અયાના - (ભાગ 8) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અયાના - (ભાગ 8)

પાર્કિંગ માંથી ક્રિશય ની બાઈક નીકળી ત્યાં સુધી સમીરા એને જોઈ રહી અને અચાનક હસવા લાગી...

ક્રિશય ના મમ્મી ની જેમ સમીરા ના મમ્મી પણ એને સફેદ કપડાં નું ખૂબ ધ્યાન રાખવાનું કહેતા એટલે ક્રિશય નું દુઃખ એ સમજી શકતી હતી ....
પરંતુ અત્યારે આ રીતે ક્રિશય નું વર્તન જોઇને એને થોડું હસુ આવી ગયું....

હસતા હસતા એણે પોતાની કુર્તી એક વાર ચેક કરી લીધી પરંતુ ક્યાંય દાગ ન હતો એટલે ખુશ થઈને પોતાની એક્ટિવા ની ડિકી માં પર્સ મૂકીને વ્હાઇટ કોટ પહેરી લીધો અને પાર્કિંગ માંથી નીકળી ગઈ....

રસ્તા ઉપર બાઈક ચલાવતા વિશ્વમ અને ક્રિશય વચ્ચે સન્નાટો હતો બાઈક નો અવાજ અને લહેરાતા પવન સિવાય બીજો કોઈ અવાજ ન હતો....
વિશ્વમ નું ધ્યાન બાઈક ચલાવામાં હતું...અને ક્રિશય તો જાણે હજી એના દાગ ની ચિંતા લઈને બેઠો હતો ...પરંતુ સમીરા સાથેની મુલાકાત એને વધારે રસપ્રદ લાગી રહી હતી...સમીરા જેવી છોકરી એણે ક્યાંય જોઈ ન હતી...એની આંખો અને માસૂમ ચહેરો ક્રિશય મનમાં યાદ કરીને હસી રહ્યો હતો પરંતુ બીજી જ પળે સમીરા સાથે થયેલ ઝઘડો યાદ કરી ને અચાનક એ ગુસ્સા માં આવી ગયો ...

"સાવ કેવી છોકરી હતી ...."

"કોણ...." અચાનક ક્રિશય નો અવાજ સાંભળીને વિશ્વમે પાછળ કાન કરીને પૂછ્યું...

"પેલી ....શું નામ હતું ...." નામ ખબર હોવા છતાં ક્રિશયે નામ પૂછ્યું એણે એવું શું કામ કર્યું એની પોતાને પણ ખબર નહતી ...

"સમીરા ...." ક્રિશય આજે એની સાથે જ ઝઘડતો હતો એ યાદ આવતા વિશ્વમ નામ બોલ્યો ...

" હા એ જ ... સમીરા, મીરા, વિરા,જીરા જે હોય તે....આવી ક્યાંય છોકરી હોય...."

"છોડને ...એ વાત ને દસ મિનિટ થવા આવી ...."

"પણ દાગ તો હજી છે ને...."

વિશ્વમે બાઈક ઉભી રાખી ને પાછળ ફર્યો અને બે હાથ જોડીને કહ્યું ...

" મુક ભાઈ હવે દાગ ....છેલ્લી વાર વિનંતી કરું છું...."

ક્રિશય કંઈ બોલ્યો નહિ એટલે વિશ્વમે ઉમેર્યું...

"એક વાત તો કે છોકરી થી પ્રોબ્લેમ છે કે દાગ થી...."

ક્રિશયે એની સામે જોઇને સ્માઇલ કરી...એટલે વિશ્વમ બોલ્યો....

"અચ્છા દાગ થી જ છે એમ ને ....બાકી ઇ તો ફટાકડી હતી..."

બંને હસવા લાગ્યા...

"ના યાર , એમાં કંઇક તો વાત હતી ...મને એની આંખો ભુલાતી જ નથી ...."

"એટલે દાગ ભૂલાઈ ગયો એમ ને...." વિશ્વમે ખુશ થઇને કહ્યું...

એટલે બંને ફરી હસી પડ્યા ....અને બાઈક ચાલુ કરી ....

વિશ્વમ નું ઘર આવી જતા એને ઉતારીને ક્રિશયે બાઈક ચલાવી.....ઘર થી થોડે દૂર બાઈક ઊભી રાખીને ક્રિશય ઉતરી ગયો અને અયાના ને ફોન જોડ્યો...

ફોનમાં વાત કરી ને ક્રિશયે એને બારણું ખુલ્લુ રાખવાનું કહ્યું....અને ધીમા ધીમા પગલે પોતાના ઘરેથી કોઈ જોતું નથી એ નજર રાખીને અયાના ની ઘરમાં આવી ગયો અને સીધો અયાના ની રૂમ માં આવ્યો....

અયાના બુક વાંચી રહી હતી અને ક્રિશય ની રાહ જોઈ રહી હતી... ક્રિશય દોડીને રૂમ ની અંદર આવ્યો અને બારણું બંધ કરી દીધું એટલે અયાના નું ધ્યાન એની ઉપર આવ્યું...

"આ શું કરે છે...."

"શ...."ક્રિશય એના શર્ટ ના બટન ખોલવા લાગ્યો...

" ઓ હેલ્લો કપડા શું કામ કાઢે છે...." એટલું બોલતા અયાના એ એના શર્ટ ઉપર પડેલો કોફી નો દાગ જોયો એટલે એ હસવા લાગી....

"શ....કુમુદ આંટી આવી જશે...."

" હું કંઈ મારા કપડાં નહિ આપુ તને પહેરવા...."

"મારે તારા કપડા પહેરવા પણ નથી....તું ખાલી આ શર્ટ ને જલ્દી ધોઈ નાખ...."

"હું કઈ તારી નોકર નથી...."

"તો તું શું એમ ઈચ્છે છે કે આખી રાત આમ શર્ટ વગર તારી રૂમ માં રહુ...એ પણ તારી સાથે ...." બોલતો બોલતો ક્રિશય અયાના ની નજીક આવી રહ્યો હતો...

એના હાથ માંથી જાટકી ને શર્ટ લઈને અયાના એના બાથરૂમ તરફ આવી....

બાથરૂમ માં આવીને દીવાલ પાસે ઉભી રહી ગઈ અને મનમાં જ ખુશ થઈ ગઈ...અને ધીમા અવાજે હસી લીધું....શર્ટ હાથ માંથી ઉંચો કરીને કોલર ઉપર ચુંબન કરી લીધું....

શર્ટ ધોઈને બહાર આવતી અયાના એ શર્ટ વગર ના ક્રિશય ને જોયો ...એના પગલા ત્યાં જ ઉભા રહી ગયા...

ક્રિશય રીડિંગ ટેબલ પાસે ઊભો રહીને અયાના ની બુક જોઈ રહ્યો હતો....
અચાનક એને યાદ આવ્યું કે એણે જે બુક ની અંદર ' એ ' અને ' કે ' લખીને વચ્ચે દિલડું દોર્યું હતું એ જ બુક ક્રિશય જોઈ રહ્યો હતો એટલે અયાના દોડીને એની પાસે આવી અને જોરથી બોલી....

" ધોવાઈ ગયો..."

જસ્કી ગયો હોય એમ ક્રિશયે એની સામે નજર કરી....

" તો ડરાવે છે શું કામ ...મને પણ પાગલ કરવાનો ઇરાદો છે કે શું ...."

"મને પણ એટલે ....તું મને પાગલ સમજે છે ...." અયાના એ થોડો ગુસ્સા માં સવાલ કર્યો ...

અયાના ના બંને ખભે હાથ રાખીને ક્રિશયે કહ્યું...

"પાગલ તો પ્રેમ માં જ બનીએ...જાનેમન...." ક્રિશય ના શબ્દો અને એના ખભા ઉપર ક્રિશય ના હાથ નો સ્પર્શ અયાના ને ઊંડાણ સુધી ગદગદ બનાવી રહ્યું હતું....

ક્રિશય નું બોલવાનું ચાલુ જ હતું...

" અને જો પાગલ બનવું જ હોય તો...." ક્રિશય ધીમે ધીમે અયાના ના કાન પાસે આવીને બોલી રહ્યો હતો...

અયાના ના દિલ ની ધડકન ખૂબ ઝડપથી ચાલી રહી હતી...

"તો..." એણે ધીમેથી કહ્યું..

"તો તારી જેમ સાયકો નું ભણવું પડે...." બોલીને ક્રિશય હસવા લાગ્યો અને બેડ ઉપર બેસી ગયો...

સાંભળીને અયાના ને પણ હસુ આવતું હતું પરંતુ એણે માંડ માંડ હસુ રોકીને ગુસ્સાથી ક્રિશય તરફ નજર કરી....

"સોરી સોરી....પ્લીઝ હવે જલ્દી કર ને ઈસ્ત્રી...."

"ઈસ્ત્રી નથી....હું નીચેથી લઈને આવું..." બોલીને એ બારણાં તરફ આગળ વધી ત્યારે ક્રિશયે પાછળ થી એનો હાથ પકડી લીધો અને કહ્યું ...

" બહાર થી કોઈક જોઈ જશે તો શું સમજશે...."

"શું સમજશે...."

"એમ જ કે એક જવાન છોકરી અને એક જવાન છોકરો એ પણ આ રીતે ...કપડા વગર...."

"ઓકે ઓકે સમજાય ગયું....મારી પાસે બીજો એક રસ્તો છે...."

ક્રિશય એને જોઈ રહ્યો હતો.... અયાના એ હેર ડ્રાયર કાઢીને શર્ટ ઉપર રાખ્યું....

દસ મિનિટ માં એ શર્ટ સુકાઈ ગયો અને પછી એની ઉપર પોતાનું વાળ સીધા કરવાનું મશીન ફેરવીને શર્ટ ને બરોબર નો સૂકવી દીધો ....

શર્ટ જોઇને ક્રિશય ખૂબ ખુશ થઈ ગયો ... એણે ફટાફટ શર્ટ પહેરીને ખુશ થઈને અયાના ના કપાળ ઉપર ચુંબી લીધું અને બોલ્યો....

"થેંક્યું સો મચ ...આજે તારા લીધે બચી ગયો...." અને ત્યાંથી બહાર નીકળ્યો...

બહાર નીકળતા નીકળતા પાછળ ફરીને બોલ્યો...

"પ્લીઝ કુમુદ આંટી ને નહિ કહેતી ....તને ખબર જ છે મારી ઘરે ન્યુઝ પહોંચતા વાર નહિ લાગે...." એ હસવા લાગ્યો એટલે અયાના પણ હસી પરંતુ એના મનમાં તો હજી ક્રિશયે એના કપાળ ઉપર કરેલું ચુંબન જ ફરી રહ્યું હતું....

" તું ક્યારે આવ્યો..." ઘર ના મેઈન દરવાજા પાસે પહોંચતા જ પાછળ થી કુમુદ આંટી નો અવાજ સાંભળીને ક્રિશય ઊભો રહી ગયો...

"અ.. અયાના નું કામ હતું એટલે આવ્યો હતો ...તમે કિચન માં બિઝી હતા એટલે સીધો ઉપર જ ગયો હતો..."

"તો આવ ને બેસ ને...."

"ના ના વધારે મોડું થશે તો ઘરે તાંડવ થશે ...." બોલીને એ ત્યાંથી હસતો હસતો નીકળી ગયો....

હસતી હસતી કુમુદ રસોડા તરફ આવી અને એક નજર અયાના ની રૂમ તરફ કરી એટલે અયાના પણ ત્યાં ઉભી રહીને હસી રહી હતી અને પછી અંદર જતી રહી....

ક્રિશય ઘરે પહોંચ્યો ત્યારે એના ઘરે વિશ્વમ નો ફોન ચાલુ હતો અને ક્રિષ્ના અંદર આવતા ક્રિશય ને ગુસ્સે થી જોઈ રહી હતી...

"હા વિશ્વમ , ક્રિશય આવી ગયો છે ...હમણાં એની સાથે વાત કરું...." ગુસ્સા માં ફોન મૂકીને ક્રિષ્ના રસોડા માં આવી...

"ભાંડો ફૂટી ગયો લાગે...." ક્રિશયે મનમાં વિચાર્યું...અને ધીમા પગલે રસોડા માં આવ્યો...

(ક્રમશઃ)