Maya books and stories free download online pdf in Gujarati

માયા

*માયા*
💗💗
*લઘુકથા*
*******
ફક્ત માયા હતી મીની ને મિતની.મિત એનો જન્મ આપેલ દીકરો નહોતો.મિત એના ભાઈ-ભાભીનાં ડિવોર્સ થી એકલવાયું થયેલું સંતાન હતું.ડિવોર્સ વખતે મિતની ઉંમર જોઈ નક્કી થયું કે મિતે કયાં રહેવું?કોની પાસે રહેવું? મિત નો જવાબ સાંભળી બધા સ્તબ્ધ!મિતે માતા કે પિતા કોઈ પાસે નહોતું રહેવું એણે એની ફિયા (ફોઈ)પાસે રહેવું હતું.કૉર્ટ માં તો બધું પતે પછી ઘરે વાત એમ કરી બધાં ઘરભેગા થયાં.
ઘરે આવ્યાં પછી મિતે મીની સાથે જ રહેવાની જીદ કરી.બોલ્યો,"મને લડતાં - ઝગડતાં મૉમ-ડેડ નથી જોઈતાં હું મારી વ્હાલી અને હંમેશાં મને સમજતી ફિયા પાસે જ રહીશ.ફિયા મને રાખશેને તું?"એનો આર્દ્ર સ્વર સાંભળી મીની રડી પડી અને છાતી સરસો ચાંપી બોલી,"મિતુ,આજથી હું જ તારી મા દીકરા!"મીનીના પપ્પા અવાચક થઈ જોઈ રહ્યાં હતાં આ અનુપમ દ્રશ્ય! તો બીજી તરફ મિતનાં પપ્પાનો ગુસ્સો સાતમે આસમાને,"મિતુ વિચારી લેજે તું બેદખલ થઈશ મારી મિલકતમાંથી!" તારાં દાદા ને ફિયા તારાં બધાં મોજ-શોખ પૂરાં નહિ કરી શકે."મિતુ મર્માળું હસ્યો અને બોલ્યો,"તમારાં હૃદયમાંથી જ બેદખલ છું ડેડ!મારા નસીબમાં હશે એ મળી જ રહેશે."બસ એ દિવસથી જ એ એની ફિયા અને દાદા સાથે દાદાનાં ઘરે રહેવા જતો રહ્યો.
મીની પહેલાં પોતાનાં સ્ટડી અને પછી જૉબને કારણે ભાઈ-ભાભી સાથે જ રહેતી હતી.ભાભીને તો દીકરાને રાખવા જાણે મફતમાં આયા મળી ગઈ હતી એટલે એને કોઈ જ વાંધો નહોતો એ એની રીતે સ્વચ્છંદી બની જીવી રહી હતી અને મિત નાનપણથી જ ફિયા પાસેથી લાડ-પ્રેમ મેળવતો રહેતો હતો.
આ તરફ મીનીનાં લગ્નની ઉંમર વીતી ગઈ હોવાથી એક સંતાન વિહોણા વિધુર સાથે લગ્ન થયાં નામ એનું હેત.નામ પ્રમાણે જ ગુણ હતાં એણે મીની સાથે મિત અને મીનીનાં પપ્પાની પણ સહર્ષ સ્વીકૃતિ કરી.
મિત હવે સૉફ્ટવેર એન્જિનિયરનાં સ્ટડી માટે બેંગલુરું ફ્રેન્ડ્સ સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો.રોજેરોજ મીની સાથે એની કલાક વિડિઓ કોલમાં વાતચીત પાક્કી જ હોય,જ્યાં સુધી કૉલ ના આવે ત્યાં સુધી મીની જમે પણ નહિ!
મિત હવે સ્ટડી પૂરું કરી લાડલી ફિયા પાસે આવી જવાનો હતો.એણે ફુઆજી ને કૉલ કર્યો ,"ફિયા માટે શું લાવું ? તમને ગમતી સિલ્ક સાડી લઈ આવું?ફિયા તો હંમેશા તમારું ને મારું ગમતું જ જીવી છે તો એને તો શું પૂછું?! પણ હવે આપણે બે થઈને એની ખુશીઓ જીવડાવશું એને."મિત ત્યાંથી આવવાં નીકળી ગયો ને મીનીની ખુશીઓ સમાતી નહોતી.એની ભાવતી વાનગીઓનો થાળ બનાવી રાખ્યો . ત્યાં.... ત્યાં જ ખબર આવી કે..મિતની ટેક્ષીનો એકસિડેન્ટ થયો છે.મીની બ્હાવરી થઈ ગઈ ,પાગલની જેમ ચિચિયારીઓ પાડી જોરજોરથી રડવા લાગી અને બેહોશ થઈ ગઈ.એક બેડ પર મિત અને બીજાં બેડ પર મીની!બંને આઇ સી યુ માં! હેત સહિત બધાં સગાં વહાલાં સ્તબ્ધ,ચિંતાતુર!અચાનક રાત્રે મિતને ગભરામણ થવા લાગી અને છેલ્લાં શ્વાસ લીધાં!બેહોશ મીની ચિત્કારી ઉઠી મિતુ......અને એનાં પણ પ્રાણપંખેરૂ એનાં જ જીવનપંખી સાથે ઉડી ગયાં! હેત...હેત બિચારો ફરી એકાકી બીજીવારનો અરે છેલ્લીવારનો જ તો વિધુર અને ફરી અનાથ થઈ ગયો.ત્યાં જ કોઈ મિતની બેગ લઈ આવ્યું અને હેતબને આપી.હેત એ ભારે હૈયે બેગ ખોલી,એક મખમલી બોક્સ જોયું ,અંદર એક લાલ અને ભૂરી બોર્ડરની એની ગમતી સાડી હતી અને મિત નાં અક્ષરે લખ્યુ હતું ,"વ્હાલી ફિયા તારે માટે જ મારી માયા! આ સાડી પહેરીને મારી સામે રૂમઝુમતી આવજે તારી વહુ લેવા જવાનું છે." વાંચ્યું ને હેત ની આંખો વરસી પડી.મિત ક્યાં જાણતો હતો આ સાડી લીધી ત્યારે કે ફિયા આ સાડી ઓઢીને પરમધામ જવાની છે! આ વિચાર સાથે જ હેત ની આંખો એટલું અનરાધાર વરસી કે જાણે અશ્રુધારના બારે મેઘ ખાંગા થયાં!

*કુંતલ ભટ્ટ "કુલ"*
*સુરત*

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED