Cursed Of Shaurik યાદવ પાર્થ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Cursed Of Shaurik

અસીતા, અસ્તેય અને અત્રેની વચ્ચે થયેલા ભીષણ અને મૃત્યુ ના તાંડવ સમાન થયેલા યુધ્ધમાં દુનીયા એ ખુબ રક્તપાત જોયો, સમગ્ર બ્રહ્માંડ ને ક્ષણ માટે થોભાવી દેતા યુધ્ધનો અંત શાંતીમય હતો, યુધ્ધ પછી અત્રેની એ પૃથ્વી પર પોતાની રિયાસત બનાવી, પોતાની શક્તિ મુજબ એ રિયાસત ને નામ આપવામા આવ્યું, જેમા, અગ્નિ, જલ, હવા, આકાશ, પૃથ્વી, નો સમાવેશ કરાયો. આ દરમ્યાન દુનીયામાં ધણા મહાન યોધ્ધાઓ થયા, જેણે પોતાની શક્તિ અને સામર્થ્ય વડે દુશ્મનોને પોતાના પગ તળીયે રગદોળી નાખ્યા, જેમા ધણા બધા યોધ્ધાઓ શક્તિ, રાજ્ય, સુખ જેવી લાલચ હેઢળ દબાઇને કચડાઈ ગયા, ધણા યોધ્ધાઓ પોતાની શક્તિ નો ઉપયોગ માત્ર ને માત્ર સ્વયં રક્ષા એમજ રાજ્ય રક્ષા હેતુ કરતા હતા.

એવુજ એક જકાબ રાજ્ય હતુ, ત્યાંના રાજા અને પ્રજા બંને શાંત, જકાબ રાજ્ય ની એક ખાસીયત હતી, તેની ચારે તરફ ના રાજ્યો તેના દુશ્મન હતા, એ બધા રાજ્ય સેંકડો વર્ષેથી જકાબ જીતવાની લાલચ મા સેંકડો હુમલા કરી ચુક્યો હતા, પણ પરીણામ એકજ હતુ, જકાબ રાજ્ય પર્વત સમાન અડીખમ રહ્યું, પૃથા રિયાસત મા જકાબ સીવાયના દેહવ, વિભન, યાંવ, રીહત, મેચટ, જેવા રાજ્ય યુધ્ધમાં પાયમાલ બની ગયા, જ્યારે બાકીની રીયાસતો આકાશ,અગ્ને,જલ,વાયુ એકદમ શાંત અને સમૃદ્ધ હતી, એ બધી રીયાસત મા યુધ્ધ અને હથીયાર જેવા શબ્દો, સુર્ય આથમતા લુપ્ત થતા પ્રકાશ જેમ લુપ્ત થઈ ગયા,

આ શાંતિમય વાતાવરણ સુખદાયક હતુ સાથે અત્રેની માટે ચિંતા સમાન પણ હતુ, પૃથા રિયાસતની દ્રવિત સ્થિતિ જોઈ પૃથ્વી શક્તિ ધરાવતા અત્રેની ને પણ મનો મન ચિંતા થવા લાગી, પૃથા અત્રેની એ બાકીના ચારેય અત્રેનીને બોલાવ્યા  અગ્નિ, હવા, પાણી, અને આકાશ શક્તિ ધરેવતા અત્રેની, અસ્તેય વડે પોતાને સોંપાયેલા કામ કરવામા હતા વ્યસ્ત હતા,  આવા સમયે પૃથા અત્રેની નો સંદેશ મળ્યો.પોતાની શક્તિ થી ચારેય અત્રેની પૃથા અત્રેની પાસે આવ્યા, )

ચારે તરફ દરીદ્રતા, મૃત પડેલા શરીરો, હ્દયને કંપીત કરતા કાગડા, ગીધ ના અવાજો, શરીશને શીથીલ કરતા રુદનો, દરેક ઘરમા ભય સદસ્ય બનીને બસી ગયેલો હોય એમ હતુ, આટલા દ્રશ્યોએ અત્રેનીને છેક અંદર સુધો હલાવી નાખ્યા, આખી રીયાસત મા ન સુખ હતુ, ન શાંતિ,

પોતે રચેલી રીયાસતની આ હાલત જોઈ ચારેય અત્રેની ખુબ દુખી થયા, એ ઝડપથી પૃથા અત્રેની પાસે પહોચ્યા, ત્યાં એક મોટુ સિંહાસન, સિંહાસન ની ચારેય તરફ અગ્નિ નો ધેરો હતો, સિંહાસન આખુય શૂળ નુ બનેલુ હતુ, એના પર પૃથા અત્રેની બેઠો હતો, આ પાંચેય અત્રેની એ રીયાસત વિશે ચર્ચા કરી, જેમ પવનથી અગ્નિ વેગ પકડે એમજ તિવ્ર ગતિથી આ ચર્ચા કોઈ અંત સુધી પહોચે એમ લાગી રહ્યું હતુ, જ્યારે વાસ્તવિકાતા મા બન્યુ પણ એમજ, હતાશ અને ગુસ્સામા પાંચેય અત્રેની એ પૃથા રીયાસત ને શ્રાપ આપ્યો,

આ પ્રચંડ શ્રાપ આ મુજબ હતો , પૃથા રીયાસત મા વસતા દુષ્ટ અને નરાધમ લોકો નુ મૃત્યુ નીપજે, જે સદાકાળ માટે એક કાળ સમયમા વ્યાત થાય જેથી એ અનંત સમય સુધી પીડાનો આભાસ કરે, એજ શ્રાપ સાથે અત્રેની ઉત્તરાભદ્રપદાને જીવંત કરી બાળક સ્વરુપે પૃથ્વી પર મોકલે છે,

ઉત્તરાભદ્રપદા નક્ષત્રમા જન્મેલા બાળક બે માથા હતા, તેના ના શરીર પર આપો આપ હથીયારો ના ચિત્રો આવી જતા હતા, સમય જતા એ શરીર પરથી લુપ્ત થતા,  આ ઉત્તરાભદ્રપદા મા જન્મલા બાળકનુ નામ શૌરીક રાખવામા આવ્યું, જેને જન્મ સાથેજ અત્રેની એ પાંચ રીયાસત નો રક્ષક જાહેર કર્યા, જેમ જેમ સમય પસાર થતો રહ્યો, એમ એમ શૌરીક શક્તિ શાળી બનતો ગયો,  પોતાના શરીર પરના હથીયાર ભર્યા ચિત્રો એ વાસ્તવિકમા પ્રગટ કરીને દુશ્મનનો નાશ કરતો રહ્યો, એના ખભાની પાછળ  પર હમેશા બે તલવારના ચિત્રો રહેતા, જે જરુર પડતા સાચિ બનીને, શૌરીક ની શક્તિ વધારતિ હતી,

  લાખો લોકોને માર્યા, લોહીની નદીઓ વહાવી મુકી, પૃથા રીયાસતના તમામ નરાધમ લોકો ને મૃત્યુ ને વશ કર્યા પછી, શૌરીક પોતાના જન્મને લઈને ખુબ દુખી થાય છે, આટલી બધી હત્યા કર્યા પછી, એ પોતાને સાવ નીચ ગણે છે, અને તેનુ જીવન વ્યર્થ ગણી ને હતાને પામી જાય છે, આજ ક્ષણો મા એ પોતાનુ એક મસ્તક કાપી નાખે છે, એ જોઈ અત્રેની પણ અચંબિત થઈ જાય છે. અગ્નિ અત્રેની ત્યાં પહોંચી ની શૌરીક સાથે વાત કરે છે, તેને protector of five realms ની ઉપાથી આપે છે, પણ શૌરીક અત્રેની ની આ વાતને નકારી કાઢે છે, જેથી અત્રેની તેને આજીવન એજ જીવન જીવશાનો શ્રાપ આપે છે જે એ પેહલા જીવતો હતો,

 

                            Story Will continue .....


કોપી રાઇટ્સ

"CURSE WORLD"

                 
  By  parth yadav (એશ્તવ્)
  prajapatiparth861@gmail.com
  8530040624

  copy right  © content 2020
  all rights reserved

 

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!