Kone bhulun ne kone samaru re - 170 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 170

થોડી ઓળખાણો થોડી પુછપરછ શરુ થઇ ત્યારે ચંપાબેને મોટીબેન ને કહ્યુ "જુઓ મોટી બેન મારેથોડી ચોખવટ કરવી છે કારણકે બન્ને છોકરાવને કદાચ આગળ વધવાનું મન થાય તો અમારા તરફથીમારે વાત કરવી પડશે"

"હા બોલોને બેન.."મોટી બેન

"મારા સાળા ને લોકો રાજુલા બાજુના નાનકડા ગામના જમીનદાર તો નહી પણ મોટા ખેડુત છે પણબહુ મોટી આવક નથી ..ઘર મોટા હોય નામ મોટા હોય ઘરે ગાયભેંશ ઘોડા નોકર ચાકર બધુ છે જમીનો બસો વિઘા ઉપર છે પણ બહુ ઉપજાવ નહી એટલે બે વરસ સારા બે મોળા હોય .ગામડામાંરહ્યા એટલે શહેરનાં લોકો જેવી વાત કરતા મારા ભાઇને આવડે પણ મારી ભાભી મુંબઇનાં એટલેપહેલેથી છોકરાવને સારા સંસ્કાર આપવા ખુબ ભણાવવા અને ગામડાના માણસો જેવા સંકુચીત રહે તેની કાળજી લીધી છે બાકી જો તમારે ઘરે આવે તો તમારી શહેરી રીતભાતમાં ક્યાંય પાછી નહીપડે...પણ દરેક ઘરની રીત જુદી હોય એટલે દિકરી સમજીને શીખવે એટલું કહેવાનુ છે બેન..

અમને ખબર છે કે જયાબેન જગુભાઇ તમારા આખા ખાનદાને આઝાદીની લડાઇમા બહુ આગળપડતો ભાગ લીધો હતો તમારા દાદીથી માંડીને તમે સહુ બહુ ફોરવર્ડ વિચારના એટલે છોકરા છોકરીનાંભેદ નહી ...પણ મારા ભાઇએ સાવ જડથા જડ ગામલોકો વચ્ચે બાળકોને ઉછર્યા ને બાળકોને બહુકડપમાં રાખ્યા એટલે થોડુ કહેવું પડ્યુ...લ્યો મારી વાત પુરી..."ચંપાબેનની સહેજ આંખ ભીની થઇગઇ અવાજ સહેજ તરડાઇ ગયો...એટલે સોનલ ઉભી થઇ ને સહજ રીતે અંદર ગઇ એટલે ચંદ્રકાંતદોડ્યા"તમે બેસો હું પાણી લઇ આવુ છું "

"એમાં શું ફેર પડે મારા ફઇબા મારા માટે મારી માંથી વિશેષ છે ...બહુ લાગણી છે મારી ઉપર એટલેજરા આંખ ભરાય આવી.ઇટ ઇઝ કે.."

મોટીબેન સોનલનો રૂપાની ઘંટડી જેવો અવાજ સ્પષ્ટ વિચારો સરસ ચાલ જોઇ મનમાં પચાસ ટકાતોઆપી દીધા

અંતે સોનલ ટ્રે લઇ ચાર ગ્લાસ પાણી લઇ બહાર આવી .ફઇને ટ્રે ઘરી પછી ફુવા જયા બા જગુભાઇમોટીબેનને ગ્લાસ ઓફર કર્યા..

----

"મોટીબેન તમારે સોનલને જે પુછવુ હોય તે અંદર લઇ જઇને શાંતિથી પુછો .."

"હા મારે થોડી વાત કરવી છે..." મોટીબેને કહ્યું . સોનલને લઇ બન્ને અંદર ગયા એટલે મોટીબેનને ચેરઉપર બેસાડી પોતે સ્ટુલ ઉપર સામે બેઠી .

બન્ને અંદર બેઠા એટલે મોટીબેન બોલ્યા "જો બેટા,તને ખબર છે મારો ભાઇ દુર્વાસા ઋષીનોઅવતાર છે...અમે તો હજી ચિંતામાં છીએ કે જેણે પાંચેય આંગળીઓ ઉંધી પુજી હશે તે બિચારીનાંભોગ લાગ્યા હશે એને હા પાડશે...."

"મોટીબેન તમે જરાયે ચિંતા કરતા...એણે મને પહેલા ચેતવી છે પણ તમે કહો તે દિલનો પાપી કેપ્રપંચી છે?મારે જાણવું છે.."

"ના ના જો કંઇક ખોટુ થતુ હોય તો પુરી તાકાતથી સામાવાળા ઉપર તુટી પડે ને ગુસ્સે થાય.."

"તો તો સારુ છે મને કેટલુ શીખવા મળશે..અમે બધા તો મારા કાકાના આવા કે એનાથી અનેકગણા ઉગ્ર સ્વભાવને પારખીયે છીએ .....હું એને પ્રેમ એટલો આપીશ કે ગુસ્સો ભુલી જશેબસ..પ્રોમીસ.."

મોટીબેન ક્યાંય સુધી સોનલનો હાથ સહેલાવતા રહ્યા..

----

"જા ચંદ્રકાંત તુ અંદર જઇ સોનલને બાકી કંઇ રહી ગયું હોય તો જે પુછવુ હોય તે પુછી લે..."મોટી બેનહસતા હસતા બહાર નિકળ્યા..ચંદ્રકાંત હવે બધા વચ્ચે શરમાઇને અંદર રસોડામાં ગયા .ચંદ્રકાંતમોટીબેનને હસતા જોઇને બહાર નિકળ્યા ત્યારે મોટીબેનની હરીઝંડી મળી ગઇ છે એમ સમજી ગયોહતો. મનમા સોનલ માટે અહોભાવ થયો મનમાં એમ પણ બોલ્યો "મોટી જાદુગર છે હવે પાક્કુ લાગેછે. મોટીબેન જેવા મોટીબેન પાંચ મીનીટમા ચિત થઇ ગયા !?”

"સોનલ હું મોટા ભાગે સમજી ગયો છું કે તમે મારી સાથેની આખી જીંદગીનાં સંબધ બાંધવા હવેઆગળ વધવા તૈયાર છો..." ચંદ્રકાંત ઉતાવળા ચંદ્રકાંતે ઉતાવળ કરી નાંખી .

"ના મેં એવુ કહ્યુ નથી ચંદ્રકાંત કે હું તૈયાર છું પણ અત્યારે મારુ મન તમને પસંદ કરે છે.." બહુ સલુકાઇથી સોનલે કહ્યું.

"હું એવા પીંડની તલાશ કરતો હતો જેને હું પોતે ઘાટ આપી શકુ..અને મને લાગે છે કે તમે પણ બાબતમા જો મારી સાથે કદમ મિલાવો તો જીંદગી સાથે જીવી શકીયે.." ચંદ્રકાંત પોતાની મરજી બતાવીદીધી .

"મને પણ એવા પુરૂષની તલાશ હતી જે મને તેને ગમે તેવો મન ઘાટ આપે જેથી તેને જીંદગીમા ઘણાસંઘર્ષો કરતી વખતે તેને ખાતરી હોય કે મારી સાથે કોઇક છે.."

હવે બન્ને વચ્ચે થોડીવાર મૌન પથરાઇ ગયું .બન્ને સર્વશક્તિમાન શ્રી શ્રીનાથજી બાપાનું સ્મરણ કરીએક બીજાને જૈ શ્રી કૃષ્ણ કરી બન્ને હસતા હસતા બહાર નિકળ્યા...

----

હવે આંગળનું કામ રૂપીયો બદલાવવાનુ હાવાબાપા આવ્યા પછી મોટીબેને ચંપકલાલ સાથે મળીને કેમ કરવું તે નક્કી કરશે એમ નક્કી કર્યુ...સોનલના પપ્પા ભરતભાઇ મમ્મીને જસવંતીબેન ચંદ્રકાંતનેદેશમાંથી આવીને જોઇને ખુબ ખુશ થયા..."હાશ મારી દિકરીને ગમતો છોકરો મળી ગયો..." ભગવાનેઅમારી સામું જોયું .

દસ દિવસમાં થોડી ખરીદી ચંદ્રકાંતે કરવાની હતી સોનલના મા બાપતો દાગીના કપડામાટે ભુલેશ્વરસોનલ સાથે ફરતા હતા ત્યાં ચંદ્રકાંતનો ચંપકભાઇ ઉપર ફોન આવ્યો...

"બાપુજીને લોહીના આજે સવારે ઝાડા થયા છે તેમની તબિયત સીરીયસ છે તેમને હરકીસનહોલ્પીટલમાં દાખલ કર્યા છે...આગળની મને કંઇ ખબર નથી.."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED