marmex - curse to serve books and stories free download online pdf in Gujarati

મારમેકસ્ - curse to serve

હુએતા ગામના દર એક ઘરના બારણા પાછળ થોડા સમય થી એકજ વાતે વેગ પકડ્યો હતો, કે શુ મારમેકસ્ ખરેખર અહી આવે છે?. એ અસીતા ને જીતવા જાય છે?. જો એ આપણા ગામની હદો વટાવી અહી આવશે તોહ તેના પ્રકોપથી આપણને કોણ બચાવશે? આખા હુએતા મા મારમેકસ્ ની ચર્ચા થઇ રહી હતી, સંધ્યા નો સમય હતો, હળવે હળવે અંધકાર વધતો જાય છે. ગામના લોકો ચર્ચા ને મુકી પરોઢ ની શોધમા અંધકાર મા લુપ્ત થતા પ્રકાશ ની જેમ સુઇ જાય છે.રાત્રી પણ સાપ વશ થયેલ શિકાર સમાન ઘેરાતિ જાય છે. રાત્રિના ચોથા પ્રહરમા અંધકાર મુકી પ્રગટ થતા પ્રકાશની તરફેણ ખેચાઇ રહેલ દિવસ નવી આશા અને વિચારો લઈ દરેક 9જીવને જગાડે છે. આવીજ કઈક આશા સાથે ભીસ્તા નામક એક યુવક હુએતા માં વરસાદ કરવાના આવેદનથી ગામમાં આવી પહોચે છે. મુશળધાર વરસાદમા પ્રચંડ પાણીના પ્રવાહ ને બે ભાગમાં વિભાજીત કરતા એક કુમળુ બાળક ચાલીને સાસવ કબીલા મા દાખલ થઈ રહ્યું છે. કબીલા માના આંતહો આ દ્રશ્યને આખો બંધ કર્યો વગર જોઈ રહ્યા. પાણીના પ્રવાહ માથી બહાર આવી આ બાળક આંતહો સામે ઉભુ રહે છે, સાસવ કબીલો તેનુ સ્વાગત કરે છે, અને તેના વિશે પુછે છે. એ બાળક પોતાનો પરિચય આપતા કહ્યું કે મારુ નામ આદ્ર છે. કારણ હુ આદ્રા નક્ષત્રમા પ્રગટ થયો છુ. કબીલાના આંતહો એ આદ્ર ને સ્વીકારી તેનુ નામ ભીસ્તા રાખ્યું, જે સંપૂર્ણ પણે વરસાદ પર પોતાનો કાબુ રાખે છે, એમ આદ્ર નામક બાળક ભીસ્તા બને છે. એટલે ભીસ્તા ને જોઈ ગામ લોકોમાં હરખની લાગણીઓ છવાઈ ગઇ, કેટલા સમયથી વરસાદ ની વાટ જોનાર ગામ આજે વરસાદ મા ભીજાવાનુ હતુ.

ગામમા ભીસ્તા ના આવવાનો હરખ સાથે મારમેકસ્ ના આવવાનો ડર પણ છે, વહેલી સવાર મા એક નાનુ બાળક વયોવૃદ્ધ વ્યક્તિ ને રમતા રમતા પુછી છે કે મારમેકસ્ કોણ છે? શુ આપણે બધા ને મારી નાખશે. પોતના જીવનના અંતિમ તબક્કા માથી પસાર થઈ રહેલી તે વ્યક્તિ એ કહ્યું, આપણે તેના હાથે મરીશુ એ ખરબ નથી પણ મારમેકસ્ કોણ છે એેના માટે હુ તને એક વાર્તા કહુ ચાલ અહીયા બેસીજા મારી તરફેણ મો રાખીને.એ વૃદ્ધ વ્યક્તિ એ પોતેનો ચહેરો ગંભીર કર્યો, પોતાના હાથ માનો હુક્કો નીચે મુકી વાત માંડી, દિવસનો ચોથો પહોર છે, અંતની નદિના તટ કીનારે, મનેર અને ઇવંતી નામનાં દંપતી નુ રહેઠાણ હતુ, આ દંપતી ને નદી ની પવિત્રતા જાળવી રાખવાનુ કાર્ય મળ્યું હતુ, અને ખુબજ સારી રીતે એ આ કામ કરતા હતા. તેમના લગ્ન જીવના ધણા વર્ષે પછી પણ એમને સંતાન નહતુ, દરરોજ ની જેમ મનેર નદીના પ્રવાહને અટકાવી દુષીત પાણી પોતાની અંદર જવા દેતો હતો. આ સમયે ત્યાં એક યુવાન આવી પહોચ્યો અને તેને પુછ્યું કે "શુ જોઈએ છે તારે"?, મનેરે અવાજ સાંભળી ને તેની તરફ જોયુ. તેજ સુર્ય સમાન તેના ભાલ પર હતુ, જમીનથી એક હાથ ઉપર ચાલતો હતો, તેના આગમનથી પ્રક્રુતિ સંપૂર્ણ ખીલી ગઈ, સાથે મનેર ને આત્મા શાંતિનો અનુભવ થયો, માટે

