કોને ભૂલુંને કોને સમરુ રે - 155 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 155

સવારમા ફરી કુંવરજીબાપા પધાર્યા....

" આવો આવો.."જયાબાએ ઉમળકાથી સ્વાગત કર્યુ..

મારા કુંવરે મારી ઉંઘ હરામ કરી નાખી છે...એકબાજુ દિલીપ ગાંધી મને ફોન કરીને પુછ્યા કરે..છે,

"શું થયુ..?છોકરાને સુરભી ગમી...?આપણને તો છોકરોબહુ હસમુખ અને પાણીદાર લાગ્યો..જરાજવાબ તો લાવો..કાકા...કંઇ પુછવું હોય કંઇ કહેવુ હોય તો ભલેને બીજી મીટીંગ કરે ત્રીજી કરે અમારાતરફથી બધી છુટી છે..બોલો...છેને ભાગ્યશાળી મારો કુંવર..?આવા માગા માટે બધા મરતા હોય પણ દિલીપ હા કહે .. તો વાત કરુ છું.."

ચદ્રકાંત કામકાજ માટે નિકળવાની તૈયારીમાં હતા તેમણે બાપાની બધી વાત સાંભળી લીધી..

"બાપા આવતા રવિવારે સાંજે એમના ઘરે નહી બહાર લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં ગાર્ડન છે ત્યાંસાંજે વાગે મળીશ...એમના ઘરનો નંબર આપી રાખજો ભાઇને...કદાચ વહેલુ મોડુ થાયતો ફોન કરીદઇશ બરોબર...?હું ઇંગ્લીશ ટાઇમવાળો છું, એટલે ટાઇમ એટલે ટાઇમ..કહી રાખજો...મારે મોડુ થાયછે એટલે હું અત્યારે નિકળું છું "કહી કુંવરજીબાપાને ચરણ સ્પર્શ કરીને ચંદ્રકાંત સડસડાટ નિકળીગયા...

-------

રવિવારે સાંજે ચદ્રકાંત કાળુ પેન્ટ અને બનેવીએ આપેલું પીંક ફુલ સ્લીવનુ શર્ટ પહેરી પોણા વાગેલક્ષ્મીનારાયણ લેનના ખુણા ઉપરના મારુતી મંદિરના ઓટલે આવીને ગાર્ડન દેખાય તેમ બેસી ગયા..

માં દસે સુરભીનો નાનોભાઇ રાઉંડ મારી ગયો...ચારેબાજુ ડાફોરીયા મારી લીધા...પછી સાઇકલઉપર પાછો ઘર તરફ ચાલ્યો ગયો..બરાબર વાગે સુરભીને લઇને તેની મમ્મી આવી..અને ચારે તરફજોતા હતા ત્યાં ચંદ્રકાંત પ્રગટ થયા.."જૈશ્રી કૃષ્ણ ...કેમ છો..?સુરભીને ડર લાગે છે..?ચિંતા નકરતાઅડધા પોણા કલાકમા પાછી નીચે સુધી મુકીને જઇશ...બરાબર..?"

રમાબેન સ્તબ્ધ થઇ ગયા હતા...શું કહેવું તેના શબ્દો નહોતા મળતા..

"ના ના એવુ કંઇ નથી ..અમને જરાય ડર નથી હોં...આરામથી બેસજો હોટેલમા જવુ હોય તો જજો.સુરભી મેળે આવી જશે ,બાકી ખરેખરતો તમારે ઉપર સુધી મુકવા આવીને ચા નાસ્તો કરીને જવુંજોઇએ.."

રમાબેને બહુ હળવાશથી ચંદ્રકાંતને સમજાવી દીધુ કે આમ રસ્તા ઉપર મુકીને જવાય..

"જૈ શ્રી કૃષ્ણ "કહી બન્ને જોઇને હરખાતા નિકળી ગયા પછી સુરભી ફોર્મમાં આવી.."તમે એકતો મળવાઆવો એની ફડક હતી મમ્મીને .બાકી હતુ તે તમે મારી મમ્મીને દબડાવી દીધી..."બિચારી કંઇ બોલી શકી.." સુરભી હસતા હસતા હરીયાળા ધાસ ઉપર ચંદ્રકાંતની નજીક બેસી ગઇ...

"મને તો સુરભી એમ લાગ્યુ કે મમ્મી બહુ સરસ રીતે શિષ્ટાચાર મને શીખવી ગયા.."ચંદ્રકાંતે નજરમિલાવીને પહેલીવાર સુરભીને જોઇ..અને તેની આંખોમા પરેમની તરસ વાંચી..

"કેમ આમ મને જુઓ છો..?"સુરભી થોડી રોમેંટીક થઇ ગઇહતી ...

"તમને ગાવાનો શોખ ખરો...?"ચંદ્રકાંતે ઓચિંતો ધડાકો કર્યો..

"ભેશાસુર છે એટલે કાં બાથરુમ કાં એકલી એકલી રુમમા ગાંઉ"કહી ખીલખીલાટ હસી પડી..તેમાંફરીથી ખાંસી આવી અને હસતા હસતા લાલ થઇ ગઇ ...આંખમાથી પાણી બહાર આવી ગયા..

"તમને હસાવવામા બહુ જોખમ છે આના કરતા કરુણ વાતો કરવી પડશે...!!!સુરભી હવે થોડી ગંભીરવાતો કરવી છે તમને ફાવશે..?"

"બોલો બોલો તમે જે કહેવુ હોય તે કહો મને કંઇ નહી થાય ડોન્ટ વરી.."સુરભી ધ્યાનથી સાંભળવાતૈયાર થઇ..

"જુઓ કુંવરજીબાપાએ મારા કે અમારા માટે શું કહ્યુ છે બાજુ ઉપર મુકી દઇએ..એક જમાનાંમા અમેબહુ સુખી હતા અમારુ નામ અમરેલીમાં બહુ મોટુ કહેવાય પણ કેટલીક ભુલોને લીધે આખુ ખાનદાન આર્થિક રીતે લગભગ ખલાસ જેવું થઇ ગયુ ...હજી અમરેલીમા બંગલો છે પણ બાપુજીની ગંભીરબિમારીને લીધે સાવ નિવૃત થઇ ગયા છે...મોટોભાઇ બહુ મુશ્કીલથીઇંગ્લેંન્ડમા સ્થીર થવાની મહેનતકરે છે...હજી મારાથી નાની બહન છે જેને પણ પરણાવવાની છે તેનો આર્થીક બોજો નથી પણ હુદિવસરાત મહેનત કરુ છુ પણ બહુ મુશ્કીલથી બે છેડા ભેગા થાય છે..એટલે જો તમે આવીસાહેબીવાળી જીંદગી છોડી સંઘર્ષવાળી જીંદગી જીવવા તૈયાર થશો તો આપણે એક કદમ આગળચાલીશુ...બીજુ ખાસ કહેવાનુ કે હું બહુજ જીદ્દી અને સ્વમાની છુ સ્વભાવ પણ થોડો કડક છે... મારાભાઇ બહેનો મને દુર્વાસાનો અવતાર કહેછે પણ ખરેખર એવું નથી .પણ તમારા પપ્પાની કોઇ રીતની સહાય કે આર્થીક કે કોઇ અપેક્ષા નથી..એટલે ભુલથી પણ એવુ સમજશો..હું મારી રીતેજીવવાવાળો છું મને સાથ જોઇએ પણઆર્થિક સહાય બિલકુલ નહી... કે...?

બીજુ મેં કોઇનેય પ્રેમ કર્યો નથી એમ કહેવા કરતા પ્રેમ કરવાનો તો સમય છે તેવડ..

બસ...મારા તરફથી અટલું કહેવાનુ હતું..."

"ચંદ્રકાંત તમારા જેવા ખુદ્દાર યુવાનને હું સાચા દિલથી ચાહીશ અને સાથ આપીશ જો સબંધ આગળવધે તો..બરાબર..?"કહી પોતે ઉભી થઇ અને સુરભીએ અનાયાસે ચંદ્રકાંતનો ઉભા થવા હાથમાગ્યો..??!!