કોને ભૂલુંને કોને સમરુ રે - 147 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 147

જે લોકોને જીફ્લો રીફીલો પોસાય તમને માટે ચંદ્રકાંતની ઇઝી ફ્લો રીફીલો ચાલવાલાગી..અમરેલીના નટુભાઇ ઠક્કરનો પેન બોલપેન બજાર ઉપર જબરો કમાંડ હતો તેમણે પણ માલલઇશ એવુ આશ્વાસન આપ્યુ કારણકે વિલ્સન અને ઇકો રીફીલના મોટા ડીલરહતા..રીલાયેબલવાળા કચ્છી જયંતિભાઇએ પણ ચંદ્રકાંતને આવકાર્યો પણ મુખ્ય ધંધો મસ્જીદબંદરના હોલસેલવાળાઓએ આપવાનું શરુ કર્યુ હતુ.એટલે ચંદ્રકાંતનું ગાડુ ગબડવા માંડ્યુ હતુમસજીદ બંદરના હોલસેલવાળા વેપારીઓ સંઘવી રિફિલવાલેકહીબજારમાં આદર આપતાથઇ ગયા હતા .પણ પણ જો ભુચાલ આવે તો જીંદગીની શી મજા...?

"મુસીબત ઉઠાવી ફકત મૌજ ખાતર..." ગઝલ ચંદ્રકાંત ગણગણતા હતા.

દિવસે ન્યુઝ પેપરમાં બીજા પાના ઉપર એક ટેંડર નોટીસ ઉપર ચંદ્રકાંતની નજર ચોંટી ગઇ..

"હેં॥...?ઐસા કૈસે...?"ચંદ્રકાંત બબડ્યા... યે તો નહી ચલેગા ..

વાત એમ હતી કે બીઇએસ ટીની ટેંડર નોટીસ હતી સ્ટેશનરી વિભાગની...

"એક લાખ વિલ્સન રીફીલ જોઇએ છીએ..."

ટેંડર ભરવાની છેલ્લી તારિખ વિ.વિગતો લખી હતી .સીલબંધ કવર બેસ્ટ હાઉસમાં ટેંડર હાઉસમાડ્રોપ કરવાનું હતુ...

ચંદ્રકાંતે વિગતો નોંધ કરી ને પોતાનું લેટરહેડ ઉપર ટેંડર ભર્યુ સાથે એક લેટર અને ડીપોઝીટનોનોનરિફંડેબલ ચેક બિડ્યો...કવર સીલ કરી જાતે બેસ્ટ હાઉસ ગયા...ટેંડરબોક્સના ડબ્બાને તાળુ છેકે નહી..?બરોબર બંધ છે કે નહી તે ચેક કરતા હતા એટલે સીક્યોરીટી ગાર્ડ ધસી આવ્યો..

" ભાઉ ક્યા કરતા હૈ...?ટેડરબોક્સ તોડનેકા ઇરાદા હૈ..?"

"માફ કરના મેં ચેક કર રહાથા કી મેરા ટેંડર અંદરસે કોઇ નિકાલ તો નહી લેગા..? “એને બિચારાને ક્યાંખબર હતી કે કોની સાથે બાથ ભીડે છે .

"ઉસકા ચાબી સિર્ફ જનરલ મેનેજર સાહેબ મીં. બાંદ્રેકર સાહેબકે પાસ રહેતા હૈ..વો ખુદ ખોલેગે ફિરસબ ટેંડર ભરનેવાલો કે સામને ખોલેંગે..સમજે બાબુ ઇધર હેરાફેરી ધાંધલી નહી ચલતી..યે બેસ્ટકંપની હૈલમાલુમ હૈ ? ક્યા બાત કરતે હો?.."

"અચ્છા અચ્છા...ફિરતો કોઇ બાત નહી.."ચંદ્રકાંત શાંતિથી બેસ્ટ હાઉસથી નિકળી કોલાબા ડેપોથીક્રાફટ માર્કેટની ટીકીટ કઢાવી ડબલ ડેકર બસમા અપર ડેક ઉપર બેસી ગીત ગણગણતા હતા.."આજહૈ પ્યારકા ફૈસલાઓ સનમ આજ મેરા મુક્કદર બદલ જાયેગા..." ચંદ્રકાંતને લડાઇ જોરદાર થવાનીતેનો અંદેશો આવી ગયો હતો . એક બાજુ તેમનાં સગા સંઘવીકુટુબના ભારતના સૌથી મોટાસ્ટેશનરી બજારના રાજા વિલ્સન અને તેની સામે પગના નખની ધૂળ જેવા ચંદ્રકાંત હતા પણ ,ચંદ્રકાંતેમોકે કાકાને આંખમાં ફાંસ મારી હતી .

------

દસ દિવસ પછી ચંદ્રકાંત અબ્દુલ રહેમાન માર્કેટમાં બપોરે ચક્કર કાપતા કાપતા ઓફિસેપહોંચ્યા..રમેશ હાંફળો ફાફળો બેઠો હતો...એક સફેદ યુનિફોર્મ પહેરેલો સીક્યોરીટી ગાર્ડ બહારચંદ્રકાંતની રાહ જોતો ઉભો હતો...

"યે ..યે સંધવી સાબ હૈ.."રમેશે ઝડપથી આંગળી ચીંધી...સીક્યોરીટી સીપાહીએ ચંદ્રકાંતને પગથીમાથા સુધી નિરખીને સહેજ ઉંચા અવાજે કહ્યુ.."ચલો...બીઇએસ ટીકે જનરલ મેનેજરને સાહેબનેઅભીકે અભી આપકો બુલાયા હૈ.." એનો કરડાકી ભર્યો

અવાજ સાંભળી પહેલીવાર ચંદ્રકાંતે સીપાહીને કરડાકીથી પુછ્યુ..."તેરે સબકા નોકર હું ..?તેરે સાબનેતુમકો તમીઝ ભી નહી સીખાયા...?ચલ હટ ,તેરે સાબ કો બોલનાકી મેરી જરુરત હો તો ઇધર મેરે પાસઆનેકા..કુમકો નહી ભેજનેકા સમજા ક્યા..?ઔર તેરે જૈસે ફાલતુકે સાથમે મૈં બાત નહી કરતા..ચલભાગજા.."

પરસેવે રેબઝેબ સીપાહી સાવ ઠંડો પડી ગયો..."સાબ મેરા ગલતી હો ગયા..મુઝે માફ કરદો સાબ.."

"કલ બારા બજે કે બાદ મૈં મેરી યે ઓફિસમે યહાં આઉંગા. તેરે સાબકો મિલના હો તો જાવે નહીતોઉસકાભી વન ટુ કા ફોર કર દુંગા..ક્યા સમજતા હૈ ...?વેપારી ધંધેવાલે તુમ્હારે કંપનીને નોકર હૈ ?

------

બીજે દિવસે બાર વાગે સીનીયર ઓફિસરોનુ ધાડુ પચાસ છપ્પનના દાદરા પાંસે મહામહિમ ચંદ્રકાંતનીરાહ જોતુ ઉભુ હતુ...દુરથી ગઇકાલવાળા સીપાહીએ ઇોશારો કર્યો કે ચંદ્રકાંત સંધવી છેજેણે મારી પેંટ ઢીલી કરી નાંખી હતી સાબ.

"સર ચંદ્રકાંત સર સંધવી સાબ મે પરુલેકર બીઇએસ ટી કા પરચેઝ મેનેજર હું યે સ્ટોર મેનેજર સાવંતહૈ સર...પ્લીઝ એક રીકવેસ્ટ કરતે હર સર ,આપકો ગાડીમે હમ પુરા રીસ્પેક્ટ સે લેકે જાયેંગે ઔરગાડી મેં વાપીસ છોડ દેગે ..મગર બહોત બડા લફડા હુઆ હૈ...સર તો હમારે જી એમ (જનરલમેનેજર)મીં બાંદ્રેકરસાબઆપકો મિલના ચાહતે હૈ સર...પ્લીઝ..હમારે યે સિપાહી કો માફ કરદો.." બધા ઓફિસરો પરસેવે રેબઝેબ .

દાદરા નજીકની રુમવાળા સોહનમલજી પોતાની રૂમમાંથી દરવાજે આવીને તમાશો ચિંતાથી જોતાહતા...

"આપ લોગ દસ મીનીટ રુકો મૈં ફ્રેશ હો કે આતા હું..."ચંદ્રકાત મુછમા હસતા સોહનજીનાં કાનમાબોલ્યા..."અબ આયા ઉંટ પહાડ કે નીચે.."સોહનજી કંઇ સમજ્યા નહોતા પણ વેપારી માણસ એટલેએટલુ સમજી ગયા કે યે સંઘવીને બડા જોલ મારા હૈ ઐસા લગતા હૈ નહીતો યે સબ ચુહા બનકરઉસકો સાબ સાબ કરતે લટર પટર થોડા હોવે ?

રેટ કરો અને રિવ્યુ આપો

સહુથી પહેલા રિવ્યુ લખો!

શેયર કરો