"ભાઇ રમેશ..(હાલ પણ મારો પ્રેમ મિત્ર છે એટલે નામ બદલ્યુ છે)હવે નવુ લફડુ આવ્યુ છે..."
"જો મારી સી એ ની એક્ઝામ પુરી થઇ ગઇ છે...એટલે નવરો જ છું...બોલ.."
"કંપની સપ્લાયમાં સ્ટેશનરી અને આપણી ફાઇલો સેલ કરવા સેલ્સેક્સ નંબરવાળુ પાક્કુ બિલકંપનીવાળા માગે છે...!!!"
"જો ખોટુ કરવાની શરુઆતતો કરવી પડશે...સમજ્યો તું ચંદ્રકાંત ?તારા યોસ કોર્પોરેશનના નામે વીસહજારના ખરીદીના બિલ નહિતર પચાસ હજારના સેલના બિલ સેલટેક્સ વાળો કાકો માગશેસમજ્યો...?એ બધા બિલ સેલ્સટેક્સ નંબરવાળા જ જોઇશે..તૈયારી કર કપડાનાં બિલ અત્યારેમાર્કેટમાં બહુ ચાલે છે પકડ કોઇકને .."
"જી મહારાજ.."ચંદ્રકાંતે જવાબ આપ્યો …આ રમેશ કપોળ બોર્ડિંગમાં બાજુની રૂમમાં તેનો રહેતો હતોત્યારથી ઘટનાઓની રીલ મનમાં ચડી ગઇ …પંદર દિવસે માંડ ધોવાનો પહોળો પહોળો લેંઘો ચાર પાંચકાણા વાળુ બાંય વગરનુ સેન્ડો ગંજી,ગલોફામાં પાન ,ગોરો ચીકનો પણ તેનું નાક ચહેરો ચંદ્રકાંતને છછુંદર જેવો લાગતો …ચેકનો ગજબ શોખીન રોજ તેનો પ્ર્ટનર અશોક કાણકીયાસાથે તન્મય થઇનેરમતો હોય ત્યારે એકાદ બે બાજી ચંદ્રકાંત પણ તેની સાથે રમતા હતા.એ જીગરી રમેશનું એકાઉંન્ટંટતરીકેનું કામ પણ તેણેજ કર્યું હતું જે આજે કરોડપતિબિલ્ડર પણ છે અને અબજો રુપીયાનુ કામકાજવાળા સ્ટીલનાં કારખાનાવાળા લિમિટેડ કંપનીનો સી એ છે
સુતારચાલમાં રમેશને ત્યાં બીજે માળેથી ચંદ્રકાંતને બીજામાળના નાનકડા માળીયામાં શીફ્ટ કરવામાઆવેલા..એ માળીયામા જેતપુરના જગદીશભાઇરાજાણી ને એક મેજ મળેલુ ...ચદ્રકાંતને નાનકડુ ટેબલઅને સ્ટુલ મળેલાં..જગદીશભાઇ મુળજીજેઠા માર્કેટમા દલાલી કરે ...ફેંટ રેગની દલાલીમાં તેમનો સારોહાથ બેસી ગયેલો..
"જગદિશભાઇ જય જગદિશ હરે... મદદ કરો..પ્રભુ.."ચંદ્રકાંતે અરજ કરી.."સેલટેક્સવાળા કપડાનાંવીસ હજારના બીલ જોઇએ છીએ.."
"હમમ સમજ્યો તારે સેલટેક્સ નંબર લેવા માટે ટેક્સફ્રી પાકા બિલ જોઇએ છીએ એમ જ ને..?"
"હા પ્રભુ.." ચંદ્રકાંતે સાંજે રમેશની ઓફિસમાં માળિયાની ખોલકીમાં વાત કરી.
“તારી કંપનીનુ એકાઉન્ટ પહેલા ખોલાવ પછી તને બિલ આપીશ પણ તારે પાંચ પાંચ હજારના બિલસામે ચેક આપી રોકડા લેવાના સમજ્યો...?બીજે દિવસે સવારે ખાતામાં એ પૈસા ભરી દેવાના ..દરેકબિલનાં વેપારી બસો રુપીયા લેશે સમજ્યો..?" જગદિશભાઇએ આખી વાત ટૂંકમાં સમજાવી દીધી .
“ચાલો,હવે તોકપોળ બેંકકી જય હો જ કરવી પડશે “ચંદ્રકાંત મનમાં બબડ્યા...બીજે દિવસે કપોળબેંક વસંતવાડી ચંદ્રકાંત પહોચ્યા..અને કરંટ એકાઉન્ટનુ ફોર્મ માગ્યુ એટલે કાંઉટર પાછળથી એક"સજ્જન"ઉભા થયા..."શું નામ કંપનીનુ..?
લેટરહેડ વિઝીટીંગ કાર્ડ લાવ્યા...?સેલટેક્સ નંબર છે..?"
પ્રવિણભાઇ(નામ બદલ્યુ છે) અટલા સવાલ કરીને કાંઉટર છોડી બહાર આવ્યા..ચંદ્રકાંતનો ખભોદબાવ્યો...ચંદ્રકાંત માથાનાં વાળથી નખ સુધી એ એકવડીયા પ્રવિણને જોઇ રહ્યા અને દાનત સમજીગયા..એટલે શાંતિથી પ્રવિણનો એક્સરે કાઢ્યો..ચંદ્રકાંત જેવી પાતળી મુછ ગોરો ચીકનો ચહેરોમોઢામાં પાન દબાવેલુ હતું વાઇટ શર્ટ ઇન કરેલું ઇસ્ત્રી ટાઇટ પેન્સમાં ચંદ્રકાંતથીચાર ઇંચ ઉંચાબહુવાતમાં પ્રવિણ હશે તે સમજાઇ ગયું .
પાતળો એકવડીયો બાંધો નાનકડી કપોળને શોભે તેવી દેખાવની પાતળી મુછ..તેલ નાખીને ઓળેલુચપ્પ્પટ વાળથી સોહતુ માથુ , સહેજ મોઢુ જેનેસૌરાષ્ટ્રમાં છ માં પાંચ એ જમાનાં કહેતા તેવું ,વાંકુરાખવાની ટેવ..
"હા ભાઇ હવે બાવા બન્યા હૈ તો હીંદીતો બોલના પડેગા ના..?હવે ધંધો કરવો છે તો આપણા કપોળ,કપોળનો બીજો કોણ હાથ પકડે..?આપડે થોડા કચ્છી છીંએ કે પોતાના વાણોતરને પૈસા આપી ઉધારમાલ આપી બેઠો કરે..હેં..?આતો ઠીક છે કે અમરેલીના ખુશાલદાસ કુરજી પારેખે અમારા જેવા નાનામાણસને ટેકો આપવા આ બેંક ખોલી...ભલું થજો ખુશાલબાપાનું …અને અત્યારે તો મારા મામાનટવરલાલ શામળદાસ વોરા મેનેજીંગ ડાયરેક્ટર છે બાકી તો..."
ચંદ્રકાંતે સાનમા આંખમા આંખ પરોવીને સમજાવી દીધુ...પ્રવિણ પીચકુ થઇ ગયો..
"અરે ચંદ્રકાંતભાઇ તમારે ખાલી અવાજ કરવાનો...એ જયંતિ..કાણકીયા,સાહેબને ફોર્મ આપો.."
"જયંતિ પણ ચોરમા મોર હતો એટલે સાનમાં સમજી ગયો..."આવ ભાઇ આવ..અંદર આવ.." જયંતિબેઠીદડીનો ભરેલા શરીરનો સહેજ શ્યામ હાથ ઉંચો કરી સામેની ખુરસી ઉપર ચંદ્રકાંતને બેસાડ્યો .. સખારામ પીયુન પાણી આપી ગયો .
"અંદરતો આવી જ ગયો છુ...બકરી ડબ્બામાં છે પુછડી બહાર છે.."ચંદ્રકાંતે જોક માર્યો પણ એ બેશુરવીરોને પરસેવો લુછવામાંથી ફુરસત મળે તો હસે ને..?બાજુમાં એક કપોળ બહેન હંસા સહેજમરકીને તમાશો જોતી મોઢુ નીચુ કરીને કામ કરવાનો ડહોળ કરતી રહી..
"એક સો રુપીયા રોકડા આપો એટલે એકાંઉટ ખોલી નાખુ પછીસેલટેક્સ નંબર આપી જજો.."
ચંદ્રકાંતે સોની નોટ પકડાવી..
વસંતવાડીના ગેટ પાંસે જ રબ્બર સ્ટેંપવાળાને સ્ટેંપ બનાવવા ઓડર આપ્યો...ત્યાં ચંગુ મંગુની જોડીનીચે આવીને ઉભી રહી...પ્રવિણ મહા ચાલુ ચીજ અને સહારે સહારે કુદકડુ જેંતી..જોખમ પણ પ્રગટથયા અને ફરીથી ચંદ્રકાંતનો ખભો દબાવ્યો...
"હમમમમ"ચંદ્રકાંત.
"એક એક ઢોસાની ને અડધી અડધી ફિલ્ટર કોફીની પાર્ટી તો આપવી જ પડે બાપુ હવે તો તમે દોસ્તબની ગયા .એ પ્રવિણ અમદાવાદની એક બેંકની મુંબઇ શાખામાં છેલ્લે મેનેજર બની બેંકનું કલ્યાણકરીને લખપતિ થયા પછી સમાજનાં ફંકશનોમા જાતે હાર પહેરવા હાજર થઇ જતા ચંદ્રકાંત જોઇનેમૂછમાં મરકતા હતા.કાણકીયા પણ મલાઈ ઇસ્ટની કોઇ બેંકમા મેનેજર થઇ ગયા હતા એ વાત યાદઆવી ગઇ.