કોને ભૂલુંને કોને સમરુ રે - 130 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 130

"સંઘવી તમારા માટે કોઇ મોટા સાહેબ મળવા આવ્યા છે તમે જલ્દી આવો"રમેશ ઝવેરીનો ફોનઆવ્યો.

ચંદ્રકાંત અબ્દુલ રહેમાન સ્ટ્રીટમાં હતાં એટલે કહ્યુ "પાંચ મીનીટમાં પહોચુ છું."

ઝડપથી દાદરા કુદતા સુતાર ચાલમાં ઝવેરી ભુવન ૫૦/૫૬,ના ખખડધજ મકાનનાં બીજે માળે પહોંચ્યાત્યારે સુટબુટ પહેરેલા ગોરા ચટ્ટા એક ભાઇ રમેશની ખખડધજ ઓફિસમા ચંદ્રકાંતની રાહ જોતા બેઠાહતા...

જુઓ સંધવી મોટા સાહેબ છે તમારી પુછપરછ કરતા હતા કે સંધવી કોણ છે ? ક્યાં રહે છે ? “મનેજરા સમજાયુ નહી એટલે તમને ફોન કર્યોલ્યોવાત કરો

"હાઇ આઇ એમ ચંદ્રકાંત સંઘવી.." ચંદ્રકાંતે હાથ મીલાવી હાય કર્યું .એક મીનીટ ઉપરથી નીચેચંદ્રકાંત ઉપર વેધક નજર નાખી અને બ્રાઉન સુટના કોટના ઉપરના ખીસ્સામાંથી એક કાર્ડકાઢ્યુ..."કોન્ટેસા કોર્પોરેશન દાઉદ મંઝીલ કલાબા કોઝવે..આનંદ મીરચંદાની.."ચંદ્રકાંત એકજમીનીટમાં પામી ગયા કે અબ દુશ્મન સીધા અપને ઘોસલે પર આયા હૈજે માણસ આવી સુંદરફાઇલમેં શોધ કરી શકે તે ચંદ્રકાંત માટે ગુરુ હતા

મી મીરચંદાની આપ ખરેખર અભિનંદનને પાત્ર છોઆપની કોંટેસા ફાઇલીંગ સીસ્ટમ અદ્ભૂત છેગોદરેજ કે મેથોડેક્સ તેનીસામે પાણીભરેવેરી નાઇસ..હું તમને અભિનંદન આપું છુચંદ્રકાંતે જાળબિછાવી દીધી .મીરચંદાની જમાનાનો ખાધેલ હતો એને ચંદ્રકાંતની બધી વાતની કોઇ અસર થઇઉલ્કાનો સહેજ ટોન ઉંચો કરી બોલ્યોકેન વી ટોક ઇન પ્રાયવસી...?”

"લુક મી. મીરચંદાની ધીસ ઇઝ અવર કો ઓફિસ આઇ એમ એલાઉડ ટુ સીટ ઓન એની ટેબલ એન્ડવી કેન ટોક...રાઇટ?"

"ડુ યુ નો હુ આઇ એમ...?"

"ઇફ ધીસ ઇઝ યોર કાર્ડ યુ આર ફ્રોમ વન ઓફ ધી બીગેસ્ટ ઓફિસ સીસ્ટમ ડેવલપર આફટરગોદરેજ એન્ડ મેથોડેક્સ..."

મીરચંદાનીનો મોઢાનો રંગ ફરી ગયો..."હાઉ કેન યુ ડેર ટુ કોપી માઇ સીસ્ટમ..હમ..?આઇ એમ વેરીપાવરફુલ પરસન.." સીધી ધમકી આપીહું તમને ક્રીમીનલ ઓફેંન્સમાં લોકઅપમાં નંખાવી શંકુ તેનુંભાન છે ?”

"આપ શા માટે મને શોધતા આવી નાનકડી ઓફિસમા પધાર્યા છો તે સમજાઇ ગયુ મીમીરચંદાની..અને આપ મને લલ્લુપંજૂ સમજીને જે ટેકનીકથી આપ મને ધમકી આપી રહ્યા છો એટલેપહેલા ચોખવટ કરી દંઉ...કે મારી જગ્યા છે હું આઝાદીના લડવૈયાના ઘરનો માણસ છુ એટલેડરાવવો કે ધમકાવવો કે થ્રેટ આપવો કાયદેસર ગુન્હો બને વાત પહેલી તમારે સમજી લેવાની બધા મારા સાક્ષી બનશે...સમજ્યા..?હવે બીજી વાત કે મે તમારી કોપી કરી નથી તમે જ્યાં જવું હોયત્યાં જાવ ઓકે ?મારી ડીઝાઇન મેં પેટંટ ઓફિસમા આપેલી છે ..મારાં પ્રોડક્ટ પાછળ વાંચ્યુ..?

હજી ત્રીજી વાત તમારી પેટંટ મહીને પુરી થઇ ગઇ છે કોઇ ડીઝાઇનની પેટંટ ફક્ત પંદર વરસ રહે માલુમ છે...?મેં તમારી આખી ડીઝાઇનની ફાઇલ વાંચી સમજીને પછી હું આગળ વધ્યો છું .બાય વે હું લો નો સ્ટુડંટ છુ એટલે બી ગુડ મેન એન્ડ બીહેવ લાઇક ગુડ મેન.." ચંદ્રકાંતની ઠંડી તાકાતનોપરચો આંનંદ મીરચંદાનીને પહેલી વામાં મળી ગયો .

પરસેવે રેબઝેબ મીરચંદાની ફિક્કોફસ થઇ ગયો...ઉભોથવા જતો હતો એટલે ચંદ્રકાંતે રમેશ ઝવેરીનેઇશારો કર્યો..."સર આપ પહેલી વાર આવા ખાનાબદોશ ગરીબ નવા ઉત્સાહી કલ્પનાશીલ માણસનેપહેલી વાર મળ્યા નહી ? તો ગરીબખાનાં માલીક રમેશભાઇને અને મને કેટલુ ખોટું લાગે ?તો ચા કે કોફી શું લેશો ..?"

"કોફી"....ટાઇની નોટ ઢીલી કરીને રુઆબને સંકેલી લીધો

લથડતી ચાલે મીરચંદાની કોફી પી ને ઉભો થયો પછી આખી અબ્દુલ રહેમાન સ્ટ્રૂીટમા ક્યારેય પગ મુક્યો...ત્યારે જાગૃતિ સ્ટેશનરીવાળા પટેલ કચ્છીએ ચંદ્રકાંતને ખાસ બોલાવ્યો અને કહ્યું કેસંધવીતમે એવી કંઇ ગોળી ખવડાવી કે દેખાતો બંધ થઇ ગયો મીરચંદાની હેં? કોન્ટેસા ગઇ તેલ લેવાઆપણી મોન્ટેસા પચ્ચીસ નંગ મોકલો

રમેશ ઝવેરી દિવસે જોતો રહી ગયો..."યાર અંહીયા બે વકિલ બેસે છે પણ તેં સંધવી કમાલકરી.."

રમેશભાઇ, બે વકિલમાં એક મારા મામાંછે પ્રતાપરાય વોરા છે...બીજા પણ વકિલ છે પ્રફુલકુમાર મોદી પણ ઇનકમટેક્સ સેલટેક્સ નુ કરે છે પણ પણ કપોળ છે..બરોબર ને..?”

ઝવેરીની ઓફિસે ચંદ્રકાંતને વેપારની અલગ દુનીયા બતાવી દીધી...સાંજે આખી ઓફિસમાં ચર્ચાચાલતી હતીઆપણને તો એમ લાગતું હતું કે છે એક લબરમુછીયો પણ ભાઇડો નિકળ્યો હોંવડીસાઁઇ સીંધીની હવા કાઢીનાખી

"કેમ છો ચંદ્રકાંત...આખી ઓફિસવાળા તારી વાહ વાહ કરે છે ,તું અંહીયા ક્યાંથી...?"વકિલ મામાંપ્રતાપભાઇ ઉર્ફે પી જી વોરાએ ચંદ્રકાંતને પ્રેમનો ધબ્બો માર્યો એટલે ચાડીયા રમેશ ઝવેરીએ આખોમીરચંદાનીનો કિસ્સો કહ્યો...

"શાબાશ ભાણીયા.."લે બહુ સારું થયુ તું અંહીયા આવી ગયો .. રમેશ બહુભલે મખ્ખીચૂસ લાગેપણ ગજબ લક્કી છે . તેં લો નું કર્યું તો મને ખબર નથી !

મામા એવું કંઇ નથી ફક્ત પહેલુ વરસ રુપારેલમાં કરી ને કપોળ બોર્ડીંગે કાઢી મુકાયા એટલે લટકીપડ્યો … .કપોળ બોર્ડીંગમા એડમીશન પણ તમારા ભાઇ નટવરલાલ શામળદાસ વોરા અપાવેલુંને એમણે કીક મારી દીધી ગો ગેટ આઉટ કોઇ લો વાળા નહીએટલે અમે બધા રખડી પડ્યા , બાકી માંમા મળ્યા એટલે મને તો હવે ઘર જેવું લાગેછે.