Kaliyugna Yodhaa - 7 books and stories free download online pdf in Gujarati

કળિયુગના યોદ્ધા - 7

ફ્લેશબેક : પાછળના ભાગમાં આપણે જોયુ કે કુમાર અને પાટીલ હર્ષદ મહેતાના ઘરેથી કેન્ટીન જમવા માટે ગયા હતા ત્યાં એક છોકરો એમની વચ્ચે થયેલી વાતચીત કોઈ બુકાનીધારીને ફોન કરીને જણાવી રહ્યો હતો અને કૃષ્ણયુગના સમયથી થઈ રહેલા અન્યાયની વાત કરી છોકરાને અન્યાયનો બદલો જાતે લેવા માટે ઉકસાવી રહ્યો હતો . કોણ છે બુકાનીધારી ? અને શુ છે એનો ઉદેશ્ય ? જાણવા માટે વાંચતા રહો નવલકથા " કળિયુગના યોદ્ધા "

ભાગ ૭ શરૂ...


પાટીલ અને કુમાર જમીને પાછા પોલીસ સ્ટેશન આવ્યા . મુંબઇ સેન્ટ્રલ પોલીસ સ્ટેશનથી પણ જુના આ પોલીસ સ્ટેશનમાં આઝાદ પછી એક નાનકડી સ્વીચ પણ બદલી ન હોય એમ લાગતુ હતુ . ઠેર ઠેર સિમેન્ટની છત પરથી અંદરના સળિયા ડોકિયા કરી રહ્યા હતા , દીવાલો પર કયો કલર કરેલો છે ? એ કળવુ મુશ્કેલ હતુ , અંગ્રેજોના સમયનું જ રાચરચીલું અને તીવ્ર અવાજ કરતા પંખાઓ !

કૈક અજીબ જ વાતાવરણ હતુ એ પોલીસ સ્ટેશનનું . અરે , પોલીસ સ્ટેશન જે ઇમારતમાં બનાવવામાં આવ્યુ હતુ એજ ઇમારતના કેટલાક કમરાઓ આજ સુધી બંધ હતા , મોટા મોટા લોક ટીંગાતા એની અંદર શુ છે ? એ લોક કોને માર્યા છે ? કેટલા સમયથી માર્યા છે ? અરે આઝાદી પહેલા અંગ્રેજોએ લોક માર્યા હતા કે પછી આઝાદી પછી તે લોક મરાયા છે ? એ પણ કોઈ જાણતુ નહતુ. પૌરાણિક ઇમારતમાં બનાવવામાં આવેલુ પોલીસ સ્ટેશન દૂરથી એક મ્યુઝિયમ વધારે લાગતુ હતુ .

ઇન્સપેક્ટર કુમાર અને પાટીલ કુમારના કેબીનમાં આવીને હજી બેઠા જ હતા ત્યાં ટેબલના એક ખૂણા પર પડેલો અંગ્રેજોના જમાનાનો ટેલિફોન ગાજ્યો

" ટ્રીન ટ્રીન....ટ્રીન ટ્રીન ...' હજી કુમારને પાટીલ રૂમમાં આવીને બેઠા હોવાથી કોઈ વાત શરૂ કરી નહોતી , તેથી બીજી જ ક્ષણે ટેલિફોનનું રીસીવર ઉપડાઈ ગયું

" હેલો , ઇન્સપેક્ટર કુમાર સ્પીકિંગ ...."

" યસ , હું વિક્રમ બોલુ છુ ઇન્સ્પેક્ટર . એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત જાણવા મળી છે . હર્ષદ મહેતાનું મૃત્યુ ગૂંગળામણને લીધે થયેલું છે એ વાત પાક્કી છે , કારણ કે એમની શ્વાસનળી એકદમ ફુલાઈ ગયેલી છે અને એનો કાળો કલર પણ કહી રહ્યો છે કે મોતનું કારણ ગૂંગળામણ છે . પછી જ ...કદાચ પછી જ ..."

" પછી જ હત્યારાએ , અથવા તો હત્યારા ઓએ એમનું માથું અને ધડ અલગ કર્યું હશે એમ જ કહેવા માંગો છોને ડોક્ટર ..?? ' કુમારે વાક્ય પૂરુ કર્યું

" જી હા "

" પરંતુ એક વાત હુ હજી પણ સમજી શકતો નથી કે ઊંઘમાં ગૂંગળામણ થતા હર્ષદ મહેતા જાગ્યા કેમ નહીં હોય .... એવું શક્ય છે ..? "

" ના , શક્ય તો નથી પરંતુ રિપોર્ટમાં લખ્યુ છે એના મુજબ એમના લોહીમાં નશાયુક્ત ઊંઘની દવા મળી છે . તમારે એમના પરિવારને ઊંઘની દવા વિશે પૂછપરછ કરવી જોઇયે કે હર્ષદ મહેતા એવી કોઈ દવા લેતા હતા કે કેમ ? " વિક્રમે કહ્યુ

" હા , હમણાં જ તપાસ કરાવુ છુ ડોક્ટર સાહેબ અને બીજી કાંઈ ઇન્ફોર્મેશન ...??! '

" હા , જુનિયરે AC ની પાઇપ એવીડન્સ તરીકે લીધી હતી કે જેમાં ખૂબ થોડા પ્રમાણમાં મને કાર્બન મોનોકસાઈડ ગેસ એબસોર્બ થયેલો જોવા મળ્યો , તમને જાણીને નવાઈ લાગશે કે આવોજ ગેસ હર્ષદ મહેતાની શ્વાસનડી માંથી પણ મળ્યો છે ...!!! "

" મતલબ કે જેને AC સાથે છેડછાડ કરી છે એજ ખૂની છે , અથવા એના દ્વારા ખૂની સુધી પહોંચી શકાય એમ છે ...બરબરને ડોકટર ...?? "

" સોરી , એ ગોતવાનું કામ તમારું ...." વિક્રમના આ શબ્દો સાંભળી આટલા ગંભીર વાતાવરણ માં પણ સૌ હસવા લાગ્યા .

પ્રકરણ ૭


ડૉ. વિક્રમ અનુસાર હર્ષદ મહેતાનું મૃત્યુ ગૂંગડામણથી થયું હતું . પોસમોર્ટમ તપાસ કરતા જણાયુ કે આ ગેસ ઝેરી ગૂંગડામણ કરનારો ગેસ હોવો જોઈએ .

જુનિયરે ડોકટર અભિષેકે AC પાસેથી લીધેલા સેમ્પલ દ્વારા જાણકારી મળી કે આ ગેસ AC પાઇપ દ્વારા જ રૂમમાં દાખલ થયો છે અને હર્ષદ મહેતાના શ્વાસમાં જઈને ફેફસા સુધી પહોંચ્યો છે . ગૂંગડામણ થવા છતાં હર્ષદ મહેતા શરીરમાં રહેલી ઊંઘની દવાના લીધે ઊંઘતા રહ્યા અને એટલે જ ઊંઘમાં જ કદાચ મૃત્યુ પામ્યા . ઘેનમાં હતા એનો ફાયદો ઉઠાવી હત્યારો કે હત્યારાઓ એ હર્ષદ મહેતાનું માથુ ધડથી અલગ કરી દીધુ , કદાચ આ દરમિયાન એ ઊંઘની દવાના લોધે માત્ર ઘેનની અસર હેઠળ જીવતા પણ હોય ! ક્રૂરતાની આ ચરમસીમા હતી.

જો હત્યારાનો આશય માત્ર હત્યા કરવાનો જ હતો તો હત્યારો હર્ષદ મહેતાને કોઈ આશાન મોત આપી શક્યો હોત , કારણ કે ઘરમાં એમના રૂમમાં જઈને ધડ અને માથાને અલગ કરવામાં જેટલો સમય લાગે અને પકડાઈ જવાનું જોખમ રહે એના કરતાં ઝેર આપી મારવામાં ઓછુ જોખમ હતુ અને વધારાના સમયમાં હત્યા કરીને ક્યાંક રફુચક્કર થઈ જવુ વધુ આશાન અને જોખમ વગરનું હતું , છતાં હત્યારાએ આ જોખમ વહોરી લીધું હતું !

આનો મતલબ સાફ હતો હત્યારાનો કે હત્યારાઓનો આશય કૈક મોટો હતો . તેઓ આ ઘટનાથી હાહાકાર મચાવવા ઇચ્છતો હતો , એની અંદર કૈક ઝુનૂન હતુ , કૈક આગ હતી , કદાચ બદલો લેવાની તીવ્ર ભાવનાના લીધે સૌથી ક્રૂર રીત એને પસંદ કરી હોવી જોઇયે .

કદાચ આગળ કૈક એવું મોટુ થવાનું હતુ જેના લીધે ખળભળાટ મચી જવાનો હતો અને આ ઘટના એની આગોતરી ચેતવણી રૂપે હતી . જેમ યુદ્ધ પેલા ચેતવણી માટે બ્યુગલ કે શંખ વગાડાય છે એમ જ કદાચ આ પણ કોઈ ચેતવણી જ હતી .

હત્યારાની ક્રૂરતાની હદ તો ત્યારે થઈ જ્યારે હત્યારો હર્ષદ મહેતાનું માથું કાપીને સાથે લઈ ગયો ...!! ખરેખર હત્યારો કોઈ માનસિક રોગી તો નથીને...?? આ પ્રશ્ન થવો ખુબજ સ્વાભાવિક છે .

"પરંતુ ગૂંગળામણ થતા હર્ષદ મહેતાની ઊંઘ કેમ ન ઉડી...." ઇન્સ્પેક્ટર કુમારે પ્રશ્ન કર્યો

" એનો જવાબ પણ છે મારી પાસે , આ જુઓ .." પોસમોર્ટમ રિપોર્ટમાં એક જગ્યાએ આંગળી ચીંધતા વિક્રમે આગળ કહ્યું

" એમના લોહીમાં એક દવા ખૂબ વધારે માત્રામાં મળેલી છે જે અનિંદ્રાથી પીડાતા દર્દીઓને આપવામાં આવે છે "

" ઓહ માય ગોડ....!! આ વાતના બે જ મતલબ નીકળે છે , એકતો હર્ષદ મહેતા ખરેખર અનિંદ્રાથી પીડાતા હોવા જોઈએ અને રેગ્યુલર એ દવા લેતા હોવા જોઈએ અથવા ..અથવા તો કોઈએ જાણી જોઈને પ્લાન ઘડીને એમની યોજના પાર પાડવાના આશયથી આ દવા હર્ષદ મહેતાને આપી હોવી જોઈએ " ઇન્સ. કુમારે પોતાનો તર્ક રજૂ કરતા કહ્યું .

" હા , સાચી વાત છે કુમાર સાહેબ . પરંતુ જે પ્રમાણે હર્ષદ મહેતાની ઘાતકી , ક્રૂર અને નિર્મમતાપૂર્વક હત્યા થઈ છે એના પરથી કોઈ જાણીજોઈનેને કરેલી ચાલ હોવાની સંભાવના વધારે લાગે છે " પાટીલે પોતાના મનની વાત કરતા કહ્યું

" મને પણ .." કુમારે ટૂંકો જવાબ આપ્યો . થોડી ક્ષણો કૈક વિચારી કહ્યુ

" એક કામ કર પાટીલ , તુ હવાલદાર મખ્ખનસિંહને સાથે લઈને હર્ષદ મહેતાના ઘરે જા અને એમની હત્યા થઈ એના આગળના દિવસનું અને શક્ય હોય તો થોડા દિવસ અગાઉનો ઘટનાક્રમ જાણી આવ . એ ક્યાં જતા , કોને મળતા , કોની સાથે વધારે સમય વ્યતીત કરતા , એમના સ્વભાવમાં અચાનક કોઈ બદલાવ આવેલો કે..?? કોઈ વાતની મુંજવણ કે ધાક-ધમકી મળી હોય બધી જ નાનામાં નાની વાતની જાણકારી મેળવવાની કોશિશ કર . એમની હત્યા સાથે જોડાયેલી એકાદ કડી તો અવશ્ય મળશે જ એવું મારુ અનુમાન છે અને હા એમનું મેડિસિન બોક્સ મળેલુ નથી . જો કોઈ દવા રેગ્યુલર લેતા હતા તો મેડિસિન બોક્સ પણ ગોતીને લઇ આવજે " અને આંખથી કૈક ઈશારો કર્યો જેનો સીધો મતલબ હતો કે ' રેકોર્ડિંગ ' ચાલુ રાખીને પૂછપરછ કરવી . અને કુમાર અને પાટીલ સાથે વિક્રમના કેબીન માંથી નીકળી પડ્યા .

હજી દરવાજો માંડ વટાવ્યો હશે ત્યાં કૈક યાદ આવતા ઝડપથી પાટીલને લઈને કુમાર ફરી વિક્રમ પાસે આવ્યા અને અધિરાઈથી પૂછ્યું .

" કોઈ બીજા એવીડન્સ મળ્યા છે કે જેના પરથી ઊંઘની દવાના સેમ્પલે મળ્યા હોય ...? જેનાથી જાણી શકાય કે ઊંઘની ગોળી સીધી રીતે આપી હતી કે કોઈ અન્ય વસ્તુ સાથે જેમ કે ચા-કોફી-જ્યુસ..."

" કોફી મગ , પાણીની બોટલ બે માંથી એકપણ વસ્તુ ઉપર ઊંઘની દવા મળી નથી " વિક્રમે કહ્યુ અને કુમારની આશા પર પાણી ફરી વળ્યું

કુમારે વિચાર્યું હતું કે કૈક તો એવું મળશે જેના પરથી જાણી શકાશે કે ઊંઘની દવા હર્ષદ મહેતાના શરીરની અંદર કેવી રીતે ગઈ છે . પણ એવુ કશુ મળ્યુ નહી તેથી કુમાર અને પાટીલ ફરી બહાર જવા નીકળ્યા જ્યાં રસ્તામાં કુમારે પાટીલને કહ્યુ

" હર્ષદ મહેતાના પરિવારને મડ અને હર્ષદ મહેતાની કોઈ બીમારી વિશે , રેગ્યુલર ચાલતી દવાઓ વિશે પૂછપરછ કર. અને શક્ય હોય તો ફેમિલી ડોક્ટરનો નંબર પણ લઈ આવજે અને ફરી વાર ક્રાઈમસીન પર જઈને ઊંઘની દવા કેવી રીતે આપવામાં આવી..?! એ અંગે કાંઈ માહિતી મળે તો તપાસી લેજે કદાચ કોઈ વસ્તુ આપણાથી છૂટી ગઈ હોય ... "

" જી સર..." પાટીલ કોઈ વાર કુમારને હુકમ ચલાવતો જોઈને ' સર ' કહી ટોન્ટ મારતો . પાટીલ મખખનસિંહને લઈને મહેતાના ઘરે જાવા નીકળ્યો .

બીજી તરફ કુમાર બીજા કામમાં પરોવાયા . ઘટના સ્થળે મળેલા પુરાવા અને ત્યાં પાળેલા ફોટોગ્રાફ ફરીફરીને તપાસી રહ્યા હતા . માથા વગરની લાસ , લોહીથી ખરડાયેલ બેડ , દીવાલ પર લાલ અક્ષરોમાં સંસ્કૃતમાં લખેલા વાક્યો , અટપટા ચિત્રો , ફરીફરી તપાસ કરી રહ્યા હતા . કૈક હતુ જે હજી સમજાઈ રહ્યુ ન્હતુ . દીવાલ પર લાલ અક્ષરોમાં લખેલુ લખાણ શુ હતુ અને એનો મતલબ શુ હતો ? તે સમજાઈ રહ્યુ ન્હાતુ . કુમારને લાગતુ હતુ કે એ લખાણમાં જ કંઈક રહસ્ય સમાયેલુ છે એટલે જ તે વારંવાર તે ફોટોગ્રાફ જોઈ રહ્યા હતા પરંતુ કંઈ સમજાઈ રહ્યુ નહતુ .

કુમારને કોઈક એવા માણસની જરૂર હતી જે કુમારને દીવાલ પર લખેલા લખાણનો મતલબ સમજાવી શકે . પરંતુ હાલ એવો માણસ ક્યાં મળી શકે ? કુમાર આ વિચારવામાં વ્યસ્ત હતા .

( ક્રમશઃ )


હર્ષદ મહેતાને ઊંઘની દવા જાણી જોઈને આપવામાં આવેલી હશે ?

શુ હત્યામાં કોઈ નજીકનો વ્યક્તિ સંડોવાયેલો હશે ?

દીવાલ પર લાલ અક્ષરોમાં લખાયેલા વાક્યો અને ચિત્રોનો મતલબ શુ થતો હશે ?

શુ હત્યા સાથે લખાણનો કોઈ સંબંધ હશે ? જાણવા માટે વાંચતા રહો 'કળિયુગના યોદ્ધા '

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED