કોને ભૂલુંને કોને સમરુ રે - 160 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 160

ચંદ્રકાંત આજે ચર્ચગેટ સ્ટેશન બહાર નિકળી સામે ઇરોઝ સીનેમાં તરફ નજર કરે તો જૂના મિત્ર આંનદસરકાર અને રામકીજી યાદ આવે છે .એટલે વેસ્ટર્ન રેલ્વે હેડક્વાટરને ડાબી બાજુ એક બાજુ એસ સીસી સીમેન્ટ હાઉસ વચ્ચે એક સાંકડી ગલ્લીમા ઘુસતા આવી બીજી પણ એક સાંકડી ગલ્લી પણયાદ આવી જાય છે..ચકલા સ્ટ્રીટથી કેમીકલ બજાર દરીયાસ્થાન સ્ટ્રીટ જવા માટે બે માણસો માંડસામસામા પસાર થઇ શકે ગલ્લી પણ એટલી પોપ્યુલર કે મસ્જીદ બંદર જવા માટે પણ આવી સાવસાંકડી ગલ્લીમાથી મુંબઈનો માણસ અચૂક જાય...કોઇ માનુની કે ફટાકડી ભટકાય તોબન્નેનોદિવસ સુધરી જાય તેવી ઉચ્ચ ભાવનાવાળા મુંબઇગરા રંગીલા અજીબ પ્રકારના પ્રાણી છે કે જેનેબે ડગલા વધારે ચાલીને મોટી ગલ્લીમાં જવું નથી..આવી નામ વગરની ગલ્લીમા સવાર સાંજઓફિસ બેગ ભટકાય નહી એટલે માથે ઉંચી કરીને પણ જાય અંહીયા થી...!

આખી ગલ્લી અપ્સરાઓથી ભરેલી જોઇ ચંદ્રકાંતનું જુવાન હૈયું હાથમાં નથી રહેતું . એક બાજુઇન્કમટૅક્સ ઓફિસને અડીને લેડી ઠાકરની એસ એન ડી ટી મહિલા કેમ્પસ બહાર આંખો જાણેરંગબેરંગી પુષ્પોથી ખીચોખીચ બાગ લહેરાતો હતો તો બરાબર સામ્મે જોલી મેકર ચેંબરની વચ્ચેનિર્મલા નિકેતન કોલેજ એકદમ આધુનિક યુવાન બિંદાસ્ત જુવાનીનાં જોષમાં ભલભલા હોશ ખોઇ બેસેતેવી રૂપરાષિઓનો મહાસાગર લહેરાતો હતોઆવા સુગંધના દરિયાને છોડીને જવાનુ મન થાય પણ મોટા હાયયય મેરા દિલ જેવો અફસોસ કરી ચારે તરફ ડાફોરીયા મારતા હતા ..હવાલદાર તેનીચકોર નજરથી ખુણામાં ઉભા ચંદ્રકાંતને ઝાંખી રહ્યો હતો .ચંદ્રકાંતનીબાજ નજરે તેને જોઇ લીધો.”ભાઉ,(મુબબઇમાં પોલીસને ભાઉને મામા કહેવાની પ્રથા છે) યે જોલી મેકરચંબર નંબર એક કીધર હૈ ?”

હી તુમચા સમ્મોર આહે બધા..” પછી ઇશારો કર્યો .. ચંદ્રકાંતે થેક્યું કહીરસ્તો ક્રોસ કર્યો ચંદ્રકાંતમેકર ચેંબર નંબર વન...પહોંચ્યા..એક બાજુ નિર્મલા નિકેતન ..આકાશવાણી ઇનકમટેક્સ ભવનપાછળ જાજરમાન જોલીમેકર ભવનોની લાંબી લાઇન હતી . ચંદ્રકાંતને તો કોઇ પણ મોટી ઓફિસમાંજવાનું હતું .એટલે પોર્ચમા કંપનીનાં નામ વાંચતા ભુખણવાલા ઇન્યોરન્સ સ્ટોક બ્રોકર (કદાચએજ નામ ..?)ના બે ઉપરના માળે જવા લીફ્ટમાં ઘુસ્યા ને અચાનક પહેલે માળે ઉતરી ગયા..!!જાનાથા જાપાન ચલે રંગુન યાની ...આગે ક્યા હોગા રામા રે..એક ખોંખારો ખાઇ મેકર એન્ડ મેકર ગૃપ હેડઓફિસ સામ્મે હતી ..ફરીથી માર્કેટીંગ ઉંડા યાદ કરી અક્કડ બનીને ચંદ્રકાંત રીસેપ્શનમાંઆવ્યા...ગોરી ચટ્ટી રીસેપશનીસ્ટ "યેસ..?"કરીને ચંદ્રકાંતને આવકારે છે.

"પરચેઝ મેનેજર પ્લીઝ.."ચંદ્રકાંત.

"ઓહ આઇ એમ સોરી સર,બટ કુડ યુ ટેલમી વોટ યુ ડીલ વીથ..?વી હેવ બિલ્ડીંગ મટીરીયલ પરચેઝડીપાર્ટમેન્ટ ઓલસો.."

"ઓહ આઇ એમ સોરી ,મેડમ સ્ટેશનરી ઓફિસ ઇક્વીપમેન્ટ ..પરચેઝ મેનેજર..પ્લીઝ.."

"ઓકે જરા બાજુમાં રાઇટ સાઇડમા મીં તુષાર દવે..મેકર સાહેબ મીસ મેકર મેજમ અને ડોક્ટરમેકરના પર્સનલ મેનેજર ..હી વીલ હલ્પ યુ.."

-----

એક લાંબા ચહેરાનો નમણો ઉંચો ગુજરાતી ફુટડો જુવાન બહુ વિનયથી ચંદ્રકાંતને બેસાડે છે ત્યાંઅચાનક પેસેજમાં ખલભલી મચી જાય છે એક છટાદાર પાતળી પુતળી જેવી અત્યંત પ્રભાવશાળીગોરી મઘમઘતી મહીલા તેના સત્તવાહી અવાજમાં એક બે ને તતડાવીને તુષારને "તુષાર કમ ઇન.."કરીનેદુર કેબીનમાં ઘુસી જાય છે...લગભગ આખી ઓફિસનો સ્ટાફ હાઇ એલર્ટ ઉપર આવી જાયછે..થોડીવારે મેડમની ચેંબરમાં કોફીના મગ સાથે ટ્રે લઇને પીયુન અંદર જાય છે તુષાર બહાર આવેછે..ઉંડો શ્વાસ લે છે પછી સ્વસ્થ થઇને ચંદ્રકાંત સામે ગોઠવાય છે...બહુ સભ્ય ભાષા બોલતાતુશારને કેમ બોલચાલની ભાષામાં ઘસેડવો તેનો કિમીયો ચંદ્રકાંત શોધી રહ્યા છે..

"બોલો ચંદ્રકાંતજી.. કાર્ડ ઉપરથી મને કંઇ સમજણ પડતી નથી..!! યોસ કર્પોરેશન...?"

"પણ માણસ ઉપરથીતો સમજણ પડેને તુષારભાઇ...?"

તુષાર મિષ્ટ મિષ્ટ મરમર હસ્યા.."બોલો સાહેબ "

"હવે મારો વારો હોં.."કહી ઓફિસ સીસ્ટમની વાતો ચંદ્રકાંતે ચાલુ કરી ... તુષાર ચંદ્રકાંતના લેક્ચરનાંપ્રભાવ નીચે દબાતા ગયા ..એટલે તુષારભાઇ જો આપને ત્યાં બધુ આવે તો કામ બહુ સીસ્ટમથીચાલે.."

"ચંદ્રકાંતભાઇ હમણા તમે જે સીનારીયો જોયો તે મેડમ બહુ સીસ્ટમેટીક છે. એમની ડાયરીમારોજના પચાસ કામ લખેલા હોય એટલાં મારી ડાયરીમા લખાવે બીજે દિવસે મારે તેમને રીમાંઇડકરવાના..હવે આમા હું ગુજરાતી ગરીબ બ્રાહ્મણ કંઇક તમારે રવાડે ચડી જાંઉ તો નોકરી જાય કે નહી કહો.."

વાર્તાઓમા એક ગરીબ બ્રાહ્મણ આવતા હવે બોસ થઇ ગયા છે માટે પોતાને વિપ્ર કહી છટકી જતા .. ગરીબ વાણીયા માટે કંપનીનાં ઓર્ડર આપો...કલ્યાણ હો.."

દસ મીનીટમાં મિત્ર બનેલાં તુષારની દોસ્તી આજે જીંદગીભર બરકરાર રહી છે . કાંદીવલીની સ્કુલનાલાડીલા પ્રિન્સીપાલ દવેસાહેબને બે દિકરા એક તુષાર એક બીજો નચિકેત એક દિકરી.ધનસુખનિવાસનાં કાંદીવલીના ઘરે અવારનવાર મળવા જતા ચંદ્રકાંત 'જય ભગવાન એક્યુપ્રેશર'ની મેથડચાલુ કરનાર દવે સાહેબ પછી એમના સુપુત્ર તુષારે પણ કેટલોક સમય ધૂરા સંભાળી હતી..અનેનાનો નચિકેત...?બહુ થ્રીલવાળી વાત કહેતા પહેલાં ચંદ્રકાંત ઉંડો શ્વાસ લઇ રહ્યા છે...

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો