Kaliyugna Yodhaa - 3 books and stories free download online pdf in Gujarati

કળિયુગના યોદ્ધા - 3

પ્રકરણ ૩

ઇન્સ્પેક્ટર કુમાર પોતાના ખાસ સાથી ઇન્સ્પેક્ટર પાટીલ સાથે જીપમાં બેસી હર્ષદ મહેતાના ઘરે જવા નીકળ્યા ત્યાં ડઝનેક મીડિયા રેપોર્ટરો એમને ઘેરી વળ્યાં . અને એક પછી એક પ્રશ્નોનો મારો ચલાવવા લાગ્યા .

"મુંબઇ પોલીસ શુ કામ કરી રહી છે ...? "

" હત્યાના આટલા સમય પછી પણ હત્યારા વિશે કોઈ માહિતી કેમ નથી ...!? " બીજાએ પૂછ્યુ

" કે પછી દર વખતની જેમ મીઠાઈ( લાંચ ) ઘરે પહોંચી ગઈ છે ..? ' કોઈ ત્રીજા એ પૂછ્યું

આ ત્રીજું વાક્ય સાંભળતા જ કુમારનો મગજ છટક્યો કુમાર કાંઈ બોલે એ પહેલા જ પાટીલે મીડિયાને જવાબ આપી દીધો

" તપાસ ચાલુ છે અમે કોઈ નિવેદન આપી શકીએ એમ નથી . જે પણ માહિતી મળશે એ અમે પ્રેસકોન્ફ્રન્સ મારફતે તમારા સુધી પહોંચાડી દઇશુ . હાલ પૂરતું આટલું જ .નો મોર કવેશ્ચચન ધેટ્સ ઇનફ ફોર ટુડે . સાઈડ પ્લીઝ " રસ્તો કરીને પાટીલ કુમારને હર્ષદ મહેતાના નિવાસસ્થાને લઈ જવા જીપમાં બેઠા .

" જી-૩૬ , વસંતવિલા , બાંદ્રા-જુહુ રોડ . આજ અડ્રેસ છેને મિસ્ટર-મહેતાનું .....? " કુમારે પાટીલને પૂછ્યું

" જી હા સર....." પાટીલે કહ્યુ

" કોન્સ્ટેબલ , ગાડી આ અડ્રેસ પર હંકારી લો " કુમારે સૂચના આપી .

વસંતવિલા એક આલીશાન રાજમહેલ જેવો બંગલો હતો . એની નેમ પ્લેટ પર ઉપર ગુજરાતીમાં અને નીચે અંગ્રેજીમાં લખેલું હતું ' હર્ષદ એન.મહેતા ' દુરથી જોતા સંગેમરમરથી બનેલા તાજમહેલ જેવા મકાનમાં બહાર ઇટાલિયન ઇમ્પોરટેડ મારબર લગાવામાં આવ્યો હતો . મકાનની બહાર હારબંધ મોંઘીદાટ ગાડીઓ ઉભેલી હતી જેમાંથી ભાગ્યે જ કોઈ ૫૦ લાખની નીચેની કિંમતની હતી .

સૌ સંબંધીઓ અગ્નિસંસ્કાર માટે ભેગા થયા હતા પરંતુ હજી પોસ્ટમોર્ટમ માંથી હર્ષદ મહેતાના પાર્થિવ શરીરને પરત કરવામાં આવ્યો નહતો . ઘરની આગળ ડાબી બાજુએ અડધા ભાગમાં ગાર્ડન હતો અને અડધા ભાગમાં કાર પાર્કિંગ હતું. હતું જ્યાં એક રેન્જ રોવર અને એક જગુઆર ગાડી પાર્ક થયેલી હતી . ગાર્ડનમાં લીલીછમ લોન પથરાયેલી હતી જે એક-બે અઠવાડિયાથી કપાયેલી ના હોય એવું સ્પષ્ટ લાગતું હતું .

ગાર્ડનની વચ્ચે એક વાંસના ટેબલની આસપાસ ખુરશીઓ પાથરાયેલી હતી. કદાચ અમીર લોકો સવારે કસરત કરી એ ટેબલ ઉપર જ મોર્નિંગ-ટી લેતા હશે .

વિશાળ મકાનની પરશાળમાં જ બહાર બે કોન્સ્ટેબલ હાથમાં બંદૂક લઈને વહેલી સવારથી પહેરો આપી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર કુમાર અને પાટીલને આવતા જોઈ બંને કોન્સ્ટેબલો તારાસિંઘ અને રામસંગ ત્યાં દોડી આવ્યા અને સલામ આપતા કહ્યું ,

" સાહેબ , હવે જેમ બને એમ જલ્દી બોડી રિલીઝ કરવી પડશે . વાતાવરણ ગરમ થતું જાય છે . ધીમેધીમે મહેમાનો પણ ઓછા થવા લાવ્યા છે. એક સંબંધીએતો હમણાં આના પર હાથ ઉપાડી લીધો હતો. " રામસંગે તારાસિંધ તરફ ઈશારો કરી કુમારને કહ્યુ

" શુ...? ....શુ વાત કરે છે ....? કોણ હતું એ જણાવતો મને ..." પાટીલે પૂછ્યુ

" પાટીલ , અત્યારે શોકનો માહોલ છે એ પછી જોઈ લઈશું , હાલ આપડે સામાન્ય પૂછપરછ કરી લઈએ અને ઘટના સ્થળની વિઝીટ લઇ આવીએ " કુમારે પાટીલને શાંત કર્યો અને આગળ કહ્યુ

" રામસિંગ અંદર શુ ચાલી રહ્યું છે ...? મને હમણાં જ જણાવો અને કોઈ ઘરના માણસને બહાર બોલાવી લાવો " આટલું કહીને કુમાર અને પાટીલ ગાર્ડનમાં મુકેલી ખુરશીમાં બેસી ગયા .

