એ દિવસે સમય કાઢીને ચંદ્રકાંત શામશેઠ સ્ટ્રીટના નાકે ઉભા હતા..એમ એસ એમ રીફિલવાળાગુણવંતકાકા આવ્યા નહોતા...પણ તેની રાહ જોતા દિનુ ઉર્ફે દિનેશ મળી ગયો...
"તમે ..તું ક્યાંક આપણે બહુ સારી રીતે મળ્યા છીએ તું અમરેલીમાં મારી સાથે હતો..?"ચંદ્રકાંત
"મેં તમને જોયા ત્યારનો હું ઓળખી ગયેલો કે તમે ચંદ્રકાંત સંધવી જ છો .આપણે ફોરવર્ડમા સાથેહતા..તમે એ ક્લાસ ઘોડાદરાસાહેબ વાળા અમે બી મધુભાઇ ભટ્ટવાળા.. તમને યાદ હોયતો જાડીયોમણીયાર મારો ખાસ જીગરી હતો..!"
અરે હાં યાર હવે તમે તમે નહી કરતો તું કહે એટલે અમરેલી યાદ આવે.પણ મણીયાર તો આર્ટસકોલેજમાં ગયેલો ?તનેતો મેં પછી જોયો જ નહી...હું ત્યાંય જૈન બોર્ડીંગમા હતો નવલભાઇવાળી યાદઆવ્યુ ..?નવલભાઇનો પણ માનીતો હતો..પણ ઘરની સ્થિતિ સારી નહોતી એટલે મુંબઇ નોકરી સાથેભણવા આવી ગયો હતો..અહીયા પણ જૈન બોર્ડીંગમા રહીને નોકરી શોધતો હતો એમા આ રાજકોટનીકંપની જોષી ફાર્માલેબની મુંબઇની ઓફિસ માટે ક્લાર્ક કમ મેનેજર ની જરુર હતી ...પગાર પાંચ હજારઆપે એટલે ગામ બાપુજીને ત્રણ મોકલી દઉ ને બાકીનાં માંથી મારું રોડવી લેવાનુ ...ભાઇ.."
દિનેશની આંખો પહેલેથી થોડી નબળી હતી ...જાડા કાચનાં ચશ્મા હતા ..ઉંચાઇ પણ ચંદ્રકાંતજેટલી..રંગે ઘઉં વરણો શીળીના નાના ચાઠા વાળુ મોઢું ,ગામડીયાની જેમ હફડક ધફડક ચાલે પણસ્વભાવનો બહુ શાંત અને ધીમા અવાજે બોલવાવાળો...
"હવે આપણે અત્યારે ગુણુભાઇને મળીયે પછી ધનજી સ્ટ્રીટમા નાસ્તો કરવા જવું છે..."ચંદ્રકાંત
ગુણવંતભાઇ આવ્યા ત્યારે ચંદ્રકાંતની રિફિલો લઇને આવ્યા હતા બીજો માર્કેટનો માલ સાથેઉતાવળમાં હતા.."અરે દિનેશ લે તારી કંપનીનો ચેક .."
દિનેશે નાનકડી હેંડબેગ કાઢી બીલ સાથે રકમ ચેક કરી ચેક અંદર મુકીને કહ્યુ.."બીજો ચેક..?"
"અરે આપીશ બાપા .તમેતો ભારે ઉતાવળા..દિનેશભાઇ ,આવતા અઠવાડીયે મંગળવારે લઇઆવીશ..બસ..પછી મોઢાનો માવો સાઇડમાં કરી ગુણવંતભાઇ હસતા હસતા બોલ્યા ...આ તમારી જેરિફિલની શાહીની મોનોપોલી એટલે મોનોપોલી ને દાદાગીરીયે એવી હોં.."અમારી સાથે પછી હાથમેળવી નિકળતા હતા એટલે ચંદ્રકાંતે વધાઇ ખાધી .."બાપુ સિંહને માર્યો છે....કાલે કારખાને માહીમઆવીને વાત કરીશ..."
દિનેશ બાધાલાલની જેમ જોતો રહ્યો પણ એ ખરેખર બાધાલાલ નહોતો...
----
ધનજી સ્ટ્રીટની ખાઉગલ્લીમા ચુસ્ત જૈન દિનેશ સાથે ઢોંસો ખાવા રેંકડી પાછળના સ્ટુલ ઉપર બન્નેનેજમાવટ કરી એટલે ચંદ્રકાંતનો ચટપટીયો જીવ શાંત ન રહ્યો ..તેને ખબર પડી ગઇ હતી કેરીફીલનીદુનિયામાં આ દિનેશની કંપની રાજા છે .ધંધો આગળ વધારવો હોય તો દિનેશનીદોસ્તી ડગલેને પગલે કામ કરશે .શું હશે એવી એ અંકમાં કે જે લગભગ આથી દુનિયામાં રાજ કરે ?વિલ્સનજેવારિફિલનાં રાજા કે એમ એસ એમરિફિલ હોય કે ઉગુ ઉગુ થતીમહાત્રે પેનનીપાઇલોટરીફીલ હોય પણ ઇંકમાટેબધ્ધાને આ દિનેશનીકંપની જોષી ફાર્માલેબ રાજકોટવાળાનાં પગમાંઆળોટવું પડે ?!આ બોલપેન રિફિલની ઇંક એ સહુથી અઘરી ઇંક..પેઇન્ટની દુનિયામાં આવી કોઇ ઇંકકે રંગ નથી જે પાતળી ટ્યુબમા રહે ત્યારે છ મહીના સુધી ન સુકાય પણ જેવી કાગળ ઉપર લખો એટલેએકજ સેકંડમાં સુકાવી જોઇએ..ગમ્મે તેવી ઠંડીમાં થીજવી ન જોઇએ અને ગરમીમાં પતલી થઇનોઝલમાંથી લીક ન થવી જોઇએ એટલે એવી ભારે અટપટી અંકને ટ્રોપીકોલાઇઝ કહેવાય તે ઇંકમાજેસોલવંટ વપરાય તે ગ્લાઇકોલ બેઇઝ કહેવાય આવી બધી માહિતી ચંદ્રકાંતને આંગળની જીંદગીમાબહુ ખાખાખોળા કરી જાતને અવારનવાર દહાડીને માહિતી મળી હતી .રીફીલ ઇંક એટલે અઢી માઇલરાઇટીંગ ટેસ્ટીંગ મશીન ઉપર સતત ચાલવી જોઇએ એકધારુ લખાણ થવું જોઇએ..ઇંક એન્ડ પેઇન્ટટૈકનોલોજીમા સહુથી કોમ્લીકેટેડ ઇંક એટલે રીફીલ ઇંક....એ જમાનામા જર્મની પારકર વાળા ઇંકબનાવે બીજા આ ફાર્માલેબ વાળા...રાજકોટવાળા જોષી ગૃપનુ કઇરીતે ટાઇઅપ થયુ તે ધરાર દિનેશનામોઢેથી ન જ નીક્ળ્યુ...ગજબ મીંઢો નિકળ્યો...નાસ્તો કરતા વળીબીજુ જ કંઇક જાણવા મળ્યું .એ પણદાબતાં અવાજે એટલુ મોઢેથી નિકળ્યુ .."આ તમારા અબ્દુલ રહેમાનમાં બી જગજીવનદાસ નટરાજપેંસીલની ઉપર રામભાઇ દલાલની ઓફિસ છે આ વિલ્સનથી માંડીને એમ એસ એમ બધાને નોઝલનાસ્વીસબોલ ઇ રામભાઇ આપે એટલે મેં રામભાઇને પકડી લીધા છે....તમારે મને બોલ વેંચવા કોઇ મોટીપાર્ટી જોઇએતો નાનીમોટી પાર્ટી હું આપીશ એટલે હું યે બે પૈસા કમાઇશ..એટલે ચંદ્રકાંત રામભાઇનાંસેટીંગમાં હું ઓરીજનલ સ્વીસબોલ સાઇડમાં વેંચવાનો ધંધો કરુ છુ .બોલ,સ્વીઝરલેંડથી સ્મગલીંગમાંઆવે એટલે બધુ ચુપચાપ કરવાનુ...કહી આંખ દિનેશે મિચકારી...!!! ઢોંસા પુરા થઇ ગયા હતા …અડધી અડધી ચા પી ને બન્ને છુટ્ટા પડ્યા ત્યારે ચંદ્રકાંતનાં મગજમાં ઘંટડી વાગતીહતી….
"દિનેશ તું તો જબરો નિકળ્યો...જેટલો બહાર દેખાય છે એનાથી ડબ્બલ અંદર છે..."ચંદ્રકાંતે છેલ્લુરામબાણ છોડ્યુ