અયાના - (ભાગ 33) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

અયાના - (ભાગ 33)

અંકલ નું વર્તન અયાના ને સમજાતું ન હતું....અગત્સ્ય ને લઈને એ ખૂબ જ ગંભીર હતા ...અગત્સ્ય નું નામ કોઈને નહિ કહેવાનું અને એને કોઈ સાથે મળવાની પણ ના પાડી ...અંકલ અગત્સ્ય ને બધાથી છુપાવા કેમ માંગે છે એ અયાના ને સમજાતું નહતું....

વિચારોમાં ખોવાયેલી અયાના હાથમાં અગત્સ્ય ની ફાઈલ લઈને લોબીમાં ધીમે ડગલે ચાલી રહી હતી ...લિફ્ટ આવી અને અયાના અંદર ગઈ...લિફ્ટ ની અંદર બે નર્સ અને સમીરા હતી...જેનાથી અયાના સાવ અજાણ હતી ...

"હેય..."સમીરા એ કહ્યું પરંતુ અયાના નું ધ્યાન નહતું...

એ હજુ પણ અગત્સ્ય ના વિચારોમાં ખોવાયેલી હતી ...

"હા....ય..." સમીરા એ અયાના ના કાન પાસે આવીને મોટેથી કહ્યું...

"હ....ઓહ હાય.... " જાણે અચાનક ભાનમાં આવી હોય એ રીતે અયાના બોલી...

"કોણ છે એ લકી પ્રિન્સ જેના ખ્યાલોમાં અમારી સિન્ડ્રેલા ખોવાયેલ છે..." સમીરા એ મજાક કરી ...

" આ પેશન્ટ...." ફાઈલ બતાવીને અયાના બોલવા જતી હતી ત્યાં એને યાદ આવ્યું કે અંકલે એને ના પાડી હતી ..અને જ્યાં સુધી એને આની પાછળનું કારણ ન સમજાય ત્યાં સુધી એ અંકલ ની વાતને ગંભીરતાથી લેશે ....વિચારીને એણે ફાઈલ નીચે કરી દીધી...

"એ બધું છોડ તું ક્યાં જાય છે....." સમીરા નો વ્હાઇટ કોટ એના હાથમાં હતો અને ખભા ઉપર એનું બ્લેક પર્સ લટકાઈ રહ્યું હતું ...એ જ્યારે હોસ્પિટલ થી ઘરે જતી હોય ત્યારે જ એ આ રીતે એનો વ્હાઇટ કોટ અને પર્સ લઈને નીકળે છે....

"હું ઘરે જાઉં છું ..." સમીરા એ પોતાની એક લટ કાન પાછળ ધકેલીને કહ્યું ...

લિફ્ટ ના દરવાજા ખુલ્યા ત્યાં દેવ્યાની બહાર ઉભી હતી...

"કેટલી વાર લગાવી તે...." દેવ્યાની એ સમીરા ને કહ્યું...

"તું ક્યાં જાય છે ..." અયાના એ એને પૂછ્યું ..

"મે કીધુ હતું ને તને ....હું અને રૂદ્ર ડિનર માટે બહાર જઈએ છીએ...એટલે સમીરા સાથે એના ઘરે જાઉં છું અને ડ્રેસઅપ પણ ત્યાં જ કરી લઈશ..."

"આ પાગલ નું તો સમજાય ગયું તું કેમ વહેલા ઘરે જાય છે....હવે એમ ન કહેતી કે આની લીધે તું પણ નીકળી જાય છે..."

" એકચ્યુલી મારે પણ ઘરે જવાનું છે વહેલા...આજે મારી અને ક્રિશય ની પહેલી ડેટ છે તો .... મે વિચાર્યુ પહેલી ડેટમાં સારું ડ્રેસઅપ હોય તો ...." શરમાઈ ને સમીરા એ ફરી એની લટ કાન પાછળ ધકેલી....

"ઓહ...હા તારી વાત એકદમ રાઈટ છે....પહેલી ડેટ માં ડ્રેસઅપ સારું હોય તો..." પરાણે ગળામાંથી શબ્દો કાઢતી અયાના થી એટલા શબ્દો માંડ નીકળ્યા...

"સારું ચાલ અમે નીકળીએ..."ઉતાવળી દેવ્યાની બોલી અને સમીરા ને ખેંચીને ચાલવા લાગી ...

સ્માઇલ કરતી અયાના ત્યાં જ ઉભી રહી ગઈ... સમીરા એની ખૂબ સારી મિત્ર હતી પરંતુ જ્યારે ક્રિશયનું નામ આવે ત્યારે એને સમીરા ઉપર પણ અલગ પ્રકારનો અણગમો આવી જતો હતો... અયાના પાછળ ફરી ત્યારે એને પાછળ વિશ્વમ ને ઊભેલો જોયો... વિશ્વમનો પડી ગયેલો ચહેરો જોઈને અયાના ને તુરંત ખ્યાલ આવી ગયો કે વિશ્વમે દેવ્યાની ની વાત સાંભળી લીધી હશે ...

અયાના એની નજીક આવી અને વિશ્વમ ને સધિયારો આપવા માટે એને ગળે વળગી પડી....
બંને એકબીજા ની તકલીફ સમજી રહ્યા હતા...અને એકબીજાને આશ્વાસન આપી રહ્યા હતા...

એ બંને ની પાછળ ક્રિશય ઊભો હતો અને અયાના ને આ રીતે વિશ્વમ સાથે ગળે મળતા જોઇને એની અંદર આગ ની નાની લહેર આવીને જતી રહી... વિશ્વમ અને અયાના ખાલી ફ્રેન્ડ હતા એ જાણતો હોવા છતાં એને આ દ્ર્શ્ય કોઈ રીતે પસંદ પડતું નહતું... એણે એક પગલું આગળ વધાર્યું...

"એક વાત પૂછું...?" વિશ્વમે કહ્યું ...
આ સાંભળીને ક્રિશય પણ ત્યાં જ ઊભો રહી ગયો...

"હા બોલ...." વિશ્વમ દેવ્યાની ની જ કોઈ વાત કરશે એવું અયાના એ ધારી લીધું...

"તું ક્રિશય ને પ્રેમ કરે છે....?" વિશ્વમ ના શબ્દો સાંભળીને અયાના ને જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ વિશ્વમ થી અળગી પડી ગઈ ...
જાણે વર્ષોથી આ સવાલ નો જવાબ શોધી રહ્યો હોય અને આજે એ જવાબ મળવાનો હોય એવી ઉત્કંઠા થી ક્રિશય અયાના ને જોઈ રહ્યો હતો...અને પોતે અંદરથી એવું જ ઈચ્છતો હતો કે અયાના ના મોઢામાંથી નકારમાં પ્રતિભાવ નીકળે...

"તું અચાનક એવું કેમ પૂછે છે...."જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ અયાના ડરી ગઈ ...

"તું જવાબ આપ ...સમીરા ક્રિશય સાથે ડેટ ઉપર જાય છે એનાથી તને કંઈ ફરક નથી પડતો....?" જાણે આજે અયાના ના મોઢેથી હા બોલાવીને રહેશે એવી તૈયારી થી એ સવાલો ઉપર સવાલો કરી રહ્યો હતો...

ક્રિશય બે પગલા પાછળ ખસી ગયો ... અયાના નાં મોઢે
થી હકારમાં જવાબ સાંભળવાની બિલકુલ પણ તૈયારી નહતી...એના મોઢેથી નકારમાં જવાબ સાંભળીને એ પોતાના દિલને શાંત કરવા માંગતો હતો ...પરંતુ વિશ્વમ ના સવાલો સાંભળીને એને અંદરથી વધારે ડર લાગતો હતો....

" મને કંઈ ફરક નથી પડતો ... ક્રિશય મારો નાનપણ નો ફ્રેન્ડ છે અને સમીરા પણ મારી સારી ફ્રેન્ડ છે .... બંને સાથે સારા લાગે છે..." અયાના ને હજુ આગળ બનાવીને બોલવું હતું પરંતુ એટલું બોલવામાં એનો થોડો થાક લાગી ગયો...એ હવે આગળ બોલવા માંગતી નહતી...કેમ કે વિશ્વમ ના ચહેરા ઉપરથી પણ જણાય આવતું હતું કે એને બધી વાતની ખબર હતી અને છતાંય એ અયાના ની ખોટી વાતો સાંભળી રહ્યો હતો...

"કંઈ નહીં ચાલ હું નીકળું ..." સ્માઇલ કરીને વિશ્વમ પાછળ ફરીને બે પગલા ચાલ્યો ત્યાં થોડોક સાઈડ માં ક્રિશય ને ઊભેલો જોયો...
"બચી ગયો...." હસતા હસતા વિશ્વમે ક્રિશયના ખભે હાથ મૂકીને બોલ્યો અને ત્યાંથી આગળ વધી ગયો...

જાણે ક્રિશય ને પણ રાહત થઈ હોય એમ એણે નિરાંત નો શ્વાસ લીધો ...

ઉપર આવીને અયાના એ ડો.પટેલ પાસે તો પરમિશન લઈ જ લીધી હતી...એટલે પહેલી વાર કોઈ પેશન્ટ ને આ રીતે બહાર લઈને જવાનું હતું જેથી બધા ડોકટરો અને ડો.પટેલે લાંબુ લચક ભાષણ આપ્યું...એની સાથે એક ડોકટરને પણ મોકલવાનું કહ્યું પરંતુ અયાના એ ઘણી આજીજી કરીને એણે એકલા જવાની વાત મૂકી...પરંતુ એની વાત કોઈએ માની નહિ અને એક ડોકટરને એની સાથે લઈ જવાનું નક્કી કર્યું ...

એટલે હવે સાંજે અયાના ,અગત્સ્ય , એના અંકલ અને એક ડોક્ટર ડિનર માટે નજીક આવેલી ડાયમંડ હોટેલમાં જવાના હતા...

