curse to serve Ashita books and stories free download online pdf in Gujarati

અસીતો (curse to serve)

એક જુના અને ઝાંઝર માન ઝુપડા પાસે ઉભાં ઉભાં રુદન કરતા યુવાન નો અવાજ મારા કર્ણોની હદને વટાવી, સીધો જ મારા હ્રદયને કંપાવી મુકે છે. મારા મૃત્યુ તરફ જઈ રહેલા શરીર માં હવે આટલી તાકાત બાકી નહતી કે હુ ચાલીને ત્યાં જઈ શકું. પણ એ રુદનનો અવાજ મારા હાથ અને પગ ને શીથીલ કરી રહ્યો હતો. જીવન પુરૂ થવાની વેળા એ હુ કોને શુ આપી શકુ? એ વિચાર કરતા પહેલાંજ મારા માં રહેલી બાકી બધી તાકતને ભેગી કરી એકીસાથે ઉભાં થવાનો પ્રયાસ કર્યો પણ. જુવાનીના જોશમાં કરેલી મારી ભુલોના કારણે મારૂ શરીર સાવે મારો સાથ છોડી ચુક્યુ હતુ. પણ મારી હિંમત એકજ હતી જે યુવાન હતી. મે ફરી એક વાર પ્રયાસ કર્યો, પણ પડી ગયો.

મારા અર્થ વગરના જીવને કદાચ મરતી વખતે પણજો કઈક અર્થ સભર વાત મળેતો જીવન નુ મુલ્ય થાય ખરુ,
આજ રોજ પુરા બસો સીતેર વર્ષે થયા મારી ગુલામી ના હવે કોણ જાણે આ જીવનમાં હજીયે કેટલી હાડમારી વેઠવી ને પુરુ થશે. આટલાં બધાં વર્ષે સાથે મળેલો શ્રાપ હજી પણ મારી સાથે જીવે છે. મને ન અંત આ જીવનનો દેખાય છે કે નહતો શ્રાપ નો. મારા અંતર મનમાં ચાલતી વ્યથાને વલોવા માટે એ યુવાનનુ રડવુંજ પુરતું હતુ. મારી બધીજ શારીરીક શક્તિ નો ઉપયોગ કર્યો પણ મારી ઉંમર ના કારણે, મને મળેલા શ્રાપ ને કારણે મારુ ઉભું થવુ શક્ય નહતુ. આથી મે મારા શરીર સીવાયના બીજા સૂક્ષ્મ શરીર એટલે આત્મા ને બહાર કાઢીને તે યુવાનના રુદનની દિશા તરફ વળ્યો.

કપડાથી કોઈ શ્રીમંત ઘરનાં વ્યક્તિ હોય એવુ લાગ્યું પણ રુપથી એ સોમ સરીખો, શરીર એનુ પર્વત જેવુ, બેય હાથની ભુજામાં એટલુ ભુજબળ હતુ કે વુક્ષ ઉખાડી ફેકે, એના રુદનથી પશુ પક્ષીઓના હલન ચલન સ્તંભી ગયા,આવો યુવાન રુદન કરતો જોઈ મારા થી રહેવાયુ નહી ને હુ પુછી બેઠો, એ યુવાન તુ ઈતિહાસ લખવાનુ ગજુ રાખે છો અને કાયર પેઢે આમ રુદન કરે છે! .ઉતારી ફેક તારા આ રુપને અને વિરોની જેમ ઉભોથા, એકદમ થી પોતાના માટે આવેલાં આવાજ થી એ થોભાયો, આજુબાજુન યુવાને પોતાની તીવ્ર નજર ફેકી, પણ કોઈ આંખે ચડ્યું નય, આવાજનો જવાબ આપતા યુવાકે કહ્યું, આપ કોણ છો, ક્યાં છો, મારી સામે આવશો.
આત્મા રુપે રહેલા એ વ્રુધ્ધ, યુવાનની સામે આવ્યા, આત્મા રૂપે જોઈ યુવાનને પુછ્યું હે મહાત્મા તમે કોણ છો,
જવાબ આપતા વ્રુધ્ધ વ્યક્તિ એ કહ્યું, પ્રશ્ન ના બદલામા પ્રશ્ન એતો બરાબર ન કેવાય તુ મને તારા કરુણ રુદન નુ કારણ કહે હુ તને તારા પ્રશ્નનો જવાબ આપુ. યુવાનને પોતાનો પરિચય કરાવતાં કહ્યું, મારુ નામ અત્રેની છે, હુ શાસત નો રહેવાસી છુ, મારા બળ અને રુપ ના મદે મારી બુધ્ધિ પર પડદો પાડી દીધો હતો, અને હવે જ્યારે એ વાત ની મને ખબર પડી ત્યારે હુ એક શ્રાપના બંધનમાં છુ, મારા રુદન નુ કારણ એમ છે કે મને સેવા નો શ્રાપ મળ્યો છે, જો મૃત્યુ મળ્યું હોત તો ખુશીથી મરી જાત પણ હવે મારુ જીવન સેવામાં જશે, લ્યો આ તમારા પ્રશ્નનો જવાબ હવે મારા પ્રશ્નનો જવાબ આપો,

મને તારાં જવાબે સમસ્યા માં મુકી દીધો છે, તને ખબર છે, મારુ નામ પણ અત્રેની છે, છેલ્લા બસો સીતેર વર્ષ થી હુ સેવાના શ્રાપ સાથે જીવુ છુ, તારી કઈ ઈચ્છા એવી હતી જેથી તુ અસીતા ને જીતવા નીકળ્યો હતો, અસીતા એક લાલચ છે, ભ્રમ છે જગતનો, ત્યાં પહોંચી ને માત્ર મૃત્યુ જ જીતે છે, શુ માણસ એ વાત નથી જાણતો, યુવાન અત્રેની એ મંદ હાસ્ય પોતાના ચહેરા પર ઉમેરતા કહ્યું તો શુ હુ જાણી શકુ કે તમે અહી શુ કામે છો?. ફરી પ્રશ્ન ના સામે પ્રશ્ન.આ બધી વાતો ચીતો વચ્ચે કોઈના પગલાં નો અવાજ આવ્યો, ધીમેધીમે પગલાં નો અવાજ વધતો જતો હો, વ્રુધ્ધ અત્રેની એ કહ્યું તુ અહીથી દુરજા, અસીતા આવે છે,થોડી વાર પછી અસીતા ખંડેર થઈ ચુકેલા ભવનમાં દાખલ થાય છે, અત્રેની એ અસીતાને માલીકના સ્વાગત સેવા કરવાં ઉભો થવાનો પ્રયત્ન કરે પણ, પડી જાય છે, એ જોઇ અસીતા કહેછે કે તારી આટલી બધી સેવાથી હુ ખુશ થયો છુ, હવે મારે સેવા નથી જોતી તુ જા પહેલાં ની જેમ પોતાનીજ સાથે વાતો કરવા મંડ, મારી માયા થી મે તને એક સાથી આપ્યો, બસ હવે થોડાજ દિવસ પછી તારી માટે એક સાચો માણસ આવી જશે,

તો માલીક આ બધી તમારી માયા હતી! અને કોણ માણસ આવે છે પોતાની લાલચ ને પુરી કરવા,અસીતા એ હળવે થી નામ કહ્યું મારમેકસ્, મારમેકસ્? એનુ તો અડધું શરીરજ માણસ. તેનો જન્મ બે માતા ના ઉદર માથી થયો છે, એક માતા માનવી અને એક પીશાચ હતી, તેને શુ ઈચ્છા કે લાલચ છે, જે એને અહી સુધી ખેચી લાવી છે, અસીતા અને અત્રેની બંને વાતો કરે છે. આટલાં માં ફરી એક વાર પગલાં નો અવાજ સંભળાય છે, થોડી વાર થતા ત્યાં અસીતા આવી પોહચે છે, અત્રેની એ તેના મન સાથે વિચારો નુ યુધ્ધની શરૂઆત કરી દિધી છે. લગભગ ત્રણેક સદી સુધી સેવા કરનાર અત્રેની ને આ બધું વચિત્ર અને સમજ ના પડે એવુ થવા માંડ્યું હતુ, આતે કેવી માયા, કેવો મનનો આભાસ, વિચારોની ગડમથલમાં અસીતા એ કહ્યું, શું તું એજ વિચારે છો કે હુ અહી છુ કે નય, તો હા હું અહીજ છુ, તુ મારી માયામાં છો, બહારના જગતમાં હજી થોડાજ દિવસો થયા છે, તને મળેલા શ્રાપના પણ તેતો મારી સેવામાં ત્રણ સદી કાઢી છે, અને હુ તારી સેવા થી બવ ખુશ પણ છુ, થોડા દિવસો થંભીજા તને સેવા માંથી મુક્ત કરતા મને આનંદ થશે,પણ પહેલા બીજા કોઈ માનવ ને અહીં લઈ આવુ પછી,અને તુ માનવ ઇતિહાસમાં પહેલો માનવી છો, જેને હું ક્ષમા દાન આપુ છુ,

આમ કહી અસીતા ત્યાંથી નીકળી જાય છે, અત્રેની ની વિસ્મયતા કોઈ પાર ન હતો, છેલ્લી ત્રણેક સદીમાં એ જીવન, મૃત્યુ, આત્મા, સત્વ્, તત્વ, અહમ્:, તંમ્:, બધું જાણી ચુક્યો હતો, ઘણી બધી શક્તિ જાણે અજાણે અસીતા પાસે થી મેળવી હતી, પણ સમયની ચંચળતા થી એ અજાણ હતો, અત્રેની પોતાની મૂર્ખતા ને વિચારો રહ્યો છે, પોતાની સાવ નજીવી ઈચ્છાઓ પુરી કરવા એ અસીતા ને જીતવા નીકળ્યો હતો, પણ સામાન્ય માણસ, પશુ થી પર અસીતા પર જીત મેળવવી શક્યજ નહતુ, કેમકે અસીતા એ રહસ્ય છે, શક્તિ છે, વિચાર ને પર છે, સમય થી દુર છે, જ્યાંરે હું અસીતા ને જીતવા નીકળ્યો હતો ત્યારે બસ આટલીજ ખબર હતી કે અસીતા એક જગ્યા છે, ત્યાં કોઈ માનવી છે,તેના પર જીત મેળવવા નીકળ્યો હતો હુ, પણ અસીતા ને મળ્યા પછી ખબર પડીકે જગ્યા એજ અસીતા છે, જે નામ બોલતાં માણસ રુપે સામે આવે છે, કેમકે અસીતાએ શ્રાપ છે, એ લોકો પાસેથી ઉંમર અને જીવન લઈ સેવા કરનાર ને આપે છે, એટલેજ શ્રાપીત એ અમરત્વ નો ભોગ બને છે, જીવન એક શ્રાપ લાગે છે,અને ખરેખરતો એજ સેવાનો શ્રાપ છે, ક્યારેય ન પુરી થતી સેવાનો,અમરત્વ નો, જીવન નહતો અંત પામે કે ન સેવા, બસ એજ અસીતા છે,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED