ચોમાસુ શરૂ થવાની શરૂઆત છે, મેહુલો ધીમે ઘીમે ધરા પર વરસી રહ્યો છે, જમીન છ માસ ની વિરહ બાદ જાણે પ્રેમી મળ્યા હોય એમ ખીલવા લાગી છે. આખીજ વિશાળ ધરણી છાંટા ના છમ-છમ અવાજ થી આંદોલીત થઈ ઉછળી રહીં છે, મધુર મનને ગમે એવુ કુદરત નુ અનોખુ સંગીત હ્રદય એને શરીર ને શીથીલ કરી રહ્યુ હતુ. આ બધુ દ્રશ્ય, માહોલ, અનુભવ એક પતલી અને જુની લાકડી ના ટેકે, અસ્ત વ્યસ્ત કપડા મા ઊભેલા વૃધ્ધ પોતાના થી અડધી વય ની છોકરીને કહી રહ્યા હતા.
કપડા જોતા કોઈ ફકીર લાગી રહ્યા હતા. અને વાતો તો એવી કરતા હતા કે, જાણે ચારેય વેદ કંઠસ્થ કર્યાં હોય. સારાં સારાં ભણેલા ગણેલા લોકોને પણ કોઈ ના સમજાય એવી વાતો એકવાર માં સમજાવી દેવા મા સમથૅ હતા, એટલે જ.
એ છોકરી ને દાદા ની વાત માં રસ પડ્યો કદાચ છોકરીનો સ્વભાવ જ કુતુહલતા પુણૅ હશે. એટલે જ એ છોકરી એ આગળ વાત ધખાવીને કહ્યું, મારી અને તમારા અનુભવ ની વય કદાચ સરખી છે, તો તમારા અનુભવ ની થોડી વાત શુ હુ જાણી શકુ છુ?આ દુનીયા ના રંગો કેટલા છે? તમે શુ જીવ્યા? તમારી આ હાલત અને જીવનમાં આવેલ અનેક વિપદા.
હા દિકરા... હુ તને બધું જ કહુ છુ, તુ મને રોજ આજ જગ્યા પર મળજે, હુ તને મારા જીવનની રોજ એક વાત કહીશ. આ આંખો એ ઘણું બધું જોયુ છે. દુનિયાના બધાંજ નિયમો જાણું છુ. એ પ્રેમ હોય કે, પછી સ્વાથૅ.
છોકરી એ હા કહીને કહ્યું, તો દાદાજી પહેલા તમારુ નામ જ કહી દો.....
તે છોકરી ને વચ્ચે થી બોલતા અટકાવી ને, ને દાદા બોલ્યા કિશનદાસ પ્રેમચંદ મારુ નામ. હવે શુ તુ તારુ નામ જણાવી શકે છો? અને અહી આ જગ્યાએ? આટલે મોડે સુધી શુ કરે છે? તારા ધરે બધા તને શોધતાં હશે!.
છોકરી એ મંદ હાસ્ય પોતાના મુખ પર લાવતા કહ્યું, દાદા મારુ નામ અનાયા છે. મને એકલુ રહેવુ વધારે પસંદ છે, એટલાં માટે હુ અહી આવી ગઈ, ઘરે તો મારા બઘાજ મિત્રો મને સાથે બહાર લઇ ને જાત માટે હુ ઘરે થી નીકળી ગઈ.
અનાયા.... ખરેખર સુંદર નામ છે. તને શુ તારા નામ નો અથૅ ખબર છે?
હા.. હુ નાની હતી ત્યારે એકવાર મારા બાએ મને કહેલું, અનાયા એટલે એવી વ્યક્તિ કે એના પર ભગવાન ની વિશેષ ક્રૂપા હોય.
આમ કિશનદાસ અને અનાયા બંને, જાણે એકબીજા ને વૅષો થી ઓળખાણ હોય એમ વાતો કરવા લાગ્યા. કિશનદાસ ને પણ અનાયા પોતાની દિકરી લાગવા લાગી. મન મુકી ને બંને વાતો-ચીતો કરતા હતા. આટલા માં પાછળ થી કોઈ અવાજ સીધો કાન માં પડ્યો.
અનાયા... અનાયા... અનાયા....... અવાજ સાંભળતા બંને એ પાછળ જોયુ, જે દિશા તરફથી અવાજ આવ્યો ત્યાં ચારેક યુવાન-યુવતી ઊભેલા હતા. ચારેય અનાયા ને શોધતાં-શોધતાં આ જગ્યા સુધી આવ્યા.
કિશનદાસ બોલ્યા, દિકરી હવે તારે ઘરે જવુ જોઈએ. એને હુ પણ નીકળું મારી મંઝીલ ની ખોજ માં. કાલ આપણે ફરી અહીજ મળીશુ.
અનાયા ચાલતી થઈ, સાથે કેટલાક પ્રશ્ર્નો હતા કે, જે એ પોતાને કરી રહી હતી. કિશનદાસ પ્રેમચંદ ને મળ્યા પછી વિચાર મગ્ન બનેલી અનાયા રોજ કરતા આજે કંઈક અલગ જ વતૅન કરી રહી હતી.
આ બાજુ કિશનદાસે પોતાની પાસે રહેલ ધુળ ચડેલી જોળી માંથી ડાયરી કાઢી અને તેના પહેલા પન્ના પર શીષૅક આપતા લખ્યું.... અનાયા.
ક્રમશ: