Ayana - 2 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 2)

"શું..." ચોંકેલી અયાના બોલી..

"હ..કંઈ નહિ...હું એમ કહેતો હતો કે ક્યારેક માણસો સાથે પણ વાત કરી લેવાય..."

"હા , હા , કેમ નહિ લે..." બોલીને હાથમાં પકડેલ પાણી નો ફૂઆરો ક્રિશય ઉપર વરસાવ્યો...અને હસવા લાગી...

"આ શું કરે છે ...." આછો પલળી ગયેલો ક્રિશય બોલ્યો..

" હું તો આ રીતે જ વાત કરું છું ફૂલછોડ સાથે..." બોલીને એ હસવા લાગી...

એના હાથમાંથી ફુઆરો લઈને અયાના ઉપર માંડ્યો ...

ક્રિશય ના હાથમાંથી ફૂઆરો લેવા જતા અયાના નો પગ લપસ્યો એટલે એણે સહારા માટે ક્રિશય ને પકડી લીધો...
ક્રિશય એ અયાના ને પકડીને ઉભી કરી અને પોતાની નજીક ખેંચી ....એનો એક હાથ અયાના ની કમર માં પરોવ્યો અને એની વધારે નજીક કરી...
બંનેના શ્વાસ એકબીજાને અથડાઈ રહ્યા હતા એટલા નજીક ઊભા હતા ... ક્રિશય ના બીજા હાથમાં ઉપર ફૂઆરો હતો જેથી બંને ઉપર આછી વર્ષા થઈ રહી હતી ...
એની ભૂરી આંખોમાંથી નજર હટાવીને એના કાન પાસે આવીને ધીમેથી બોલ્યો...

"થેંક્યું... અયાના..."

એના કાન પાસે અથડાતા ક્રિશય ના શ્વાસ એને ફીલ થઈ રહ્યા હતા ...બંધ આંખે જ એ બોલી ઉઠી ...
"કેમ ..."

" મારો રૂમ સરખો કરવા અને..."

"અને..."

"અને મારો વ્હાઇટ શર્ટ ગંદો થાય તો એને ધોવાનું રિસ્ક લેવા માટે...."

અચાનક ભાન આવતા ધક્કો મારીને એ બોલી...

"વ્હોટ...."

"હા એટલે જ તે મને વ્હાઇટ શર્ટ આપ્યો ને..." બોલીને ક્રિશય હસવા લાગ્યો...

અયાના હજુ પણ સમજી નહોતી એટલે એ એને જોઈ રહી...

"તો કેવી ચાલે છે તારી સાયકો ની તૈયારી..."

"શટ અપ..." અયાના ગુસ્સામાં ત્યાંથી ઘર ની અંદર ચાલવા લાગી...

"અરે મારે તો કામ હતું એટલે પૂછું છું.... સાંભળ તો ખરા... હેય..."

ક્રિશય એની પાછળ પાછળ દોડવા લાગ્યો...

ક્રિશય એમ.બી.બી.એસ. સ્ટુડન્ટ હતો એ હોસ્પિટલ માં ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો...
અયાના મનોચિકિત્સક (સાઈકોલોજિસ્ટ ) વિશે અભ્યાસ કરી રહી હતી...એ એના જર્નલ નોલેજ માટે જ આ કરી રહી હતી...

બંને લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ માં અભ્યાસ કરતા હતા....એની નજીક આવેલી હોસ્પિટલ માં ક્રિશય ઇન્ટર્નશિપ કરતો હતો...

અયાના અંદર આવીને એના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દીધો...

"હેય સ્વીટહાર્ટ ...." કુમુદ ( અયાના ના મમ્મી ) ને પગે લાગીને ક્રિશયે કહ્યું...

" એક અઠવાડિયા થી કેમ્પમાં ગયો હતો તને જોયા વગર તો મારો દિવસ પડતો ન હતો...."ક્રિશય ના માથામાં હાથ ફેરવીને કહ્યું...

" અમારે એવું તો આવ્યા કરે ...કોઈ ગામ માં કેમ્પ ને એવું એટલે હવે તમારે એની આદત કરવી પડશે...હું પણ એ જ કરું છું મને પણ ક્યાં તમારી વગર મન લાગે છે...."
ક્રિશય બોલ્યો અને બંને હસવા લાગ્યા...

ક્રિશય અને કુમુદ વચ્ચે માં - દીકરા થી ઉપરનો પ્રેમ હતો...
જ્યારે ક્રિશય નો જન્મ થયો ત્યારે ક્રિષ્ના ને સાત મહિના નો આરામ કરવા કહ્યું ...એવા સમયમાં કુમુદ ક્રિશય અને અયાના ની કાળજી એકલા જ લેતી હતી.... અયાના કરતા પણ વધારે એણે ક્રિશય નું ધ્યાન રાખ્યું હતું...જેથી બંનેને ખૂબ ભળતું હતું... બંને એકબીજાને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કહેતા હતા ...

ક્રિશય ના મમ્મી પપ્પા ના લવમેરેજ હતા જેથી એના પરિવાર ના નામે એની પાસે મમ્મી પપ્પા સિવાય કોઈ હતું નહિ...
પરંતુ અયાના ના આખા પરિવારે એને પોતાના પરિવારના સભ્યો ગણ્યા હતા....

ક્રિશય એ હાથ ના ઇશારે અને ભવા ઊંચા કરીને પૂછ્યું...
જાણે કુમુદ સમજી ગઈ હોય એ રીતે એણે પણ ઉપર ની રૂમ તરફ આંગળી કરીને ઈશારો કર્યો...
પછી બંને હસવા લાગ્યા...

ક્રિશયે ઉપર ની રૂમ તરફ પગલા માંડ્યા...

રૂમમાં આવીને અયાના એ દરવાજો બંધ કર્યો અને બેડ ઉપર ઉંધી થઈને પડી... બંને કોણીને બેડના મખમલ ચાદર માં ટકાવીને બંને હાથ ની હથેળી ની પાછળ ના ભાગ ઉપર મોઢું સ્થિર રીતે ફીટ કરીને વિચારી રહી હતી....
વિચારતા વિચારતા અચાનક એને સ્માઇલ કરી અને પછી હસવા લાગી....
ક્રિશય એને સાયકો કહેતો ત્યારે એ ગુસ્સો કરવાનો દેખાવો કરતી પરંતુ અંદરથી એને ખૂબ હસુ આવતું ....
ક્રિશય ની એક એક વાત અયાનાને ગમતી...
પરંતુ એની સામે અણગમો અને ગુસ્સો એવી રીતે ઠાલવતી જાણે કોઈ દુશ્મન હોય....
નાનપણ થી બંને સાથે જ મોટા થયા હતા...પરંતુ જાણે નાનપણ થી જ પ્રેમ શબ્દ ને સમજતી અયાના પાંચમા ધોરણ થી ક્રિશય ને પ્રેમ કરતી હતી...
એ પ્રેમ ને એક દોસ્તી નું નામ આપ્યું હતું ....
ક્રિશય ને ક્યારેય પણ જાણ થવા દીધી નહતી... જે આજ સુધી પણ ચાલી રહ્યું હતું....
કુમુદ પણ જાણતી હતી કે એની છોકરી ક્રિશય ને પ્રેમ કરે છે....
બારણાં ઉપર ના ટકોરા સાંભળીને એને ખ્યાલ આવી ગયો કે બહાર ક્રિશય જ હશે...
મોટી સ્માઇલ કરીને ઉભી થઈ અને અરીસા માં જોઇને વાળ સરખા કરીને બારણાં પાસે આવી અને એકવાર શ્વાસ અંદર બહાર કરીને ચહેરા ઉપરની સ્માઇલ ગાયબ કરીને બારણું ખોલ્યું...

ઉપર જવાના દાદર પૂરા થાય એટલે તરત જ અયાના નો બેડરૂમ આવતો હતો...
ક્રિશયે ખૂબ હિંમત એકઠી કરીને બારણાં ઉપર ટકોરા માર્યા...
દસ સેકન્ડ માં જ બારણું ખૂલ્યું ....
પોતાની સામે અયાના નો ગુસ્સો ભરેલ ચહેરો જોઈને ક્રિશય ની એકઠી કરેલી હિંમત ચકનાચૂર થઈ ગઈ...

"શું છે..."અયાના એ કહ્યું ...

" યાર, વાત તો સાંભળી લે..."

"જલ્દી બોલ..."

" મારે કામ હતું એટલે ...."

અયાના વચ્ચે જ બોલી ઉઠી..
" આગળ બોલ ...બોલવા માટે તારી પાસે વધારે સમય નથી..."

"યસ , તારી કોલેજ માં મારી એક ફ્રેન્ડ છે જેને તારે શોધવાની છે...."
એક જ શ્વાસ માં ક્રિશય બોલી ગયો...

"તારી ફ્રેન્ડ છે એટલે....એ કોઈ છોકરી છે ...?"

"હા, આમ કહે તો મારો પહેલો અને એકનો એક પ્રેમ છે...."

"ઓકે..."
જાણે પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એમ ' ઓકે ' બોલીને બારણું બંધ કરી દીધું....
અને બારણાં પાસે બેસી ગઈ...
એટલી જલ્દી તો રાજધાની એક્સપ્રેસ પણ ન આવે જેટલી જલ્દી અયાના ની આંખોમાં આંસુ આવી ગયાં...
બંને ગોઠણ ઉપર હાથ થી મોઢું છૂપાવીને એ રડવા લાગી...

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED