અત્રેની
સૃષ્ટી પર પ્રકૃતિ ના ઉદય સાથે, પ્રકૃતિએ જીવનને ઉદય કરવા માટે આઠ ભાગમાં વિભાજીત થઈ. જેમાથી મુખ્ય ત્રણ અચળ શક્તિ અસ્તેય અને બાકી પાંચ અચળ શક્તિ અત્રેની તરીકે અસ્તિત્વમાં આવ્યા. મુખ્ય ત્રણ અચળ શક્તિ પાછળ થી જીવનની છ ઇન્દ્રિયો અને ચેતના બની જ્યારે બિજી પાંચ અચળ શક્તિ જીવન ચક્રનુ નિર્માણ કર્યું. સૃષ્ટી પર પ્રકૃતિ સીવાયની શક્તિ અચળ અને સ્થાયી રહી. પ્રકૃતિથી સંસાર માં જીવનની શરૂઆત થઈ, જેને નિયંત્રિત કરવાનુ કામ અત્રેનીને સોપાયુ. અત્રેની ની ઉત્પતિ સાથેજ તે જીવન ચક્ર ને ગતી આપવાનુ કામ ખુબજ સારી રીતે કરતા હતા. સમગ્ર સૃષ્ટીના જીવનનુ મુળભુત રહસ્ય અત્રેની હતા, દરેક પાસે જીવન ચલાવવા માટે એક તત્વ એને તેની શક્તિ હતી, જેમા અગ્નિ શક્તિ જીવનનુ સંતુલન કરે, વાયુ શક્તિ જીવનના મનનુ સંતુલન કરે, જળ શક્તિ જીવન ચક્ર ની ગતી સંતુલિત કરે, ધરા શક્તિ વ્રુક્ષો અને જીવન સંતુલન કરે, જ્યારે આકાશ શક્તિ પૃથ્વીની ગતી ને સંતુલિત કરતુ, આમ સૃષ્ટીમાં પંચમહાભૂત શક્તિનો ઉદય થયો, જે સમગ્ર જીવ સૃષ્ટીને ચલાયમાન રાખવામાં પોતાનુ મહત્વપૂર્ણ યોગદાન આપવા હતા. ઘણાં વર્ષો સુધી જીવન નીરંતર સંતુલન સાથે ચાલતુ રહ્યું, દિવસ-રાત, નવા-નવા જીવનની ઉત્પતિ, ઉદવિકાસ, આકાંગશા, અને પરિભાષા સાથે સરવાંગી જીવન વિકસી રહ્યુ હતુ. આ દરમ્યાન અત્રેની પોતની શક્તિ ને સમજી એને વિકસીત થઇ રહ્યા હતા.
હવા, જળ, ધરા, આકાશ, શક્તિ ધરાવતા અત્રેની જીવન ચક્ર ને સંતુલિત એમજ જાળવિ રાખવામા મંડ્યા રહ્યા, આ સીવાય અગ્નિ શક્તિ ધરાવતો અત્રેની પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરી, જીવન ચક્ર ના સંતુલન માથી મુક્ત થયો. આ ધટનાને કારણે જીવન ચક્રમાં અસંતુલન આવ્યું,
સૃષ્ટી પર જીવ હત્યા, પશુ હત્યા જેવુ હલકુ જીવન ચક્ર ની શરૂઆત થઇ. આમને આમ લગભગ વીસ વર્ષ જેટલો સમય ગાળો પસાર થઇ ગયો, જીવન હજી પણ ફરી સંતુલન સાધિ ન શક્યુ, એ જોઈ અસ્તયો ભેગા થયા. પોતાની શક્તિના અચળ ભાગને ચલાયમાન ખરી તેમાથી એક અત્રેનીને જન્મ આપ્યો. સાથે પાંચેય અત્રેનીને શ્રાપ આપ્યો, જેથી બધાજ અત્રેની ન જીવીત રહ્યા ન મૃત્, એ પોતાની શક્તિ માત્ર જીવન સંતુલિત કરવાજ ઉપયોગ કરી શકે છે, પોતાના માટે તેનો ઉપયોગ કરવાથી વંચિત રખાયા હતા, જેની દેખરેખ માયંતને અપાઇ હતી.
જ્યારે જીવન ચક્ર ખોરવાયું ત્યારે પાતળમા રહેનાર વિશાળ કાયા ધરાવતી કુતત જાતિની રાણી વહની એ એક બાળક ને જન્મ આપ્યો,જેનુ નામ અસીતા રાખવામા આવ્યું.અસીતા જન્મના માત્ર છ જ દિવસમા યુવાન અવસ્થામાં પહોચી ગયો. યુવાન અવસ્થા સાથે તેના મનમા શક્તિ અને અહંકાર વિકસિત થયા. તેની માતા વહની પાસેથી તેને જાણવા મળ્યું કે આ સૃષ્ટીને પંચ તત્વો વડે સંતુલિત કરાય છે, આ પાંચ તત્વોની શક્તિ ધરાવનાર સૃષ્ટી પર આધિપત્ય સ્થાપી શકે. આ વાતને અનુલક્ષી તે યુવાન પંચશક્તિ વડે નવી દુનીયા રચવાની કામના કરે છે, મૃત્ અને સીમીત દુનીયા થી પરે એક અલભ્ય દુનીયાની કામના કરનાર યુવાન પંચશક્તિ ની શોધમાં નીકળી પડ્યો. પોતની કામના સાથે તેની અલભ્ય શક્તિ તેમજ શૌર્ય વડે એ માંતલ,સુબ્રદ,કાંતહી,વ્રિહળ જેવા અસ્તેય અંશોનો નાશ કરે છે, આ ચારેય અસ્તેય અંશો ને પંચશક્તિ ની રક્ષા અને અર્ધ જીવન સોપાયુ હતુ.
ચારેય અસ્તેય અંશો નો નાશ થવાથી બધાજ અસ્તેય ચિંતાતુર બન્યા, અસ્તેય વહની પુત્રની શક્તિ થી ચકીત હતા, સાથે ડર પણ હતો કારણકે, માત્ર અસ્તેય વહની પુત્રને રોકી શકે તેમ નહતા.જેથી બધાજ અસ્તેયે બાકી સૃષ્ટીમા બચેલી અચળ શક્તિ ને જીવંત થવા પ્રેરણા આપી, અસ્તેય ની વાત ને સમજી સૃષ્ટીની અચળ શક્તિઓ ક્રુત, ક્ષ્રત, ધ્રત જેવા યોધ્ધા અને અશ્વીની, બ્રાહ્મની, ક્રુતીકા, રોહીણી, મ્રુગશીરા, આદ્રા, આશ્ર્લેષા, સ્વાતિ, ફાલ્ગુન જેવા સત્યાવીસ નક્ષત્રો અસ્તિત્વમાં આવ્યા, આ બધાજ નક્ષત્રો પોતાની શક્તિ ક્રુત, ક્ષ્રત, ધ્રત અને અસ્તેય ને આપી પોતે ચલાયમાન રૂપે અવકાશમાં સ્થાપી થયા, આ સાથેજ સૃષ્ટી પર જીવન ચક્ર ને ગતી આપવા માટે નવા ત્ર્શ્રુતુ ચક્ર ની શરૂઆત થઈ.
વહની પુત્ર અત્રેની ની શોધ કરતા-કરતા અસ્તેય ની સામે આવીને ઉભો રહ્યો. પોતાની શક્તિના મદમા એ અસ્તેયને અત્રેની વિશે પુછ્યું,પોતાની નવા વિશ્વમાં ની કામના તેણે અસ્તેય ને સંભાળાવી, વર્તમાન સૃષ્ટીની જગ્યાએ નવા વિશ્વની ઇચ્છા ધરાવનાર યુવાનની અટકાયત કરતા અસ્તેયે વહની પુત્રને યુદ્ધ માટે આહવાન કર્યું. બે યુગ સુધી યુદ્ધ ચાલ્યું, ત્રીજા યુગની શરૂઆત સાથેજ વહની પુત્રએ પોતાની હાર સ્વીકારી કરી, આ યુદ્ધ દરમ્યાન સૃષ્ટીજાણે થંભી ગઈ હતી. યુદ્ધ ના અંતે ફરી એક વાર જીવન ચક્ર ને ગતીશીલ બનાવ્યુ, યુદ્ધમાં હાર સ્વીકાર કરવાથી અસ્તેય વડે વહની પુત્રને સેવાના શ્રાપથી શ્રાપીત કરાયો. આ સાથે એક નવા એને ત્રીજા શ્રાપીત યુગની શરૂઆત થઈ, જ્યા લાલસા, શક્તિના મદમા રહેનાર દરેકને શ્રાપીત કરવાની જવાબદારી વહની પુત્રને આપવામા આવી,અને વહની પુત્રને અસ્તેય વડે એક જગ્યા પર બંધ કરવામા આવ્યો, જ્યાં તેની શક્તિની એક ચોક્કસ હદ હતી.
વહની પુત્રને શ્રાપીત કર્યા પછી, બધાજ અત્રેની પોતાનુ મુળ સ્વરૂપ બદલી જીવન સૃષ્ટીમાં વિલુપ્ત થા ગયા. હવે સૃષ્ટીમાં છ અત્રેની હતા, જેમાથી અગ્નિ શક્તિ ધરાવનાર અત્રેની ને આ ધટનાનો જાણ થઈ. કેમ વહની પુત્ર શ્રાપીત થયો, શુ શ્રાપ છે તે જાણવા છતા શક્તિ ના દંભમા આખ આડા પાટા કરીને, અત્રેની વધુ શક્તિશાળી લાલસા નુ સેવન કરી બેઠો.પોતે પંચ શક્તિ માથી એક શક્તિ નો ધારક હતો, એ મદમા એ અસીતા ને પાસેથી શક્તિ મેળવવા નો નિર્ણય કર્યો, વહની પુત્રની જેમજ અગ્નિ શક્તિ ધરાવનાર અત્રેની પોતાની દુનીયા અને શક્તિની કામના કરતો હતો. આજ લાલચ અત્રેની ને અસીતા તરફ જવા કહી રહી હતી, આ મુક્ત થયેલ અત્રેની અસીતાની શોધ-ખોળ શરૂ કરી,ચાર હજાર વર્ષ પુરા થયા છતા પણ અત્રેની અસીતા સુધી પહોચી શક્યો નહી. આટલુ બધુ સૃષ્ટીનુ ભ્રમણ કર્યુ, છતા અત્રેની ખાલી હાથ હતો.
ચાર હજાર વર્ષ પુરા થયા,પાંચ હજાર વર્ષ ની શરૂઆત છે, તેમા અત્રેની માંશ્રુત નામની જગ્યા પર આવી પહોંચ્યો, જ્યાં શતહો નુ નિવાસ્થાન હતુ, શતહો વડે તેને જાણ થઈ કે માંશ્રુત થી થોડે દુર સાવ પથરાળ જગ્યા છે, ત્યાં ખુબજ મોટી મોટી કંદરા જોવા મળે છે. એજ જગ્યા પર અસીત રહે છે. અત્રેની પોતાની સળફતાથી ખુશ હતો. તે જડપથી ત્યાં પહોંચ્યો, અને અસીતાને પોતાને આધીન થવા કહ્યું. અસીતાયે બીજીજ ધડીએ અત્રેનીને નકારી કાઢ્યો. પોતાના પ્રસ્તાવ ને ના પાડવાથી અત્રેની અસીતા પર ક્રોધિત થયો, અને યુદ્ધ માટે આહવાન કર્યું, અસીતા અને અત્રેની વચ્ચે ચાર દિવસ યુદ્ધ ચાલ્યું, જેમા અત્રેનીએ હાર સ્વીકારી કરી. હાર થતાની સાથે અસ્તેય વડે સોપાયા કામ મુજબ અત્રેનીને સેવાનો શ્રાપ આપવામા આવ્યો. સેવાના શ્રાપનો ભોગ બનનાર અત્રેની, માયંત પછી બીજો હતો.
part 04 coming soon..
કોપી રાઇટ્સ
curse to serve
(અત્રેની)
By
parth yadav (એશ્તવ્ )
prajapatiparth861@gmail.com
http://ashatva.com
copy right © content 2020
all rights reserved