કળિયુગના યોદ્ધા - 10 Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કળિયુગના યોદ્ધા - 10

ફ્લેશબેક :- પાછળના ભાગમાં આપડે જોયુ કે હર્ષદ મહેતાના ઘરમાં કોઈ પણ વ્યક્તિ એમના શરીરમાં મળેલી ઊંઘની દવા વિશે જાણતુ નહતુ. તેથી એના અંગે ગુપ્ત તપાસ કરવા કુમાર અને પાટીલ રોકી પાસે ગયા હતા . પાટીલને કૈક એવી વસ્તુ મળી હતી જેના ઉપર ઊંઘની દવાનું પ્રમાણ મળ્યુ હતુ . રોકીના કેફમાં જતી વખતે કોઈ સ્ત્રીએ કુમાર સામે જોઇને નજર ફેરવી લીધી હતી . હજી કુમાર અને પાટીલ હજી બોમ્બે કેફમાં બેઠા હતા . હવે આગળ ...


પ્રકરણ ૧૦ શરૂ....


બહુત બદનામ હૈ મેરા નામ , અંજાન હૈ મેરા કામ ,
કિસકો ખબર કોણ હું મેં ....ક્યુકી અંજાન હું મેં હા...હા...હા...હા..... હમકો પકડના મુશ્કીલ હી નહીં ના મુમકીન હૈ....હા..હા..હા..હા....

હર્ષદ મહેતા મર્ડર ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો . મુંબઈની કાબીલ પોલીસને પણ આ કેસમાં કોઈ પગેરું મળી રહ્યું નહોતું . અને મીડિયાવાળાની તો શું વાત જ કરવી...!!? જાણે ભુખ્યાને વર્ષો પછી ભોજન મળ્યું હોય અને તૂટી પડે એમ પોલીસની નાકામિયાબી પર તૂટી પડી હતી. માહોલ ગરમ હતો , જે પણ થાય પરંતુ આ કેસની જલ્દીથી રફાદફા કરવો એ જ પોલીસની પ્રાયોરિટી બની ગઈ હતી .

DGP મોરેની ઊંઘ જાણે હરામ થઈ ગઈ હતી . અને આ વાત પેલો બુકાનીધારી માણસ ભલીભાતિ જાણતો હોય એમ ભવ્ય ઓરડાની મધ્યમાં મુકેલા મોટા સોફા પર સૂતો સૂતો હતો . તેના પગ સોફાની બહાર આવી રહ્યા હતા .

ખરેખર એ સોફા બુકનીધારી માણસના પ્રમાણ માં નાનો હતો ? કે એના સુવાની રીતના લીધે એના પગ બહાર આવી રહ્યા હતા ? એ ખબર પડતી નહોતી . એને પગની આંટી ચડાવેલી હતી અને અણી વાળા કાળા એકદમ ચમકતા બુટ પહેર્યા હતા તથા બંને પગને કાતર ચાલતી હોય એમ હલાવી રહ્યો હતો .

જાણે કોઈ મલ્ટીનેશનલ કંપનીના CEO એ પહેર્યો હોય એવો સૂટ એને પહેર્યો હતો . હાથમાં મોંઘીદાટ ઘડિયાળ પહેરી હતી ,તથા વ્યવસ્થિત રીતે ટાઈ બાંધી હતી . મોઢા પર એજ મુકોટુ પહેર્યું હતું . કૈક અલગ જ હાસ્ય હતું એ મુકોટાનું ....!!

અચાનક જ એ માણસના પગ સ્થિર થયા અને સેકન્ડના ત્રીજા ભાગમાં એ ઉભો થયો અને એજ શબ્દો ને દોહરાવવા લાગ્યો .

બદનામ હૈ કોઈ , અંજાન હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો .. અંજાન હૈ કોઈ...!

" બદનામ તો હું થઈ જ ચુક્યો છુ . તમે બધા મારાથી અજાણ પણ છો જ . તમને કોઈને ખબર નથી કે હું કોણ છુ કારણ કે આ દુનિયા મારાથી અંજાન છે .... હા.. હા.. હા .... એ પોલીસના બચ્ચાં મને પકડવા ચાહે છે ....મને...હા...હા...હા...હા.... પણ પકડશે કોને ? અને ક્યાં પકડશે .... હા.. હા... હા....... હુ એક નહિ અનેક છુ , પ્રકૃતિના હરએક કણમાં છુ ....મારા ઉદ્દેશ્ય પુરા થયા શિવાય હું ક્યાંય જવાનો નથી .... હું અમર છું ... હું જ સત્ય છું ...હું જ બ્રહ્મ છુ ..... હા... હા ..... હા..... હુંજ ઈશ્વરનો કલ્કી અવતાર છુ...... હા... હા.... હા..... થોડો સમય ઔર. .... થોડો સમય ઔર વીતી જાય.... હજી પોલીસ એક મર્ડરને સોલ્વ નથી કરી ત્યાં તો .... ત્યાં તો ..... હા... હા... હા... " પેલો બુકાનીધારી જાણે હવા સાથે વાત કરી રહ્યો હોય એમ બબડયો અને એને ગીત ગણગણવાનું શરૂ કર્યું

બદનામ હૈ કોઈ , અંજાન હૈ કોઈ ,
કિસકો ખબર કોન હૈ વો .. અંજાન હૈ કોઈ...! " ફોન
વાગતા એ માણસે ગાવાનુ બંધુ કર્યું અને ફોનનું રીસીવર ઉચક્યુ સામે છેડેથી અવાજ આવ્યો

" યતો ધર્મહ "

" તતો જયહ "

" ગુરુજી , તમારા કહ્યા અનુસાર એ પોલીસના બચ્ચા અહીંયા બોમ્બે કાફેમાં જ આવ્યા છે બોલો આગળ શુ કરવાનુ છે ? "

" તે પેલી ઊંઘની દવા વાળી કાચની બોટલનો એક ટુકડો ક્રાઇમ સાઈટ પર મુક્યો હતો અને પોલીસને હમણા જ મળ્યો એનો બીજો ટુકડો હર્ષદ મહેતા મર્ડરના અન્ય એવિડન્સ સાથે મૂકી દીધો છેને ?"

" જી , હા ગુરુજી "

" ઠીક છે ,કીપ આઇ ઓન ધેમ , એન્ડ રિમેમ્બર યતો ધર્મહ તતો જયહ .... વિજય હંમેશા.. "

"જી ગુરુજી....સત્ય અને ધર્મનો જ થશે "

કોણ છે બીજો માણસ જે સતત પોલીસની હરએક હિલચાલ પર નજર રાખી રહ્યો છે , બીજો માણસ કોણ છે જે મયુર મહેતાને ફોન કરીને બેલ્કમેલ કરી રહ્યો છે ? શુ બંને એક જ માણસો છે ? બંને આ બુકાનીધારી માટે જ કામ કરી રહ્યા છે ? એમનો ઉદેશ્ય શુ છે ? આગળ બીજુ શુ કરવા માંગે છે ?

કોણ છે એ બુકાનીધારી માણસ કે જે પોતાને ઈશ્વર હોવાની વાતો કરી રહ્યો છે ? શું આ ફરી કોઈ ઢોંગીબાબાના મોટા ષડયંત્રનો જ એક ભાગ નથી ને ...!?? શુ છે એનો ઉદેશ્ય જેને પૂરો કરવાની વાત કરી રહ્યો છે ? ખરેખર ...ખરેખર એ ઈશ્વરનો જ કોઈ અવતાર નહીં હોયને ...?? ઘણાબધા માણસો એ બુકાનીધારી માટે કેમ કામ કરી રહ્યા હતા ? આવા અનેક પ્રશ્નોના ઉત્તર માટે વાંચતા રહો આગળનું પ્રકરણ .


પ્રકરણ ૧૧


કુમાર અને પાટીલને કેફે બોમ્બેની ઓફિસમાં ઊંઘ આવી ગઈ હતી તે ઉઠ્યા ત્યારે બહાર વાગતા ગીતો શાંત અને ધીમા થઈ ગયા હતા અને માણસોનો કોલાહલ ઓછો થઈ ગયો હતો . ઓલરેડી લેટ થઈ ગયું હતું .અત્યારે રાતના અગિયાર વાગવા આવ્યા હતા . કુમારે ઉઠીને ઘડીયાળમાં જોયું અને સીધો બેઠો થયો અને પાટીલને ઉઠાડ્યો .

" પાટીલ ઉઠ ... અગિયાર વાગી ગયા " આ સાંભળી પાટીલ પણ ઉભો થઇ ગયો અને પોતે આરામ કરવા સોફા પર બેઠા હતા અને આંખ લાગી ગઈ એ વાત યાદ આવી . કુમારે તરત ફોન હાથમાં લીધો જેથી તે ઘરે જણાવી શકે કે આજે રાતે થોડું મોડું થશે . એ ફોન હાથમાં લઈને ઘરનો નંબર ડાયલ કરવા જતો હતો ત્યાં રોકી દરવાજો ખોલી અંદર આવ્યો

" ભાભીનો ફોન હતો , ચિંતા કરતા હતા . કૈક દીધું મારી સાથે છે થોડું મોડું થશે એટલે એમને હાસ થઈ . "

"અચ્છા ...બીજું કંઈ કહ્યું ...? "

" હા.."

"શુ...? કુમારે ચિંતાતુર અવાજે પૂછ્યું

" છોડને હવે " રોકીએ કહ્યું

" તમારા ભાઈ મારા કરતા તો તમારી સાથે વધુ રહે છે , એમને તમારી સાથે જ પરણી જવું હતું ને " આ સાંભળી કુમાર સિવાય બંને ખળખાડાટ હસવા લાગ્યા . થોડીવારમાં ત્રણ કોફી આવી . ત્રણે કોફી પીતા હતા ત્યાં કુમારે વાત ચાલુ કરી .

" રોકી , હર્ષદ મહેતા કેસતો ખબર જ હશે....!!? "

" ક્યુ મજાક કરતે હો રે બાવા .....ચડ્ડી પહના બચ્ચાં ભી જાનતા હૈ કી કિસીને હર્ષદ ભાઉ કો ટપકા ડાલા હૈ ઔર મુન્ડી સાથ લે ગયા હૈ , ઔર પબ્લિક સોલિડ ગાલિયા ભી દેતા રે તુમ લોગ કો " રોકીએ પોતાની પુરાની ટપોરી ભાષામાં કહ્યુ

" બસ ટપોરી બન્યા વગર આગળ સંભાળ . તો એમાં તારી એક હેલ્પ જોઈતી હતી . AC ની પાઇપ માંથી ઝેરી વાયુ કાર્બન મોનોકસાઈડ રૂમમાં દાખલ થયો હતો અને ગૂંગળામણથી હર્ષદ મહેતા મૃત્યુ પામ્યા .

અમને આશ્ચર્ય એ વાતનું હતું કે ગૂંગળામણ થતા હર્ષદ મહેતા ઊંઘ માંથી ઉઠી જવા જોઈતા હતા , પરંતુ તેઓ સુતા રહ્યા કેમ ? પછી તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપરથી ખબર પડી કે તેમને ઊંઘની દવા આપવામાં આવી હતી તેથી તે દવાના ઘેન હેઠળ ઝેરી વાયુ એમના શ્વાસમાં જતો હોવા છતા સુતા રહ્યા અને ઊંઘમાં જ ક્યારે મૃત્યુ પામ્યા તે એમને પોતાને જ ખબર નહીં હોય "

થોડીવાર કુમાર શ્વાસ લેવા રોકાયા અને આગળ શરૂ કર્યું " હવે આપણે બે વાત ગોતવાની છે કે જ્યુસમાં ઊંઘની દવા ભેળવનાર કોણ હતું ? અને એસી સાથે છેડછાડ કરનાર માણસ કોણ હતું ? તપાસ દરમિયાન ખબર પડી કે મહેતા પરિવાર એસી ઠીક કરવાનો કોન્ટ્રાક્ટ કોઈ મારુતિ ઇલેક્ટ્રોનિક્સ સર્વિસ કંપની ને આપતા હતા .

તો હવે બે વસ્તુ ગોતવાની છે એક મારુતિ સર્વિસ માંથી હત્યાના આગળના દિવસે હર્ષદ મહેતાના ઘરે એસી રિપેર કરવા માટે કોણ ગયુ હતુ ?

અને બીજું જ્યુસમાં ઊંઘની દવા મેળવનાર ઘરનો કયો વ્યક્તિ હતો .

કદાચ આ બંને વ્યક્તિ એક પણ હોઈ શકે છે અથવા જો અલગ હોય તો બંનેને એકબીજા સાથે સો ટકા કૈક સંબંધ હોવો જોઈએ " આટલું કહીને કુમાર અને પાટીલ પોતાના ઘર તરફ જવા નીકળ્યા અને રોકી પોતાના નેટવર્ક દ્વારા આ બે વાતની તપાસ કરવા માટે કામે લાગી ગયો .


(ક્રમશ)


શુ બુકાનીધારી માટે કામ કરી રહેલ બધા માણસ એક જ છે કે અલગ અલગ માણસો બુકાનીધારી માટે કામ કરે છે ?

બુકાનીધારી ખરેખર ઈશ્વરનો કલ્કી અવતાર હશે ? કે ફરી કોઈ ઢોંગી બાબા પોતાનું આ ષડ્યંત્ર હશે ?

એસી સાથે ચેડા કરનાર અને હર્ષદ મહેતાને ઊંઘની દવા આપનાર માણસ એક જ હશે ? શુ ઘરના કોઈ વ્યક્તિ સાથે એનો સંબંધ હશે ? જાણવા માટે વાંચતા રહો " કળિયુગના યોદ્ધા " નવલકથા