સ્ટેશનરી બજરમાં એક મિત્ર મળ્યા... નાગદેવી ક્રોસલેનમાં હીરો સ્ટેશનરીમા બપોર પછી એક મોટુકપાળ ધરાવતા સહેજ મોટા અવાજમાં વાત કરતા જગદિશભાઇ મહેરાજી..લગભગ રોજ બપોરેચંદ્રકાંતને એક બીજાને મળવાનો રીશ્તો ધીરે ધીરે આકાર લઇ રહ્યો હતો.. આમ પણ મહેરાજીઉમ્મરમાં મોટા હતા એટલે ચંદ્રકાંત માટે તે મોટાભાની ગરજ સારતા…રોજબરોજના પ્રશ્નોમાં તેનુંમાર્ગદર્શન અચૂક લેતા.
"જગદિશજી આપતો બડે પઢેલીખે લગતે હો તો યે સ્ટેશનરીકી દુકાનમેં ..?"ચંદ્રકાંત
"મૈનુ પતા થા તું બડા વો હૈ ..પાજી .તું જરુર મેરેકો પુછેગા . “દરરોજ સાંજે બન્ને ભેળ ખાવા તેમનીદુકાન બહાર ભૈયાજીને ઉભા રહે ત્યારે અલકમલકની વાતો કરતા રહેતા.
"અરે મહેરાજી મૈં તો શરીફ હું ઔર આપ મુઝે પાજી કહેતે હો..?ગુજરાતીમેં પાજી ઉસકો કહેતે હૈ જોનિક્કમાં શરારતી હો..યાર મેં વૈસા લગતા હું..?બતાઓ.." ચંદ્રકાંતે મજાક શરુ કરી .
"યે હમ હૈ ન પંજાબી લોગ ,જૈસે આપ ભાઇસાબ યા દૌસ્ત. કહેતે હો ઉસકો હમ બાત બાતમેં પાજીકહેતે હૈ મૈનુ તેરેકો કહાં ગાલી દી ..?તુ જો હૈને બડા હી પાજી હૈ વો તેરે વાલાહાં.."પછી ખભો પકડીનેહચમચાવે..
ચંદ્રકાંતને જીંદગીમાં જેટલા પંજાબી મિત્રો મળ્યા બધ્ધા ખાવા પીવાના શૌકીન.."કામ પણ ગધેડાની જેમકરે ને ખાય હાથીની જેમ...!!"ચંદ્રકાંતે મહેરાજીને કહ્યુ..
"બાત તેરી સહી હૈ..યે હીરો સ્ટેશનરીવાલા મેરા સાલા હૈ .ઉસકી કીચકીચકે હિસાબસે કોઇહિસાબકિતાબ રખનેવાલા એકાઉન્ટટ ટીકતા નહી થા ઔર મે ઠહેરા મેથેમેટીક્સકા પ્રોફેસર ..દુપરકાટાઇમ મેરા ઘરપે ખાલી થા તો ઇનકો સીધા રખનેકી જીમ્મેદારી મેરે પર આ ગઇ..દો પૈસા ભી છુટતા હૈબાકી વાહૈ ગુરુકી કિરપા હૈ.."
"પ્રોફેસર ઓર દુપરકા ટાઇમ મુઝે આપને પહેલીમેં ડાલ દીયા ગુરુ.." ચંદ્રકાંત ચકરાવે ચડી ગયા હતા.
“અરે પાપે(પાજી બહુ નજીકનો દોસ્ત બને એટલે એક બીજાને પાપે કહે) મેં હૈ ન અલગ દિમાંગકા હું..સેન્ટ ઝેવીયર સ્કુલમે મેં મેથ્સ ઔર ઇંગ્લીશ પઢાતા થા વૈસે મૈં એમ કોમ હું સમજે..ગોલ્ડમેડાલીસ્ટ..મગર ચાંપલુસી બરદાસ્ત નહી હુઇ તો અપના ખુદકે અંધેરીકે ઘરમે ટ્યુશન ચાલુ કર દીયા..આજ અંધેરીમે ઓસ્કાર અંબરકે બગલવાલે બિલ્ડીંગમેં જહાં મૈ રહેતા હું વહાં હી એક રુમમે ક્લાસ મહેરા ક્લાસ ચલતા હૈ .આજ ચંગા ચલ રહા હે.ઔર કુછ પુછના બાકી હૈ..?એક એક કરકે પુછતેહીજા રહા હૈ..!!"
"પાપાજી આપ નારાજ હો ગયે..અબ મેરી કહાની સુનલો.."ચંદ્રકાંતની સંધર્ષની કથા સાંભળી મહેરાજીએટલુ જ બોલી શક્યા "દોસ્ત દુસરા હોતા તો તુટકે મીટ્ટી બન જાતા તું કોનસી મીટ્ટીકા બના હૈયાર..?" મહારાજાએ ચંદ્રકાંતને ગળે લગાવ્યો …ચંદ્રકાંત જ્યાં સુધી સ્ટેશનરી લાઇનમાં રહ્યા ત્યાં સુધીમહેરાજી તેના ફ્રેંડ ફિલોસોફર ગાઇડ રહ્યા . એમને અંધેરી ઘરે ચંદ્રકાંત અવારનવાર જમવા જતા ત્યારેભાભી સાથે અવારનવાર મજાક કરતા રહ્યા . એકવાર ચંદ્રકાંતે ભાભીને પુછ્યુ “આપ પંજાબીમે સીર્ફમરદકો હી પાજી કહેતે હૈ ઐસા ક્યું …?”
ભાભી હસીને બેવડ વળી ગયા … “સુન ઓ ચંદ્રકાંત પઠ્ઠે , વો પડે પાજી હી હોતે હૈ..”
“યે ગલત હૈ ભાભીજી , આપ મેરી સેહતતે દેખો, મેં થોડા હટ્ટાકટ્ટા પઠ્ઠા હું ..?”
“હમ જનાનીઓ પંજાબમે બડી ચાલાક રહેતી હૈ .ઇન લોગોકો બઢા ચઢા કર બોલતે હૈ , તો પરેશાનીકમ હોતી હૈ વો તૌરમેં રહેતે હૈ યે સીક્રેટ કહેદી સમજે.. અબ બાત કમ કર ઔરયે લસ્સી પી તોતબિયત બન જાયેગી “ મહેરાજી અમારી નોકજોક સાંભળી રહ્યા હતા.
“ભાભી આપકે પંજાબીમે મર્દ કાં નામ સમજો હરવંશસીંહ હૈ તો વોહી નામ કી લડકીમે
હરવંશ કૌર હો જાતા હૈ યે સહી હૈ ? ક્યા નામ કી બહોત કમીહોતી હૈ ?”
“અરે પગલે નામકરણ તો હમારે વહાં ગુરુદ્વારામેં હોતાહૈ જહાં ગુરુગ્રંથ સાહબકા પાઠ કરકે કોઇ એકપન્ના વાહે ગુરુજી કા ખાલસા વાહે ગુરુજીકી ફતેહ બોલકે ખોલકી દેખતે હૈ જો નામ આયા વો હી નામરખતે હૈ… બાકી પંજાબીમે લડકા લડકી એક જૈસે નહી દીખતે …?”
“મુઝે તો ઐસા લગતા હૈ કી મૈં કોઇ પંજાબી કુડીકો ફસા લું “ ચંદ્રકાંત .
“ચુપ કર અબ “ભાભી…એ આખો પ્રસંગ આજે યાદ આવી ગયો.
----
દરરોજ લગભગ સાંજે સુતારચાલથી સાત વાગે નિકળીને ઝવેરી બજારના નાકે મહેરાજીની રાહ જોતાચંદ્રકાંત ઉભા રહે .મહેરાજી ડાફો ભરતા આવે ચંદ્રકાંતને ખભે હાથ મુકીને જ ચાલે..જાણેકે રોજ કહેતા"ચલ ચલ રે નવજવાન...આજ તેરા ઇમ્તહાન...ચલ ચલ રે નૈ જવાન...જ્યારે જ્યારે ચંદ્રકાંત જીંદગીનીધંધાની કંઇ સલાહ લેવાની આવે ત્યારે 'ભગવાન તેરા એક સહારા..'મહેરાજી રહ્યા..
ચંદ્રકાંતના લગ્નના આલબમમાં એક સૌથી જુના મુંબઇના દોસ્ત તુહરાબ ભાઇ માઇક્રો પ્રીંન્ટીગપ્રેસવાલા,હાજી કાંસમાં ચાલ સુરતી મહોલ્લા ,બીજો હેતાળવો ફાઇલ બનાવનાર મિત્ર હુસેની ત્રીજામહેરા સાહેબનાં એક જ ફોટામાં ત્રીદેવનાં ફોટાને ક્યારેક જોવા બેસી જાય ત્યારે આવી આખી ફિલ્મચડી જાય છે..એમાં ચંદ્રકાંત શુ કરે?આજે એમાંના કોઇ નથી રહ્યા રહી છે માત્ર તસ્વીર..જીંદગીનીતસ્વીર બનાવે ત્યારે તકદિર નહી બનતી...તલતનું ગીત મોઢે ચડી જ જાય..."તસવીર બનાતા હુંતસવીર નહી બનતી..એક ખ્વાબસા દેખા થા.” એ બધા જ જાણે ખ્વાબ બની ગયા….