Mayanagar books and stories free download online pdf in Gujarati

માયાનગર

    આશરે દસ હજાર વર્ષ પહેલા હળવે હળવે માયા સભ્યતા પોતાનો પગ પેસારો કરી રહી હતી, જાદુગરો અવનવા જાદુઓને શીખી રહ્યા હતા, જ્યારે અમુક જાદુગરો નવિતમ જાદુને જન્મ આપી રહ્યા હતા, માયા નગરોનો વિકાસ અદ્ભુત હતો, નરજના ધોખા ઓ નગરોની શોભા વધારી રહ્યા છે,  જાદુગરો પોતાની શક્તિ વધારવા માટે એક બિજા સાથે જાદુના અભ્યાસ કરતા હતા, આમજ નવા જાદુ શોધવામાં અને શક્તિશાળી બનવાની હોડ માં કાળા જાદુગરો ની એક અલગજ દુનીયા બની ગઈ.

   પોતાની અસીમીત શક્તિ ની ઘેલસામાં આ કાળા જાદુગરો ને બાકી બચેલી દુનીયા પર પોતાનુ આધિપત્ય સ્થાપન કરવુ હતુ, આજ વિચારને પારખીને, જ્યારે કાળા જાદુગરો થોડી સંખ્યામા હતા, ત્યારે યોગ્ય સમય જોઈ, જાદુગરી વિદ્યા અને માયા સભ્યતા સ્થાપક મહાન રાજા વસીમ અને તેના ગુરુ માજ બંને એ બધાજ કાળા જાદુગરો ને એક કાળદ્વાર મા કેદ કરી રાખ્યાં, પણ એ સમયે અમુક જાદુગરો આ બંને ની નજર હેઠળથી હાથ માથી રેતી સરે એમ નીકળી ગયા, આજ કારણથી બધાજ જાદુગરો ને કાળદ્રાર મા કેદ કરી શક્યા નહી.

  બાકી બચેલા કાળા જાદુગરો માં સૌથી તાકાતવર અને શક્તિશાળી જાદુગર કીરવીશે એમનુ નેતૃત્વ સ્વીકાર કર્યુ, કીરવીશના નેતૃત્વ હેઠળ કાળસેના નુ નિર્માણ કરાયુ, પોતાના તંત્ર મંત્ર ની શક્તિ ઓથી કાળસેના ને વિકરાળ બનાવી, હવે આ મહાદાનવ પોતાની સેનાથી દુનીયાને ત્રાસ આપવા તૈયાર હતો. ભવિષ્યમા કોઈ બીજા બચી ગયેલા કાળા જાદુગરો આવીને કાળદ્વારના દરવાજા ખોલવા પ્રયત્ન કરશે એ વાતથી ગુરુ માજ સભાન હતા, એટલેજ કાળદ્વાર ખોલવા માટે ગુરુ માજે એક ચાવીની રચના કરી,
ત્યાંર પછી એ ચાવીને પોતાની અંદર સમાહીત કરી દીધી, જેથી તેણની ઈચ્છા વગર કોઈપણ વ્યક્તિ કાળદ્વારના દરવાજા ખોલી ન શકે.

  બીજી તરફ આ વાતથી સાવ અજાણ્યા કીરવીશ અને તેની કાળસેના નામની નીચાચર સેના કેદ થયેલા કાળા જાદુગરોને છોડવવા અને હતુબા રાજ્યના રાજાને મારવાની યોજના બનાવવા લાગ્યા, પણ જે રાજ્ય મની સુરક્ષા વ્યવસ્થા ગુરુ માજ અને રાજા વસીમ પાસે હોય, એ રાજ્ય ને કોઈ કેમ હરાવી શકે, ગુરુ માજ હતુબા રાજ્યની રક્ષા કરવા માટે કટીબદ્ધ હતા, જેના માટે ગુરુ માજ વડે માજવંશની રચના કરવામા આવી હતી, માજવંશના નિર્માણમા ગુરુ માજે પોતાની શક્તિ અને પોતાના શરીરમાથી કેટલીક વસ્તુઓ જેમકે નખ, ચામડી, વાળ, સાથે પંચ શક્તિ હવા, પાણી, આકાશ,ધરા, અગ્નિના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો, માજવંશ હતુબા રાજ્ય ની પ્રાથમીક અને મહત્વપૂર્ણ ટુકડી હતી.

     માજવંશ રાજ્યની સુરક્ષા, સેવા, ખુશીયો માટે હમંશા મોખરે રહેતા હતા. માજવંશ ના નિર્માણથી હતુબા રાજ્યની સુંદરતા, રમણીયતા વધુ ખીલવા લાગી, ખુશીયો સહીત રાજ્ય ની શક્તિ અને સુરક્ષા પણ બમણી થઈ ગઈ હતી. સાથે રાજા વસીમ પણ મહદ્દઅંશે જાણતા હતા કે આવનારા સમયમા કાળા જાદુગરો સાથે યુદ્ધ થવાનુ છે.

     જેના માટે રાજા વસીમ એ પુર્વે તૈયારીઓ શરુ કરી દીધી હતી, જેમ કે નવી સેના નુ ગઢન અને માયાનો ઉપયોગ કરી પોતાના ગળામા એક મોતીની માળા બનાવી જેમાનુ હર એક મોતી એક સેનામા રૂપાંતરિત થતુ હતુ, સાથે એક સફેદ રંગની વીટી જે સમયના દરવાજા ખોલી આપતી હતી, આવી ધણી બધી તીલસ્માની વસ્તુઓ રાજા વસીમ ધરાવતા હતા, જેમા તેની પાસે રહેલો તાજ પરનો લાલ પથ્થર સુર્ય સમાન તેજસ્વી અને શક્તિશાળી હતો, આખીય પૃથ્વી નો નાશ કરવા માટે ખાલી એ એકજ પથ્થર પુરતો હતો, એના રક્ષક તરીકે સાચવવાની જવાબ દારી રાજા વસીમે લીધી હતી. આ મહાન રાજાથી એમની પ્રજા ખુબજ ખુશ હતી, લોકોના હ્દય નો એક હીસ્સો હમેશા તેના સમ્રાટ માટે ખાલી રહેતો,

    ખુશીયો અને સુખથી સંપન્ન આ રાજ્ય આજે ઉત્સાહ ભેર ઉત્સવની તૈયારી કરી રહ્યુ છે, કારણકે આજે રાજા વસીમના પત્ની આફીયા બેગમ એક બાળકને જન્મ આપવાના હતા, આ સમયે રાજ્યનુ વાતાવરણ અચાનકજ બદલાઈ ગયુ હોય એમ લાગવા લાગ્યું, ચારેય દિશા મહેકતિ હતી, ફુલો વસંતમા ખીલ્યા હોય એમ ખીલવા લાગ્યા, આવનારા રાજ્યના ભવિષ્ય ને લઈ બધા લોકો ઉત્સાહમા હતા,એવા સમયે રાજા વસીમ ચીંતામા હતા, અને આવા સમયે કોઈ પણ પીતા ચિંતાતુર બનેજ, આટલા માજ સમાચાર મળ્યા કે બેગમ આફીયા એ બે બાળકોને જન્મ આપ્યો છે.

       આ સાંભળીને રાજા વસીમ પોતાને થંભાવી ન શક્યા, એ પોતાના કક્ષ તરફ આગળ વધવા લાગે છે, રાજા વસીમ હવે, પીતા વસીમ છે, એ બન્ને બાળકોને જોઈ રાજા ને આશ્ચર્ય થયો, કારણકે એમાનુ એક બાળક અતિ તેજસ્વી હતુ, જ્યારે બીજુ બાળક સામાન્ય હતુ, સાથે સામાન્ય દેખાતા બાળકના જમણા હાથ પર ગુરુ માજ ના ઈષ્ટ નુ ચિહ્ન હતુ.

       બીજી તરફ કીરવીશની સેના હતુબા રાજ્ય ની સીમા તરફ આવી પહોચે છે, ગણતરીના સમયમા એ વિકરાળ સેના, હતુબા રાજ્યની સીમા વટાવીને રાજ્ય ની શાંતી, સુરક્ષા ભંગ કરતા, રાજ્ય પર હમલો કરી નાખે છે, કીરવીશ ની સેનામા કીરવીશતો ન હતો પણ તેની સેના પુર જોશ મા હમલો કરી ચુકી હતી, જેની જાણ થતાજ માજવંશ સાથે ગુરુ માજ યુદ્ધ માટે નીકળી ગયા. ગુરુ માજ અને માજવંશ બધાજ કાળા જાદુગરો પર ભારે પડે છે, આટલામા ત્યાં એકા એક કીરવીશ આવી પહોચે છે, કીરવીશના આગમાનથી કાળા જાદુગરોની શક્તિ બમણી થઈ ગય.

          સતત નવ દિવસ સુધી આ યુધ્ધ ચાલ્યુ, ભયંકર બિહામણા દશ્યો દર્શાવતુ આ યુધ્ધનો છેડોજ હાથ આવે એમ ન હતો, આકાશે વાદળી રંગ છોડીને લાલ રંગ પકડી લીધો છે, પવન જોર જોરથી આડી અવળી દિશામા વંટોળા જેમ ફુંકાવા લાગ્યો, ચારેય દિશા રુદન કરતા સંભળાવવા લાગી, આવી દયનીય સ્થિતિ જોઈ ગુરુ માજ જાણી ગયા હતા કે આ યુધ્ધનો અંત કરવો જરૂરી છે, કારણકે આ યુધ્ધમા કટવુ સમય જતા મુશ્કેલ બનવાનુ હતુ, માટે એમની પાસે બે વિકલ્પ હતા, એક કાતો એ મૃત્યુ ને પામે અથવા પ્રકૃતિના નિયમોને તોડી યુધ્ધ જીતે.

        ગુરુ માજ પાસે આ શક્તિ એના ઈષ્ટ પાસેથી મળી હતી, આ શક્તિ દુનીયાના નિયમો વિરુધ્ધ હતી, જેના મુજબ મંત્રો ઉચ્ચાર થી આજુબાજુમા રહેલા તમામે તમામ પશુ- પંખી જીવજંતુ, ની આત્મા ગુરુ માજ ની સામે આવી જાય જેની આત્માનો ઉપયોગ કરી એક આત્માપુંજ નુ નિર્માણ કરે જે સર્વ દુશ્મનોનો નાશ કરે, પોતાના લોકો અને રાજ્ય સુરક્ષા માટે ગુરુ માજે આ પગલુ ભર્યુ જેમા મોટા ભાગના કાળા જાદુગરો નાશ પામે છે, જેમા પોતાની શક્તિથી કીરવીશ બચી જાય છે.

   આ બાજુ યુધ્ધ જીત્યાની ખુશી સાથે, ધણા બધા અબોલા પશુની હત્યા કરવાથી ગુરુ માજ ખુબજ દુ:ખી હતા, માટે એ પોતાને સજા આપવાનુ નક્કી કરે છે. રાજા વસીમ ને વાત કરી રાજ્યની સુરક્ષા માજવંશ પર છોડી, હતુબા રાજ્યથી દુર સમુદ્રમાં સ્થિત  દંશલોક મા એક મુર્તિ રુપે સ્થાઈ થાય છે,


                  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED