કળિયુગના યોદ્ધા - 6 Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કળિયુગના યોદ્ધા - 6

ફ્લેશબેક : પાછળના ભાગમાં આપણે જોયુ કે કુમારે મયુરને તલાશી લેવા માટે મનાવી લીધો હતો . મયુરે બધી ઘટના ફરી કહી સંભળાવી હતી . હવે આગળ


પ્રકરણ-૬


કુમાર અને પાટીલ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે બપોરના જમવાનો સમય થયો હતો . તેથી પાટીલે કુમારને કહ્યુ

" કુમાર સાહેબ , જમવાનો સમય થઈ ગયો છે , તો ચાલો જમીને પછી જ આગળનું કામ શરૂ કરીએ "

" અમ્....એક કામ કરો પાટીલ તમે મેસમાં પહોંચો હું બસ પાંચ મિનિટમાં આવ્યો ." આટલું કહીને કુમાર પોલીસ સ્ટેશન અંદર ચાલ્યા ગયા અને પાટીલ કેન્ટીનમાં ચાલ્યા ગયા .

કુમારે અંદર પોલીસ સ્ટેશનના એવીડન્સરૂમમાં જઈને ' હર્ષદ મહેતા મર્ડર કેસ ' ના બધા એવીડેન્સ લઈને પોતાના કેબિનમાં આવ્યા .

પછી કુમારે એક કોન્સ્ટેબલ પાસે પંચનામાની અને FIR ની નકલ લાવવા કહ્યુ તથા તે દિવસની તપાસ અંગેની પ્રાથમિક વિગતો મંગાવી . બધી માહિતી લઈને કુમાર પણ કેન્ટીનમાં પહોંચ્યા જ્યાં પાટીલ એમની રાહ જોઈ રહ્યા હતા .

" આવો કુમાર સાહેબ ....ઘણું મોડુ કર્યું ....અને આ તમારા હાથમાં શુ છે ...? "

" હર્ષદ મહેતા મર્ડર કેસના એવીડન્સ અને ડોક્યુમેન્ટ્સ છે , તમારી તપાસના રિપોર્ટ્સ પણ છે . આ દસ્તાવેજો જોઈ તો લઈએ કે કાલથી શુ તપાસ કરવી અને કેવી રીતે આગળ વધવુ "

" હા સર આ રિપોર્ટ મે જ બનાવ્યો હતો . FIR લખીને મે જ પંચનામું બનાવીને પાંચ જણાના સહી લીધી હતી . એમાં મળેલા એવીડેન્સની અને બીજી વસ્તુઓની માહિતી પણ છે ...."

" હા હજી બીજી કઈ વસ્તુની તપાસ કરવાની બાકી છે એજ જોવુ છુ જેથી તપાસ આગળ કેવી રીતે વધારવી એ જાણી શકાય .....ચાલ પેલા જમી લઈએ પછી વાત "

" ચાલો કુમાર સાહેબ ......."


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●


કુમાર અને પાટીલ કેન્ટીનમાં જમી રહ્યા હતા . સાથે સાથે કેસ વિશેની વાતચીત કરી રહ્યા હતા . કુમાર હજી કૈક વિચાર કરી રહ્યા હતા . થોડા સમય પછી પાટીલે પૂછ્યુ

" શુ વિચારો છો કુમાર ? "

" પાટીલ તને શુ લાગે છે હત્યારો કોણ હોઈ શકે છે ? " કુમારે પાટીલને સીધો પ્રશ્ન પૂછ્યો

" મતલબ ? હું કાંઈ સમજ્યો નહિ " પાટીલે કહ્યુ

" પાટીલ ખબર નહિ કેમ ,પણ મને મયુરનુ વર્તન ચુભે છે . કૈક તો ગડબડ લાગે છે પાટીલ.... કૈક તો ગડબડ છે પરંતુ શુ ? કંઈ ખબર પડી રહી નથી " કુમારે કહ્યુ

" તમે આવુ ક્યા આધારે કહી રહ્યા છો ? આજે આપડે વસંતવિલામાં ગયા ત્યારે મયુર કોઈ સાથે ફોનમાં ધીમેધીમે વાત કરી બેચેન લાગતો હતો તથા વાત દરમિયાન બેહોશ થઈ ગયો હતો એટલે જ ને ? "

" હા , એટલે જ " કુમારે કહ્યુ

" કુમાર સાહેબ , એના પિતાની હત્યા થઈ છે એ પણ ખૂબ ક્રુરતાપૂર્વક . એનુ દુઃખ , એનો સદમો , પરિવાર અને સંબંધીઓ તરફથી સતત મળતી સહાનુભૂતિ વગેરેના લીધે બેચેની તો હોવાની જ . રહી વાત બેહોશ થવાની . મારી પત્નીના અચાનક ગાયબ થઈ જવાના લીધે હું આટલો મજબૂત હોવા છતા બેહોશ થઈ ગયેલો યાદ છેને ? અને ગમે એમ એક પુત્ર એના પિતાની સાથે કદી આટલી ક્રૂરતાપૂર્વક વર્તી શકે ? તમે જ વિચારો કુમાર સાહેબ " પાટીલે કહ્યુ

" હા પાટીલ, વાત તો સાચી છે તારી . હું સમજી શકુ છુ " કુમારે કહ્યુ

" તો હવે ભોજનને ન્યાય આપીએ ? " પાટીલે કહ્યુ

" હા જરૂર પાટીલ જરૂર "

હવે બંને મિત્રો જમવા વળગ્યા . ત્યાં વેઇટરનું કામ કરતો એક છોકરો ક્યારનો કુમાર અને પાટીલ બંનેની આજુબાજુ ફરી રહ્યો હતો અને ટેબલ સાફ હોવા છતા પણ વારેવારે આજુબાજુના ટેબલો સાફ કરી રહ્યો હતો . એ છોકરાને જોઈને એમ લાગતુ હતુ કે કદાચ તે કુમાર અને પાટીલની વાતચિત ચોરીછુપીથી સાંભળી રહ્યો હતો . ત્યાં જ એના શેઠે એને બૂમ પાડી

" એ છોટીયા ,સાફ ટેબલ ઉપર પોતુ મારી એ સોનાનું નહિ બની જાય , ત્યાં પેલી બાજુનુ ટેબલ સાફ કર "

" જી સાબજી "

પાટીલે એ બાળક તરફ ધ્યાન આપ્યુ ,અને પોતાનું બાળપણ યાદ આવી ગયુ તેથી છોકરા તરફ સ્મિત આપ્યુ અને ફરી જમવા વળગ્યા . છોકરો ગભરાઈ ગયો અને બીજુ ટેબલ સાફ કરી જલ્દી જલ્દી અંદર જતો રહ્યો . અંદર જઈને તરત મોબાઈલ કાઢી કોઈને ફોન કર્યો

" ગુમનામ હૈ કોઈ , બદનામ હૈ કોઈ , કિસકો ખબર કોણ હૈ વો ? , અંજાન હૈ કોઈ ....." મોબાઈલ ફોનમાં સેટ કરેલી કોઈ રિંગટોન વાગી રહી હતી . થોડા જ સમયમાં સામેથી ફોન ઉચકાયો એટલે આ છોકરાએ જ વાત કરવાની શરૂવાત કરી .

" યતો ધર્મહ"

" તતો જયહ "


( યતો ધર્મહ તતો જયહ = સત્યનો જ વિજય થાય છે )


" ગુરુજી , પોલીસવાળા આગળની તપાસની યોજના બનાવી રહ્યા છે . કુમારને હર્ષદ મહેતાના પુત્ર મયુર ઉપર શંકા થઈ રહી છે પણ પાટીલ એને નકારે છે "

" હા...હા...હા...હા.... ગુડ વર્ક .... "

" જી ગુરુજી , હવે આગળ ? "

" કોઈ નવી માહિતી મળે તો કહેતો રહેજે . ત્યાં સુધી યાદ રાખજે , કૃષ્ણયુગમાં પણ કોઈ સ્ત્રીના પાપના પરિણામે તને ટોકરીમાં મૂકી પાણીમાં વહેતો મૂકી દેવાયો હતો , અને આજે કળિયુગમાં પણ તને જન્મની સાથે જ રસ્તા પર રજડતો મૂકી દેવામાં આવ્યો છે . તને ભગવાન કૃષ્ણની હાજરીમાં પણ ન્યાય મળ્યો નહતો તો આજે કાળરૂપી કળિયુગમાં જ્યારે ભગવાન પૃથ્વી પર હાજર પણ નથી તો તને ખાક ન્યાય આપશે ?

યાદ રાખજે યુદ્ધ તારુ છે તો લડવાનુ પણ તારે પોતાને જ છે . કોઈ ઈશ્વર કે પરમાત્મા તને ન્યાય આપવા નથી આવવાનો . તુ પોતે જ યોદ્ધા છે ' કળિયુગનો યોદ્ધા ...!!' અને હું તારો અને તારા જેવા હજારો અન્યાય સામે લડી રહેલા યોદ્ધાઓનો સેનાપતિ છુ . તમારો બદલો લેવામાં હું તમને મદદ કરીશ . યુદ્ધમાં વિજય આપણો જ થશે .કારણ કે યતો ધર્મહ "

" તતો જયહ "

" યતો ધર્મહ "

" તતો જયહ ...તતો જયહ....તતો જયહ...."

પેલા બુકાનીધારી માણસના ધારદાર ભાસણથી પેલા છોકરમાં એક અજીબ શક્તિનો સંચાર થયો હોય એમ લાગતુ હતુ અને તે છોકરો બુકાનીધારી માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય એમ લાગતુ હતુ .

" બોલો ગુરુજી.... હવે પછી મારી માટે શુ આજ્ઞા છે ? મારો બદલો લેવા માટે મારે શુ કરવાનુ છે ? " બુકાનીધારીના ધારદાર શબ્દોએ છોકરાના દિલોદિમાગને સંમોહિત કરી દીધુ હતુ જેનાથી સંમોહન પામી તે કોઈ પણ કાર્ય કરવા તૈયાર થઇ ગયો હતો .

" સમય આવ્યે આદેશ આપવામાં આવશે ત્યાં સુધી યાદ રાખજે , યતો ધર્મહ "

" તતો જયહ.... હંમેશા ધર્મનો જ વિજય થાવ " છોકરાએ કહ્યું અને ફોન મુકાઈ ગયો હતો .

કોણ છે એ બુકાનીધરી ? કોણ છે પેલો છોકરો ? બુકાનીધારી કૃષ્ણયુગના કયા અન્યાયની વાતો કરી રહ્યો છે ? જે આજે કળિયુગમાં પેલા છોકરા સાથે થયો છે ? એનો ઉદેશ્ય શુ છે ? એ જાણવા વાંચતા રહો મારી નવલકથા ' કળિયુગના યોદ્ધા '


●●●●●●●●●●●●●●●●●●●●●●


એક તરફ કેન્ટીનમાં પેલો છોકરો બુકાનીધારી સાથે વાત કરી રહ્યો હતો બીજી તરફ પાટીલ અને કુમાર હજી સાથે મળીને લંચ લઈ રહ્યા હતા . જો પાટીલના પિતાજી જીવતા હોત તો એમની ઉંમર કદાચ કુમારની ઉંમર બરાબર હોત . બંનેની ઉંમર માં ખાસો એવો ફરક હતો પરંતુ વાતો એવી કરતા જાણે કોલેજકાળના બે પાક્કા મિત્રો વર્ષો પછી અચાનક મળ્યા હોય અને પોતાની જૂની યાદો તાજી કરતા હોય.

પાટીલ સ્વભાવે રણની રેતી જેવો હતો , કોઈ ઉપર ગરમ પણ જલ્દી થઈ જતો અને કોઈ ભિખારી કે અન્ય દુખિયાને જોઈને એનું હૃદય પણ દ્રવી ઉઠતુ . સિગ્નલ પર ભાગ્યે જ કોઈ છોકરાને કંઈ આપ્યા વગર આગળ વધ્યો હશે .

આટલા સારા માણસના લગ્નના 3 વર્ષમાં અચાનક એમની પત્ની ક્યાં ગાયબ થઈ ગયા હશે ...!?? એ વિચાર કુમારને અવારનવાર સતાવતો . આ ઘટના પછી પાટીલ પ્રસંગોપાત ડ્રીંક લેતો થઈ ગયેલો જે મોટાભાગે કુમારને ત્યાં જ પ્રોગ્રામ બનતો .

" હે પાટીલ અચાનક તારી પત્નિ તને છોડી ક્યાંક ગાયબ થઈ ગઈ ? કૈક તો ખબર હશે તને ક્યાં ગઇ અને કેમ ગઇ ? તમારા વચ્ચે કંઈ ગેરસમજ હતી...??!! તુ ફરી કહી શકે ? મારાથી ભુલાઈ જવાયુ ...." કુમાર પાટીલને નશાની હાલતમાં પૂછતો અને પાટીલ પ્રેમથી કહેતો

" બડે હરામી હો સરજી આપ , બહોત પુરાની મહહોબત હૈ એ નશા હમારી , ઔર હમારી મહોબ્બત હમશે બેવફાઈ નહીં કરતી . ક્યુકી ઉસકે નશે મેં આપ હમશે કુછ ભી ઉગલવા ના શકોગે .... સમજે કા ...!?? " અને બંને ખડખડાટ હસવા લાગતા .

નશો ભલે ગમે એટલો હોય , પાટીલને કંઈ પણ ભાન હોય કે નહીં પણ આ વાત કોઈ દિવસ એના મોઢે આવતી નહીં . કુમાર પણ પોતાની વાત છોડે એવા નહોતા . એમને વિચારેલું ' ચાહે ગમે તે થાય , પરંતુ પાટીલ સાથે શુ બનેલું ....!?? એ જાણવાનો પ્રયત્ન કરવો અને ઘટતી મદદ કરવી .

" હર્ષદ મહેતા કેસનો એક નવો ખુલાસો , બધાથી પહેલા તાઝા ન્યુઝ ચેનલ પર . હર્ષદ મહેતાની ઘાતકી હત્યા બાદ અચાનક વર્ષોથી ખોટમાં ચાલી રહેલી એમની કંપની મહેતા એન્ડ સન્સના શૅરમાં અધધ 25% નો વધારો ... હર્ષદ મહેતા જેવા પ્રખ્યાત બિઝનેસમેનના હત્યારા હજી બહાર આઝાદ ઘૂમી રહ્યા છે અને બીજી તરફ એમની કંપનીના શૅરમાં આમ અચાનક ઉછાળો થઈ રહ્યો છે .

શુ આના માટે જ તો હર્ષદ મહેતાને મોતને ઘાટ ઉતારી દેવામાં નથી આવ્યા ને ...!?

શુ આ કોઈ અંગત અદાવત તો નથીને ...??!

શુ કોઈ નજીકનો વ્યક્તિ જ હત્યારો નથી ને ? કારણ કે મળતી માહિતી અનુસાર હર્ષદ મહેતાના રૂમનો દરવાજો કે બારી કાંઈ પણ તોડવામાં આવ્યું નથી , અને છતાં હત્યારો હત્યા કરી માથુ સાથે લઇ ગયો !

હત્યારો કોઈ પણ હોઈ શકે છે . આ બધા વિશે અમારા બાતમીદારો કાર્યરત છે . હર્ષદ મહેતા મર્ડર મિસ્ટ્રી વિશે સૌ પ્રથમ જાણકારી મેળવવા બન્યા રહો તાઝા ન્યુઝ સાથે , કેમેરા મેન મનોહર સાથે હુ ઇશીતા શર્મા તાઝા ન્યુઝ ' આ સાંભળીને કુમારના મોઢે રહેલો કોળિયો ત્યાંજ રહી ગયો .

કુમારનુ મગજ કોઈ ગહન વિચારો કરી રહ્યુ હોય અને આખી વાર્તાનો મૌખિક રીતે નિવેડો લાવવા માંગતુ હોય એમ લાગી રહ્યુ હતુ. આ દ્રશ્ય જોઈ પાટીલથી ટાપસી પૂર્યા વગર ના રહેવાયું .

" કેમ સાહેબ , કોઈના હાથની રસોઈ યાદ આવી ગઈ કે શુ ....? "

" હા દિકરા , વિચારું છું હવે તું મોટો થઈ ગયો છે . તને ફરી ક્યાંક ધંધે લગાડી દેવો પડશે એટલે તારો જે આ જુસ્સો છે એ આપોઆપ ઓગળી જાય '

"સેર હું મેં સેર .... શેર કિસીસે ડરતા નહીં સાબ "

" હા એ શેર ની ચડ્ડી પણ બગડી જસે જ્યારે શેરની સામે આ વાત કરશે ત્યારે " કુમાર સાહેબની આ વાત સાંભળી બંને ખડખડાટ હસવા લાગ્યા પણ કુમાર સાહેબના મગજમાં હજી પેલા સમાચાર જ ચાલી રહ્યા હતા ' શુ એમનું મૃત્યુ કોઈ અંગત અદાવત તો નથી ને ...!?? '


( ક્રમશ )


કોણ છે એ બુકાનીધરી ? કોણ છે પેલો છોકરો ? બુકાનીધારી કૃષ્ણયુગના કયા અન્યાયની વાતો કરી રહ્યો છે ? જે આજે કળિયુગમાં પેલા છોકરા સાથે થયો છે ? એનો ઉદેશ્ય શુ છે ?

તમારા અભિપ્રાય કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો અને

વાંચતા રહો મારી નવલકથા ' કળિયુગના યોદ્ધા '


રેટ કરો અને રિવ્યુ આપો

Rakesh

Rakesh 6 માસ પહેલા

ashit mehta

ashit mehta 6 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 6 માસ પહેલા

Vijay

Vijay 6 માસ પહેલા

Jaydeep R Shah

Jaydeep R Shah 6 માસ પહેલા