કોને ભૂલુંને કોને સમરુ રે - 127 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 127

પુ ભાઇ,

તમારી તબિયત સારી હશે ભાભી(બા)ને પ્રણામ.બેન મને રોજ યાદ કરતી હશે અને સાવ એકલી પડીગઇ હશે કેમ ?હવે મારા અંહિયાનાં સમાચાર આપવાનાં છે .જે કંપનીમાં મને નોકરી મળી હતી તેવડોદરાવાળી ઇન્સીસ્ટીટ્યુટવાળા છે .. તેમણે આપણી સાથે છેતરપિંડી કરી છે .પહેલા મહીનેમેં જેસેલ બતાડ્યું હતું તેનાંથીકંપનીનો મારો મેનેજર ચોંકી ગયો હતો તેણે મને આવા ગુજરાતી એરીયામાંકામ આપ્યું હતું કે હું કામ નકરી શંકુ . જો વેચાણ નથાય તો આમ મને કાઢી મુકે એવી ગણતરીહતીપણ મારુસેલ કંપનીમાં હાઇએસ્ટ થયુ તો ગમ્મેતેમ ઝઘડો કરીને મનેમાંડ પગાર આપી રવાના કરીદીધો હતો.મારી સાથે બહુ મોટુ ચીટીંગ થયુ છે.એક મહીનામા અટલુ જોરદાર કામ કર્યુ તો પારસીમેનેજરે મને કાઢી મુક્યો હતો.બીજી બાજુ કપોળ બોર્ડીંગે એલ એલ બી વાળાને કાઢી મુક્યા એટલે બેમહીનાથી આમતેમ ભટકી રહ્યો હતો પણ તમારી નાજુક તબિયતને અસર થાય એટલે વાત છુપાવીહતી ,પણ વગર મુડીથી ધંધો થાય નહી હવે પાક્કુ છે. તો પણ જેમ તેમ કરીને મહીના કાઢ્યા છે, પણ હવે કોઇ આગળ વધવાની મને કોઇ આશા નથી...પૈસા પણ ખલાસ થઇ ગયા છે .મોટી બેનનેઅત્યાર સુધી ખબર નહોતી પડવા દીધી કે હાવાબાપાને.પણ આજે આપણા હવાબાપાનાં મોટીબેનનાંસગા કપોળના પાર્લાના ગેસ્ટહાઉસમા શીફ્ટ થયો છું...આવતી કાલે મારા નસીબમાં શું લખાયુ છેખબર નથી એટલે હારી ગયો તો છેલ્લા સો રુપીયા અમરેલીની ટીકીટના બચાવીને રાખ્યા છે...હવે તમેકહેશો તે કામ તમારી રીતે અમરેલીમાં કરીશ .. કદાચ મારી નિયતિ એજ હશે જેવી ભગવાનની મરજી.પુ ભાભીને પ્રણામ.લિ.ચંદ્રકાંત....

પોસ્ટ કાર્ડ ઓશીકા નીચે મુકી ભાઇનુ ગમતુ ભજન ધીમા સુરે ચંદ્રકાંતે શરુ કર્યુ "મારી નાડ તમારે હાથહરિ સંભાળજો રે...મુજને પોતાનો જાણીને ..."ત્રણ ખાટલામા ત્રણ નવા સાથી જોતા રહ્યા..સાવસુકલકડી ગરીબ ઘરનો કેરાલાનો મેથ્યુ એના ગોડની માળા કરતો હતો ...દાસ કરીને બીજો બંગાળીતેના કાળીફ્રેમના જાડા ચશ્માથી ચંદ્રકાંતને ત્રાંસી આંખે જોઇ રહ્યો...તે પેસ્ટ કંન્ટ્રોલનુ કામ કરતો હતોએટલે એક ક્ષણ આવી જીંદગી જીવવા કરતા રાત્રે એનીજ દવાનુ કેન ગટગટાવી જાઉં એવો વિચારઝબક્યો...ત્રીજો સુરેશ દેસાઇ પાક્કો અનાવીલો..સીગરેટ ચેન સ્મોકર બહાર ગેલેરીમા સીગરેટ ફુકતોચંદ્રકાંતને જોઇ રહ્યો...(આગળ જતા એની દોસ્તી બહુ વરસોથી જીવંત છે તેની વાત પછી ક્યારેક...)

થોડીવારમાં ચંદ્રકાંત સુઇ ગયા ત્યારે સુરેશ દેસાઇએ ચંદ્રકાંતના પલંગ ઉપર બેસીને તેની ચાદરબરોબર ઓઢાડી ..

અચાનક ઉંઘ ઉડી ગઇરુમની બારીમાંથી આછું અજવાળું દેખાયું.. ઓહ સવાર પડી ગઇ? ઝટપટબેઠા થઇ બે થેલીઓ ભેગી કરી કરદર્શનમ કરતા ચંદ્રકાંત બોલ્યાકારાગ્રે કરદર્શનમ કર મુસળેસરસ્વતી કર મધ્યે શ્રી ગોવિંદમ્ કૃષ્ણમાં વંદે જગદ્દગુરુ.હે મારી કુળદેવી માં અંબા આજે કૃપા કરોહેકૃષ્ણ આપ મારી સાથે નહી મારા સારથિ બની આગળ ચાલજો

સવારના ભગવાનનુ નામ સ્મરણ કરીને નાહીને ચંદ્રકાંત આખરી લડાઇ લડવા નિકળ્યા...બહુ દિવસથીમસ્જિદ બંદર સ્ટેશન નજીકની નરસીનાથા સ્ટ્રીટ ફુવારા સામે કાનમુર હાઉસ એટલે કાનજી મોરારજીમરીવાલા ગૃપનુ વડુ મથક તેમને બહુ મહેનત કરી આખી સીસ્ટમ સમજાવેલી ત્યારે કંપનીના મુખ્યમેનેજીંગ ડીરક્ટર મહેન્દ્રભાઇ(?)ને મળીને કનવીન્સ કરેલા કે નવી સીસ્ટમો અપનાવવાથી સમયબચશે અને કામ ઝડપથી થશે...બસ એમને આજે છેલ્લી આશામાં મળવા પાર્લા સ્ટેશન ઉપર પંદરપૈસાની ચા અને પાંચ પૈસાનુ પાંવ ચા માં ડબોળીને ભુખની સાથે ચંદ્રકાંત ચા પી ગયા.

મસ્જીદબંદર સ્ટેશન ઉતરીને લથડતા પગે નરસીનાથા સ્ટ્રીટ પહોંચ્યા.બસ મુંબઇ તને સલામ એવુનિરાશા આશા વચ્ચે ઝોલા ખાતા બબડતા કાંચનમુક્તિ હાઉસની લીફ્ટમા પાંચમા માળેઉતર્યા...મરીવાલા ગૃપ ઓફ કંપનીમા પ્રવેશ કર્યો...

"અરે યે મુલગા આલા રે આલા..."પીયુને ચંદ્રકાંતને જોઇને મહેતાજીને કહ્યુ "બઘા બઘા..હી આલાઆતા... અરે સાહેબ તુઝે કીતી વાટ બાત હોતેબાબા તું કુંઠિત હોતા ?ઇથે સાહેબ અમારા વર કીતીરાગવલામાહિતઆહે ?” એકસાથે સખારામે વરાળ કાઢતા આનંદ સાથે ગુસ્સો કર્યો.

મહેતાજી કુંવરજીભાઇ ચંદ્રકાંતને જોઇને બહાર આવી ગયા..."અરે ભાઇ તું ક્યાં હતો..?બે દિવસથીમોટાશેઠ તને યાદ કરે છે...હમણા આવ્યા કે તરત પુછ્યુ પેલો સીસ્ટમવાળો ભાઇ આવ્યો કેનહી..?બસ જરા દમ લે...સખારામ પાણી દ્યા.."

સખારામ ચંદ્રકાંત સામે મોઢુ મલકાવીને ઉભો રહ્યો..."બાબુ ચાહ પાહીજે કાં ..?"

ચંદ્રકાંતને કાનમાં ભગવાન શ્રી કૃષ્ણની બંસરી સંભળાતી હતી આંખોમાં માં અંબાજી બેસી ગયા હતા.”જા બેટા આજે તારી કસોટીની ઘડી છે ડરતો નહીચંદ્રકાંતે મરાઠીમા સખારામને ફફડાવી...”પહેલાકામ નંતર ચાહ ભાઉ