થોડીવારમાં એક નોકર ચાના બે કપ અને એક પ્લેટ નાસ્તો લઈને આવ્યો અને જણાવ્યું " નાના શેઠને થોડી વાર લાગશે , તમે ત્યાં સુધી રાહ જોઈ શકો છો . મુશ્કેલી બદલ માફી માંગી છે "

" ઠીક છે , અમે અહીંયા બેઠા છીએ . પરંતુ થોડું જલ્દી ...! "

" ઠીક છે સાહેબ , રજા લઉ છુ " ચા લઈને આવેલા નોકરે કહ્યું અને આગળ ચાલવા લાગ્યો . હજી થોડો આગળ વધ્યો હતો ત્યાં ઇન્સપેક્ટર કુમારે નોકરને રોકતા પૂછ્યું

" તમારા શેઠ એમની સામાજિક જવાબદારી સંભાળે ત્યાં સુધી અમે ક્રાઈમ સાઇટનું નિરીક્ષણ ....."

"હમ્...? " પેલા નોકરને કઈ સમજાયુ નહી તેથી અધવચ્ચે જ બોલ્યો

" અરે જે સ્થળે હત્યા થઈ હતી તે સ્થળનું નિરીક્ષણ કરીએ તો તમારા શેઠને કોઈ તકલીફ ના હોવી જોઇયે ...બરાબરને....?" નોકરને ખબર ન પડતા કુમારે ચોખ પાડતા કહ્યુ

" અમ્....સાહેબ .....એતો....અમ્....."

"ઠીક છે તું અંદર જઈને પૂછીને અમારા કોન્સ્ટેબલ પાસે સમાચાર મોકલાવ ..ઠીક છે ...? " કુમારે પૂછ્યુ

" ઠીક છે સાહેબ ...હું તમને જલ્દીથી જણાવુ છુ.... હાલ મારે અંદર ઘણું કામ છે , જવું પડશે " પેલો નોકર ઘરની અંદર જતો રહ્યો . થોડી વાર પછી એક કોન્સ્ટેબલ આવ્યો

" સાહેબ , હર્ષદ મહેતાના દીકરાને એમના પિતાના રૂમની તપાસ કરવાથી કોઈ તકલીફ નથી . આપ જઇ શકો છો ."

ઇન્સ્પેક્ટર કુમાર પોતાના પ્રિય મિત્ર ઇન્સપેક્ટર પાટીલ સાથે ઘરની અંદર પ્રવેશી રહ્યા હતા . પાટીલ જ એ વ્યક્તિ હતા જેને આ ઘટનાની પ્રથમ માહિતી મળતા ઘટના સ્થળે પહોંચ્યા હતા તેથી પાટીલ કુમારથી એક કદમ આગળ ચાલી કુમારને દોરી રહ્યા હતા .

પપમુખ્ય દરવાજાથી અંદર પ્રવેશ કરતા જ જમણી તરફ રસોડું હતું અને ડાબી બાજુ એક માસ્ટર બેડ રૂમ હતો જેની અંદર હર્ષદ મહેતાનો પુત્ર અને પુત્રવધૂ મયુર મહેતા અને ટીના મહેતા રહેતો હતો . બેડરૂમ અને રસોડાની વચ્ચે રહેલા નાના ભાગમાં મંદિર હતુ જેની અંદર શીશમની બારીક કોતરણી વાળુ મોટુ મંદિર હતુ , જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મનમોહક ચમકતી ધાતુની મૂર્તિ હતી. એ મંદિરની બહાર જ એક ખુરશી પર સ્વર્ગસ્થ હર્ષદ મહેતાનો પરાણે હસવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવો ફોટો હાર પહેરાવીને મુકેલો હતો અને ત્યાં ઘણીબધી અગરબતીઓનો ધુમાડો એ હર્ષદ મહેતાને ...એટલે કે હર્ષદ મહેતાના ફોટાને ઝાંખો પાડતો હતો . દુર્ઘટનાનો ભોગ બનેલા હર્ષદ મહેતાનો કમરો ત્રીજા મજલ પર હતો . ઘરના નજીકના સગાઓનો ધીમેધીમે રડવાનો અવાજ આવી રહ્યો હતો .

કુમાર જેવા અંદર પ્રવેશ્યા કે તરત જ મયુર મહેતાએ ઇશારાથી એમનું અભિવાદન કર્યું અને જાણે એમના પિતાના કમરામાં જવાની મંજૂરી આપતા હોય એમ માથું હલાવ્યુ અને પાટીલ કુમારને ઉપરના માળે દોરવવા લાગ્યા

" ટ્રીન...ટ્રીન......ટ્રીન...ટ્રીન ......." કુમાર અને પાટીલ સીડી ચડવાની શરૂવાત કરી રહ્યા હતા ત્યારે મયુરના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો

થોડા સમય સુધી ઘંટડી વાગતી રહી પછી મયુરે ફોન ઉપાડ્યો . ઇન્સ્પેક્ટર કુમારનું આ દરમિયાન મયુર ઉપર ધ્યાન ગયું . ફોનમાં સામેના છેડેથી જ વાતની શરૂવાત થઇ અને મયુર સાંભળી રહ્યો હતો

" હેલો મિસ્ટર જુનિયર મહેતા ....નેક્સ્ટ સીઈઓ ઓફ મહેતા એન્ડ સન્સ... ખુબ જલ્દી ફોન ઉપાડી લીધો નહિ ? અંતિમ સંસ્કાર કરવાની ઉતાવળ લાગે છે ? " ટોન્ટ મારતા અવાજે સામેથી કહ્યું

" તમે કોણ ...? "

" બસ એક શુભચિંતક સમજો . જે મયુરની આખી કુંડળીથી સંપૂર્ણતઃ વાકેફ છે "

" શ...શ...શુ ? શુ જાણે છે મારા વિશે તુ ? " આ વાત સાંભળી મયુરના ચહેરા પર ચિંતાના ભાવ સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા

" બધુ જ મતલબ બધુ જ . એ રાત્રીએ બન્યુ હતુ તે અને ઘણા દિવસથી વસંતવિલામાં શુ ખીચડી રંધાઈ રહી હતી , બધુ જ જાણુ છુ હુ ! " સામેથી કહ્યું

" શુ...? ક ...ક...કઈ રાત્રિ વિશે ? કો...કોણ....કોણ બોલો છો તમે ? " મયુર અચાનક સોફા પરથી સફાળો ઉભો થઇ ગયો અને એક ખૂણામાં જઈને સામેવાળાને આદરથી બોલાવતા કહ્યુ . આ દરમિયાન કુમારની તીક્ષ્ણ આંખો મયૂરનુ જ નિરીક્ષણ કરી રહી હતી.

" ઓહ તને નથી ખબર હું શેની વાત કરું છુ ? કોઈ વાંધો નહીં . હું કોણ બોલુ છુ એનાથી વધારે જરૂરી એ છે મારી પાસે શુ છે ? અને એના દ્વારા હુ શુ શુ કરી શકુ છું " સામે છેડેથી એક લુચ્ચો અવાજ આવી રહ્યો હતો .

" શુ છે ...? શુ છે તમારી પાસે જેના આધારે તમે મને ડરાવી ધમકાવી રહ્યા છો " મયુરે કહ્યું

" અચ્છા , તુ પુરાવા માંગી રહ્યો છે ? મને લાગ્યુ હતુ કે તુ સમજદાર છે સમજી જઈશ . પણ કોઇ વાંધો નહી મારી પાસે જે પણ છે એનો નાનો ભાગ મોકલુ છુ જોઈ લેજે મારી પાસે શુ માહિતી છે અને તારા માટે એ કેટલી અગત્યની છે . જલ્દી હી ફિર મુલાકાત હોગી....તબ તક અલવિદા "

આટલું કહી સામા છેડાથી ફોન કપાઈ ગયો અને તરત મયુરે ફોન ખોલ્યો જેમાં એક અજાણયા નંબર પરથી એક ફોટો મોકલવામાં આવ્યો હતો જે જોઈને મયુરને ચક્કર આવી ગયા અને નીચે પડવા જતો હતો ત્યાં કુમારે દોડીને એને પકડી લીધો .

બધાને લાગ્યું કે પિતા ચાલ્યા ગયા એના આઘાતમાં તેને ચક્કર આવી ગયા છે પરંતુ હકીકત કંઇક જુદી જ હતી . ફોનમાં કૈક એવી વાતચીત થઇ હતી તથા ફોન કરનારે મયુરના ફોનમા કૈક એવુ મોકલ્યુ હતુ જેના લીધે અચાનક મયુર બેહોશ થઈ જતા બેલેંસ બગડી ગયુ હતુ .

કોણ હતો પેલો ફોન કરનાર માણસ ? રાત્રીએ બનેલી કઇ ઘટના વિશે વાત કરતો હતો ? શુ માહિતી હતી એની પાસે ? એને ફોનમાં શુ મોકલ્યુ હતુ જેને જોઈને મયુર બેહોશ થઇ ગયો હતો ? જાણવા માટે વાંચતા રહો નવલકથા ' કળિયુગના યોદ્ધા '

( ક્રમશઃ)

કેમ છો મિત્રો ? આશા રાખુ છુ કે તમે મજામાં હશો અને વાર્તા વાંચવાની મજા આવતી હશે .

વાર્તા વિશે તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો !


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED