કળિયુગના યોદ્ધા - 8 Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કળિયુગના યોદ્ધા - 8

ફ્લેશબેક :- પાછળના પ્રકરણમાં ડોકટર વિક્રમે હર્ષદ મહેતાના મૃત્યુનુ કારણ ગૂંગણામણ છે એમ જણાવ્યુ હતુ .હર્ષદ મહેતાને ઊંઘની દવા લીધી હતી અથવા કોઈ દ્વારા અપાઇ હતી જેના પરિણામે ગૂંગણામણ થવા છતા સુતા રહ્યા અને અંતે મૃત્યુ પામ્યા . હવે આગળ ...

પ્રકરણ ૮


વિક્રમના રિપોર્ટ અનુસાર અને જુનયર ડોકટરે AC પાઇપ માંથી લીધેલા સેમ્પલ મુજબ એક વાત ધ્યાનમાં આવી હતી કે આ ઝેરી ગેસ ACની લાઇન દ્વારા જ રૂમમાં આવ્યો હતો અને હર્ષદ મહેતા બેહોશ હોવાથી એમને ક્યારે ગૂંગળામણ થઈ અને ક્યારે પ્રાણપંખેરૂ ઉડી ગયું એ પોતાને જ ખબર ના રહી !

આગળ શુ થયુ એતો તમે જાણો જ છો અરે આખા દેશમાં એના વિશે ચર્ચા ચાલી રહી છે . પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે એ ઝેરી વાયુ AC આઉટડોર સુધી કેવી રીતે આવ્યો ...!??

આ કામ ACનો કોઈ જાણકાર જ કરી શકે . આ પ્રશ્નનો જવાબ એક જ જગ્યાએથી મળી શકે એમ હતો ... મયુર મહેતાનું ઘર..... વસંતવિલાસ . કુમારે પોતાની કેબિન માંથી બહાર નીકળીને હવાલદાર રાઠોડ વિશે પૂછ્યું અને બીજી જ ક્ષણે રાઠોડ એમની નજર સામે હતો .

" રાઠોડ , જીપ નીકાળો આપડે એક જગ્યાએ તપાસ માટે જવાનુ છે " રાઠોડ આધેડ વયના હોવાથી કુમાર સિનિયર હોવા છતાં આદર આપતા .

" પણ સાહેબ જીપ તો હજી હમણાં જ પાટીલ સાહેબ લઈ ગયા છે ...."

" ધતીરીકી .... " કુમારને યાદ આવ્યું કે પોતે જ થોડીવાર પહેલા પાટીલને હર્ષદ મહેતાના ઘેર મોકલ્યો હતો .

" અમમમ્..... એક કામ કરો .....શેરખાનને કાઢો "

આ શેરખાન એક બુલેટ હતું જે કોરોના લોકડાઉન પહેલા પોલીસ સ્ટેશનમાં વપરાતુ અને હાલ ઘણા સમયથી ધૂળ ખાતુ પડ્યુ હતુ . રાઠોડે શેરખાન પાણીથી સાફ કરાવ્યું , અંદર ડીઝલ નાખ્યુ અને કિક મારી .

આટલા સમયથી પડ્યુ હોવા છતાં બે ત્રણ કિકથી તો શરૂ થઈ ગયુ. કુમારનું આ બાબાઆદામના જમાનાનું બુલેટ રસ્તો ગજવતુ આગળ વધી રહ્યુ હતુ અને જાણે અન્ય વાહનો પણ આ ' એન્ટિક ' બુલેટ જોઈને બે ક્ષણ રોકાઈ જતા . કોઈ એને જોઈને હસવા લાગતુ તો કોઈ એના ભયંકર રાક્ષસી અવાજને જોઈને ગભરાઈ પણ જતુ . ઇન્સ્પેક્ટર કુમાર રસ્તો કાપતા આગળ ચાલવા લાગ્યા . એમના ગંતવ્ય પર પહોંચતા જોયુ કે પોલીસ સ્ટેશનની જીપ બહાર જ પડેલી હતી મતલબ પાટીલ પહેલા જ ત્યાં પહોંચી ચુક્યા હતા .

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●


હર્ષદ મહેતાની અંતિમયાત્રા શાંતિથી આટોપાઈ ગઈ હતી . ઘરના સૌ નાના મોટા માણસો અગ્નિસંસ્કાર પછીના કાર્યોમાં વ્યસ્ત હતા , કોઈ બ્રામણને દક્ષિણા આપી રહ્યુ હતુ અને કોઈ જરૂરિયાતમંદોને દાન આપી રહ્યુ હતુ , કોઈક પૂજારીનો હિસાબ કરી દાન-દક્ષિણા આપી રહ્યુ હતુ , કોઈક થયેલા ખર્ચનો હિસાબ કરી ચુકવણી કરવામાં વ્યસ્ત હતુ . બધા પોતપોતાની રીતે નાનામોટા કાર્યો કરી રહ્યા હતા , પરંતુ મયુર આટલી ચહલપહલની વચ્ચે પણ હોલમાં મુકેલા સોફા પર આંખો બંધ કરીને પડ્યો હતો .

એનો એક હાથ મોઢા પર ઢંકાયેલો હતો અને બીજો હાથ છાતી પર મુકેલો હતો , જે શ્વાસોશ્વાસ દરમિયાન પેટના ઉપરનીચે થવાની સાથે ઉપરનીચે થઈ રહ્યો હતો . મોઢા પર ઢંકાયેલા હાથના લીધે એ જાગે છે કે સુઈ ગયો છે ? એ વાત કહી શકાય એમ નહતુ .

હાથની નીચે છુપાયેલા મુખ પર એક અજીબ ભાવ હતો . અંતિમયાત્રા આટોપાઈ ગઈ એ વાતની શાંતિ હતી કે પછી અચાનક એના પિતાની આટલી ઘાતકી હત્યા કોને કરી હશે એ વાતની ચિંતા ? કે પછી આગળ પોતાના પિતાએ ઉભી કરેલી પ્રખ્યાત ફર્મ ' મહેતા એન્ડ સન્સ 'નું શુ થશે એ વાતની ચિંતા હતી ? કે પછી કોઈ અન્ય વાતનું દુઃખ હતું ? એ કળી શકાય એમ નહતુ .

ક્યાંતો એના હૃદયમાં નીરવ શાંતિ હતી ક્યાંતો સુનામી જેવી કૈક ઉથલપાથલ ચાલી રહી હતી એના જહેનમાં , એના વાયુવેગે ચાલતા વિચારોને પિંજરામાં કેદ કરી શકવા લગભગ અશક્ય લાગતા હતા .

મહેતા પરિવાર માંથી ધીમેધીમે બધા સંબંધીઓ વિદાય લઇ રહ્યા હતા , શોકનો માહોલ પછી હવે ઘરમાંથી માણસોની ચહલપહલ ઓછી થવા લાગી હતી .

પોતાના પિતાની હત્યાના દિવસે સવારે અજાણ્યા માણસ દ્વારા આવેલા ફોન પછી મયુર ચિંતામાં રહેવા લાગ્યો હતો જાણે હજારો મુસીબતોનો ટોપલો પોતાના માથે લઈને ફરતો હોય એમ લાગતુ હતુ . એ જાણતો હતો કે પોતાનું રહસ્ય કોઈ તો જાણી ગયુ છે . જો એ વાત ઘરના સભ્યોને ખબર પડશે તો ઈજ્જત ધૂળમાં મળી જશે ' મહેતા એન્ડ સન્સ 'ના સ્ટેકહોલ્ડર એને બરખાસ્ત કરી નાખશે ' વસંતવિલા 'માંથી કદાચ એને હાંકી કાઢવામાં આવશે . આગળ શુ કરવુ એ મયુરને કૈંજ સમજાઈ રહ્યું ન હતુ .

આવા જ સમયે અચાનક પાટીલ દીવાનખંડમાં દાખલ થયો જ્યાં મયુર સોફા પર આડો પડ્યો હતો. પાટીલનો અવાજ સાંભળી જાણે મયુરનો શ્વાસ થંભી ગયો એને ગભરામણ થવા લાગી કે કદાચ પેલા માણસે ....!! કદાચ એને પોલીસને બધી હકીકત કહી સંભળાવી કે શુ ? એની અંદર અચાનક ઘમાસાણ મચી ગયો , કોલાહલ વચ્ચે હાથ નીચે ઢાંકેલા મોઢા પર આ ચિંતાની લકીર પણ ઢંકાઈ ગઈ હતી . આ જોઈને પાટીલે વિચાર્યું કાસ કુમાર અહીંયા હાજર હોત .

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

કુમાર વસંતવિલા બહાર આવી ગયા હતા અને બહાર પાર્ક થયેલી જીપ દર્શાવી રહી હતી કે પાટીલ પણ વસંતવિલામાં પહોંચી ચુક્યા છે . જોકે કુમારે પોતે જ તપાસ માટે પાટીલને અહીં મોકલ્યા હતા પરંતુ આ વાતથી અજાણ હોય એમ વસંતવિલાના મુખ્ય દીવાનખંડમાં પ્રવેશતા બોલ્યા

" હું અહીંથી નીકળતો હતો . જોયુ કે પોલીસની જીપ અહીંયા પડી છે તો જોવા માટે ચાલ્યો આવ્યો કે કોણ આવ્યુ છે ... અને હજી કેટલી તપાસ બાકી રહી છે...?? એક સજ્જન ઘરના માણસોને આમ પરેશાન કરવા આપણને શોભા નથી આપતુ ..." કુમાર બોલ્યા

"પણ સર ..."

" પણ બણ કઈ નહીં પાટીલ " પાટીલની વાત વચ્ચેથી કાપતા કુમારે આગળ કહ્યુ " આજ છેલ્લી વાર જેટલી તપાસ કરવી હોય એ કરી લો આગળની વખતથી હું બિલકુલ નહીં ચલાવી લવ સમજાયુ ?" મયુર સામે જોઇને કુમારે ઉમેર્યું

" બરાબર વાત છેને મયુર મહેતા ...? " હા અથવા ના કોઈ જવાબ આપી શકાય એમ નહોતું તેથી મયુરે હકારમાં માત્ર ડોકું હલાવ્યું

કુમાર પણ આવી ગયા છે એ વાત પાટીલ રાજી થયો . હવે કુમાર પણ મયુરના ચહેરા પરના ચિંતા અને બેચેની અનુભવી શકતા હતા . કુમારના આવતા વેંત પાટીલે મયુરના વર્તન તરફ કુમારનું ધ્યાન દોર્યું હતુ.

" કેન આઇ યુઝ યોર વોશરૂમ ? " પાટીલે પુછયુ

" યા , પ્લીઝ ધીસ સાઈડ " મયુરે કહ્યુ

મયુર અંદર ગયો અને હજી કુમાર આવીને બેઠા જ હતા ત્યાં મયૂરનો ફોન રણક્યો .

" ટ્રીન..ટ્રીન.....ટ્રીન....ટ્રીન......" મયુરે ફોન કાપી નાખ્યો , આમ બે ત્રણ વાર ફોન આવતા કુમારે કહ્યુ

" ઇટ્સ ઓકે તમે વાત કરી શકો છો "

મયુર કહેવા માંગતો હતો કે ના કંઈ ખાસ કામ નથી પણ આમ કહેવાથી ઉલટુ એના પર શંકા જાય એમ હતુ તેથી એને ફોન ઉપાડી લીધો , સામેના છેડાથી એજ સાપના ફૂંફાડા જેવો અવાજ આવી રહ્યો હતો . આ એજ અવાજ હતો જેનો મયુરને ડર હતો .

" કેમ પોલીસથી *** ફાટે છે ? જો ડર લાગતો હોય તો આવા કામ કરતા પહેલા વિચારવુ જોઈતુ હતુ .....હા હા હા .... તો સાંભળ , તેમને હર્ષદ મહેતાના શરીર માંથી ઊંઘની દવાનું પ્રમાણ મળી આવ્યું છે જેનો ઉપયોગ તે....."

" હા બસ બસ , એ વાત હુ જાણું છુ... આગળ બોલો " મયુરે અધવચ્ચે વાત કાપતા કહ્યું

" હા તો જો પોલીસ એના વિષે કંઈ પણ પૂછે તો કહેજે કે તુ એ દવા વિષે કંઈ જાણતો નથી બાકી હર્ષદ મહેતાની હત્યાના કેસમાં અંદર જવા તૈયાર રહેજે સમજ્યો ? "

" જી " મયુરે ટૂંકમાં જવાબ આપતા કહ્યુ .સામેના છેડાથી ફોન કપાઈ ગયો હતો . મયુર હજી મૂર્તિની જેમ નિશબ્દ બેઠો હતો . આ જોઈને કુમારે ખૂંખારો ખાધો અને પૂછ્યુ

" બધુ બરાબરતો છે ને ? કોઈ ચિંતા કરવા જેવી બાબત તો નથીને ?

" અરે ના ના .. ઑફિસેથી પીએનો ફોન હતો કે પિતાજી તો હવે રહ્યા નથી તો ક્યારથી ઓફીસ જોઈન કરવાના છો એમ " વાતચીત દરમિયાન પાટીલ આવી ગયો હતો એ જોઈને કુમારે કહ્યુ

" ઠીક છે તો પાટીલ તારે શુ પૂછવાનું હતુ ? પૂછો તો જરા હું પણ જાણી લવ કે ખરેખર કેટલી મહત્વપૂર્ણ વાત જાણવા તમે આવ્યા છો "

" હર્ષદ મહેતા કોઈ બીમારીથી પીડાઈ રહ્યા હતા ? જેમ કે બ્લડપ્રેશર , હાઇપર ટેન્શન , હાઈ સુગર ....??! " કુમારને આશ્ચર્ય થયું પાટીલ આ શુ પૂછી રહ્યો છે .

" નહીં , પપ્પા ને આમાંથી કોઈ બીમારી નહોતી "

" અન્ય કોઈ બીમારી ...!!? "

" અનિં....ના ...ના , એમનું શરીરે તંદુરસ્ત હતા અને ભાગ્યે જ હોસ્પિટલમાં દાખલ થવુ પડયુ હશે . બસ કોઈ કોઈ વાર ઉંમરના લીધે નાની મોટી બીમારી યુ નો .. "

" યસ..યસ... અફકોર્સ આઇ નો . અનિંદ્રા.... શુ અનિંદ્રાની બીમારી હતી હર્ષદ મહેતાને...." પાટીલે પૂછ્યું

" નહીં ... ના...ના...નહિ તો ...." મયુરે અચકાતા અવાજે અને થોડા ગભરાયેલા અવાજે અટકતા અટકાતા કહ્યુ . જે પાટીલના ધ્યાનમાં તો ન આવ્યુ પણ કુમારની અનુભવી આંખોએ આ વાત પકડી લીધી .

" અચ્છા ... તમારા ફેમિલી ડોક્ટરનું નામ , અડ્રેસ અને નંબર મળી શકે...!?? બસ એક છેલ્લી પ્રોસેસ બાકી હતી . " પાટીલે એમના શરીરમાં મળેલી ઊંઘની દવા વિશે મયુરને કે એના ઘરમાં કોઈને જણાવ્યું નહીં . મયુરે પોતાના ફેમિલી ડૉક્ટર ' મિસ્ટર યશપાલ ભટ્ટી ' નો નંબર સરનામું વગેરે આપી દીધુ .

" ચલો અમે નીકળીએ છીએ ....જતા પહેલા મારે ક્રાઇમસીન જોવો છે ...બસ એમ જ એકવાર નિરીક્ષણ કરી લવ જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો....? " પાટીલે પૂછ્યું

" જી હા , તમે નિરીક્ષણ કરી શકો છો " મયુરે જવાબ આપ્યો

" પાટીલ તું ઉપર જતો આવ હું ત્યાં સુધી મયુર મહેતા સાથે થોડી વાત કરુ છુ " કુમારે કહયુ

" ઠીક છે "

એક તરફ પાટીલ હર્ષદ મહેતાના રૂમની તલાસી લેવા ગયો અને અહીંયા કુમારે જેના માટે અહીંયા આવ્યા હતા એ એસી સાથે કરાયેલી છેડછાડ અંગે જાણવા માટે પૂર્વભૂમિકા રૂપે વાત કરવાની શરૂવાત કરી.

" AC ની ઠંડક સારી છે કઇ કંપનીનું છે ...?? "

" ડાઈકિન ...."

" આમ સર્વિસી રેગ્યુલર કરવો છો કે જરૂર મુજબ ..? "

" અમે મારુતિ ઇલેક્ટ્રોનિકની સર્વિસી એજન્સીને ઓનલાઈન સર્વિસી માટે કહીએ અને આવીને ઢીક કરી જાય છે " મયુર ઉત્તર તો આપી રહ્યો હતો પણ આમ અચાનક AC ઉપર કુમારની વાતચીત કરવી થોડું અજીબ તો લાગ્યું જ

" AC પરથી એક વાત યાદ આવી , અમે પહેલી વખત અહીંયા આવ્યા ત્યારે તમારા ટેરેસ પર કોઈ માણસના ફૂટપ્રિન્ટ હતા . કદાચ એના આગળના એક-બે દિવસમાં સાયદ AC સર્વિસ કરવા આવ્યું હશે કોઈ ..."

" જી હા.... પપ્પા.... પપ્પા સ્વર્ગસ્થ થયા એના આગળના દિવસે જ ...." એટલું બોલતા મયુર મહેતાની આંખો ભરાઈ આવી અને આગળની વાત ગળામાં રહી ગઈ જે કુમાર સમજી ગયા

" સર , તમારી વાતચીત થઈ ગઈ હોય તો મારું કામ પણ પતી ગયું છે ..." પાટીલ સીડી ઉતરતા ઉતરતા બોલ્યો

" જી હા ..મારુ પણ કામ થઈ ગયુ ....મતલબ કે વાતચીત થઈ ગઈ " પોતે જાણી જોઈને કામ થઈ ગયું એવું બોલ્યા કે ભૂલથી એ ખબર નહીં પરંતુ મયુર મહેતાની રજા લઈને બંને બહાર નીકળતા નીકળતા કહ્યુ

" મયુર મહેતા ....કો-ઓપરેશન માટે ખૂબ ખૂબ આભાર . આશા રાખું છું કે હવે અમારે પૂછપરછ માટે તો તમારા ઘરે નહી જ આવું પડે "

" આ મારી ફરજ હતી . તમે અડધી રાતે પણ આવી શકો છો...જો આમ કરતા પિતાજીના કાતિલ પકડાતા હોય તો "

મખખનસિંહ બહાર જીપમાં જ રાહ જોઈ રહ્યા હતા . બંને સાહેબને આવતા જોઈ તેઓ નીચે ઉતર્યા અને આગળના આદેશની રાહ જોવા લાગ્યા . તરત જ કુમાર બોલ્યો

" મખખનસિંહ , તમે જીપ લઈને સ્ટેશન જાવ . અમે થોડું કામ પતાવીને આવીએ છીએ "

" જી સાબ જી " અને મખખનસિંહ પોલીસ સ્ટેશન જવા નીકળી પડ્યો અને બીજી તરફ કુમાર અને પાટિલ સેરખાનને લઈને બોમ્બે કાફે તરફ નીકળી પડ્યા .

આ બધી ઘટના દૂર ચાની લારી પર બેથોબેઠો એક માણસ ક્યારનોબજોઈ રહ્યો હતો જેને આંખો પર મોટા ચશ્માં અને માથા પર ટોપી પહેરી હતી . જેવો કુમાર અને પાટીલ ત્યાંથી નીકળ્યા તુરંત જ એ માણસે કોઈને ફોન કરીને કહ્યું

" યતો ધર્મહ "

" તતો જયહ .... હંમેશા ધર્મનો જ જય હો "

" ગુરુજી , બંને અહીંયાંથી નીકળી ગયા છે હવે શુ આજ્ઞા છે ? "

" કિપ આઈ ઓન બોથ "

" ઠીક છે ગુરુજી "

" આવાજ ઉત્સાહથી કાર્ય કરતો રહે વત્સ , તને તારા અન્યાયનો બદલો જરૂર મળશે . આ ઢોંગી અને જૂઠી દુનિયામાં હું તારો તારણહાર છુ , હું જ તારો પથદર્શક અને હુંજ તારો માર્ગદર્શક છું , હું જ રાજા અને હુંજ તારો સેનાપતિ છું . હું જ તને તારા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરીશ . તું મારો યોદ્ધા છે , મારી સેનાનો યોદ્ધા . " કળિયુગનો યોદ્ધા " છે તુ કળિયુગનો યોદ્ધા ...યતો ધર્મહ , "

" તતો જયહ ...તતો જયહ...તતો જયહ ..."

" હંમેશા ધર્મનો જ વિજય થાઓ " ફોન મુકાઈ ગયો હતો

( ક્રમશઃ )


શુ કુમાર અને પાટીલ હર્ષદ મહેતાના ઘરે તપાસ માટે ગયા એનો કોઈ ફાયદો થશે ?

કુમાર અને પાટીલ પર નજર રાખી રહેલો માણસ અને હોટલ માં કામ કરી રહેલો છોકરો એક જ હશે કે અલગ અલગ ?

ફરી એજ પ્રશ્ન કે પોતાને સેનાપતિ ઘણીને ઉકસાવી રહેલો માણસ કોણ છે ? તે જે કળિયુગના યોદ્ધાની વાત કરી રહ્યો છે એનો ઉદેશ્ય શુ છે ?

વાંચતા રહો " કળિયુગના યોદ્ધા "


રેટ કરો અને રિવ્યુ આપો

Rakesh

Rakesh 2 માસ પહેલા

girish ahir

girish ahir 6 માસ પહેલા

Kaumudini Makwana

Kaumudini Makwana 6 માસ પહેલા

Hema Patel

Hema Patel 6 માસ પહેલા

ashit mehta

ashit mehta 6 માસ પહેલા