મનમાં ગડમથલ ચાલી રહી છે.."કુલ સાતસો રુપીયા છે,તેમાંથી પાંચસો ડીપોઝીટના આપુ ને મહીનાનુ રેંટ બસો પછી ચા પીવાના પૈસા પણ નહી રહે.. નીચે પહેલેમાળે પહોંચીને કહ્યુ "કાકી અત્યારે પાંચસોઆપુ છું.કાલે રવિવાર છે.સોમવારે કપોળબેંકમાંથી પૈસા કઢાવીને બાકીના આપી દઇશ તો ચાલશે?
"ચાલશે. લાવ પાચસો." કાકીનાં સ્વભાવનો પહેલો પરચો ચંદ્રકાંતને મળી ગયો.
એ પાંચસો રુપીયા આપીને ચંદ્રકાંત ઝડપથી નિકળી ગયા. બહાર નિકળી બે ડગલા દૂર સંન્યાસઆશ્રમ તરફ પગ વળી ગયા . વિશાળ પટાંગણમા મંદિર પરિસરનાં પગથીયે બેસી પડ્યાચંદ્રકાંત.મનમાં વિચારોનું વાવાઝોડું ચાલતું હતું કે આવી પરિસ્થિતિ હવે લાંબો ટાઇમ ઝેરી શકાય તેમજ નથી .હે ભગવાન હવે કસોટીનો અંત નહી આવે તો હું નું અસ્તિત્વ જ મટી જશે . બન્ને આંખમાંઆંસુઓનું તોરણ બંધાઇ ગયું હતું .ધીરેથી ઉભા થઇને એક એક ભગવાનના સ્વરૂપને નમન કરતાકરતા ભગવાન કૃષ્ણનાં મંદિરમાં પહોંચ્યા . ત્યારે અત્ંદર ગીત ગુંજતું હતું “હે કરુણાનાં કરનારા તારીકરુણાનો કંહી પાર નથી ..હે સંકટના હરનારા તારી કરુણાનો કંહી પાર નથી ..” બસ હવે તારે શરણેઆવી ગયો છુ હવે જીવનની મૈયાનું સુકાન તારા હાથમાં છે હવે બસ તારો જ સહારો છે “
પૂજારીએ માથા ઉપર હાથ મુકી જળ આપીને પ્રસાદ આપ્યો એ અવશપણે ચંદ્રકાંતે મોઢામાં મુકીનેફરી આંખ મીચી દીધી . શ્રીજીબાવા બંધ આંખોમાં આવીને ખડખડાટ હસતા હતા . અરે ચંદ્રકાંત હવેતું મારી શરણે આવી ગયો છે પછી કેમ મુંઝાય છે ?ચંદ્રકાંત પાંસે તેનો કોઇ જવાબ નહોતો .પણ કંઇકઅંદર તેજ કિરણ અંદર ફુટુ ફુટુ જાણે થતું હતું ….
પાછલા સ્ટેશન પહોંચીને રેલ્વેની ચાના પંદર પૈસા ચુકવીને ગાડી પકડી માટુંગા આવ્યા ત્યારે બપોરનાએક વાગ્યો હતો ...ઝડપથી રુઇઆ કોલેજ તરફ નિકળ્યા ત્યારે પેટમાં ભુખને લીધે વળ ચડી ગયાહતા..મણી ઇડલીવાળા પાંસે લીમડાના ઝાડ નીચે બેસી ગયા..
મણીના છોકરાએ પાણીનો ગ્લાસ ધર્યો..."અન્ના એક પ્લેટ ભરીને ભુખ આપને..."
"હેં..? ક્યા બોલતા હે?ભુખ ?હમ નહી બેચતા રે બાબા .."
"સોરી સોરી એક પ્લેટ ઇડલી દેના અન્ના "
ત્યારે મણી અનલીમીટેડ સાંબાર ચટની આપતો હતો એટલે બ ત્રણ વાર સાંબાર ચટની મંગાવી એકપ્લેટ ઇડલીથી પેટ ભરી લીધુ...રુઇઆ હોસ્ટેલ આવીને સામાન પેક કરી નીચે ઉતાર્યો..ખુણામા ટેક્સીઉભી હતી.."પંડીતજી,પાર્લા વેસ્ટ સન્યાસ આશ્રમ જાના હૈ આયેંગે..?"
"જરુર મગર સો રુપીયા લેંગે..."
"બાબુ અસ્સી લેના સ્ટુડંટ હું ગાવ જાના હૈ તો થોડા કમ પડતા હૈ..પ્લીઝ"
"ચલો બાબુ જય રામજીકી બોલો ..."
"જય રામજીકી જય સીયાવર રામ ચંદ્રકી જૈ પવન સુત હનુમાનકી જૈ .."
.........
ગેસ્ટ હાઉસ પહોંચી રુમમા સામાન મુકીને પતરાના પલંગ ઉપર ફોર્મનુ ગાદલુ મુકી બાપુજીનાધોતીયામાંથી બનાવેલ સફેદ ઓછાડ પાથરી બેગ પલંગ નીચે મુકી થોડીવાર લંબાવ્યુ...તો સીધ્ધીસાંજ પડી ગઇ..."ચાલ જીવ મોટીબેનને ઘરે"સ્વગત ચંદ્રકાંત બોલ્યા.
હવે ખીસ્સામા એક ભાગમા સો રુપીયા પાકીટમા મરણ મુડીનાં હતા બીજા વીસ રુપીયા..નાનકડાભાણીયામાટે પારલે જીનુ પેકેટ લીધુ...ને બેનને ધરે પહોચ્યાં...બેન વિચારમા પડી ગઇ ...ચંદુ દરરવિવારે આવે આજેતો શનિવાર છે કેમ એમ...?
"ભાઇ બધુ બરોબર છેને...?"બેને ગેલેરીમા લઇ જઇને પુછ્યુ..
"હા બેન બધુ બરોબર છે..જરાય ચિંતા નકરતી ..."
"તારુ મોઢુ કેછે કે તને બહુ ભુખ લાગી છે પણ અત્યારે તો સવારની દાળઢોકળી પડી છે ગરમ કરી દઉએ ખાઇ લે.."
"અરે બેન મને જરાય ભુખ નથી"
"ચુપચાપ ખાઇ લે .મારા સાસુ સસરા વચ્ચે બીજુ શું કહુ તને ..?"
પાછળથી જીવ કરતા વહાલો ભાણીયો મામાનો હાથ પકડીને બોલ્યો "મામા જુઠુ નહી બોલવાનુ "કહીમામાનુ પેટ દબાવી બોલ્યો "મમ્મી સાવ ખાલી છે ચાલો જમીલો..."
એ રાત્રે માથુ નીચુ કરી ફરસ પર બેઠા જમતા દાળ ઢોકળી સાથે ઘી ની સાથે આંસુઓની ધાર મળી
ગઇ .બેનના ઘરે જમીને ભાણીયા સાથે ગેલેરીમા રમતા વાર્તા કરતા હતા ત્યારે બેન સામે આવીને ઉભી
"આજે જો તું સાચુ ન બોલ્યો તો મારા સમ છે...બોલ શું થયુ છે..?"
"બેન બે મહીનાથી કપોળ બોર્ડીંગે એલ એલ બી વાળાને કાઢી મુક્યા પછી રુઇઆની હોસ્ટેલમાવકેશનમાં રહ્યો...પછી ગઇ કાલે ત્યાં વકેશન પુરુ થયુ એટલે કાઢી મુક્યો...રડતા રડતા કબુલાત કરી"
"પછી...?
"અંહીયા એસ વી ગેસ્ટ હાઉસ સન્યાસઆશ્રમ પાંસે આજે રહેવા આવી ગયો છુ...એ કપોળ છે..."
"હવે સાંભળ એ કાકી એટલે આપણા મોટાબેનના સગા છે એટલે હાવાબાપાને એણે ફોનકરેલો...બાપાએ મને પુછ્યુ એટલે તું સમજી જા કે હવે બધ્ધાને ખબર પડી ગઇ છે કે તને નોકરી માંથીકાઢી મુક્યો છે ને બોર્ડીંગમાંથી પણ કાઢી મુક્યો છે...હવે તું શું કરીશ..?જયાબાને આજે નહીતો કાલેખબર પડશે જ"
"હા બેન મને ખબર છે પણ છેલ્લો કટોરો ઝેરનો તું પી જજે બાપુ"વાળી સ્થિતિ નજીક પહોંચી ગયો છુપણ ભગવાન ઉપર શ્રધ્ધા છે...કાલની ખબર નથી"
"કાલે સવાર રવિવાર છે એટલે અંહીયા જમવા આવજે અને સાંજે પણ જમવાનુ અંહીયા રાખજેબહારનુ ખાઇને માંદો પડીશ તો સારવારના પૈસા કોણ આપશે..?"
રાત્રે એક પોસ્ટકાર્ડ બચ્યુ હતુ તે લઇને ચંદ્રકાંત લખવા બેઠા...
"પુ ભાઇ ભાભી (બાને મોટા ભાગે ભાભી જ કહેતા)
આ જે હું હારી ગયો છું.....