કોને ભૂલુંને કોને સમરુ રે - 169 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 169

ચંદ્રકાંત સોમવારે સાંજે મોટીબેનને ઘરે પહોંચ્યા...ત્યારે ભાણીયો મામાને જોઇને ખુશ થઇગયો...મામાએ કેડબરી હાથમા પકડાવી...બન્ને થોડી પકડાપકડી રમ્યા પછી નિયમ પ્રમાણે મામાએહારવાનું હતુ એટલે મામાએ સરેંડર કરી દીધુ.."અરે ભાઇ તું તો બહુ જબરો હો ...જો મને શ્વાસ ચડીગયો ..હારવાની પેનલ્ટી પણ કેડબરી હતી એટલે મામાએ બીજુ ખીસ્સુ ખાલી કર્યુ.

"જા બેટા નીચે મયંક બુમ પાડે છે તું મામાને જોઇને અધુરી ગેમ છોડીને આવ્યો હતો...?જા જા પીનલપણ જો ઘાંટા પાડે છે.."ભાણીયો નછુટકે મામાને છોડીને નીચે ગયો .જતા જતા મામાને વોર્નિંગ આપી"મામા હું રમીને પાછો આવું ત્યાં સુધી જતા નહી હોય નહીતો જો જો.."

----

બેન આપણા કોઇ ફઇબાના કુટુંબના સગામાં કાંદીવલી વેસ્ટથી ચંપકલાલ અને ચંપાબેન ગઇકાલેકોઇ તેમના સાળાની દિકરીને લઇને આવ્યા હતા .છોકરીનું નામ સોનલ છે...તમારી જેમ પણછાત્રાલયમાં રહીને ભાવનગરમાં ભણી છે..છોકરીના બાપા કહેછે જમીનદાર છે પણ આપણે એમસમજીએ કે મોટા ખેડુત છે .. છોકરી મોટી પછી વરસ નાની બેન પછી બાર વરસ નાનોભાઇ...રીતભાત ઉપરથી સંસ્કારી લાગ્યા ..છેડા તો જયાબા અને તમે બધા બધા કાઢજો પણ મારે હવે જયાબાને કેમ સમજાવવા..?એને હાય પૈસો હાય પૈસો છાતીએ વળગ્યો છે .એમની સાઇડથીજોઇએતો બરોબર છે કે મુસીબતનાં વખતે ટેકો રહે પણ મને તમે કહો કે જો મુસીબતના સમયે આવાતકવાદી ટેકા મળે તો સંસારની લડાઇમા પોતે તો પાંગળો રહેને..?જે કોઇકને ટેકે લડે તે સાચી લડાઇકેમ લડે..?બીજુ આજે જેને ટેકેદાર સમજીને મોટું પડખું સમજીને શોધ કરો તે પોતે કાલે ધંધામાખલાસ પણ થઇ જાય તો..?બેન મુળ માંથી વિચાર ખોટો છે બાકી જો છોકરી ખભેખભો મિલાવેતો ગમે તેવી મુસીબત પાર ઉતરી શકાય..?મુળ છોકરી સારી સસ્કારી ને સાથે સાથે ઉભી રહે મને ગમે...

વળી બીજી ઉપાધી કે જયાબા પોતે ગોરાનું બહુ ગુમાન છે અને એવી તિવ્ર ઇચ્છા કે છોકરી ગોરીહોય ઘરમાં શોભા એવી હોય તો આપણો વટ પડે..!!!આપડે વટ પાડવા લગન કરવાનાં..?ઠીક છે કેસાવ મેચ થતી હોય રંગે સાવ શ્યામ હોય નમણી હોય આમ પહેલી નજરમાંજ ઉતરી જાય તેવીહોય તો હું પણ વિચારુ.. ભલે કરોડ પતિ હોય ..( ચંદ્રકાંતનો ઇશારો અગાઉથી છોકરી ઉપર હતો )

મને સોનલ બધીરીતે મારા માટે બરોબર લાગી છે .બેન મેં એને મારા સ્વભાવની મારી આર્થિકસ્થિતિની ભાઇની તબિયતની નાનીબેનના લગ્ન બાકી છે વાત આખુ ઘર ઉપાડી લેવુ પડશે વાતપણ કરી દીધી છેએમ પણ કહ્યું કે કાલે ખરાબ સ્થિતિ આવીતો ટકવું પડશે ત્યારે બોલી કે મીઠું નેરોટલો પણતમારી કમાઇનો ખાઈને જીવીશહજી છેલ્લી વાત બેન સોનલ સાહિત્યમાં પણ બહુરસ લે છે તેને વાત પણ યાદ હતી કે હું ઝ્રે દિલ નામથી કવિતા લખુ છુ। નાટકમાં મનેપહેલુઇનામમળેલુત્યારે તે ભાવનગર ઓડીટેરીયમમાં હતી અને વાત પણ તેને બરાબર યાદહતીબોલો..

એલા ચંદુડા તું તો છોકરી શું નામ કહ્યું હાં સોનલની જાળમાં ફસાઇ ગયો લાગે છે…”ચંદ્રકાંત પહેલીવખત મોટીબેન પાંસે શરમાઇ ગયા .

હવે બાજી તમારા હાથમાં છે બાકી તમે જયાબેનને પાર પાડો..આવતા રવિવારનો ટાઇમ રાખજો...ફાવશે ને..?"

"તું કેટલું એકધારુ બોલી ગયો .ચંદુ તારા માટે આવતા રવિવારે ચોક્કસ આવીશ બસ..હવે ગરમથેપલાને ચા પી ને નીકળવું હોય તો નિકળજે.."બેન રસોઇમા વળગી ત્યાં ભાણાભાઇ રમીને પાછાઆવી ગયા ..."મામા તમે કેમ હમણા બહુ દેખાતા નથી..?મને ક્યો ને ક્યો.."

"જો બેટા,તને મારે કેડબરી ખવડાવવી હોય તો બહુ બધુ કામ ઓફિસનું કામ કરવું પડે ..બીજી ઉપાધીઆવી છે તું કોઇને કહેતો નહી હો.."મામાના ખોળામા કુદાકુદી કરતા ભાણાના કાનમાં મામાએ ફુકભરી"તારા માટે એક મામી લાવવાની ધમાલ ચાલે છે પણ તું મમ્મીને કહેતો નહી પછી તારી મમ્મી તારાડેડી પાંસે ચાડી ફુકી દે છે .એટલે આપણો પ્લાન ફેલ...હમમ"

"પણ મામા આપણે બે ત્રણ મામી લાવીએ તો લોકો એકને ગો કરી દે તો આપણી પાંસે બે મામીરહે એક તમે રાખજો એક હું રાખીશ કે ડન..?"

"પણ સરસ મામી મારી હોં..."ચંદ્રકાંતે મજાક કરી.

"નો વે...મને ગમશે મારી મામી...નો અંચી...ઓકે તમે ગડબડ કરશો તો જો જોહોં.."

મોટીબેન કાન દઇને રસોડામાંથી આખી વાત રસોડામાંથી સાંભળતા હસી હસીને બેવડ વળી ગઇ..

"બેટા હમણા એક મામીનુ કરવા દે ..નહીતો મામાનુ ફુઉઉસ થઇ જશે.." મોટીબેન ટહુકો કર્યોએટલેભાણીયો ગુસ્સે થઇ ગયો .

"મમ્મી, તેં મારી ને મામાની અમારી પ્રાઇવેટ વાત કેમ સાંભળી ..?સે સોરી ...હમણા કહે .હવે તારેમામી નક્કી નથી કરવાની કે .હું ને મામા અમે બન્ને નક્કી કરશુ..બસ ફાઇનલ.."

------

રવિવારે નક્કી થયા મુજબ સાંજે મોટીબેન ભાણીયાને લઇને આવી ગઇ...સાંજે સાત વાગે ગૌધુલીસમયે ચંપકભાઇ ચંપાબેન સોનલને લઇને આવ્યા ...ત્યારે ચંદ્રકાંતના હાથમાંથી પુરી બાજી મોટીબેનનાંહાથમા આવી ગયેલી...જગુભાઇએ તેને પુરો વીટો પાવર આપી દીધેલો જયાબેન છુટકે મોટીબેનસાથે આજે જોડાયા હતા...

"આવો આવો ચંપકભાઇ ચંપાબેન...શું નામ તારુ ..?"

"સોનલ..."હસતા ચહેરા સાથે સોનલ મોટીબને પગે લાગી..