૂ કરતાં શિક્ષક એક બાજુ બધા આંકડા ને બીજી બાજુ આલ્ફાબેટ લખે અને બેયને મેળવી પછી x, y વગેરે નું મહત્વ સમજાવે. ભૂગોળ શિક્ષક માટલાં પર નકશો દોરી વાસ્તવિક રીતે દેશો અને સવાર રાત સમજાવે વગેરે વાંચી હેરત પામ્યો.
મરોડ એટલે મનનું પરોઢ પ્રકરણમાં ચિત્ર ના વર્ગની વાત માં અંગ્રેજી શિક્ષક ફટ, fatter, fatest સમજાવતા હિયવતે જોઈ વિદ્યાર્થી જાડી, ધોતિયું પહેરેલો અને સરદારજી દોરે છે! શિક્ષક તેનું પુસ્તક જપ્ત કરી છે પણ ચિત્ર દ્વારા અભિવ્યક્તિ સાચી છે. ચિત્રશિક્ષ્ક પોતે માટલું ન દોરે કેમ કે તેમનાથી બે બાજુ ક્યારેય સરખી થાય જ નહીં તો બીજા કલાકારનું આખું ઘર ચિત્રોથી ભરેલું હતું! આવા સરસ દાખલાઓ હતા
વિજ્ઞાન શિક્ષક પ્રકાશનું પરાવર્તન ને બદલે પરિવર્તન વાંચીને બોલે અને તેનો તેમને રંજ ન હોય!
દરેક પ્રકરણ માં મનનીય વાક્યો છે.
' કામ કરવાના થાક કરતાં કામ નહીં કરવાનો થાક વધુ લાગે ', ' જગતનો શ્રેષ્ઠ આનંદ છે આરંભ કરવાનો ', ' મને ગુજરાતી ગમે છે કેમ કે મને મારી બા ગમે છે ' વગેરે વાક્યો લસલસતા શીરાની જેમ ગળે ઉતરી જાય.
આમ શિક્ષણની દુનિયામાં ન હોય તેમને પણ તેમનાં બાળકોની અને તેમના વખતની સ્કૂલની દુનિયાની સફર કરાવતું આ પુસ્તક વાંચવાની મઝા આવે સાથે પ્રેરણાત્મક બની રહે તેવું છે.
જરૂર વાંચવું.
પ્રકાશક સંસ્કાર સર્જન, મો. 9427960979.
મને એક વિવિધતા ભર્યા લેખોનું આ સુંદર પુસ્તક વાંચવું ગમ્યું.
સુનીલ અંજારીયા