"સોનલ આપના શોખ અને વિચારો મને બહુ જ ગમ્યા પણ મારે મારી સાઇડની કેટલીક ચોખવટકરવી છે.."ચંદ્રકાંત મોટા મોટા ડોળા ડબકાવતા રીતસર દબડાવતો હોય એમ પુછે છે..
“કરો ને ચોખવટ.." સોનલમા હવે ફુલ કોન્ફીડન્સ આવી ગયો હતો. તે પણ ધીરે ધીરે ચંદ્રકાંતનો બનીરહી હતી… “જરાયે ચિંતા કર્યા વગર ચોખવટ કરો હું પણ કંઇ છુપાવીશ નહી . બી શ્યોર..”
" તો સાંભળો પહેલુ તો મારો સ્વભાવ બહુ ઉગ્ર છે એમ સહુ કહે છે પણ મે અગાઉ કહ્યું તેમ દંભીચાલાક અને જુઠાબોલા લોકો ઉપર બનારસે કુછ ઔર અંદરસે કુછ ઔર જેવા સ્વભાવનાં લોકોને હુંએક સેકંડમાં પારખી લઉં છુ … તેમની નિયતિની ખબર પડી જાય છે બસ એ મારીથી બરદાસ્ત નથીથતું એ જ કારણથીજો ક્યારેક કહી નાકું તો બહુ ગુસ્સો આવી જાય છે સોનલ.એટલે મારુ ધાર્યુ ન થાયતો ગુસ્સો બહુ આવે છે..એમ બધા સમજે છે …” ચંદ્રકાંત આજે દિલની વાત પોતાને પહેલીવાર ગમેલાપુત્રને કહી દેવા માંગતા હતાં.
"બીજૂ..?" બહુ શાંતિથી સોનલ ચંદ્રકાંતનાં ચહેરાને દિલને વાંચીને બોલી.
“અરે કમાલ છે તમને કેમ ખબર કે હજી બીજુ પણ કંઇ કહેવું છે..?" ચંદ્રકાંતને સમજાતું નહોતુ કે આછોકરી અટલીશાંતિ ધરીને તેને પચાવી રહી છે ..તેને સમજી રહી છે..
"તમે તો બોલ્યા કે પહેલુ ..એટલે સ્વાભાવિક રીતે બીજુ પણ કંઇક કહેવાનુ હોય તો જ કોઇ કહે કેપહેલું બરોબર..?"સોનલે જાણે હવે પોતાની જીત પાક્કી કરી લીધી હતી બીજી બાજુ ચંદ્રકાંત બાજીહારતા રહ્યા…દલિતો હવે શું ચીજ છે હારી ગયા…
"હાં હાં યાદ આવ્યું..અત્યારે મારી આવક અત્યારે બહુ મર્યાદિત છે એટલે ..." ચંદ્રકાંતનો સવાલ હવેચંદ્રકાંતને જ ડરાવી રહ્યો હતો…
"મીઠુ ને રોટલો પણ ચાલશે ...આવુ બધી ચિંતા કરવાની નહોય જો એકબીજાનો સાથ હોય તો"સોનલબહુ જ સ્વાભાવિકતાથી જવાબ આપ્યો.
"બાપુજીની તબિયત અવાર નવાર ખરાબ થઇ જાય છે એટલે એની સેવા કરવાની આવે.." ચંદ્રકાંતપુરા સમર્પણ પહેલાનો છેલ્લો સવાલ કરી બેઠા..
"તમે મને આવી બધી બીક કેમ બતાવો છો?ધર છે,વડિલ છે ,તેની સેવા તો કરવાની જ હોય..!!"બહુ જહસતા હસતા સોનલે જવાબ આપ્યો…
સોનલ."હજુ કંઇ ડરાવવાનુ બાકી..?" સોનલે ચંદ્રકાંતની આંખોમાં આંખ મિલાવી પુછ્યુ …
"હા તમને ખબર છે ને કે હું મારા મોટાભાઇ કરતા નાનો છું અને મારા લગ્નની વાત બા બાપુજી કરે છેકારણ કે એમની એક ઇચ્છા છે કે એક દિકરાની વહુ જોઇ લેવી..બીજુ મારા પછી મારી નાની બેનનુલગ્નનું કરવાનુ છે એટલે ભલે મારી પત્ની આમ નાની હોય પણ તેણે મોટી બની આખુ ઘર મોટી વહુનીજેમ ઘરને ઉપાડવાનું છે..ચાલશે?"
"હું સયુક્ત કુટુંબમા ઉછરી છું એટલે આ બધી વાત મારા માટે સ્વાભાવિક છે..પણ મારે હવે મારે તમનેથોડી વાત કરવી છે.." સોનલે દિલ ખોલી નાંખ્યું …
"બોલો," ચંદ્રકાંત ધડકતા દિલે કંઇ વાત છે તે સાંભળવા બહુ આતુર હતા .
હું જ્યારે દસ વરસની હતી ત્યારે બહુ મોટા જીપ અકસ્માતમા મારા મોટા બાપુજીનુ રોડ એક્સીડન્ટમામૃત્યુ થયુ હતુ ત્યારે હું પણ તેમની સાથે હતી ..મને એમાં ઘાયલ થયા પછી ગળામાં ચીરો પડ્યો હતોએટલે એ ધાવની નિશાની હજુ છે જુઓ..કહી સોનલે દુપટ્ટો ઉંચો કરી એ ગળાનો સ્કારદેખાડ્યો.."સોનલ.
"મને કોઇની સાથે પ્રેમ બ્રેમ થયો નથી કે નથી એવા કોઇ ચક્કર પણ નહોતા .આપને પણ જો કોઇનીસાથે પ્રેમ લાગણી થઇ હોય તો કે કોઇ ઉપર મન ઓવારી ગયુ હોય તો જબરજસ્તીથી લગ્ન માટે હા નકહેતા.." ચંદ્રકાંતે છેલ્લે બહુ નિખાલસતાથી વાત કરી.
"ચંદ્રકાંત જો આ સંબંધ આગળ વધે તો આવી શંકા લગ્ન પછી કરશો..?" સટાક કરતા સહેજ સ્પષ્ટઅવાજમાં સોનલે પુછ્યુ..
"ના ક્યારેય નહી .મે પણ સાવ સહજતાથી તમને પુછ્યુ છે તમે હર્ટ થયા હો તો માફ કરજો.." ચંદ્રકાંતેગળગળા અવાજે માફી માંગી.
"અરે તમે તો જરાયે ગુસ્સાવાળા નથી જરા પણ જીદ્દી નથી એ હવે પાકું.." સોનલે હસી પડી
જયાબા બહુ લાંબી મિટીંગ ચાલી ને અંદરના અસ્પષ્ટ અવાજો સાંભળતા હતા એટલે એટલુ સમજીગયા કે બાજી હાથમાંથી જવાની છે ...વહુ કંઇ લાખોનો કરિયાવર લાવશે કે નહી અને એમાંથી નાનીદિકરીના લગ્ન થશે નહી...?બધુ ચોપટ...?રાત્રે સુતા પહેલા જયાબાએ ચંદ્રકાંતને ખખડાવ્યો
"કોઇ ટેકો નહી રહે એ સમજી લેજે...ઉલટાનુ તારા ઉપર બધુ પડશે..આ લોકો કંઇ મોટુ નામ નથી...કંઇએવા ખાનદાન મને તો લાગતા નથી...છોકરી બહુ ઉસ્તાદ છે જતા જતા તારાભાઇનાં આશિર્વાદ લેવાચરણ સ્પર્શ કર્યો એટલે તારા ભાઇ તો તુલા છે તુલા એકદમ ખુશ...વાત આગળ ચાલે તો મારે જપહેલેથી કડપ રાખવો પડશે..."
“આ બધુ તમારી સાસુએ તમને પગની અંગુઠી નીચે દબાવીને રાખ્યા હતા તે રીત હવે ચાલતી નથી..ઉલટાનુ તમે એકલા પડી જશો...બાકી મને સોનલ બધી રીતે ગમી છે હવે મોટીબેનને ત્યાં કાલે જઇનેબધી વાત કરીશ.એ મળશે સોનલને.પછી જો મોટીબેન હા પાડશે તો જોયુ જાશે શું કહોછો ભાઇ..?” ચંદ્રકાંતે બાપુજીને પોતાના પક્ષકાર બનાવી લીધા .
"જગુભાઇ અત્યારસુધી ગોળગોળ ડોક ઘુંમાવતા હતા તે સપડાઇ ગયા .."પહેલા મોટીબેનશું કેછે ઇસમજવું પડે પછી વાત..."કહી જગુભાઇ ચાદર મોઢા ઉપર ઢાંકી આડે પડખે થઇ ગયા..
ચંદ્રકાંતની આજે પહલી શમણાની રાત હતી...