અયાના - (ભાગ 9) Heer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અયાના - (ભાગ 9)

રસોડા માં આવીને ક્રિશયે એના મમ્મી તરફ જોઇને સ્માઈલ કરી ....

એના મમ્મી એ ક્રિશય ને ઉપર થી નીચે સુધી જોઈ લીધો...

ક્રિશયે અંદાજ કાઢી લીધો કે વિશ્વમે દાગ નું કઈ દીધું હશે...
પરંતુ એ દાગ તો હવે નહતો એટલે ક્રિશયે હાથ કમર ઉપર રાખીને એના મમ્મી ની સામે ફેશન શો કરતો હોય એમ ઊભો રહ્યો...

એના મમ્મી એને નિહાળી ને ગુસ્સા માં કામ કરવા લાગ્યા...એટલે ક્રિશય ને થોડી નવાઈ લાગી...દાગ નથી છતાં મમ્મી એ કેમ સ્માઇલ ન કરી...

"મમ્મી...."

"તે મને કીધું કેમ નહિ...."

ક્રિશય ને ખબર સુધા નહતી કે એના મમ્મી કંઈ વાત કરે છે એટલે શું જવાબ આપવો એ એને સૂઝ્યું નહિ...

"પણ હવે નથી એ...." ક્રિશયે કહ્યું...

ક્રિષ્ના એ એની તરફ નજર કરી અને પછી હસવા લાગી....
"શું નથી ...."

ક્રિશય ને હજુ કઈ ખબર પડતી ન હતી...એના મમ્મી પહેલા ગુસ્સો કરતા હતા અને પછી હસતા હતા...આ વિશ્વમે એના મમ્મી ને શું કહી દીધું છે જેના કારણે મમ્મી આવી રીતે વર્તે છે....

ક્રિશય હજુ પણ એની મમ્મી ને જોઈ રહ્યો હતો...જો વિશ્ર્વમે દાગ નું કહી દીધું હશે તો એને તો ક્રિશય જોઈ જ લેવાનો છે બસ મમ્મી ને કંઈ રીતે કહેવું અને વળી પાછો દાગ પણ નથી એ ક્યાંથી નીકળી ગયો એ પણ કહેવું પડશે ....

એ વિચારી રહ્યો હતો ત્યાં એના મમ્મી બોલી ઉઠ્યા...

"તારો ફોન આપ મને...."

હવે નવી કડી આવી એની સામે ...એના ફોન નું મમ્મી ને શું કામ હોય....

ક્રિશયે ફોન કાઢીને આપ્યો...થોડો ડરી રહ્યો હતો જેની નોંધ એના મમ્મી એ લીધી હતી...
ફોન હાથ માં લઈને ક્રિષ્ના એ વિશ્વમ નો નંબર કાઢીને એને ફોન જોડ્યો...

ફોન રીસિવ થતાં જ ક્રિષ્ના હસવા લાગી અને બોલી ઉઠી...

"લ્યો ,થઈ ગયું તારું કામ ...." બોલીને ક્રિશય તરફ ફોન ધર્યો...

ક્રિશય હજુ પણ એ જ હાલત માં હતો એણે ફોન ઉઠાવ્યો અને કાન એ રાખ્યો...

" એપ્રિલ ફૂલ....." વિશ્વમે ખૂબ જોરથી બરાડ્યું...એટલું જોરથી કે લગભગ ક્રિશયને ફોન કાન થી થોડો દૂર કરવો પડ્યો...

પછી ક્રિષ્ના ની સાથે સાથે હવે વિશ્વમ પણ હસી રહ્યો હતો...

ત્યારે ક્રિશય ને યાદ આવ્યું કે બંને એ હોસ્પિટલ માં શરત લગાવી હતી કે વિશ્વમ એને એપ્રિલ ફૂલ બનાવીને રહેશે ...પરંતુ ત્યારે હવા કરતી વખતે ક્રિશયે કહ્યું હતું કે તું મને એપ્રિલ ફૂલ બનાવી જ ન શકે...

એ શરત અત્યારે પૂરી થઈ હતી એટલે ક્રિશય ને પણ હસુ આવી ગયું ....

ફોન મૂકીને ક્રિષ્ના એ ક્રિશય ને પૂછ્યું કે એ કંઈ વાત થી ડરી ગયો હતો પરંતુ ક્રિશયે લાડકા થઈને વાત ને વાળી દીધી હતી ....

ક્રિશય ના ગયા પછી અયાના ક્યારની એના વિચારો માં હતી....
એના પપ્પા આવી ગયા પછી પણ એના પપ્પા પાસેથી ક્રિશય વિશે વાત કઢાવતી હતી...

અયાના જેમ ક્રિશય વિશે વિચારી રહી હતી એવી જ રીતે ક્રિશય પણ વિચારી રહ્યો હતો...સમીરા વિશે...

બીજી બાજુ સમીરા ઘરે આવીને એના મમ્મી ની ફૂલહાર ચડાવેલી ફ્રેમ ને જોઇને બોલી રહી હતી...
"જોયું ને મમ્મી મારી કુર્તી પર એક પણ દાગ નથી...." હસી રહી હતી...

સમીરા વીસ વર્ષ ની હતી ત્યારે એના મમ્મી અને પપ્પા બંને એક કાર એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા હતા...
સમીરા ને કોઈ ભાઈ બહેન ન હતા...પરિવાર ના નામે એની પાસે કોઈ હતું નહિ...એના મમ્મી પપ્પા ના ગયા પછી એના મામા અને કાકા એ પણ તરછોડી હતી ....
આજે સમીરા એક ડોક્ટર તરીકે ઇન્ટર્નશિપ કરી રહી હતી...એ ઘર પણ એકલી ચલાવતી હતી એના જીવનમાં ઘણી એવી મુશ્કેલી સાથે એ લડતી હતી...પરંતુ ક્યારેય હાર માની ન હતી....

"પપ્પા , આપની વચ્ચે શરત લાગી હતી કે કોણ જીતશે....હું જીતી ગઈ છું ...મમ્મી હારી ગઈ છે....એટલે તમારે હવે મને ઈનામ આપવું પડશે જે મે સવાર માં માંગ્યું હતું...."

બોલતા બોલતા એની આંખો માં આંસુ આવી ગયા....
એને સવાર ની વાત યાદ આવી ગઈ....

સવાર માં ફ્રેમ ની સામે ઊભા રહીને સમીરા એ કહ્યું હતું કે....કુર્તી માં દાગ પડશે તો એ ક્યારેય વ્હાઇટ કપડા નહિ પહેરે અને જો દાગ નહિ હોય તો એના પપ્પા એને લાલ બાંધણી વાળો દુપટ્ટો લાવી આપશે....

સમીરા નાની હતી ત્યારથી એને લાલ બાંધણી વાળો દુપટ્ટો ખૂબ પસંદ હતો....એના મમ્મી ની લાલ બાંધણી સાડી માંથી બે દુપટ્ટા કરી આપ્યા હતા એ ફાટી ગયા હતા છતાં સમીરા એ સાચવી રાખ્યા હતા...પરંતુ એના મમ્મી પપ્પા એ કહ્યું હતું કે આના બદલે એ એને નવો લાવી આપશે....એટલે બંને દુપટ્ટા નાખી દીધા હતા અને ત્રણ ચાર દિવસ પછી જ્યારે એના મમ્મી પપ્પા દુપટ્ટો લેવા માટે નીકળ્યા ત્યારે જ એની કાર નું એક્સિડન્ટ થયું હતું ....

સમીરા આજે પણ એ દુપટ્ટા ની રાહ જોઈ રહી હતી....ગમે ત્યારે એ ફ્રેમ પાસે ઊભા રહીને કંઇક માંગતી તો એ લાલ બાંધણી વાળો દુપટ્ટો માંગતી હતી જે ક્યારેય એને મળવાનો ન હતો એ પણ જાણતી હતી...

બધુ કામ કરીને સાંજે લેપટોપ સામે બેઠા બેઠા સમીરા કોફી પીતી હતી....ત્યાં કોફી નો એક સીરપ લઈને એને આજે હોસ્પિટલ માં જોયેલો છોકરો યાદ આવ્યો...
એના વિશે વિચારીને એને હસુ આવી ગયું...
લેપટોપ બંધ કરીને સમીરા એ છોકરા વિશે વિચારી રહી હતી.... વિશ્વમ ને એ મળી હતી પરંતુ એ છોકરા ને પહેલી વાર મળી હતી...એનું નામ વિશ્વમ ના મોઢેથી સાંભળી ને સમીરા ક્રિશય નામ ની દીવાની થઈ ગઈ હતી...

ક્રિશય નું વર્તન યાદ કરતા સમીરા ને હસુ આવતું હતું...એકલી એકલી સમીરા જોર જોરથી હસી રહી હતી...

"ક્રિશય...." નામ બોલતા જ એને કોઈ ઠંડા બરફ જેવી લાગણી થઈ રહી હતી...થોડી વાર પહેલા નું દુઃખ પૂરેપૂરું સુખ ની ચાસણી લાવી ગયું હતું...

ક્રિશય વિશે વિચારતા વિચારતા એ ક્યારે સૂઈ ગઈ એની પણ એને ખબર ન રહી....

આજ ની રાત પણ જાણે ભગવાને કોઈ પુસ્તક નું પહેલું પેજ લખ્યું હોય એવી હતી...એકબાજુ અયાના ક્રિશયને પ્રેમ કરતી હતી ...તો બીજી બાજુ ક્રિશય અને સમીરા પહેલી મુલાકાત માં એકબીજા વિશે વિચારી રહી હતા....
આ પુસ્તક ની અંદર શું છે ,એની આગળ નું પેજ શું લખ્યું હશે એ તો હવે એ જ જાણે ....
ત્રણેય ના જીવન નું પુસ્તક લખનાર ભગવાન પણ નિર્દય નહિ હોય ત્યાં પણ કોઈ સુપ્રીમ કોર્ટ ચાલતી હશે જેના કારણે ત્રણેય ને એના પ્રેમ નો ન્યાય જરૂર મળશે...

(ક્રમશઃ)