જ્યારે બીજી બાજુ ક્રિશયે સમીરા ને એડ્રેસ માટે મેસેજ મોકલ્યો ....એડ્રેસ ડાયમંડ હોટેલ નું હતું....

ડાયમંડ હોટેલ આ શહેર ની ખૂબ પ્રખ્યાત અને ખૂબ જ સુંદર દેખાતી હોટેલ હતી....દૂર દૂર થી અહીં ફરવા આવતા મુસાફિર આ હોટેલ માં રહેવાનું પસંદ કરતા ...પાંચ માળની આ હોટેલ માં ચારસો થી વધારે રૂમો હતા...છતાં ઘણા કસ્ટમર નિરાશ થઈને પાછા ફરતા હતા કારણે આ હોટેલ નો એકપણ રૂમ ક્યારેય ખાલી જ ન રહેતો...હોટેલ ના ગ્રાઉન્ડ ફ્લોર માં જ રિસેપ્શન ની જમણી બાજુ કોઈ પણ પ્રકારના કાર્યકમ માટે વિવિધ જાતના ફંકશનો ગોઠવવામાં આવતા હતા...ત્યાં સારી એવી પ્રમાણમાં જગ્યા હતા જેથી એક સાથે ત્રણ ફંકશન આરામથી થઈ શકે એમ હતા...
ડાબી બાજુ જમવા માટેની ખૂબ સારી એવી વ્યવસ્થા હતી...ત્યાં રોકાયેલા મુસાફિર સિવાય બીજા ઘણા લોકો ખાલી ડિનર , લંચ કે બ્રેકફાસ્ટ માટે અહીંયા આવી પહોંચતા ...
અહીંના જેવો ખાવાનો સ્વાદ બીજે ક્યાંય મળે એમ નહતો...જેથી મોટા મોટા કલેકટર અને ચીફ મિનસ્ટર પણ સ્પેશ્યલ ડિનર માટે અહીંયા આવતા રહેતાં...
જમવાના હોલમાં મોટા ગોળાકારમાં સફેદ ટેબલો અને ફરતે સફેદ ખુરશીઓ ગોઠવવામાં આવી હતી ...દરેક ટેબલ ઉપર સફેદ અને લાલ ફૂલ ભરેલ ફૂલદાની હતી...
ઉપરની તરફ લાઈટો ની ગોઠવણ એ રીતે કરવામાં આવી હતી જાણે કોઈ હીરા મોતી હોય...આ લાઈટો ની એક ખાસ ખાસિયત હતી... લાઇટમાં કોઈપણ બદસૂરત માણસ પણ સુંદર દેખાય આવે એવી રોશની ફેંકાઈ રહી હતી...
ડાયમંડ હોટેલ જાણે સફેદ ચાદર ઉપર હીરા લટકી રહ્યા હોય એ રીતે ચમકી રહી હતી ...આખી હોટેલ સફેદ કલરથી શણગારવામાં આવી હતી અને નાની નાની લાઈટો હીરા મોતી ની જેમ ગોઠવાયેલ હતી....

ક્રિશયે ઓનલાઇન ટેબલ નંબર 78 બુક કરી દીધું હતું...
ડાયમંડ હોટેલ આ શહેર ના માણસ માટે અજાણ નહતું...આ હોટેલ નું નામ સાંભળીને સમીરા ખૂબ ગદગદિત બની ગઈ ...એને હજુ વધારે સારું તૈયાર થવાની જરૂર છે એવું વિચારીને એ કેવું ડ્રેસઅપ કરવું એના વિચારોમાં ફસાઈ ગઈ ...

બીજી બાજુ રૂદ્ર એ પણ દેવ્યાની માટે ડાયમંડ હોટેલમાં ટેબલ નંબર 23 બુક કર્યું હતું....એટલે દેવ્યાની ને એવું લાગતું હતું કે સમીરા ના સિમ્પલ ડ્રેસ પહેરવા કરતા નવા ડ્રેસ ની શોપીંગ કરવી સારી રહેશે....એ સમીરા ને પરાણે નજીકના મોલમાં ઢસડી ને લઇ ગઈ ...

અયાના એ ઘણા પ્રયાસ કર્યા પરંતુ એને એક પણ ટેબલ ખાલી મળ્યું નહિ ...અને બીજી બાજુ ક્રિશય અને સમીરા ની પહેલી ડેટ નું સાંભળીને એ એના જ વિચારોમાં હતી જેથી એ ડિનર કેન્સલ કરવાના પૂરેપૂરા મૂડમાં આવી ગઈ હતી ...
એક પણ ટેબલ ખાલી ન મળતા અંકલના કહ્યા મુજબ એણે આજનું ડિનર કેન્સલ કરી દીધું અને ત્યાંથી અચાનક વિશ્વમ ને મળવા માટે રૂમ નંબર 56 તરફ ચાલવા લાગી....

(ક્રમશઃ)