કળિયુગના યોદ્ધા - 2 Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કળિયુગના યોદ્ધા - 2

પ્રકરણ -2

હર્ષદ મહેતાની હત્યા પછીનો દિવસ હતો . આખા શહેરમાં હર્ષદ મહેતાની ખોફનાક હત્યાના સમાચારો વાયુવેગે ફેલાઈ રહ્યા હતા.

કદાચ આજ પાવર હશે પૈસાનો , કારણકે રોજે મુંબઇ જેવા મોટા શહેરો માં હજારો માણસો ચોરી-લૂંટફાટ , રોડ અકસ્માત અને ભૂખમરાના લીધે મરે છે પરંતુ એમની દરકાર લેવા વાળું કોઈ નથી હોતુ . કોઈ સમાચાર પત્રો વાળાને કે પેલા સત્યની પીપુડી વગાડતા મીડિયા વાળાને કોઈ પડી નથી હોતી .

જ્યારે આજે તો ' મુંબઇ સમાચાર ' તથા અન્ય પ્રમુખ સમાચાર પત્રોની હેડલાઈન હતી " શહેરના પ્રખ્યાત બિઝનેસમેન હર્ષદ મહેતાની રહસ્યમય હત્યા કરનાર નિર્દય હત્યારો કોણ હશે ...!!? "

બાજુમાં એ જ ઝાંખો કરી દેવાયેલ માથા વગરનો ફોટો હતો. ટીવી ન્યુઝ ચેનલ વાળાને એક નવો મુદ્દો મળી ગયો હતો. એમને જાતભાતની શંકા-કુશંકા અને મનઘડત કહાનીઓ ઉપજાવી કાઢી હતી .

" શહેરમાં આવા પ્રખ્યાત માણસો પણ જ્યાં સુરક્ષિત નથી તો સામાન્ય જનતાની તો શુ વાત જ કરવી ...!? કોણ છે આ મિસ્ટર-ઇન્ડિયા .....!? શુ છે મિસ્ટર-ઇન્ડિયાનો ઉદ્દેશ્ય....? " મીડિયા વાળાએ પેલા માણસને એક નામ આપી દીધું હતું ...મિસ્ટર-ઇન્ડિયા... અદ્રશ્ય માણસ " હજી ટીવી વાળી સુંદર એન્કર બોલી રહી હતી હતી

" આવડા મોટા શહેરની કાબીલ પોલીસ....માફ કરજો કહેવાતી કાબીલ પોલીસ શુ કરી રહી છે .. !!? શુ ખરેખર પોલીસ કશુ કરવા માંગે છે કે નહિ ....? આવા જ પ્રશ્નોના જવાબ માટે જોતા રહો તાઝા-ન્યુઝ , ઇશીતા શર્મા , મનોહર જોષી સાથે . મળીશું થોડા સમય પછી....કોઈ ..નવા સમાચાર સાથે....' બાંદ્રા પોલીસ સ્ટેશનનું ટીવી બંધ થયું .

મુંબઇ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક અજીબ પ્રકારનો સન્નાટો છવાયેલો હતો . કદાચ આઝાદી પહેલા બનેલું આ પોલીસ સ્ટેશન હતુ જેનો પંખાનો ' ખટ..ખટ...ખટ... ખટ...ખટ..ખટ....' અવાજ એ સ્પષ્ટ દર્શાવતો હતો .

પંખાનો કર્કશ અવાજ પોલીસ સ્ટેશનની શાંતિનો ભંગ કરીને પોતે કોઈ મહાન કામ કર્યું હોય એમ ગર્વ લઈ રહ્યો હતો અને મિટિંગમા હાજર પ્રત્યેક પોલીસ ઓફિસર પર હસી રહ્યો હોય એમ લાગતું હતું .

બધાની આંખો સ્ટેશન ઇન્ચાર્જ કુમારના ચહેરા પર હતી પરંતુ એમનુ સંપૂર્ણ ધ્યાન તો પેલા પંખાના 'ખટ..ખટ... ખટ....ખટ ...' અવાજ પર જ મંડાયેલું હતું . આ જોઈને ઇન્સ્પેક્ટર કુમારના ગુસ્સામાં બડતામાં ઘી હોમાયુ હોય એમ ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો કુમાર તાળુક્યા

" બંધ કરો એ માદારજાત પંખાને .... અને તમે સૌ મારા બાપની જાન આવ્યા છો ....?? કે પછી એ(પંખો) તમારી બૈરીનો વર છે ....!!? અહીંયા ધ્યાન આપો..... અને બંધ કરો એ કમજાતને ..." આટલું બોલતા જ એક જુનિયર ઇન્સપેક્ટર કે જે થોડા સમય પહેલા જ આ સ્ટેશન પર જોડાયો હતો એ દોડ્યો અને પંખો બંધ કરી આવ્યો . ધીમેધીમે એ પંખો બંધ થતો ગયો '

ખટ...ખટ......ખટ...........ખટ..............ખટ ........' જ્યાં સુધી એકદમ અવાજ બંધ ના થયો ત્યાં સુધી કુમાર પણ ચૂપ રહ્યા ફરી એમને બોલવાનું શરૂ કર્યું .

" આ કોઈ સામાન્ય કેસ નથી , એક જાણી જોઈને કોઈ ખાસ ઉદ્દેશ્ય માટે કરવામાં આવેલી હત્યા હોય એવું લાગે છે આ જુઓ " એટલું કહીને કુમારે પ્રોજેક્ટર પર એક પછી એક ફોટાઓ દેખાડવાનું શરૂ કર્યું સાથે કુમાર એ ઘટના વિશે માહિતી પણ આપી રહ્યા હતા

" આ કેસમાં ઘણીબધી વાતો છે જે કૈક અજીબ પ્રકારની જણાય છે . સૌ પ્રથમ , હત્યારાને જો માત્ર હત્યા જ કરવી હોત તો ચુપચાપ હર્ષદ મહેતાની હત્યા કરીને નીકળી શક્યો હતો , પરંતુ હત્યારાએ વિકટીમનું માથું કાપીને સાથે લઈ ગયો છે ...!! જે સૂચવે છે કે એને કરેલી હત્યાનો ઉદેશ્ય મોટો હાહાકાર સર્જવો અને લોકોનુ એની તરફ ધ્યાન દોરાવવું હોઈ શકે છે .

બીજી વાત વિકટીમ હર્ષદ મહેતા એક જાણીતા બિઝનેસમેન હતા તો એમની હત્યા કદાચ પૈસાની લૂંટફાટ માટે થઈ હોઈ શકે પરંતુ હજી કબાટમાં રહેલ ૨૦ લાખ રોકડ , એના હાથમાં પહેરેલી સોનાની ચાર વીંટીઓ , હાથમાં પહેરેલી મોટી લક્કી , ગળામાં પહેરેલો લગભગ ૧૦ તોલાનો જાડો ચેન , ગોલ્ડ અને રિયલ ડાયમંડની રોલેક્સ ઘડિયાળ હજી અકબંધ હતા જે સ્પષ્ટ સૂચવે છે કે હત્યા લૂંટફાટ માટે થઈ નથી હજી ઓછું હોય એમ....."

" પરંતુ સર , કદાચ એમ પણ બને કે એ હત્યારાએ વિકટીમને મારીને હવે સામાન લૂંટવાની શરૂવાત કરી હોય ત્યાં કોઈ માણસ એને જોઈ ગયું હોય અથવા કોઈ અન્યથી ડરીને ભાગી ગયો હોય એવું પણ બની શકેને..."

" લૂંટારા હત્યા કરે એ માની શકાય એમ છે , પરંતુ આપડા કેસમાં હત્યા કરીને વિકટીમનું માંથું કાપીને હત્યારો અથવા હત્યારાઓ સાથે લઈ ગયા છે . જો આ માત્ર લૂંટફાટનો કેસ હોય તો કોઈ લૂંટારા એવા જોખમ ન ઉપાડે જેનાથી તેનો સમય બગડે અથવા એના પકડાઈ જવાની શકયતા વધી જાય " થોડી ક્ષણો એમજ વીતી અને ફરી કુમારે બોલવાની શરૂવાત કરી

" વિકટીમ હર્ષદ મહેતા જેવા હટ્ટાકટ્ટા માણસને મારીને એનું ગળું કાપી માથું સાથે લઈ જવા માટે સમય બગાડવા જેટલી મુર્ખામી ચોર કે લૂંટારા ન કરે . કારણ કે માથું કાપવામાં હત્યારાએ જેટલો સમય લીધો એટલો સમય ઘરમાંથી લૂંટફાટ માટે લીધો હોત તો આટલા સમયમાં કિંમતી સામાન લઈને ક્યાંય રફુચક્કર થઈ શક્યો હોત .. નહિ આ લૂંટફાટનો કેસ તો નથી જ " કુમારે કહ્યું અને થોડીવાર માટે કૈક વિચારતા હોય એમ શાંત રહ્યા .

ક્યારનો પરોક્ષ રીતે આ ચર્ચા સાથે જોડાનાર કોન્સ્ટેબલ દુબે પ્રોજેક્ટરમાં રહેલો એક ફોટો જોઈને બોલ્યો " સાહેબ , આમા બીજી પણ એક વસ્તુ છે જે ચોંકાવનારી છે . પેલો ફોટો જોવો , એમા કંઈ અજીબ દેખાય છે તમને ..? "

" એ દુબે આ પંખા વગર આટલી ગરમીમાં મગજની કઢી થાય છે ને તું મગજની માઁ *દે છે , સીધો ભસને શુ કહેવા માંગે છે " ગરમ મગજ ધરાવતો ઇન્સ્પેક્ટર પાટીલ કે જેને સૌ પ્રથમ હત્યાના સમાચાર મળ્યા હતા એને ગુસ્સામાં કહ્યું

( હજી ઉમેરવાનું છે , લોહી થી લખેલું કૈક હશે આખા ઘરમાં )

" શાંતિ.... શાંતિ ..... પાટીલ સાહેબ શાંતિથી .... હા દુબે આ ફોટામાં શુ અજીબ લાગ્યું તને ...? આ એક સાધારણ ડેડ બોડીનો ફોટોગ્રાફ છે. એમાં નવું શુ છે ....? " કુમારે ફરીવાર આખો ફોટો જોતા કહ્યું

" સર , ત્યાં ...ત્યાં ખૂણામાં જુઓ ....કોઈ કાળો ઢગલો દેખાય છે ...? કદાચ એ વાળ છે ....."

" હા તો કદાચ મરતા પહેલા રાત્રે કે ગઈકાલે એને વાળા કપાવ્યા હશે અને સાફસફાઈ બાકી હશે ....તું અમારો સમય બગાડીશ નહિ . આમ પણ DGP મોરે ક્યારના મારા માથા પર તાંડવ કરે છે કે રિપોર્ટ આપો ...રિપોર્ટ આપો....."

" પણ સર....."

" પણ...બણ..... મારે કંઈ સાંભળવું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટનું શુ છે દુબે....?? " દુબેની વાત વચ્ચે કાપી કુમારે પૂછ્યું .

" સર , ફોરેન્સિક ડોકટર વિક્રમનો ફોન હતો . બસ રિપોર્ટ તૈયાર જ છે "

" તો દુબે ... તમારુ કામ સંભાળો . જલ્દીથી રિપોર્ટ મારા કેબિનના મોકલાવો .

" જી સર " કહીને દુબે ત્યાંથી નીકળ્યો અને કુમારે આગળની સ્લાઈડ ચલાવી .

સામે હર્ષદ મહેતાના કમરાની દિવાલના ફોટોગ્રાફ હતા . દીવાલમાં ચારે તરફ લાલ રંગે કૈક વિચિત્ર અક્ષરો ચિતરેલા હતા અને અમુક અમુક ભયંકર ચિત્રો દોરેલ હતા જે કોઈ રાક્ષસ , શેતાન અથવા કોઈ પ્રેત જેવા દેખાતા હતા . રાત્રે કોઈ આ ફોટોગ્રાફ જોવે તો ચીસ પાડી જાય એ વાતમાં શંકાને કોઈ સ્થાન નહતુ . આ ફોટોગ્રાફ જોઈ રહેલ પ્રત્યેક ઓફિસર જાણે શ્વાસ પણ લેવાનું ભૂલી ગયો હોય એમ આંખ જબકાવ્યા વગર ફોટોગ્રાફ જોઈ રહ્યો હતો . આ જોઈને કુમારે વાત શરૂ કરી .

" આ હત્યારાને ગોતતા પહેલા આપણે તે હત્યારાનો ઉદેશ્ય ગોતવો પડશે . આ બધા ફોટોગ્રાફ જોઈને , લાસ જોઈને અને ખાસતો આ ફોટોગ્રાફ જોઈને લાગે છે કે હત્યારો કોઈ વિકૃત માનસિક રોગી પણ હોઈ શકે છે " લાલ અક્ષરોમાં ચિતરેલી દીવાલ વાળા ફોટાને બતાવતા કહ્યુ

" કોઈ પણ સંજોગોમાં હત્યારાને પકડવો આપણી પ્રથમ જરૂરિયાત છે , હત્યારો જો ખુલ્લેઆમ ફરતો રહેશે તો એની હિંમત વધતી જશે અને...અને કોણ જાણે એ આગળ શું કરે . તો તમે સૌ કામે લાગી જાવ અને પાટીલ તમે ચાલો મારી સાથે હર્ષદ મહેતાના પરિવારને મળતા આવીએ "

( ક્રમશ )

હંમેશ જેમ સલાહ અને સૂચનો આવકાર્ય રહેશે . અને તમારા અભિપ્રાય મારી માટે ખૂબ મહત્વપૂર્ણ છે .

રેટ કરો અને રિવ્યુ આપો

Rajni Dhami

Rajni Dhami 5 માસ પહેલા

Krishna Thobhani

Krishna Thobhani 6 માસ પહેલા

Vijay

Vijay 6 માસ પહેલા

Balkrishna patel

Balkrishna patel 7 માસ પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 9 માસ પહેલા