Kone bhulun ne kone samaru re - 172 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 172

આજે મહેંન્દ્રગોરની સુચના પ્રમાણે બપોરનું છેલ્લું મુહૂર્ત હતું એટલે રસ્તો એમ કાઢવાનાં આવ્યો કેહાવાબાપા વિધિમાં બેસે અને રૂપીયો નારિયેળ બદલાવી લેવાનો ..એટલે હવે ચંદ્રકાંતનાં માટે રાતથોડી ને વેશ ઝાઝા જેવી હાલત હતી .

સવારના મોટીબેનને ફોન કરી શું લાવવાનું છે બધી નાસ્તા માટેની વિગતો લઇ લીધી હતી .બપોરેએક વાગે બહાર એક ઢોસો ખાઇને ચંદ્રકાંત બાપાને ધરે પહોંચ્યા ત્યારે ભાભુએ બહુ આગ્રહ ક્યો"ચંદુ આંયા જમીલે ને.. બહુ મોડું થઇ ગયું છે.

"ભાભુ મારુ ઘર છેને ? પણ મને આજે વહેલી ભુખ લાગી હતી એટલે એક મસાલા ઢોસો બારવાગે ખાઇ લીધો છે .હમણા તો પેટ ફુલ છે..તમે જમો સહુ શાંતીથી ...ભાભુ ,મને મોટીબેને નાસ્તા લાવવાનુ કહ્યું હતું તે બધા લઇ આવું અને હજી તમે કહો કંઇ ઉમેરવાનું છે..?

"ચીવડો પેંડા, વેફર બધુ કેટલું લેવાનુ..? લોકો કેટલા આવશે...?"

"ઓહોહો ચંદુ તુંતો મોટો માણસ થઇ ગયો...તારી મોટીબેને મને પુછીને તને લખાવ્યું છે..એક કીલોપેંડા અડધો કીલો ચીવડો પા કીલો વેફર...બરોબર..?"

"ભાભુ સાથે કાં સુકી કચોરી કે નાના એક એક સમોસા મુકીયે તો...?"ચંદ્રકાંત

"હા બરોબર ચીવડો પેડા હવે હડહડ થાય છે એટલે સારુ લાગે ...પણ અડધો કીલો લેજે..લોકો પાંચ જણા આવશે આપણે બેનનું ધર થઇને દસ થશુ બાકીનું તારીમાં માટે ત્યાં લઇ જજેએટલે આપણા સુધીર ને તારી માં ને જરા સારુ લાગે જગુભાઇને તો કંઇ ખાવાનું છે નહી.."

"બાપા શાંતીથી મા દિકરાનો ડાયલોગ સાંભળતા હતા "તોય જગુ રેશે નહી જોજે અડધો તો અડધોપેંડો ખાશે ..."

"બાપા સુધીરભાઇ કહેશે તો આપીશ ...બસ.."

------

લીલા બે નારીયેળ પુજાપો ગોર મહન્દ્રભાઇ પોતે લાવવાના હતા..ચાંદીનો રુપીયો ભાભુએ કાઢીનેતૈયાર રાખ્યો હતો ફુલ પુજાપો ગોરે લાવવાનાં હતા .કલાકમાં ગોર આવી ગયા...ચંદ્રકાંત પણ ભાઇસાથે જઇ બધો નાસ્તો લઇને પાછા આવ્યા ત્યારે સાડા ત્રણ વાગ્યા હતા .બાપા આરામથી ઘસઘસાટઅંદરના રુમમાં સુતા હતા..ભાભુ ચંદ્રકાંતના કાનમાં વરાળ કાઢી ગયા.."છે કાંઇ ઉપાધી..?હેય નેઘસઘસાટ ઘોરે છે.."

-----

મોટીબેન આવી એટલે બાપા જાગી ગયા ..જમાઇની બરાબર આગતા સ્વાગતા કરી થોડીવારનાનભાણીયા સાથે મસ્તી કરી બેન પાંસેથી છોકરીની બધી વિગતો લઇ લીધી .ચા કોફી મુકતા પહેલાગોરને મોટીબેને પુછી લીધુ.."ગોરબાપા ચાર નેઓગણસાંઇઠ મિનીટનો શું મેળ...?"

"બેન આપણે નવનો આંકડો શુકનીયાળ ગણીયે બાકી અમારે જૈન ઘરાકો બહુ એટલે નવકાર કર્યાકરે એટલે આપણે પકડી લીધુ કે આંકડો નવનો રાખવો બાકી આપણે તો શુભ લાભ ને ચલ બસહાંઉ થઇ જતુ...બાકી સાંજનો સમય ગૌધુલીનો એટલે સારો ગણાય...હવે ચા પીવડાવો તો કાંટોચડે...આપણે ભાઇનું નામ ગોત્ર જન્મ તીરીખ સમય બધુ મારે ટીપણા ખોલીને જોઇને લગ્નપડામાંલખવાનુ છે.."

ચા કોફી આવી ત્યા સુધી ભાણીયાની કુદાકુદ ચાલુ હતી તેનું દુધ આવ્યુ એટલે મામાએ પીવડાવ્યુ ત્યાંબેલ વાગી...

ચંપકભાઇ ચંપાબેન સોનલ સાથે ભરતભાઇ અનેજસુબેન આવી ગયા...નીચે બધા ગાલીચા ઉપરબેઠા ત્યારે ભાભી ધારી ધારીને આવનારી દેરાણીને નિરખી રહ્યા હતા...ઓચીંતો ભાઇનાં કહેવાથીભાણીયો સીધ્ધો સોનલના ખોળામાં બેસી ગયો...

"મામા મામી છે ? ઓહ બસ મામી ઓનલી મારી છે તમારે લેવી હોય તો બીજી લઇ આવોફાઇનલ..બરોબર મામી..?

સોનલનુ ભાણીયાની મસ્તીથી હસી હસીને પેટ દુખી ગયુ...મામાએ ખોટી રડવાની કીટ્ટી કરવાની બહુમહેનત કરી પણ "નો મામા નો મીન્સ નો .."

ગોરબાપાએ સોનલની વિગતો ટપકાવી લીધી અને સહુને ચાંદલા કર્યા અને સ્વસ્તિ વચનો ચાલુકર્યા..

-----

એકબાજુ શુધ્ધ ખાદીધારી સફેદ ટોપી વાળા બાપા બીજી બાજુ કાળી ટોપીવાળા પોલીએસ્ટરનાઝબ્બા ધોતી વાળા બાપા કરતાં પણ ઉંચા એકવડીયા ભરતભાઇને બેસાડીને ગોરબાપાએ વિધી પુરીકરી ..નારીયેળ ચાંદીનો રાણીછાપ સીક્કો ઉપર ચાંદલા કરી ચોખા ચડાવી અદલાબદલી કરાવીગગનભેદી નાદથી "બોલ શ્રી ગોવરધન નાથ કી જૈ કરાવી બન્ને વેવાઇ ભેટ્યા...ત્યારે ચંદ્રકાંત પણસોનલને જોઇ રહ્યા હતા...બાકીના મોટીબેન બનેવી ભાણીયો ભાઇ ભાભી બધા ઇશારા કરી જોઇ રહ્યાહતા...

અડધા કલાક પછી ચંદ્રકાંત સોનલ સાથે બાપા ભાભુ મોટી બેન બનેવીને ભાઇ ભાભીને પગે લાગીબહાર નિકળતા હતા ત્યારે ભાણીયાએ ફરીથી ઉંબાીયુ મુક્યું ..."મામા મામી બન્ને મને પગે લાગશો તોતમને મામીને મળવાની છુટ્ટી...ઓકે..?"

સોનલ અને ચંદ્રકાંત બન્ને ટીચુકડા ભાણીયાને પગે પડ્યા એટલે ભાણીયાએ મોટા માણસની જેમઆશિર્વાદ દેવા બન્ને હાથ બન્નેનાં માથા ઉપર મુક્યા કે મામાએ તક ઝડપી લીધી ને તેડી લીધો...”બોલમેરે શેર.. ચલ ,અમારી સાથે તારે મામી જોઇએ છીએ ને ? હવે તારે ડીસાઇડ કરવાનું કે જો મામી જોડતીહોય તો મમ્મી નહી મળે કે ?હું કહું છુ ને મમ્મીને ના પાડી દેબોલ જલ્દી ક્વીક ક્વીક ..મનેટાઇમ નથી કે આઇ વીલ ડીસાઇડ હવે તને મમ્મી નહી મળે તારે મામી સાથે રહેવું પડશે..."


નો નો મારી મમ્મી... મમ્મી સેવ મી...માંમા મને લઇ જશે તો...? બાજી પલટાઓ ગઇ બધાખડખડાટ હસી પડ્યા ..”મામા યુ આર ચીટર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED