એ ભર બપોરે ચંદ્રકાંત ચાલતા ચાલતા મસ્જીદ બંદરથી પાઇધુની પહોંચ્યા ત્યારે એક માણસે તેનેબુમ પાડી..."ઓ શેઠ..ઓ શેઠ.."સામેથી આવતા કોઇ માણસે ચંદ્રકાંતને ઇશારો કર્યો.."કોઇ આપકોબુલાતા હૈ.."
ચંદ્રકાંતે પાછળ ફરીને જોયુ...એક પડછંદ કાયાનો દાઢીવાળો છીબલા નાક શ્યામ રંગનો લાલ ટી શર્ટઅને ચડ્ડી પહેરેલો માણસ નજીક આવી ગયો...
"ક્યા શેઠ પહેચાના કે નહી..?મેં ઇબ્રાહીમ...!!!ઉસ દિન જ્યોતિ ફાઇલમેં આપ આયે થે ન ?વો ખત્તરગલ્લીમેં દિલીપભાઇકે જ્યોતિ ફાઇલમેં ..વહાં આપકો દેખા થા..."
"હાં યાદ આયા...બરાબર ...ઉસદિન દિલીપભાઇકે વહાં આપ કામ કર રહે થે ...બરાબર.."કૈસે હોભાઇ? "બાજુમા શેરડીના રસની લારી હતી...મરાઠીમા રસને ઉસ કહેવાય..."ઉસ પીયેગા..? બહોતગરમી હૈ ના ? ચલ આધા આધા પીયેંગે .”
"ક્યા શેટુ, હમ છોટા આદમીકો ઇત્તા ઇજ્જત કોન દેતા..? ઇબ્રાહીમ ગળગળો થઇ ગયો . હમ તોમામૂલી કામગાર હૈ “
“ઇબ્રાહીમ તું મામૂલી કામગાર નહી હૈ. જ્યોતિફાઇલમે મુકાદમ હૈ .તેરે ઉપર તો પુરા જ્યોતિ ફાઇલચલતા હૈ માલૂમ ? યે જો પુરા દીન દિન દિલીપ વો ખાટપર બૈઠે બૈઠે ઠાઠ કરતાહૈ ,સીગરેટ પીતા રહેતાહૈ ક્યું કી તુમ પુરી ઈમાનદારી સે મશીન કી તરફ કામ કરતા હૈ સમજા ?”
ઇબ્રાહીમ એકી નજરે ચંદ્રકાંતને જોઇ રહ્યો .. તેનાપોણા છ ફુટની કસાયેલ શરીરની એક એક નસકસરતબાજને શરમાવો તેવી હતી … તેની ભરાવદાર દાઢી વચ્ચે ઝગમગતી તેની દંતપંક્તિ સાવનિખાલસ અને ભોળો હોવાની સાક્ષી કરતી આંખો ચંદ્રકાંતનીનજર બહાર ન રહ્યા. બન્ને એકબીજાનેજોતા હતા ત્યાં બન્નેને વચ્ચે બે હાંફ ગ્લાસ ઉસ સોરી શેરડીનાં રસના ગ્લાસ આવી ગયા…
"તું હૈદ્રાબાદી હૈ મીંયા ..!ઇત્તા સમજમમે આયા...લે ઉસ પીઓ..મૈ ભી પીયેંગા.."
એ દિવસથી ઇબ્રાહિમની દોસ્તી એવીપાક્કી થઇ એ જ્યાં સુધી સ્ટેશનરીની લાઇનમાં ચંદ્રકાંત રહ્યાત્યાં સુધી દોસ્તી પક્કી રહી..."
"યાર ઇબ્રાહિમ મેં ફોલ્ડર જો બેચતા હું ઉસકે સાથમે સ્પ્રીંગ ફાઇલ હો તો જમ જાવે..."
"દિલીપ બનાતા હૈ જ્યોતિફાઇલ ખત્તરગલ્લીવાલા અગર વો ખીસક જાવે તો મેં ખડા રહુંગા શેટુઆપ હૈ ના ઇસાભાઇ મુસાફરી ખાનાંમેયે સ્પ્રીંગ ફાઇલકા સામાન બેસ્ટ બનાતા હૈ એક બાર મીલલો “
"તું કિધર રહેતા હૈ...મીંયા ?
ડોકયાર્ડ સ્ટેશન મતલબ મઝગાંવ ઉતરેંગે ફીર સેલટેક્સકા જો સર્કલ આયેગે તો વો સર્કલ પર ડ્રમબેરલ ગોદામ હૈ બસ ઉસી ડ્રમ ગોદામમેં અંદર ખોલી હૈ શેઠુ.."
"ઠીક હૈ અબ કામ પર ચડના હૈ આજસે...યે સાલા જનરલવાલા જીતુ બડા હરામી હૈ બહોત ભાવફોલ્ડરકા મારતા હૈ..."
"દિલીપસે બાત કરો....મગર ઉધર જીતુ જનરલ વાલેકે દો તીન ચમચે હૈ તો દુકાનકે બહાર દિલીપકોલેકે દબાદો..."કરી હૈદ્રબાદી આંખ મારી.."વો સ્પ્રીંગ ફાઇલમે એક્કા હૈ દિલીપ ...દિલકાભી સાફ હૈ.."
ચંદ્રકાંત હવે આ સ્ટેશનરીનાં ધંધાની દુનીયામાં ડુબકી લગાવવાના હતા...એ પાક્કુ થઇ ગયુ...
ચંદ્રકાંતે સમય સાથે ચાલવા આવી સ્પ્રીંગ ફાઈલની ખામી શોધી કાઢી . ગમ્મેતેટલી સોફ્ટ સ્રીંગ હોયપણ પતલા મેનીફોલ્ડ પેપર જો બે વાર આમ થી તેમ કરે તો પેપરના પંચ કરેલા હોલ ફાટી જાય …તેનેયાદ આવ્યું કે અબ્દુલ રહેમાન સ્ટેશનરી બજારમાં એકસુટબુટવાળો ગોરો કોઇ માણસ આ ટાઇપનીફાઇલ વેંચતો હતો જાગ્રુતિ સ્ટેશનરીવાળા પટેલને તેણે મોનોપોલી આપેલી … બીજે દિવસે ચંદ્રકાંતે બેફાઇલ ખરીદી ને તેની ખુશી શોધી કાઢી … શું સરસ સીસ્ટમની ફાઇલ છે ચંદ્રકાંતે વિચારી લીધું . નાગદેવીમા જ્યોતિ પ્લાસ્ટિક બહાર પાતળી બેગમ એમની ટ્યુબનું બંડલ મગજમાં ચમકારો કરીગયુ…યસ …
એક મહીનામાં નરમ પ્લાસ્ટિકનાં યુ બનાવવા જાઇએ બનાવી યુ ફીટ કરવા કરવા ક્લેંપ બનાવ્યા. ટીએમ ટોપીવાળા પાઇધુની એટલે રીવેટનાં રાજા પંચ પણ ત્યારથી લીધાં હવે ચંદ્રકાંતની પહેલી સ્પ્રીગફાઇલ તૈયાર થઇ . એ સાથે જ હેંગીગ ફાઈલનો હુકમની ડાઇ બનાવી અને એ ફાઈલનું સેંપલતૈયારકર્યું… ચીમનલાલમાંથી રોહિત પેપર મીલનાં ડ્રોઇંગ બોર્ડમાંથી અલગ કલરની જ ભાઇ ઇબ્રાહીમ તૈયારકરી દીધી.એક પ્લાસ્ટિક સ્પ્રીંગ ફાઇલ બીજી ઉંધી લટકતી હેંગીગ ફાઇલ…!
.......
“દિલીપભાઇ,આપણે અલગ ટાઇપની બે ડીઝાઇન તૈયાર કરી છે..” ચંદ્રકાંતે નમૂના બતાવ્યા…
"વાહ ચંદ્રકાંતભાઇ તમેતો ખરેખર અલગ જ ડીઝાઇન બનાવી છે... ઇબ્રાહીમ ત્રાંસી આંખે તમાશોજોતો હતો …દિલીપ સુરતીમા અસ્સલ ચોપડતા તેના કારાગીરોને ફાઇલ દેખાડતા બોલ્યો સાલા ચુ… ભો… એની માં ને દે શું ચીજ શું પેપર વાહ બાપુ વાહ “
"જો ભાઇ હજી તારે મને રસ્તો બતાડવો પડશે..." ચંદ્રકાંતે કુકરી મારી
"અવાજ કરો બાપુ..."
"જો આ કોન્ટેસા ફાઇલ છે...કેટલી મસ્ત છે..."
દિલીપ જોઇ રહ્યો ...અરે વાહ કમાલ ચીજ છે ફાઇલની પાછળની સાઇડમા સેંટર હુક નીકળે છે અંદરટ્રાંસફર સ્પ્રીગ ફાઇલ કમાલ છેને...?"
એ સીંધીમાડુએ પોતાની ડીઝાઇન પેટંટ કરાવી છે અબ્દુલ રહેમાનમા એક ફાઇલ વીસના ભાવે વેંચે છે...દાદાગીરી પણ એવી કે જે કંપનીમા હું જાઉ ત્યાં પાર્ટી એની ફાઇલ અને સ્ટેડ બતાવે..આવી સીસ્ટમછે?એક જ વાત...મારી હટી ગઇ છે....મલાડ વિજેકર વાડીમા એક ડાઇ મેકર પાંસે એક મોલ્ડર સાથેસેટીંગ કરી લીધું છે.આપણે દસમા ફાઇલ દેવી છે ઇ પાક્કુ..."
"તારુ ભેજુ સુપર છે બાકી...પણ સ્ટેંડ ક્યાંથી કાઢીશ.."એકતો દિલીપ અસલી સુરતી એટલે બે ગાળઆગળ પાછળ સરકી ગઇ...
"જો સામે...આ ન્યુ નોવેલ્ટી સ્ટોર જોયો...શીરીશભાઇ..."
"હવે ઇ ડટ્ટા મંદિર ફ્રેમ બનાવે છે એના બાપના વખતથી...ઇ પણ હુરટી જ છે"
"તેને પેપર ઉપર ડીઝાઇન કરી સમજાવ્યુ છે ભાઇડો રેડી થઇ ગ્યો બાપુ..."
.......
લોઅર પરેલ પેટંટ રજીસ્ટ્રેશન ઓફિસમા બેઠા ચંદ્રકાંતે સો રુપીયા ભરીને માંગ્યા પ્રમાણે ફાઈલોનીડીઝાઇનની ત્રણ કોપી આપી ..
"સાહેબજી યે રસીદકા મતલબ હૈ મેરી ડીઝાઇનો કે લીયે અરજી મીલી હૈ ફૈસલા કબ હોગા ..?
"વો તો બહોત ખર્ચા કરના પડેગા બાકી આપ યે ચીજ બનાકર પીછે બાકાયદા લીખ સકતે હો "પેટંટપેડીંગ...યે કાનુની હૈ"
ચંદ્રકાંતને સાતે કોઠે દિવા થયા....