કોને ભૂલુંને કોને સમરુ રે - 134 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 134

" એકાંઉન્ટ તો ખોલાવશો પછી ધંધો કરવા પૈસા પણ જોઇશે ને..?"પ્રવિણના ઢોસાએ કામ શરુકર્યુ...

"હા યાર.પૈસાની તાણ તો રહેજ છે..."ચંદ્રકાંત

"તો બે હજારની ઓવરડ્રાફટથી શરુઆત કરવાની..ઉપરથી ફર્મ લઇ લ્યો.."પ્રવિણે બેંકની બારી ખોલીઆપી..."એક ગેરંટર જોઇશે એટલે એનુ ખાતુ સાથે ખોલાવી નાખો..પછી એનામાં તમે ને તમારામાં ગેરંટર બને એવો જોલ કરવાનો...પણ ભાઇસાબ અમે નાના માણસ છીએ હું બોરીવલીની ચાલમાંડબલરુમમા રહુ છુંને જેંતી જોખમ કાંદીવલી ખજુરીયામાં રહે મોટા કુટુંબમા એક કમાનાર છેએટલે અમને તમારા મામાની ઝપટમાં નાખતા.."

કોફી અને ઢોસાએ કમાલ દેખાડી..

"હાલો ઉપર અત્યારે ફોર્મ લઇ લઉં.."ચંદ્રકાંત

------

આજના કપોળ બિલ્ડરમા નામી થયેલો મારો સીએ દોસ્ત રમેશનો ચદ્રકાંત પહેલો કેસ..મોતીના દાણાજેવા અક્ષરે લેજર ખાતાવહી,પરચેઝ અને સેલ્સના ચોપડા તેણે રાતે કપોળ બોર્ડિંગના પલંગ ઉપરબેસીને બનાવ્યા .કાપડના બિલો ફાઇલ સરસ રીતે થયા ...ફાઇનલ એકાંઉન્ટ લખાયા..." બસહવે પુરુથયુ સમજ્યો ચંદ્રકાંત લોકો વધારે પૈસા પડાવવા જાતજાતનાં વાંધા કાઢે એટલે બરાબર ચેકકરીલીધુ છે આમ પણ તું ક્યા કંઇ દેવાનો છે ..? રમવા મારા દેવાના આશિર્વાદ પણ ઓછા નથીસમજ્યો ? બાકી તને લાગતું હશે કે તને ચંદ્રકાંત બાવાજીનો ઘંટો આપશે તો એવું નથી કાલે તું મોટીમોટી કંપનીઓમાં જે કામ લાખો કરોડોમાં કરવાનો છે તેની નેટ પ્રેક્ટીસ મારા કાથી થવાની .. હસીમજાકનો દોર ચાલતો રહ્યો .

.” જો કાલે બધુ લઇને આપણે સેલ્સટેક્સ ઓફિસમા મઝગાંવ જવાનુ છે ત્યાં એકેએક ભુખડનેપૈહા આપવા પડશે એટલે દસ વીસ પચાસ અને સોની એમ બે ત્પાંચ નોટ તૈયાર રાખજે..."આજ સુધીપાનનો શોખીન રમેશના મોઢામાંથી લાલ લાળનાં રેલા દિવસે પણ રાતના ચાલતા હતા..અને હજુઆજે પણ ચાલે છે .

"રમલા ડરે છે શું તારે તો આખી જીંદગી પણ કરવાનુ છે એક હાથથી લો એક હાથથી દો.." ચંદ્રકાંતને હિંમ્મત બંધાવી

હાલા મારે ટો અંદર કેબીનમા બેસવાનું છે તારે તો બહાર બેઠા તાલ જોવાનો છે એટલે જરા અપસેટથવાય બાકી કોમર્શીયલ જીંદગીની શરુઆતતો આમ થવાની બરોબરને ?

------

બપોરના બળબળતા તાપમા ચંદ્રકાંત ચોપડાના થેલા ઉપાડી ડોક્યાર્ડ રોડ ઉપર રાહ જોઇ રહ્યા છેરમલો કોઇ દિવસ ટાઇમે આવે નહી એવો લહેરી લાલો આજ પણ છે..હવાલદાર થેલા સામે બારીકનજર કરતા બે વાર ચક્કર મારી ગયા...ચંદ્રકાંત હસતા મોઢે તેમની સામે જોતા રહ્યા.

" સંઘવી... સંઘવી..પછી મોઢામા બે આંગળી ભરાવી રમલાએ સીટી મારી એટલે હવાલદારચોક્યાં...એક હવાલદાર ચંદ્રકાંતની પાંસે આવ્યો..."ક્યા હે ભાઉ...?"

મુબઇમા હવાલદારને બધા મામા કહે (ગુજરાતમાં પહેલા ઠોલા કહેતા )"અરે મામા ધંધાદારી માણુસઆહે જરા બગા થેલીમધી ચોપડા હૈ..સેલટેક્સ ઓફિસ જાતે.."

"ચોપડા મંજે કાઇ...?બગુ.."કહી હવાલદારે થેલામાં હાથ નાખ્યો...ચેક કરી બોલ્યો..પણ ચોપડાકુઠે..?"

"એરે મામા હી લાંબી બુક હૈ તેને અમે ગુજરાતી ચોપડા કહીયે..."

"વહી વહી મરાઠી મોંઘી સાગતેં શીખા જરા મરાઠી મુબઇલા ગુજરાતી ચોપડા નાઇ ચાલતે ચલા ચલાજાવા પણ એક કહે પેલો ગોરીયો તને સીટી કેમ મારી..?

"મને મોઢામા આંગળા નાખી સીટી મારતા હજી નથી આવડતુ પણ એણે બે વાર મને બોલાવ્યો પછીધાંધલ ગોંધળમા સીટી મારી..કાઇ ભાવ.. તુમી પણ ..”

માંડ હવાલદારની પક્કડથી છુટ્યા ...સેલ્સટેક્સ ઓફિસમાં જઇ રમેશે એક ખુણામાં ચંદ્રકાંતનેબેસાડી બધા ફોર્મ ભર્યા...બે વાર ચેક કર્યા ,ચંદ્રકાંતની સહી કરાવી ફોટા ચીપકાવ્યા ટોકન નંબરલીધો...ચંદ્રકાત સાથે નવમે માળ પહોંચ્યા ત્યારે લંચટાઇમને વીસ મીનીટની વાર હતી...માર્યા ઠાર હાલા લાંચ ટાઇમ ઠઇ ગયો ટો બે કલાકે આવહે .. રમલો સુરતીમા શરુથવાની તૈયારીમાં હતો .

કેબીન નબર સાત ઉપર બોર્ડ લાગેલુ હતુ .શિવાજીરાવ કદમ...સેલ્સટેક્સ કમીશનર..

રમેશે ભગવાનને હાથ જોડી અંદર ગયો...ચંદ્રકાંતે પણ રમલા માટે ભગવાનને પ્રાર્થના કરીક્યાંઆઝાદીની લડાઇ વાળા કુટુંબના ફરજંદને બધુ ખોટુકરીને સેલ્સટેક્ય નંબરલેવાનો હતો પણમનની અંદર ચચરતુ હતું પણ નાઇલાજ હતા .

જમાનામાં સાલ્સટેક્સ ઓફિસ હોય કે કોઇ પણ ગવર્મેન્ટ ઓફિસ હોયકેબીનો કબાટનીઆડશથી બનતી હતી તેમાં ક્યારેક બે કબાટ ઝીણી પોલમાંથી વચ્ચે ઝાખી શકો તેવી જગ્યારહેતી.. બહાર બાંકડા ઉપર ચંદ્રકાંત પાંસેથી ચોપડા લઇ રમેશ પાછો અંદર ગયો ..બહાર પટ્ટાવાળોસાવ નિસ્પૃહભાવે બે પગને નર્તન કપાવતો માવાનાં રસામાં તરબતર હતોબાજ નજરે ચંદ્રકાંતનેજોતો રહ્યો...

રમલાએ બહાર આવી ચંદ્રકાંતને ઇશારો કર્યો...બસો.. ત્યારે પહેલી વાર પટ્ટાવાળાનુ મોં હસુહસુ થયુપણ માવો નિકળીન જાય એટલે સુડુડુ કરી ઉપર જોઇ લીધું

ચંદ્રકાંતે બસોની નોટ ચોપડામા ઉંધા ફરીને ચુપચાપ દબાવી અને ચંદ્રકાંત સાથે રમેશ અંદર કૈબીનમાંગયો ત્યારે રમલાનો રુમાલ પરસેવે રેબઝેબ..સાહેબ ચોપડા જોતા હોવાનો ઢોંગ કરી લાલ પેનથીલીંટા કરેકટ કરતા ગયા અને ઇશારો કર્યો..પૈસા ક્યાં ?..

"અંદર જરા દબ ગયા સર..દેખો સર..અંદર હૈ.." રમલાએ ધીરેથી ચારેબાજુ જોઇને કહ્યું .સાહેબેબધીબાજુ નજર કરતા ચોપડામાંથી બસો સરકાવી ટેબલના ડ્રોઅરમાં મુક્યા..

પીયુનને ઘંટડી મારી "સબ બરાબર હૈ સખારામ સ્ટેંપ મારુન શીંદે બાઇલા સર્ટીફિકેટ બનવાયચાસાંગ..."

રમલો અને ચંદ્રકાંત હાશકારો કરતા કેબિન બહાર નિકળી સીધ્ધા પાણીના પ્યાઉં ઉપર ગયા...રમલોત્રણ ગ્લાસ પાણી પી ગયો...પછી ત્રણ ચાર સુરતી (મુળ નવાપુરનો )ચોપડાવી પછી હસ્યો...'

"કેમ..રમલા શું થયુ...?"ચંદ્રકાંતે પુછ્યુ

"હવે જીગર ખુલી ગઇ એની માને હાલા..." રમલો પટ્ટમાં બોલ્યો .

રેટ કરો અને રિવ્યુ આપો

r patel

r patel 10 માસ પહેલા

શેયર કરો