Kone bhulun ne kone samaru re - 173 - Last Part books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 173 - છેલ્લો ભાગ

અંધેરી રેલ્વે સ્ટેશનથી શરુ થતી ચર્ચગેટ સ્લો ટ્રેન પકડવા પહલી વખત સોનલનો હાથ પકડ્યો અનેડબ્બામાં પ્રવેશ્યા ત્યારે સોનલની આંખમા ઝળઝળીયા આવી ગયા...

"કેમ બા કાકાથી છુટ્ટા પડીને આમ લોકલ પકડી તેમાં ઝળઝળીયાં ..?"ચંદ્રકાંત હેબતાઇ ગયા..

"તું સાવ પાગલ છે .. તારા કાંડામા મારા કાકાની જેમ બહુ જોર છે તે જો મારી હથેળી સાવ કચડીનાખી.."સોનલ..

"ઓહ સોરી સોરી હવે..?હવે ખબર પડી ગઇ કે તું સાવ નાજુક લજામણી છે ને સંસારની આપણીરાહ તો બહુ ઉબડખાબડ છે...હવે લાવ જરા માલીસ કરી દઉં..."

"એટલી નાજુક પણ નથી ને મુરખ પણ નથી.. ટ્રેન છે સામે બધા પેસેંજરો આપણને ટગર ટગર જુએછે..."કહી સોનલ પોતાનો હાથ છોડાવી નજીક ચીપકીને બેસી ગઇ..એક આંચકા સાથે ટ્રેન ઉપડી..ત્યારે ઠંડી હવાએ લહેરાં કે ગાંયે ઋતુ હૈ જવાં તુમ હો યહા..ચંદ્રકાંત ગણગણતા રહ્યા.. પ્રેમનીઅદ્ભૂત ક્ષણ માણતા ખોવાઈ ગયા. ક્યારે પોણો કલાક નીકળી ગયો ક્યારે ગ્રાંટરોડ આવી ગયું તે યાદના રહ્યું પણ કાન સરવા થઇ ગયાઓહ નેક્સ સાટોપ ચર્નીરોડ .. ચલો સોનલ દેવી પાંચ સેકન્ડમાચડવા ઉતારવાનો ખેલ ખતમબન્ને લોકલના દરવાજા પાંસે ઉભા રહી ગયા

----

ચર્નીરોડ ઉતરીને સોનલનાં હાથમાંથી થેલી લઇ લીધી ,હાથ પકડીને નીચે હળવેકથી ઉતારી...બન્ને રોડઉપરના બ્રીજઉપરથી નીચે ઉતર્યા ત્યાં હીંદુજાનાં કોર્નર પાંસે મુબઇનાં પ્રખ્યાત ભેળવાળનો બાંકડોજોયો...

"એક એક પાણીપુરીની પ્લેટ થઇ જાય..?બહુ ફૈમસ છે.."ચંદ્રકાંત

"હું કેમ ના પાડુ..?મને પણ મુબઇની પાણીપુરી બહુ ભાવે મારા ફઇઓ બહુ ખવડાવી છેસોરાષ્ટ્રમાઆવી પાણીપુરી મળે તેમાં તો આમલીનું પાણી દાડમ ચીવડો દાળ એવું બધુ હોયપછી સોનલબોલતી અટકી ગઇ .. ઓહ તમે પણ અમરેલીમાં મોટા થયા છો બાબુજી હુ ઘડીભર ભુલી ગઇહતી ..."સોનલ

" પંડિત..દો પડા દેના... એનો અર્થ જમાનાંમા એમ થતો કે બે પ્લેટ પાણી પુરી મોટા ભાગનારસિયાઓ પહેલા પાણીપુરીનું પાણી પડામાં લઇને ગટગટાવે પછી કેટલુ મીઠુપાણી પુરીમાં નાંખવાનુંતેની સુચના આપે .. સોનલ તને પડો આગળ કર એટલે પહેલા પાણી ચખાડશે ..”ચંદ્રકાંત

"જી બાબુ ,આપ દોનો ઇસ સાઇડમે જાઇએ......"

સોનલ ખુશખુશાલ થઇ ગઇ .મસ્તીથી તેને પાણીપુરી ખાતા જોઇને ચંદ્રકાંત પણ રંગમાં આવી ગયા

"ઔર...?"

"ના એમ પૈસાના ઝાડ નથી ઉગ્યા..થોડી થોડી મજા કરી લેવાની... કે..?"સોનલનો પહેલો હુકમમાથે ચડાવી બન્ને મફતની મસાલાપુરી ખાતા ખાતા પ્રાર્થના સમાજથી હરકીસન હોસ્પીટલ ચલતેકદમ પહોંચી ગયા..

લીફ્ટમેન ચંદ્રકાંતના કપાળમાં ચાંદલો જોઇ સહેજ મરકી ગયો ..ચંદ્રકાંત સોનલ બન્ને બાપુજીના રુમમાંઆવ્યા ભાઇએ બેઠા થવાની કોશીષ કરી એટલે સોનલે ભાઇને પકડીને સુવડાવી દીધા ..

"બાપુજી ,આરામ એટલે આરામ.."બન્ને બાપુજીને પગે લાગ્યા ત્યારે ભાઇ સહીત ચંદ્રકાંતનેજયાબેનની પણ આંખો ભીની થઇ ગઇ..સોનલ બાપુજીની બાજુમાં પલંગ ઉપર બેસીને કપાળ ઉપરહાથ ફેરવતી રહી...જયાબેને સુધીરને બોલાવ્યો..બાજુની રૂમમાં વિઝીટમા ડો સુધીર હતા ...મામાની રૂમમાં આવ્યાં એટલે સોનલને નછુટકે પલંગ ઉપરથી ઉઠવું પડ્યુ ...

ચંદ્રકાંતે પેંડો સુધીરભાઇને હાથમા પકડાવતા સોનલને ઇશારો કર્યો..."જેઠજી.. સુધીરભાઇ જોખોંખારો ખાય તો લાજ તો કાઢવી પડે એટલે મારો મોટો જેન્ટ્સ રુમાલ હાથમાં રાખજે પરંમ સાક્ષાતછે.."

સહુ હસી પડ્યા ચંદ્રકાંત અને સોનલ બન્ને સુધીરભાઇને પગે લાગી આશિર્વાદ માગ્યા..."ચંદું તારોમોટોભાઇ કુંવારો હુંયે કુંવારો એટલે એવા અમને તમે બન્નેને આશિર્વાદ આપો કે હવે અમારું જલ્દીથઇ જાય..."

સુધીરભાઇ નિકળ્યા પછી ચંદ્રકાંત જયાબા સાથે રૂમની બહાર પેસેજમા બધી વિધિની કોણ કોણઆવ્યુ હતુ વિગેરે વાતો કરવા ગયા ત્યારે જગુભાઇએ સોનલને નજીક પલંગ ઉપર બેસાડી એવી તે શુંવાતચીત કરી હશે...?ભાઇ સાવ ભોળા એટલે તેની પાંસેથી ચંદ્રકાંતના'રાઝ'બતાડી દીધા હશે..?

એટલી બધી પહેલીવારમાં શું ઘુસપુસ શું થઇ જાણવા જીંદગીભર ચંદ્રકાંતે ધમપછાડા કર્યા પણહરામ બરોબર છે એક અક્ષર નિકળ્યો તે નિકળ્યો..પણ જગુભાઇ હળવા ફુલ થઇ ગયા..!!!સોનલને પ્રોમિસ આપ્યુ કે તેઓ આરામ કરશે...જયાબેન લાલપીળાથઇ શક્યા પણ એટલુ તોસમજી ગયા "બહુ હુશીયાર છે મહામાયા ક્યાંક મારાં ચંદ્રકાંતને....."

------

સાંજે સોનલ અને ચંદ્રકાંતને બન્નેને મહાલક્ષ્મી માં ના દર્શન કરવા જવાનું હતુંજગુભાઇજયાબેને ફરીથી બન્ને પગે લાગ્યા એટલે જયાબેને સુચન કર્યું ..”.. તે ચંદ્રકાંત તમે ભેગાભેગામહાલક્ષ્મી મીમાંસા ના દર્શન પણ કરતા જજોચંદ્રકાંતનો પ્રોગ્રામ ફિક્સ હતો . ચર્નીરોડથી ફરીલોકલ પકડી ત્યારે થોડી ગરદી વધી ગઇ હતી એટલે પેસેજમાં બન્ને ઉભા રહી ગયા પણ હેલ્લારાજેવી ગરદીમાં બન્ને એક બીજાની નજીક આવી ગયા ત્યારે ગરમ શ્વાસનું અદ્ભૂત મિલન થઇ ગયું . મહાલક્ષ્મી ઉતરીને બસમાં મંદિર ગયા .. કમળનું ફુલ પ્રસાદમાં મગજની લાડુડી નારીયેળ ચુંદડીપૂજાપાનો સેટ લઇ મહાલક્ષ્મીમાંના મંદિરના પગથીયા ચડતા હતા ત્યારે અનાયાસે એકબીજાનાં હાથપકડાઇ ગયાસંધ્યા આરતીનો સમય થોડી વારમાં થવાનો હતો એટલે લાઇનમાં બન્ને સાથે ઉભારહ્યા . પોલીસે આવીને બન્નેને છુટ્ટા પાડ્યા ..” ભાઉ આતા તુમી મર્દ જી લાઇન સોડુન કુલે બાળકોજી લાઇન મળી આલા ? ચલા કૂકડે લાઇન મધીચંદ્રકાંતે સોનલને ઇશારો કર્યો કે અંદર ગર્ભગૃહમાંસાઇડમાં ઉભી રહેજે પછી સાથે પગે લાગીશું. આરતીનાં નાદમાં બન્ને માતાજીને દિલથી સ્તુતિ કરતાખોવાઈ ગયાજય આદર્યા શક્તિ માં..” આરતી પુરી થઇ પછી માં નો જાકાર કરી ચંદ્રકાંત અંદરપહોંચ્યા. સોનલ પ્રસાદનો થાળ લઇ તેની નજીક આવી માથે દુપટ્ટો ઓઢીને માં ને નજીકથી બન્ને પગેલાગ્યા,ત્યારે બહુ ભાવ પુર્વક બન્ને પુજારીને પગે લાગ્યા ત્યારે બન્નેનાં માથા ઉપર માંની ચાંદીનીચાખડી મુકી બન્નેને ખુબ આશિર્વાદ આપ્યા.. પ્રસાદમાં ધરેલ મગજની લાડુડી નારીયેળ નો પ્રસાદમમળાવતા બન્ને એકબીજાનો હાથ પકડી મંદિર પાછળ પહોંચ્યાઘુઘવતા દરીયાને નિહાળતાચંદ્રકાંતે સોનલને કહ્યુ એક ગમતુ ગીત ગાઇ લે મોકા ભી હૈ દસ્તુરભી હે..

"ઝાંખો ઝાખો દિવો મારો જોજે રે બુઝાયે ના..." સોનલે પોતાનાં મધુર કંઠમાં ગીત શરુ કર્યું ..મનથીચંદ્રકાંતે તેના જીંદગીના દિવાળી જ્યોત આડા પોતાનાં જાણે બન્ને હાથ જોડી દીધાહા સોનલ ગમ્મેતેવા તોફાનો આવે તારો શ્રદ્ધાનો દિપ બુઝાવા નહી દઉં.

-----

મિત્રો "કોનેભુલુને કોને સમરુ રે "કથાનો પહેલો ભાગ આજે પુરો કરતા ખબર નથી કે બીજો ભાગક્યારે લખીશ...?લખીશ કેનહી..?લખી શકીશ કે નહી..? જીંદગીની અસલી સંઘર્ષની કથા તો માંસરસ્વતી કલમમાં પ્રવેશે ત્યારે લખી શકીશ..

માં સરસ્વતિની કૃપા હશે તો નવા ફોરમેટમા કદાચ....આપ સર્વ બેલાખ જેટલા ઉપર હવે સ્વજનબનેલા મિત્રોનોબહુ આદર સાથે ઋણ કેમ ચૂકવીશ ? એક નાનકડા માણસની આત્મકથાનકને આપેબહુ પોંખી છે વધાવી છે આભાર . માત્રૃભારતીના પ્લેટફોર્મનો પણ સાદર આભાર.

આપ સહુનો ફરીથી સદા ઋણી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED