પ્રેમનું રૂપ આવું પણ! Kuntal Sanjay Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

પ્રેમનું રૂપ આવું પણ!

*પ્રેમનું રૂપ આવું પણ!*

ગેલેરીમાં આરામ ખુરશીઝુલાવતો. આંખ બંધ કરી વિશાલ ભૂતકાળમાં ઝૂલી રહ્યો હતો!વિચારતો હતો"પ્યાર હમેં કિસ મોડ પે લે આયા!"સાચે અજબ ટર્ન આવ્યો હતો એની જીંદગીમાં! સાચા પ્રેમ વિશેની સત્તર વાતો વાંચી અને સાંભળી હતી કદાચ એની જ આ અજબ અસર હશે! પ્રિયપાત્રની ખુશી માટે કંઈ પણ કરી છૂટવું સહેલું નહોતું જ પણ થઈ ગયું એ જ પ્રેમની તીવ્રતા કે દિવ્યતા કહેવાતી હશે ! વિચારો...વિચારો..અને વિચારો...

વિશાલ એક ડેશીંગ,ગુડલુકિંગ,હેન્ડસમ વ્યક્તિત્વનો માલિક!વળી,ભગવાને હોંશિયારી પણ ઠાંસી ઠાંસીને ભરેલી આવું કોમ્બિનેશન ભાગ્યે જ જોવા મળે!એમબીએ થઈને એક પ્રતિષ્ઠિત કમ્પનીમાં લાગ્યો હતો.એનાં વ્યક્તિત્વથી સ્ત્રી હોય કે પુરુષ દરેક અંજાઈ જતાં!

વિશાલ પાછળ ઘણી યુવતીઓ પાગલ હતી.કૉલેજ ટાઈમમાં એણે બહુ અફેર્સ કર્યા પણ પ્રેમ ક્યાંય નહોતો થયો.એ પ્રેમ થવાની રાહમાં ને રાહમાં ત્રીસી વટાવી ચૂકયો હતો.પેરેન્ટ્સ લગ્ન માટે આગ્રહ કરે પણ વિશાલ એની પ્રેમની રટ પર અડગ! કહે,"તમે સમજો મમ્મી-ડૅડી હું પ્રેમ વગર લગ્ન કરીશ તો આવનારી સાથે ન્યાય ન કરી શકું."અને એની આવી જીદ સામે પેરેન્ટસે હથિયાર હેઠાં મૂકી દીધા હતાં.

ઑફિસમાં વિશાલની કેબિનનું રીનોવેશન થતું હતું એની ચેર અને ટેબલ એક બીજી કેબિનમાં મુકવામાં આવ્યાં.એ કેબિન એક લેડી એમ્પ્લોય સાથે શૅર કરવાની છે એનો એને ખ્યાલ હતો જ પણ એ ખડૂસ મિસિસ કાવ્યા સિંઘ હશે એવું એણે સપને પણ નહોતું વિચાર્યું!

કાવ્યા સિંઘ અકાળે વૈધવ્ય પ્રાપ્ત કરેલી 50 વર્ષની એક 22 વર્ષની દીકરીની એકલે હાથે પાલન-પોષણ કરનારી સ્વમાની મા! સિંગલ મધર!જીવનની તડકી-છાંયડી નો કડક મિજાજે સામનો કરતાં કરતાં સ્વભાવ અને ચહેરો બંને કરડાં થઈ ગયાં હતાં.ગૌર-લીસ્સી સ્કિન ,શોલ્ડરને અડે એટલાં ચમકતાં કાળા વાળને પણ હંમેશા પોની ટેલમાં ગૂંગળાવીને જ રાખતી.કરડી નજર અને માંડ અઠવાડિયે એકવાર જોવા મળતું સ્મિત જાણે હોઠને જકડન મુક્તિની લાગણી કરાવતું!એ કાવ્યા સિંઘને જ્યારે ખબર પડી કે એણે વિશાલની સાથે કેબિન શૅર કરવાની છે તો એણે મેનેજમેન્ટ સામે થોડો અણગમો જાહેર કર્યો પણ બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે પરાણે સ્વીકારવું જ પડ્યું.

વિશાલ ઑફિસ આવ્યો ને સીધો કેબિનમાં ગયો જોયું તો સામે જ વહેલો આવી ગોઠવાઈ ગયેલો એ ખડૂસ ચહેરો!મનોમન બોલ્યો,"ચાલો,વિશાલ દુઃખભરે દિન આ ગયે!" છતાંય"ગુડ મોર્નિંગ"ની ફોર્માલિટી નિભાવી અને એ ખડૂસ ચહેરે ગોલ્ડન ફ્રેમનાં ચશ્મામાંથી કરડી આંખે જોઈ "મોર્નિંગ"નો પ્રતિસાદ આપ્યો.

આમ, યેન કેન પ્રકારેણ દિવસો વીતતાં હતાં. વિશાલને પહેલાં કરતાં થાક વધુ લાગતો હોય એમ અનુભવાતું હતું કેમકે એ ખડૂસ ચહેરો એને કંટાળો આપતો એ અણગમાથી મન ઉદ્વિગ્ન રહેતું હતું.એક દિવસ કેબિનમાં પ્રવેશતાં જોયું તો કાવ્યાની આંખો એકદમ લાલ અને ચહેરો થોડો નરમ લાગ્યો.રોજ બંને વચ્ચે ફોર્મલ મોર્નિંગ વિશ સિવાય એક પણ વાત નહોતી થતી એટલે વિશાલને કંઈ પૂછવું યોગ્ય ન લાગ્યું. તો પણ આજે રહી રહીને વિશાલની આંખો કાવ્યા તરફ જતી રહેતી હતી.રોજની જેમ જ ચૂપચાપ દિવસ ગયો સાંજ થતાં આજે કોણ જાણે કેમ વિશાલને આ મૌન અકળાવનારું લાગ્યું!

બીજે દિવસે ઑફિસ પહોંચ્યો તો એ કાવ્યા ની સીટ ખાલી જોઈ.એને ન સમજાય એવી લાગણી થઈ.વિચાર્યું,"ક્યારેય કોઈ વાત નથી થઈ તો પણ કેમ આ ખડૂસની કમી લાગે છે?" પછી કદાચ આ 15 દિવસની આદત હશે એમ વિચારી મન વાળ્યું.

પાંચ દિવસ થયાં છતાં કાવ્યા ઑફિસ નહોતી આવી.સ્ટાફમાંથી ખબર પડી એ બિમાર છે.વિશાલથી રહેવાયું નહિ એ ઑફિસમાંથી એડ્રેસ લઈ સીધો કાવ્યાને ઘરે પહોંચ્યો.કાવ્યા કિચનમાં કામ કરી રહી હતી અને એની દીકરી સોફા પર બેઠી હતી આંખોમાં ઉદાસી અને ઘણી રાતોની થાક હોય એમ લાગતું હતું.વિશાલે દરવાજો નોક કર્યો,કાવ્યા ની દીકરી રૂબી નું ધ્યાન ગયું એ બોલી,"કોનું કામ છે આપને?"વિશાલે કહ્યું"મિસિસ કાવ્યા સિંઘ ..."હજી વાક્ય પૂરું થાય ત્યાં તો કાવ્યા આવી ગઈ.ઘરનાં કપડાં અને થોડી અસ્તવ્યસ્ત હોવાથી સંકોચાઈને આવકાર આપતાં બોલી,"ઓહહ...વેલકમ મિસ્ટર વિશાલ.." નાનું સુ પરાણે થતું સ્મિત ઝળકયું! રૂબી ઉઠીને અંદર જતી રહી.કાવ્યા પાણી આપતાં બોલી,"એની પ્રોબ્લેમ ...?! "વિશાલ હવે થોથવાયો,"નોટ એટ ઓલ બટ...તમે આટલાં દિવસથી નહોતાં આવ્યાં અને જાણવા મળ્યું કે હેલ્થ ઇસ્યુ છે તો ખુદને અહીં આવવાથી રોકી ના શક્યો."હવે,કાવ્યા પોતાના આંસુ ખાળી ન શકી કેમકે વર્ષોથી આવા મીઠાં અને કાળજીભર્યા શબ્દો સાંભળ્યા નહોતાં અને વળી,આ વિશાલ સાથે ચૂપચાપ બેસતાં પણ 15 દિવસમાં કોઈ અજબ લગાવ થઈ ગયો હતો!મન થઈ જ ગયું કે વિશાલ સામે દિલ ખોલી દઉં અને...એ બોલી,"વિશાલ હું બહુ અલગ સિચ્યુએશન માં અટવાઈ છું સમજાતું નથી શું કરું? દીકરીનો બોયફ્રેન્ડ એને પ્રેગનન્ટ કરી રફુચક્કર થઈ ગયો છે બહુ શોધ્યો,લાગતાં-વળગતાંને પૂછ્યું પણ ક્યાંય પત્તો નથી.રૂબી અબોર્શન કરવાં પણ તૈયાર નથી અને હું એને એ દુઃખમાં જોઈ નથી શકતી."આટલું બોલી કાવ્યા ચહેરો છુપાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.વિશાલ માટે આ નવું જ હતું એ થોડો અચકાયો પણ પાસે. પડેલાં જગમાંથી પાણી આપ્યું અને સાંત્વન આપ્યું,"કાવ્યા આમ હારી ના જાઓ,કોઈ ને કોઈ રસ્તો જરૂર નીકળશે."કાવ્યા બોલી, "ઈતિહાસનું પુનરાવર્તન થયું છે જે મારી સાથે થયું એ જ રૂબી સાથે થયું. મેં તો પોતાને વિધવા ગણાવી, સિટી છોડી સ્ટેટનાં બીજે છેડે આવી વસી ગઈ,બહુ ધૈર્ય અને હિંમતથી જીવન જીવ્યું પણ ઘર અને દીકરીની જવાબદારીઓ નિભાવવા આ જોબ કરવી પડી ને હું દીકરીને પૂરતો ટાઈમ ના આપી શકી ને આજે..."વિશાલે કહ્યું, કંઈક વિચારીએ તમે ફિલહાલ "જોબ પર આવી જાઓ અને રૂબીને હું થોડાં દિવસ રેગ્યુલર તમારા ઘરે જ મળતો રહીશ આપણે બંને એને સમજાવતાં રહીશું."

વિશાલની વિચારતંદ્રા તૂટી...રૂબીનો અવાજ સંભળાયો."ઋત્વિશ...ડેડીને બોલાવ તો નાની રાહ જોતાં હશે.." આજે કાવ્યાની 55મી બર્થડે હતી! વિશાલ, રૂબી અને ઋત્વિશ હોટેલમાં ડીનર માટે જઈ રહ્યાં હતાં!

કુંતલ ભટ્ટ"કુલ"