Ayana - 7 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 7)

બંને એકબીજાને જોઈ રહ્યા હતા...

છોકરી એ માસ્ક પહેર્યું હતું છતાં એની આંખ ઉપર થી દેખાઈ આવતું હતું કે એ છોકરી કેટલી સુંદર હશે , એની પટપટાવતી આંખ ઉપર થી ક્રિશયે નક્કી કરી લીધું કે એ કેટલી શાંત હશે , કેટલી ગુણવાન હશે ...

ક્રિશય એના ચહેરા ઉપર સ્માઇલ ચિપકાવી ને એની આંખો ને નિહાળી રહ્યો હતો....

અચાનક એ છોકરી સરખી ઉભી થઇ અને ક્રિશય ને ધક્કો માર્યો ...

ત્યાં એણે વિચારેલું એની સાથે જ ત્યાં ખરી ગયું...

" લે...." ક્રિશય ના મોઢામાંથી શબ્દ સરી પડ્યો...

"વ્હોટ લે....સવાર ની જોઉં છું મિસ્ટર તમને સવારથી લઈને બીજી વાર આ સીન ક્રિયેટ કર્યો છે....એટલો બધો શું શોખ છે છોકરી ઓ સાથે અથડાઈ ને ચાલવાનો..."

"ઓ હેલો...મને કોઈ શોખ નથી તમે જ જોઈને નથી ચાલતા ...સવાર માં તમે જ હતા એમ ને ...તમે જ આ ડિઝાઇન કરી આપી છે ને ..." શર્ટ ઉપર પડેલો દાગ બતાવીને ક્રિશયે કહ્યું...

" તો તમારે જોઇને ચલાય ને...."

" હા હવે તમે કહેશો એમ કરવાનું છે આ હોસ્પિટલ વાળાએ...."

વિશ્વમ બહાર આવ્યો ત્યારે ક્રિશય ને આ રીતે ઝઘડતા જોઇને એ એની પાસે દોડીને આવ્યો...

"સોરી..સોરી...સોરી ..." વિશ્વમ બોલ્યો..

"એને શું કામ સોરી કહે છે .... એણે જ આ દાગ કર્યો છે...." ફરી વાર શર્ટ નો દાગ બતાવીને ક્રિશયે કહ્યું...

"તું ચાલને અહીંથી..." દબાતા અવાજે વિશ્ચમ બોલ્યો અને ખેંચીને પરાણે ક્રિશય ને ત્યાંથી લઈ ગયો પરંતુ ક્રિશય નું બોલવાનું ચાલુ જ હતું....

"આ દાગ ના લીધે મારા મમ્મી મને ખીજાશે તો તમને તો હું નહિ જ જવા દઉં...અને બની શકશે તો કાલે આ શર્ટ તમારે જ ધોવાનો છે યાદ રાખજો...બચવું હોય તો મારી નજર માં નહિ આવતા નહિ તો....."
ક્રિશય વધારે આગળ બોલે એ પહેલા વિશ્વમે એના મોઢા ઉપર હાથ મૂકી દીધો અને રૂમની અંદર લઈને જતો રહ્યો...

ક્રિશય હજુ પણ એનો દાગ જોઈ રહ્યો હતો...

"શું સવાર નો દાગ ની પાછળ પડી ગયો છે....દાગ જ છે ને એ તો જતો રહેશે ...."

ક્રિશયે કંટાળીને એની સામે જોયું....

વિશ્વમે નજર ફેરવી લીધી ...

"એક વાત કહું...." ખૂબ સિરિયસ થઈને ક્રિશય બોલ્યો...

"બોલ ...." ક્રિશય ને જોઇને વિશ્વમ ને પણ ખ્યાલ આવ્યો કે વાત કઈક સિરિયસ હશે...

" આ દાગ નીકળી તો જાશે ને...."

બંને એકબીજા ને સિરિયસ થઈને જોઈ રહ્યા પછી વિશ્વમ ઊભો થઈને એની પાછળ દોડ્યો...એટલે ક્રિશય પણ હસતો હસતો દોડવા લાગ્યો....

સાંજ ના આઠ વાગી ગયા હતા...

ક્રિશય અને વિશ્વમ નીચે આવ્યા...વ્હાઇટ કોટ એની રૂમ નંબર 56 માં જ કાઢી નાખ્યો હતો...એટલે ક્રિશય ના શર્ટ નો દાગ સામે દેખાઈ આવતો હતો વારંવાર એનો હાથ હજી પણ એ દાગ ઉપર ફેરવી લેતો હતો...

"શીટ...ચાવી ક્યાં ગઈ..." પેન્ટ ના પોકેટ માં હાથ નાખીને ચેક કરતો ક્રિશય બોલ્યો...

"સ...ર......." પાછળ થી સિક્યુરિટી બોલ્યો અને ચાવી ઊંચી કરી...

વિશ્વમે હાથ નો ઈશારો કરીને ચાવી એની તરફ ફેંકવા કહ્યું....
સિક્યુરિટી એ ચાવી ફેંકી એટલે વિશ્વમે કેચ કરી લીધી અને જાણે કોઈ ગોલ્ડ મેડલ જીતી ગયો હોય એટલી ખુશી થી ક્રિશય તરફ ફર્યો...

"ચાલ ચાલ હવે...." ક્રિશયે હાથ માંથી ચાવી લઈ લીધી અને ચાલવા લાગ્યો...એની ગાડી પાર્ક કરવાની જગ્યાએ આવીને ઊભો રહ્યો ત્યાં એને યાદ આવ્યું કે એની ગાડી સિક્યુરિટી એ પાર્ક કરી હતી પરંતુ ક્યાં કરી એની જાણ ન હતી...

કામ ના કારણે એ થોડો થાકી ગયો હતો એટલે સિક્યુરિટી ને પૂછવા માં વધારે એનર્જી વપરાશે એવું વિચારીને કંટાળીને પાછળ ફર્યો ત્યારે સિક્યુરિટી એની તરફ ફરીને જ ઊભો હતો અને એક હાથ જમણી બાજુ રાખીને ઊભો હતો જાણે એ જાણતો જ હતો કે હમણાં ક્રિશય એને પૂછશે એટલે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી...

ક્રિશયે એની સામે જોઇને હસ્યું અને હાથ ના ઈશારા તરફ જઈને બાઈક લઈને આવાનું વિશ્વમ ને કહ્યું....

વિશ્વમે કોઈ આનાકાની વગર ત્યાં ચાલવા માંડ્યો...

"આજે તો આને કહેવું જ પડશે ..."
પોતાની જગ્યાએ મુકેલી એક્ટિવા તરફ જોઇને બોલ્યો અને એક્ટિવા ઉપર બેસી ગયો....

"ઓ હેલ્લો ....મિસ્ટર...." ક્રિશય એક્ટિવા ઉપર માથું રાખીને સૂતો હતો ત્યારે એક છોકરી આવી અને બાજુમાં ઉભી રહીને ચપટી વગાડીને કહી રહી હતી...

ઊંઘ થી ઘેરાયેલી આંખે ક્રિશયે એની સામે નજર કરી...

જે છોકરી સાથે અથડાયેલો હતો એ છોકરી અને આ છોકરી ની આંખો સરખી લાગી એને....એના હાથ માં વ્હાઇટ કોટ હતો એણે ગોઠણ ઉપર ની શોર્ટ વ્હાઇટ કુર્તી પહેરી હતી નીચે બ્લેક જીન્સ , હોસ્પિટલ માં જોઈ ત્યારે વાળ ખુલ્લા હતા અત્યારે બધા વાળ ને બાંધીને આગળ રાખ્યા હતા , સાદા ફૂલ વાળા ચંપલ પહેર્યા હતા , આંખો માં કાજલ સિવાય મેકઅપ ના નામે ચહેરા ઉપર કંઈ ન હતું...કાન માં નાની ત્રિકોણ આકાર ની બ્લેક ઇયરિંગ પહેરી હતી , વારંવાર ચપટી વગાડીને કંઇક કહી રહી હતી ....

પાછળ વિશ્ર્વમ આવ્યો એ પણ ક્રિશયે નોંધ્યું...પરંતુ છોકરી શું બોલતી હતી એ એને સંભળાતું ન હતું ...એકધારી નજર રાખીને ટગર ટગર એને જોયા કરતો હતો...

"ક્રિ....શ....ય....." વિશ્વમે ક્રિશય ને હચમચાવી ને બોલાવ્યો ત્યારે એ ભાન માં આવ્યો....

"હ....શું થયું ..." ક્રિશય માંડ માંડ હોશ માં આવ્યો...

"આ મારી ગાડી છે ...." છોકરી એ ગુસ્સે થી જણાવ્યું....

"હા તો એમાં હું શું કરું ....તમારી ગાડી હોય તો તમારી જગ્યાએ મૂકો ....." ક્રિશયે સામે વટ બતાવીને કહ્યું...

"શ...." વિશ્વને આંખ ના ડોળા કાઢીને ક્રિશય ને કહ્યું...અને છોકરી તરફ ફર્યો...

"સોરી સમીરા ...." વિશ્વમે કહ્યું અને વાત ને થોડી સંભાળી લીધી...

ક્રિશય ચૂપચાપ ઊભો રહીને બંનેની વાત સાંભળી રહ્યો હતો...

વાત પતાવીને વિશ્વમ ક્રિશય ને પરાણે ખેંચીને બાઈક પાસે લઈ ગયો...પરંતુ ક્રિશય નું ધ્યાન સમીરા ઉપર અટકી જ ગયું હતું એ એકધારી નજરે એને જોઈ રહ્યો હતો...સમીરા પણ ગુસ્સા ની નજર થી એને જોઈ રહી હતી....

બાઈક ઉપર બેસાડ્યો અને બાઈક ચાલુ કરીને પાર્કિંગ ની બહાર લઈ ગયો ત્યાં સુધી ફરી ફરી ને એ સમીરા ને જોઈ રહ્યો હતો અને સમીરા પણ સામે ટક્કર માં જવાબ આપવા એને જોઈ રહી હતી...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED