Ayana - 10 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 10)

આજની સવાર કંઇક અલગ જ ખુમારમાં હતી...

ક્રિશય વહેલા ઊઠી ગયો હતો ...આખી રાત વિચારીને છેલ્લે એવા નિર્ણય ઉપર આવ્યો હતો કે આજે સમીરા ની પહેલા હોસ્પિટલ પહોંચીને ગાડી પાર્ક કરી દેવાની છે....વહેલા તૈયાર થઈને એ આજે હોસ્પિટલ માટે નીકળી ગયો હતો...

અયાના આજે ખૂબ જ ખુશ હતી...

અરીસા સામે ઉભી ઉભી પોતાને જોઈ રહી હતી...
બ્લૂ જીન્સ ઉપર બ્લેક શોર્ટ કુર્તી , કોણી સુધીની સ્લિવ, બોટનેક શેપ ધરાવતી ગળાની ડિઝાઇન વાળી કુર્તી માં એ ખૂબ સુંદર દેખાઈ રહી હતી...કાન પાસેથી બે બે લટો ભેગી કરીને પાછળ બાંધી દીધી હતી...એની ભૂરી આંખોની નીચે પડતો ગાલ નો ખાડો એને વધારે સુંદર બનાવી રહ્યું હતું... નમણા નાકની નીચે આવતા હોઠ ને આછા લાલ રંગી દીધા હતા જેના કારણે ચહેરા ઉપર કોઈ ગુલાબ ના ફૂલ જેવી રોનક છલકતી હતી...

ક્રિશય ને બતાવા માટે આજે એણે નવી કુર્તી પહેરી હતી...
તૈયાર થઈને નાસ્તો કરીને એ પોતાના પપ્પા સાથે જ હોસ્પિટલ માટે નીકળી ગઈ હતી...

હોસ્પિટલ પહોંચતા જ ક્રિશય ને ખ્યાલ આવ્યો કે એ થોડો વધારે જ વહેલા આવી ગયો હતો...સમીરા તો શું અહી કોઈ પણ હાજર ન હતું....પાર્કિંગ ની અંદર પહેલી ગાડી ક્રિશય ની આવી હતી...એ ગાડી ઉપર જ આડો પડ્યો અને બે મિનિટ માં ઊંઘી પડ્યો...

એના પપ્પા સાથે અયાના હોસ્પિટલ પહોંચી ગઈ... અયાના આ હોસ્પિટલ માં પહેલી વાર નહતી આવી એ એના પપ્પા સાથે ઘણીવાર અહી આવી ચૂકી હતી પરંતુ આજે પહેલી વાર એ એક નાની મોટી ડોક્ટર તરીકે પગ મૂકી રહી હતી...

"એ ક્રિશલીના...." ઘસઘસાટ ઊંઘી રહેલો ક્રિશય ઉઠ્યો ત્યારે વિશ્વમ એને ગાડી ઉપર આખો હલબલાવી રહ્યો હતો અને મોટે મોટેથી બોલી રહ્યો હતો...
ક્રિશયે એની આંખો ખોલી ત્યારે એને ખ્યાલ આવ્યો કે થોડા સમય પહેલા જે પાર્કિંગ ખાલી હતું તે હવે આખુ ભરાઈ ગયું હતું...જ્યાં નજર કરે ત્યાં ગાડીઓ જ દેખાતી હતી...

આંખો ચોળીને સરખી રીતે ખોલી ત્યારે ક્રિશય ને ધ્યાન આવ્યું કે આખુ પાર્કિંગ ભરાઈ ગયું હતું...બીજી કંઈ વાતચીત કર્યા વગર એણે વિશ્વમ ને પૂછી નાખ્યું...

"સમીરા આવી...?"

વિશ્વમે સ્માઇલ કરીને ના માં ડોકું ધુણાવ્યું...

હજી તો ક્રિશય કંઇક આગળ બોલે એ પહેલા એની નજર પાર્કિંગના ગેટ તરફ આવી...

બ્લેક પેકનેક વાળી કુર્તી , એની ઉપર થોડા વાળા ખુલ્લા હતા તો થોડા બાંધી દીધા હતા , ચહેરા ઉપર આછો મેકઅપ કરેલો હતો, બે ઇંચ ધરાવતા સેન્ડલ પહેર્યા હતા , એક્ટિવા લઈને આવતી છોકરી ને જોઇને ક્રિશય ની નજર ત્યાં જ થંભી ગઈ હતી....

એ છોકરી ધીમે ધીમે ક્રિશય ની નજીક આવી રહી હતી ...

પાર્કિંગ ની અંદર સિક્યુરિટી ગાર્ડ, ક્રિશય , વિશ્વમ અને બાકીના ત્રણ ચાર લોકો હતા જે આવેલી આ છોકરી ને જ જોઈ રહ્યા હતા...

ક્રિશય ની બાજુની જગ્યા ખાલી હતી...એટલે એ છોકરી સીધી ત્યાં જ આવી અને ક્રિશય ની ગાડી ની બાજુમાં પોતાની એક્ટિવા પાર્ક કરી....અને એક્ટિવા ની ડિકી માંથી પોતાનો વ્હાઇટ કોટ અને પર્સ કાઢવા લાગી...

"ગુડ મોર્નિંગ...." વિશ્વમે એ છોકરીને જોઇને કહ્યું...

"ગુડ મોર્નિંગ..." એ છોકરી એ સ્માઇલ કરીને કહ્યું ...

ક્રિશય હજુ પણ એ જ વિચારતો હતો કે આ ગઈકાલ ની સમીરા છે કે કોઈક બીજું છે...ખાતરી કરવા માટે એણે પૂછી લીધું...

"સમીરા...."

નામ સાંભળીને સમીરા એ તરત એની નજર ઉપર કરીને ક્રિશય તરફ જોયું ...

સમીરા ની નજર પોતાના ઉપર આવતા જાણે ક્રિશય ને સ્વર્ગ પ્રાપ્ત થઈ જવા જેટલી ખુશી થઈ આવી....એ પાગલોની જેમ સ્માઇલ કરતો સમીરા ને જોઈ રહ્યો હતો...

"આ પેશન્ટ છે....?" સમીરા એ વિશ્વમ તરફ નજર કરીને પૂછ્યું...

"પેશન્ટ ....?" વિશ્વમ અને ક્રિશયે બંને એ એકબીજા તરફ નજર કરીને બોલ્યા...

બંનેની નજર સમીરા તરફ આવી ત્યાં સમીરા ત્યાંથી નીકળી ને આગળ ચાલવા લાગી હતી...

વિશ્વમ અને ક્રિશયે બંને એ પાછળ નજર કરીને બોલ્યા...

"કોણ પેશન્ટ ...?" બંનેનો એકસાથે અવાજ સાંભળીને સમીરા હસીને પાછળ ફરી અને ક્રિશય તરફ નજર કરીને બોલી...

"આમને જોઇને એવું લાગે છે જે નવા ઇન્ટર્નશિપ માટે આવ્યા છે એમના આ પેશન્ટ હશે..."
સમીરા બોલીને ત્યાંથી બહાર નીકળી ગઈ...

ક્રિશય અને વિશ્વમ હજુ પણ એ જ પરિસ્થતિ માં હતા...

એને કંઈ સમજાયું ન હતું...

વિશ્વમ ઊંડું વિચારી રહ્યો હતો કે એણે ક્રિશય ને શું કહ્યું...

પરંતુ ક્રિશય ને તો જાણે સમીરા ના એક એક શબ્દો દિલ ઉપર ઘા કરતા હોય એમ એના ચહેરા ઉપર હજી સ્માઇલ જ ચીપકાવેલી હતી...

અયાના દેવ્યાની સાથે બેઠી હતી પરંતુ એની નજર ચકળવકળ ફરી રહી હતી...

"હમણાં આવશે...." દેવ્યાની એ અયાના તરફ નજર કર્યા વગર કહ્યું ...

આ સાંભળીને અયાના તો જાણે શરમાઈ ગઇ...પરંતુ ચહેરા ઉપર કંઈ પણ ભાવ રાખ્યા વગર એણે ગુસ્સામાં દેવ્યાની તરફ નજર કરી ....

"બસ હવે નાટક બંધ કર ...હું તને જાણું જ છું...." બોલીને દેવ્યાની અયાના ને ગળે વળગી પડી...

બંને હજી એકબીજાને ગળે વળગી ત્યાં જ એની નજર સામેથી આવતી એક સુંદર છોકરી ઉપર આવી...

એ છોકરી એ પણ અયાના તરફ નજર કરી અને સ્માઇલ કરી .... અયાના એ સ્માઇલ કરી અને ઉભી થઇ ગઈ એની સાથે સાથે દેવ્યાની પણ ઉભી થઇ ગઈ...

એ છોકરી ત્યાંથી નીકળી ગઈ ત્યાં સુધી અયાના એને જોઈ રહી...

દેવ્યાની એ કોણી નો ઠોસો મારીને અયાના ને ક્રિશય બતાવ્યો....

ક્રિશય ને જોઇને અયાના ની આંખો એકવાર ફરકવાનું ભૂલી ગઈ...

અયાના ને જોઇને ક્રિશય એની નજીક આવ્યો...

" તું અહીં શું કરે છે...."

" મારે...." અયાના એનું વાક્ય પૂરું કરે એ પહેલા પાછળ થી વિશ્વમ દોડીને આવ્યો અને અયાના તરફ નજર કર્યા વગર બોલ્યો...

"આજથી સાયકોના સરદારની ઇન્ટર્નશિપ છે એટલે...." બોલતા બોલતા એની નજર અયાના તરફ આવી એટલે બંધ થઈ ગયો...

એ સાંભળીને જાણે અયાના કરતા પણ વધારે દેવ્યાની નો પારો ઉપર આવી ગયો...

"ઓ હેલ્લો...."

"બોલો..." વિશ્વમે પૂરેપૂરા રોમેન્ટિક મૂડમાં આવીને દેવ્યાની તરફ નજર કરીને કહ્યું...

વિશ્વમ ની આંખો માં જોઇને દેવ્યાની એક સેકન્ડ માટે અટકી ગઈ અને અયાના નો હાથ પકડીને ત્યાંથી નીકળી ગઈ...

ત્યારે ક્રિશય ને યાદ આવ્યું કે સમીરા એ એણે જે કહ્યું હતું એ મુજબ ગણતરી કરીએ તો સમીરા એ ક્રિશય ને એક બાજુથી પાગલ કહ્યો હતો....

"હું... પાગલ ....?" હજુ પણ પોતાના ઉપર વિશ્વાસ ન આવતો હોય એમ વિશ્વમ તરફ નજર કરીને કહ્યું ...

વિશ્વમ હજુ પણ દેવ્યાની ને જતા જોઈ રહ્યો હતો અને હસી રહ્યો હતો...

"એક મિનિટ.....તું કહે છે કે પૂછે છે....?" સાંભળીને ક્રિશય વિશ્વમ પાછળ દોડ્યો ... વિશ્વમ દોડીને ઉપર ના દાદર ચડવા લાગ્યો....

આ હોસ્પિટલ ની અંદર હોસ્પિટલ જેવો માહોલ ભાગ્યે જ દેખાતો હતો ...બધા એકબીજા સાથે મોજમસ્તી કરતા રહેતા...
ક્રિશય અને વિશ્વમ તો જાણે પાર્ક માં ફરતાં હોય એમ ફરતા રહેતા...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED