Ayana - 3 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 3)



બારણું બંધ થઈ જતાં ક્રિશયે પાછળ ફરીને કુમુદ તરફ જોઈ લીધું.... બંને હસવા લાગ્યા...

"આંટી આ કેમ એટલો બધો ગુસ્સો કરતી હોય છે...કે પછી ખાલી મને જોઇને જ ગુસ્સો આવે છે..."

કુમુદ એ જવાબ આપવાનું ટાળ્યું અને ક્રિશય ને બેસવા કહ્યું...

બારણું બંધ કરીને રડતી એ અચાનક ઉભી થઇ અને ઘડિયાળ માં જોયું તો કોલેજ જવાનો સમય થઈ ગયો હતો...
ફટાફટ રડ્યા પછીનું લાલ થઇ ગયેલું મોઢું ધોઈને બહાર આવી અને કુર્તી સરખી કરીને વાળ ઉપર બ્રશ ફેરવ્યું...રડવાના કારણે નાકનું ટેરવું લાલ થઇ ગયું હતું એની ઉપર થોડો મેકઅપ કરીને પોતાને એક વાર અરીસામાં નિહાળી લીધી અને વિચારવા લાગી...કંઇક તો કમી છે અરીસામાં મને એટલી સુંદર કેમ બતાવે છે...
એટલી બધી સારી દેખાતી હોય તો ક્રિશય બીજાને કેમ પ્રેમ કરે છે...
બોલતા બોલતા આંખમાં પાણી આવવાની તૈયારી હતી ...પરંતુ માંડ મેકઅપ કરીને લાલ થઈ ગયેલો ચહેરો છુપાવ્યો હતો એટલે આંખ પટપટાવી ને આંસુ ને ધકેલી દીધા અને બહાર આવી...

બંને એ પંદર મિનિટ સુધી વાત કરી ...પછી ઘડિયાળ માં નજર કરી એટલે ક્રિશય ઊભો થઈ ગયો....

"શું થયું બેસને...."

"અરે ના ના મારે મોડું થાય છે ...દસ વાગ્યે પહોંચવાનું છે હોસ્પિટલ...."

"હજી તો નવ થયા છે...."

"હા , પણ કોલેજ માં એક કામ છે.... એની માટે તો આ અયાના ને કહું છું પણ એ જોવો ને ડ્રામા કરે છે..."

"હું ડ્રામા કરું છું...." ઉપર થી દાદર ઉતરતી અયાના બોલી...

" અરે બાપ રે આ સાંભળી ગઈ..." કુમુદ ના કાન પાસે જઈને ક્રિશય ધીમેથી બોલ્યો...અને અયાના તરફ પગલા માંડીને કહ્યું..

" મારે તારું કામ છે ... ચાલ ને જલ્દી..."

"એક મિનિટ... ડ્રામા કોણ કરે છે..."

"હું કરું છું બસ ...તું થોડી કંઈ ડ્રામા કરે ...તું તો...તું તો..." ક્રિશય ને શબ્દો નહોતા જડી રહ્યા...

"બસ બસ રહેવા દે , ચાલ હવે...એક મિનિટ હું બેગ લઈ લઉ...."

ગાડી ચાલુ કરીને ઊભેલો ક્રિશય અયાના ની રાહ જોઈ રહ્યો હતો ....

" ચાલને હવે જલ્દી...."

"આવું છું ...એટલી બધી શું ઉતાવળ છે..." બેગ પહેરતી અયાના બહાર આવી ...

"એ તારી કોલેજ માં જ છે....તું એને જોઇને મને કહેજે કેવી છે..."

"હું કોઈને જોવાની નથી....."
બોલતી બોલતી અયાના ક્રિશય ની ગાડી પાછળ ગોઠવાઈ ગઈ....

' તો હું જોઈશ ...' મનમાં બોલીને ક્રિશયે સ્માઇલ કરી..

" ચાલ ને હવે હમણાં મોડું થતું હતું ને..."હસતા ક્રિશય ને જોઇને એ બોલી ઉઠી..

ગાડીની પાછળ ની સીટ ઉપર બેઠેલી અયાના ક્રિશય ને જોઈ રહી હતી....
જ્યારે એ નાનો હતો ત્યારે ક્યૂટ દેખાતો એવો જ અત્યારે પણ દેખાતો હતો ...
મમ્મી પપ્પા કે કોઈ પણ વડીલ નો એ ખૂબ આદર કરતો...
કોઈ જાતનો ખરાબ શોખ ન રાખતો ...ખૂબ જ સાદો અને સરળ હતો...
આજે પણ એ એવો જ છે ....એના સ્વભાવ ને કારણે , એના સંસ્કાર ને કારણે , એની દોસ્તી નિભાવાની વફાદારી , લૂકમાં પણ કોઈ હીરા જેવો ક્રિશય આજે પણ એવો જ છે...
બ્લેક પેન્ટ ઉપર પહેરેલ વ્હાઇટ શર્ટ , શર્ટ ની સ્લિવ ફોલ્ડ કરેલી એની કાંડા ઉપર પહેરેલ ઘડિયાળ , આંખો ની ઉપર ચોરસ ફ્રેમ ના ચશ્મા , સિલ્કી વાળ ની બે ત્રણ લટ હવા માં લહેરાઈ રહી હતી...પાછળ થી પણ ખૂબ હેન્ડસમ લાગી રહ્યો હતો...એના કાનની નીચે સહેજ ગળા ઉપર એક નાનો કાળો તલ હતો જે એના શર્ટ ના ઉપરના બે બટન ખુલ્લા હોય ત્યારે દેખાતો હતો... ક્રિશય વિશેની નાની નાની માહિતી પણ અયાના યાદ રાખતી હતી...

અયાના જ્યારે પણ એને મળે ત્યારે પોતાના જોર જોરથી ધબકતા હૃદય વિશે એને જાણ ન થાય એની કાળજી રાખતી ...
આમ તો એ ક્યારેક જ એને મળે...પરંતુ ક્રિશય એને મળવા પહોંચી જ જાય...
બસ અયાના ના મનમાં એક જ સવાલ ફર્યા કરતો હતો કે શું ક્રિશય પણ એને પ્રેમ કરે છે જેમ એ પાગલોની જેમ બાળપણથી જ ક્રિશય ને પ્રેમ કરે છે ....
એનો જવાબ પણ આજે મળી ગયો હતો અયાના ને....
જાણે પોતાની જિંદગી નો કોઈ મતલબ જ ન રહ્યો હોય એવું એને લાગી રહ્યું હતું...
હવે આગળ નું જીવન એ કેવી રીતે પસાર કરશે એ પણ જાણતી ન હતી...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED