સંબંધ. કોમ Kuntal Sanjay Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ. કોમ

*સંબંધ.કોમ*

"હું એક વાર્તા છું મૉમ?"નાનકડી જિયાનો પ્રશ્ન ! રેશમી ચોંકી ગઈ, "આ તે કેવો પ્રશ્ન?"પછી હળવેકથી જિયા ના ગાલે ટપલી મારતાં બોલી,"બેટુ ,આવું કોણે કહ્યું મારી લાડલીને? અને ઇંગલિશ મીડીયમ માં ભણતી વ્હાલસોયી ને પૂછ્યું, "યુ નો બેબી વાર્તા એટલે શું હોય?"જિયા બોલી " આઈ ન્યુ મૉમ નાનુએ શીખવાડ્યું વાર્તા એટલે સ્ટોરી."
રેશમી એક ગર્ભશ્રીમંત બાપની એક ની એક દીકરી હતી.કહેવાય છે ને કે પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જાય એવું જ સેમ રોટલી માંગે તો પિત્ઝા હાજર!રેશમી એટલે એની નાનકડી 16 રૂમની રિયાસતની રાજકુમારી!માતા-પિતા ઉપરાંત દાદીની છત્રછાયામાં ઉછરેલી રેશમી પર રૂપ આપવામાં પ્રભુએ પણ ચારે હાથે કૃપા કરી હતી!
રેશમી ડૉકટર બની અને ઇન્ટર્નશીપ માટે એક ગાયનેક હૉસ્પિટલ માં જતી હતી.એક દિવસ ત્યાં એક અલગ જ બનાવ બન્યો.એક સિંગલ લેડી ડિલીવરી માટે એડમિટ થઈ. એનાં કહેવા મુજબ એનું કોઈ જ નહોતું દુનિયામાં અને આવનાર બાળકનાં પિતા ગુજરી ગયાં હતાં.રેશમી અને બીજાં ડોક્ટર્સે ચર્ચા કરી અને માનવતાની દ્રષ્ટિએ ડિલિવરી માટે તૈયાર થયા. હવે થયું એવું કે એ સ્ત્રી બાળકને જન્મ આપતાં જ ગુજરી ગઈ! બાળક અને એ પણ દીકરી ,સૌ ચિંતામાં ! અનાથાલયમાં મુકવાનું નક્કી થયું.રેશમી અને એક નર્સ એને અનાથાલયમાં મૂકવા ગયાં. પણ ત્યાં એક ગજબની વાત થઈ બાળકીની મીઠી સૂરત જોઈ રેશમીનો જીવ જ ન ચાલ્યો ત્યાં મૂકતા!એ એને પોતાની સાથે ઘરે લઈ આવી.
રેશમીએ ઘરમાં આવતાં જ બૂમ મારી,"મમ્મી....જો તો હું શું લાવી? દાદી જુઓ નાનકડી રેશુ આવી!" દાદી ,મમ્મી બંને એક સાથે બહાર આવ્યાં, જોયું તો નાનકડી ઢીંગલી જેવી રૂપાળી બાળકી સાથે રેશમી મલકાઈ રહી હતી.રેશમીએ હકીકત જણાવી.શરૂઆતમાં વિરોધ પછી બધાંએ રેશમી નો નિર્ણય સ્વીકારી લીધો.એ બાળકી એટલે જિયા!
જિયાની પાછળ આખું ઘર બાળક બની જતું,ઘરમાં કાલીઘેલી બોલીઓ અને રમકડાં નાં ઢગલાઓ વચ્ચે વડીલો પણ રમતાં થઈ જતાં. જિયા તો જાણે બોરિંગ જીંદગીમાં નવો ઉત્સાહ સિંચવા આવી હોય!
રેશમીએ હવે પોતાની હૉસ્પિટલ બનાવી છે.દિવસ-રાત મહેનત કરે અને દિલથી દર્દીઓની સેવા કરે છે.એક દિવસ એક સેમિનારમાં રેશમીની મુલાકાત એક એનેસ્થેટિક ડો.રિયાન સાથે થઈ. રિયાન રેશમી નાં રેશમ સા રૂપ પર મોહી પડ્યો અને વાતો કરતાં કરતાં સોનેરી સ્વભાવ પર પણ વારી ગયો.રેશમીને પણ પહેલીવાર જ કોઈ આટલું ગમી ગયું હોય એમ લાગ્યું.ધીમે ધીમે પ્રકરણ આગળ વધતું જતું હતું.રિયાને ઘરમાં વાત કરી.રિયાનના ઘરમાં તો જાણે ખુશીની લહેર દોડી ગઈ,જે રિયાન લગ્ન માટે રાજી જ નહોતો થતો એ આજે સામેથી છોકરી જોવા જવાની વાત કરે છે અરે ! વાત તો શું પસંદ કરી લીધી એમ કહે છે!
રેશમી એ રિયાનને જિયાની વાત જણાવવા ઘણી કોશિશ કરી હતી પરંતુ કોઈ બીજી જ વાત નીકળી જતી હતી અને એ રહી જતી.વળી, એક મહિનો જ તો થયો હતો મળ્યાને પણ.આજે રિયાનના ડૅડી એક ખાસ વાત જણાવવા રેશમીના ઘરે આવ્યાં હતાં.રિયાને અને ઘરના લોકોએ નક્કી કર્યું હતું જે છે એ લગ્ન પહેલાં જ સ્પષ્ટ કરી દેવું હિતાવહ!
જિયા રમતાં રમતાં નાનુ પાસે ગઈ ત્યાં સાંભળ્યું કે એક દાદાજીએ જિયા કોણ છે એમ પૂછ્યું અને નાનુ બોલ્યા,"એ એક લાંબી વાર્તા છે."અને જિયાએ આવીને મોમને પ્રશ્ન પૂછ્યો.
રિયાનના ડૅડી એ અને રેશમીના ડૅડી એ એ લોકો વચ્ચે જે વાત થઈ એ રેશમી અને રિયાન બંનેને સાથે બોલાવી,બેસાડી કહેવાનું નક્કી કર્યું.બંનેને બોલાવ્યા અને વાત શરૂ થઈ.રિયાને ડૅડી ને અટકાવતાં કહ્યું,"હું જ વાત કરી લઉં ડૅડી, સત્ય સાથે એ મારો સ્વીકાર કરે તો જ શક્ય નહિ તો જૈસે થે".રિયાને વાત શરૂ કરી,"રેશમી , હું કૉલેજમાંથી એક ટૂર પર ગયો હતો,ત્યાં મારી મુલાકાત વિદિશા સાથે થઈ અમે ઘણાં આગળ નીકળી ગયાં હતાં,પરંતું હું જ્યારે પણ લગ્નની વાત કરું એ વાત ટાળી દેતી હતી.એ એક પેઇંગ ગેસ્ટ તરીકે રહી ને જોબ કરતી હતી.એનું સિટી હૈદરાબાદ હતું બસ એના સિવાય કોઈ ફેમિલી ડિટેલ એણે જણાવી નહોતી.એણે પછી એકદમ જ મારાથી દૂર રહેવા માંડ્યું ,હું કૉલ કરું તો બિઝી છું કહી કટ કરી દેતી હતી.હું પાગલની જેમ મેસેજીસ કરતો રહેતો મારે સ્ટડી પર અસર થવા લાગી મારી કેટીઝ આવવા માંડી. મેં જેમતેમ કરી એ જ્યાં રહેતી હતી ત્યાંનું એડ્રેસ મેળવ્યું અને પહોંચ્યો ત્યાં ગયો અને ત્યાં મેં ફોટો બતાવ્યો પછી એ ઘરનાં માલિકે જે જણાવ્યું એ સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ!એ વિદિશા નહિ પણ શબનમ હતી!અને એ એટલે રૂમ છોડી ગઈ હતી કે એ પ્રેગનન્ટ હતી.એક કવર આપી ગઈ હતી એ મારા માટે કહી ગઈ હતી," 1 વર્ષ સુધીમાં મને કોઈ શોધતું આવે તો આ કવર આપજો અને ના આવે તો ફાડી નાખજો." રેશમી એક ધ્યાન થઈ આ અજબ ઘટના સાંભળી રહી હતી.રિયાને સહેજ ખોંખારો ખાઈ આગળ ચલાવ્યું,"મેં ધ્રુજતાં હાથે એ કવર ખોલ્યું,અંદર આંસુઓનાં અગણિત ધબ્બાઓ દેખાતાં હતાં, લખ્યું હતું,"રિયાન,તું મને માફ નહિ કરી શકે હું જાણું છું મેં તારી સાથે છળ કર્યું છે.સાચું કહું તો હું દિલ સામે મજબૂર હતી,તને જોયો ત્યારથી બસ મન તને જ ઝંખતું હતું,દિવસ-રાત ચારેબાજુ તું જ દેખાતો,ખાવાપીવાના હોશોહવાસ નહોતાં રહેતાં. મારી એક ફ્રેન્ડ એ આઈડિયા આપ્યો કે તું તારું નામ જ બીજું કહે તો કંઈ વાત બને અને મેં એમ જ કર્યું! હવે ખાસ વાત કે હું તારા બાળકની મા બનવાની છું અને બનીશ જ.મારા ઘરના લોકો સાથેના બધાં જ કૉંટેક્ટ મેં તોડી નાંખ્યા છે એ લોકો આમ પણ શોધશે નહિ જ કેમકે હું અહીં એકલી રહી જોબ કરતી હતી એનો જ વિરોધ હતો.આ કવર તારાં હાથમાં આવશે ત્યારે હું આપણાં બાળકને જન્મ આપી ચૂકી હોઈશ.હું સિંગલ મધર તરીકે પણ એની પરવરિશમાં કોઈ જ કમી નહીં રાખું.રિયાન,હું ખોટી હતી પણ મારો તારાં માટેની પ્રેમ એકદમ પાક અને સાચો જ છે!આ તો આપણા પ્રેમને કારણે બે પરિવાર અને રાજ્યની શાંતિ ના ડહોળાય એટલે આ નિર્ણય લીધો છે.થાય તો માફ કરજે મને.
લિ. આજીવન ફક્ત તારી જ વિદિશા(શબનમ)."રિયાને નિઃશ્વાસ નાંખ્યો બોલ્યો,આવી અજબ કહાની છે મારી!રેશમીની આંખો પણ ભીની થઈ ગઈ એણે રિયાનને કહ્યું,"એ બધું કુદરતે નિરધાર્યું હશે,તારી પાસે એનો ફોટો ખરો?"રિયાને પોતાનો મોબાઈલ રેશમી આગળ ધર્યો અને રેશમી અચાનક ઉભી થઈ ગઈ..જિયા...જિયા..એમ બૂમો પાડવા લાગી..એનાં મોં પર અશ્રુઓ સાથે સુખ મિશ્રિત ભાવો હતાં. જિયા દોડતી આવી,મોમ ને આમ જોઈ ગભરાઈ ગઈ,રેશમીએ જિયા ને વ્હાલથી ચૂમીઓ ભરતાં ભરતાં કહ્યું,"જીયુ, જો આ તારા ડૅડી ! તું પૂછતી હતી ને મને જો આ રિયાન એ તારા ડૅડી, તારી પ્રાર્થના સાંભળી ભગવાને!"આખું ઘર સ્તબ્ધ, કોઈ કંઈ સમજી શક્યું જ નહિ. હવે રેશમીનો વારો હતો.રેશમી એ કહ્યું,"જો રિયાન થોડી સ્વસ્થતા જાળવજે, જિયા સામું જોઈને.હું એક ફોટો બતાવું તું જો..."રેશમી એ એક ફોટો બતાવ્યો નીચે લખ્યું હતું . *" Late.Jiya's mom"*. રિયાનનું પણ એક ધ્રુસકું નીકળી ગયું.જિયા પાસે જઈ એને પ્રેમથી વળગી પડ્યો.ચૂમીઓથી માથું ભરી દીધું.જિયાએ પણ નાના નાના હાથે આટલાં વર્ષે જોયેલાં ડૅડી પર વ્હાલ વરસાવ્યું!
રેશમીના ડૅડી એ હસતાં હસતાં પૂછ્યું,"તો યે રિશ્તા મેં પક્કા સમજું?" અને બધાં એકી અવાજે બોલી ઉઠ્યાં ,"હા...." અને રેશમી રિયાનની બાહોમાં શરમાઈ રહી!

*કુંતલ ભટ્ટ"કુલ"*