એ સાંજે એક કપોળ સજ્જન ઉમ્મર અંદાજે પચાસ આસપાસનાં પતિપત્નીએ બેલ મારી જયાબેનચોંકી ગયા . આ ઘડીયાલમાં જોઇ બબડ્યા “આ અત્યારે રાતનાં આઠવાગે કોણ હશે ?આવા ટાઇમેકોઇએ કદાચ ભુલથી બેલ વગાડી હોય એમ પણ બંને . બીજી વખત બેલ વાગી એટલે જયાબેનસમજી ગયા કોઇ જાણીતાલાગે છે .કોણ હશે ? ધીરેથી દરવાજો ખોલ્યો . સામે ચંપકલાલ અનેચંપાબેન “જય શ્રી કૃષ્ણ નમસ્તે”કરીને ઉભા રહ્યા.."જગુભાઇ સંધવી..?અમરેલીવાળા.. કપોળ ?”
“હા આ ઘર એમનું જ છે આવો આવો.."ચંદ્રકાંતે મામલો હાથમાં લીધો .આવકારો આપ્યો “પધારો”
ઘર અંદર એકજ ખુરસી હતી પણ શેતરંજી પાથરીને જયાબેન તથા ચંપાબેન નીચે બેઠા.. હવે વાત શરુકોણ કરે ? પણચંપકલાલ ઉડતા પંખીને પાડે તેવા હતા એટલે તેમણે જ શરુ કર્યું “અમને સમાચારમળ્યા કે તમારા દિકરાનુ કરવાનુ છે.."
“માફ કરજો વડીલ આ સમાચાર કંઇ રીતે તમારાસુધી પહોંચ્યા ? અમેછાપામાં તો આપ્યું નથી એટલેઆ હવામાં સમાચાર નક્કી ઉડતા ઉડતા મળ્યા હશે નહી ? હું તો મજાક કરતો હતો .” ચંદ્રકાંતે પંખીનેજાળમાં ફસાવ્યું. પછી જયાબેને વાતનો દોર પોતાનાં હાથમાં લીધો .
"તમારી વાત સાચી છે..આ મારો દિકરો ચંદ્રકાંત..તેનુ કરવાનું છે "જયાબેન.
"પણ તમારે તો બે દિકરા છે ને..?"ચંપકલાલ પુરી માહિતી સાથે આવેલા એટલું જયાબેનને તરતસમજાઇ ગયું.
"હા તમે તો બહુ બધી જાણકારી લઇને આવ્યા છો એમ લાગે છે"જગુભાઇએ ઇશારો કર્યો કે કે તમેપંચાતીયા લાગો છો પણ એ ચંપકલાલ લીધુ પણ લીધું વેન છોડે એવા નહોતા..તમે ભુલી ગયા હોએમ લાગે છે એટલે તમને યાદ કરાવું અમેય અમરેલીની સોળ કપોળ છીએ . જગુભાઇ તમારા નાનાબેન અમારા કુટુંબમાં જઆપેલ છે એટલે સાધારણ માહિતી તો હોય જ ને એમાં તમારી વાત સાચી છેજગુભાઇ આજે સવારે કુંવરજીભાઇ શાક મારકેટમાં મળ્યા ત્યારે મેં આમ જ પુછ્યુ હતુ કે કોઇ સારોછોકરો હોય તો બતાવો..પણ એણે વાત ઉડાડતા કહ્યુ કે છે તો મારા ઘરનો છોકરો પણ એને ગામડાનીછોકરી નહી ચાલે ઇ તો બહુ ભણેલો છે..પોતાની જાતે ધંધો કરે છે..
ચંપકભાઇ હસી પડ્યા .."હા પણ મારી પાંસે જે છોકરી છે એ પણ ભણેલી અને બહુ ડાહી અનેસંસ્કારી છે..."
આપણા અમરેલીનાં ફરસાણવાળો મારો દોસ્તાર એને ત્યાં અડધી અડધી ચા પીધીને કુંવરજીભાઇરવાના થયા એટલે નગીનભાઇ ફરસાણવાળાએ ઇશારો કર્યો..."આપણા અમરેલીવાળાકાળીદાસબાપાના દિકરા જગુભાઇએ અશોકનગરમાં શિવઆષિશમા જગ્યા લીધી છે આકુંવરજીકાકો જાણે એની મોનોપોલી હોય એમ બોલતો નથી પણ બડો ગીલીંડર છે..એ જગુભાઇનોછોકરો છે..જગુભાઇ અવારનવાર શાક લેવા આવે ત્યારે બેસે એટલે મને આ વાતની ખબર .જગુભાઇબહુ ભોળા અને બહુ સીધાસાદા માણસ છે હો ચંપુ.." નગીને મને કહ્યું હતું બોલો હવે કોઇ ખુલાસોકરવાની જરુર ખરી ?
"આજે જ વાત .પહેલો ધા રાણાનો કેછે ને..?આ તક ઝડપી લઉં..એટલે અમે બેઉ તમારે ત્યાં થોડુકમોડું થયુ પણ નક્કી કર્યા વગર જ આવ્યા...અમે તમારી બેન લીધી છે યાદ છેને...?" ચંપકલાલે કથાસમાપ્ત કરી .
જયાબેન મનમાં બબડ્યા “આ તારાભાઇમાં જરાય વેતો જ નથી . વા હારે વાતું કરે હવે નગીનલુહાણાની હારે આ બધી વાત કરવાની શી જરૂર ?” પછી જગુભાઇ સામે ફુંગરાય મોઢું ય કરી લીધું .
ચંપકલાલે પોતે ફઇના કુટુંબીજન છે એ યાદ કરાવ્યું ત્યારે જગુભાઇને માંડ માંડ બત્તી થઇ..
"અચ્છા...અચ્છા.. ચંપકભાઇ છોકરી શું કરે છે ?વિગતતો આપો..તમે ક્યાં રહો છો..?
"છોકરી રાજુલાબાજુનાં બહુ મોટા જમીનદાર ખોરડાની છે ..પણ ગામડામા રહીને મોટી થઇ નથી...ઇભાવનગરમાં જ રહીને મોટી થઇ છે..બહુ સંસ્કારી છે મારા સાળા ને ઇ લોકો ..પાંસે એવા પૈસા નથીપણ જમીનદારી છે..એટલે સારી છોકરીની મારી ગેરંટી..પણ મારે તમને પુછવું હતુ કે મોટોભાઇ પરદેશછે તો એની પહેલા આ નાનાનુ કેમ કરવાનુ...?"
ચંપકલાલે બોંબ ફોડ્યો...
"એમાં એવુ છે કે ચંપાબેન કે મારા આ છોકરાને રોટલા કરનારી હોય તો અમે દેશમા રહી શકીયે..તમને તો ખબર જ હશે અમારુ અમરેલીમાં મોટુ ખાનદાન નામ..ત્યાં મોટો બંગલો છે મજાનો..પણ મોટોહજી બે વરસથી ના પાડ્યા કરે છે એટલે નક્કી કર્યુ કે હવે એવુ ક્યાં અમારા જેવા સુધરેલાં ગાંધીવાદીસંસ્કારીએટલે એવું ક્યાં વિચારીયે કે ના પહેલા મોટો પછી જ નાનો. અમે તો મોર્ડન છીએહમ.."જયાબેને પુરેપુરા અંહંકારના ફુફાડા મારી લીધા..
"અમારે કંઇ વાંધો નથી .સંજોગ પ્રમાણે વર્તવુ પડે...પણ આ છોકરો કે છે બહુ ભણેલો છે..?"
"એણે કંઇક મેનેજમેન્ટનુ ય કર્યુ છે મને બહુ ખબર ન પડે પણ અમારે તો ખાનદાન ને સંસ્કારી છોકરીધર સાચવી લે એટલે બસ..."જયાબેનને ખબર હતી કે ચંદ્રકાંત એમ પૈસાદારના ટેકા માટે જટ તૈયારનહી થાય એટલે પોતે ચંદ્રકાંતની ચારેબાજુ કિલ્લેબંધીની શરુઆત કરી હતી...એટલે આવી સાવગરીબ કે ગામડાની ગમાર છોકરીઓ જોઇને અક્કલ ઠેકાણે આવી જાય...
"તો કાલે શનિવાર છે એટલે જો તમને વાંધો નહોય તો છોકરીને લઇને આવીયે..અમારીતો સુરજપાર્કમાંડબલ રુમ છે અને ચાલ છે એટલે બધુ હો હો ન થઇ જાય એટલે અંહીયા રાખીયે..?"
"જયાબેન પણ ડબ્બલ ગેમનાં માસ્ટર હતા.."હાં હા જરૂર એમ કરીયે"
ચંદ્રકાંત શાંતિથી દરેક વાત સાંભળી રહ્યા હતા કદાચ જયાબેન જેવા ઉંચા શેતરંજનાં ખેલાડી એનેજીંદગીભર મળ્યા જ નહી એ વાતતો ભાવીના ગર્ભમાં હતી...પણ તેણે પણ હવે ચંદ્રકાંતને આ રમતમારમવાનું જ હતુ...