અજાણ્યા યુવાન ને ત્યાં જોઈ મનેર ને આશ્ચર્ય થયુ પણ છતા મનેરે સંતાન ની માંગણી કરી,તે યુવાન "સત્વમ્અપી" કહી ને ચાલ્યો ગયો. મનેરે આ બધી વાત ઇવંતી ને કહી, કઈ તો સમજના પડે એવુ થયું હતુ, પણ આ ઘટના ના થોડાજ દિવસ પછી, ઇવંતીએ ગર્ભ ધારણ કર્યા, મનેર અને ઇવંતી ની ખુશીનો કોઈ પાર જ નહતો. હળવે હળવે સમય પોતાનુ કામ કરવા લાગે છે, ઇવંતી નો ગર્ભ પાંચ મહીનાનો થયો. આ સમયે તેને અચાનક જ પ્રસવ પીડા થવા લાગી, થોડા ક્ષણો પછી ઇવંતી એક મૃત્ બાળને જન્મ આપ્યો, આ ઘટનાથી મનેર ખુબજ દુ:ખી હતો,અને મૃત્ બાળક ને અંતની નદી મા પ્રવાહીત કરી મુકે છે. અંતની નદી નો એક છેડો જંગલ તરફ જતો, આ જંગલ શ્રાપીત અને પીશાચો થી ઘેરાયેલુ હતુ કોઈપણ વ્યક્તિ ત્યાં જતા મૃત્યુ પામતો. નદી મા છોડી મુકેલુ મૃત્ બાળક નદી ના પ્રવાહની સાથે જંગલ મા દાખલ થાઇ છે, આ બાળક ના જંગલ માં દાખલ થતા જ તેના પર એક સંશવી નામક પીશાચ ની નઝર પડી. ખોરાક સમજી એ પીશાચ તે બાળક ને હાથમાં લઈ મોઢા ની નજીક સુધી લઈ જાય છે, આટલા મા એક યુવાન ત્યાં અને કહે છે, "શુ જોઈએ છે તારે"? એ પીશાચ પણ એ યુવાન ને જોઈ આશ્ચર્ય પામે છે, એ કઈ સમજે અને કહે તે પહેલા એ યુવાન ત્યાંથી પવન વેગે ચાલ્યા ગયો.

