પ્રક્રુતિ યાદવ પાર્થ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રક્રુતિ

આજ થી ત્રણ વષૅ પેલાની વાત માણવાનું મન થાય છે? જ્યારે હું અગીયાર અને બાર સાયન્સ કરતો હતો, ત્યારે હું ગારીયાધાર અને ભાવનગર એમ બેઉ જગ્યાએ ભણ્યો, પણ ગારીયાધાર ની વાત કરૂ તો છે તો તાલુકો, પણ ચોતરફ વ્રુક્ષો થી આચ્છાદિત થયેલો છે, હું નાનપણથી જ વ્રુક્ષો વાવવા, સવારવા, પાણી પીવડાવુ, પક્ષી માટે ઘર બનાવવા, દાણા નાખવા વગેરે ટેવો થી વણાયેલો હતો, આ કામ ઉપકાર માટે નહી પણ મન ની શાંતિ માટે કરવુ એમ જાણી ને આજ સુધી પ્રક્રુતિ સાથે જોડાયેલ સબંધ જાળવી રાખ્યો છે.

પ્રક્રુતિ હંમેશા માટે ઉદારતા વાદિ છે, હંમેશા તેની મમતા થી માનવ મહેરામણ ને ભીંજાવી નાંખે છે, પ્રક્રુતિ ને નુકશાન પહોંચાડવા વાળા હોય કે પછી એની સાર સંભાળ કરવા વાળા બધાજ ને સમાન ભાવ થી ન્યાય આપવા વાળી પ્રક્રુતિ ખરેખર મહાન છે. એને આમ જો હુ પ્રક્રુતિ ને માઁ સાથે સરખાવુ તો ખોટું ન કહી શકાય, નિસ્વાર્થ ભાવે, સમાન અધિકાર તો માત્ર માઁ જ આપી શકે.

એક વખત મે એક બગીચાની મુલાકાત લીધી હતી, ત્યારે મને પહેલી વાર ખબર પડી કે પ્રક્રુતિ ની વાસ્તવિક મજા અને મુલ્યો શુ છે, જ્યારે મે એ લાગણીને ગળે લગાવી ત્યારે મારા હ્રદય માં પવિત્ર વિચારો ની સરવાણી પ્રસરી ઉઠી, દુનીયા ના કુતુહલ થી દુર પ્રક્રુતિના ખોળામાં, જણે વરસો પછી ફરી એજ માનો ખોળો મળ્યો હતો કે જ્યાં મે મારુ બાળપણ વિતાવેલુ. અવિરત ગતી એ વહેતો મંદ પવન મારા ઉષ્માભર્યા શરીર ને શીતળાનો અનુભવ કરાવી રહ્યો હતો. વ્રુક્ષો અને છોડ પર ખીલેલા ફુલો મનનાં વિચારોની ગંગા ને દેવવ્રત બની રોકી ને આનંદ મયી બનાવી મુકે છે.

સાચું કહું તો, માણસો ભરી આ દોડ-ધામ વાળી જીંદગી મા રોજ સાંજે થાકીને ઘરે જવાનો એકજ મતલબ નીકળે, "જીંદગી નો વ્યર્થ", સાચી મજા તો પ્રક્રુતિ ના ખોળામાં, કુદરત ને માણવામાં છે, કુદરત સાથે વિતાવેલ દરેક ક્ષણ પોતાની જાત અને આત્મા માટે સફળ નીવડે છે.

જ્યારે જ્યારે પણ મારુ મન પ્રક્રુતિ, વ્રુક્ષો કુદરતને નીહાળે છે, ત્યારે અથાક જીંદગી નાં છેડા સમાન, ર્મામીક ભાવો હ્રદય ના કોઈક ખુણે ટકોર કરવાં લાગે છે. હંમેશા ને માટે પરોપકાર નેજ હથીયાર બનાવી. માનવ કલ્યાણ તો ખરુંજ સાથે જગ કલ્યાણ પણ સંકળાયેલું છે, એવી મહાન પ્રક્રુતિને કોટી કોટી વંદન.

મારું મન હવે આ દોરે એવુ ગુંચવાય છે, જાણે પક્ષી જાળમાં ગુંચવાયુ હોય, નહતો એ મન મુકીને ઉઠી શકે, નહતો શિકારી ના હાથમાં આવવા માંગે છે. એમજ જ્યારે માનવ સમુદાયો મર્યાદા અને શિષ્ટાચાર ની રેખા ને તોડે છે, ત્યારે મારુ હ્રદય માત્ર પ્રક્રુતિના ચરણેજ રડે છે. આખો ને વિનય અને વિવેક આપનારી પ્રક્રુતિ ની જય હો.

એક સાથે કેટલાય પક્ષી ઓ, એક સાથે કેટલાય તરુવર એટલા સુંદર લાગે છે, કે નહતો બોલેલા શબ્દો થી સમજાવી શકુ કે નહતો લખીને. કુદરતે પ્રક્રુતિ ખોળામાં કેટલાક એવાં રંગો ભર્યા છે, જે માત્ર પ્રેમ થીજ સમજી શકાય, આકાશ ને ચીરતા પવૅત, સમુદ્રો, નદીઓ, ધરા અને તેના પર વિચરનારા પ્રાણીઓ, આ બધું તો કોઈ વૈભવશાળી રાજા પણ પોતાના મહેલમાં નથી રાખી શકતો. અને સ્વયં આનંદ પણ નથી લઈ શકતો. જ્યારે પણ પ્રક્રુતિ પ્રત્યે પ્રેમ પુર્ણ પ્રકારે ઉદય થાય ત્યારે, જેમ નાનું બાળક દુનીયાના ડર થી માતાનાં આચળ ને પકડી ને સંતાય છે, એમજ પ્રક્રુતિમાં સંતાય છે. પ્રક્રુતિની મમતા નો આનંદ માણવોતો બનેજ.

પણ અત્યાર ની જીંદગી માં વિકસતા જતાં શહેરો માં કદાચ આપણે આપણી આ માઁ નેતો ભુલીજ ગયા છીએ, સતત વધતી જતી વસ્તી ની જરુરીયાત ને ક્ષમવા માટે જ્યારે આ માઁ ને કાપવામાં, કે પ્રદૂષિત કરવામાં આવે છે, ત્યારે મારા હ્રદય ના દરેક ભાગ ના લાખો એવા ટુકડાઓ થઇ પડે છે. આપણે લોકો મોંઘી વસ્તુ પહેરતાં તો શીખી ગયા પણ અમુલ્ય ખજાના ને ઓળખ્યા વગર વેડફતા પણ શીખી ગયા.