તે વાતને છોડી એ પીશાચ બાળક ને ગળી ગઇ, થોડા દિવસો પછી, સંશલી ના પેટને ચીરીને એ બાળક બહાર આવ્યું, બહાર આવતા સાથે તેનુ ભયંકર રુદન આખાય જંગલ મા હાહાકાર મચાવી મુકે છે,જંગલમાં બનેલી આ ઘટના જોવા ત્યાં બધાં પીશાચો આવવા લાગ્યા, પણ એ બધા ત્યાં આવે તે પહેલા એક યુવાન તે બાળક ને ત્યાંથી લઈ, અને ડબરુ કબીલા મા છોડી આવે છે, ત્યાં આ બાળક નુ નામ મારમેકસ્ રાખાયુ, જેમ જેમ મારમેકસ્ ની ઉંમર વધતી જતી એમ તેની શક્તિ વધતી જતી. તેનાં ભયના કારણે કબીલાના લોકો કબીલો મુકી જવા લાગ્યા, જે લોકો કબીલામાં રહ્યા તે મૃત્યુ પામ્યા. મારમેકસ્ એ માનવ અને પીશાચ થી પર એક શક્તિ બની ચુક્યો હતો. પોતાને બીજા માટે મૃત્યુ માનનારો મારમેક્સ્ બધા જીવો પર આધિપત્ય ઇચ્છતો હતો.પણ તેની શક્તિઓ ની એક નિર્ધારિત સીમા હતી. જે પુરી કરવા માટે મારમેકસ્ એક ભયાનક, માયાવી પ્રાણી ને સાથે રાખવા લાગ્યો. જેને લોકો કાળ પણ કહેતા. "જા બેટા હવે તુ ઘરે જા", એ વૃદ્ધ હવે આગળ કઈ કહે તે પહેલા એ બાળક ફરી પુછ્યું "શુ ખરે ખર એ વાત સાચી કે અસીતા સામે મારમેકસ્ જીતી જશે"?

એ વૃદ્ધ વ્યક્તિ કહ્યું "ના અસીતા એ મારમેકસ્ થી વધારે શક્તિ શાળી છે", આ દુનીયામા એકપણ વ્યક્તિ નથી જે અસીતા સાથે ના યુધ્ધ મા અસીતા ને હરાવી શક્યો હોય. એક શ્રાપ ઉપર વિજય મેળવવી ખુબજ મુશ્કેલ છે, આજ સુધી મારમેકસ્ એ દુનીયા મા પોતની શક્તિ થી ઘણા બધા યુદ્ધ જીત્યા છે, પણ અસીતા એ ભ્રમ અને, માયા છે, તેની માયા ની કોઈ હદ નથી, પ્રૂથ્વી ના આરંભ થી અસીતા એ માનવ સમુદાયને તેની માયા થી ચાર ભાગમા વિભાજીત કરી છે. જેમા અંતહ, આંતહ, શતહ, અને સામાન્ય માનવી નો સમાવેશ થાય છે, આ ચાર પ્રકાર માથી કોઈપણ એક પ્રકાર અસીતા ને હરાવી ન શકે, જો કોઈ વ્યક્તિ આ ચાર પ્રકાર ના મીલન થી બને એજ અસીતાને હરાવી શકે, આ વાત થી અસીતા સંપૂર્ણ પણે પરિચીત છે, એટલા માટે જ અસીતા દર સાત વર્ષમાં એક સમુદાય નો વિનાશ કરી, આવનારા સાત વર્ષમાં ફરી તેને પોતાની માયા થી જન્મ આપે છે. આજ ચક્રની આજુબાજુમા જીવન ગતી માન રહે છે, આ ચક્રને તોડવુ કે તેમા બદલાવ કરવો બધુંજ અસીતા ને આધીન છે, માટે જે અસીતા ને જીતી શકે તે સંપૂર્ણ જીવન પર આધિપત્ય સ્થાપી શકે. એજ લાલચ ખરેખર અંતહો, આંતહો, શતહ અને માનવી દ્વારા સેવવામાં આવી રહી છે, આ લાલચ નુ અંતીમ પરીણામ સેવાનો શ્રાપ છે, અમરત્વ સાથે જીવનભર સેવા, મૃત્યુ માટે હજારો વર્ષેની પ્રતીક્ષા પણ ના જીવન અંત પામે કે ના શ્રાપ.

" એક કથન પ્રમાણે અસીતાના શ્રાપ માથી સમગ્ર પ્રુથ્વી ને મુક્ત કરાવનાર અત્રેની પુત્ર રેવાંશ હશે ". પણ એક અત્રેની ને સેવાના શ્રાપ મળ્યો છે, હવે એ અત્રેની અસીતા ને આધીન બની ચુક્યો છે, ત્યાંથી પરત ફરવુ એ ખુબજ મુશ્કેલ છે. બાકી બચેલા અત્રેની અસીતા ને મળેલા શ્રાપ પછી દેખાયાજ નથી, વર્ષો થી એ નવા નવા રુપો ધારણ કરી જીવન ચક્ર ચલાવવા ફર્યા કરે છે.
next
part 03
અત્રેની coming soon...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED