Kone bhulun ne kone samaru re - 122 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 122

મહાલક્ષ્મીમાંના મંદિરના એક એક પગથીયા ચડતા માં ઉપરની શ્રધ્ધા વધતી ગઇ...સંધ્યા આરતીનોસમય થઇ ગયેલો...એક કમળનુ ફુલ ખરીદીને સેંકડોની ભીડમા ચંદ્રકાંત પાછળ ગોઠવાઇગયા.."જય આદ્યાશક્તિ માં.."આરતી શરુ થઇ.દિપકની જ્યોત દુરથી દેખાતી હતી માંની આભાઅલપઝલપ જ્યોતના પ્રકાશમા જોઇ ચંદ્રકાંત આંખ બંધ કરીને વિનવતા હતા "હે માં મને દુખ મારાભાગ્યમાં હોય કે મારા કર્મે બંધાયેલુ હોય તે બધુ હું તો સહન કરી શકીશ જો તારી કૃપા થાય માં મનેસહન કરવાની શક્તિ આપજે..."

આરતી પુરી થઇ અને લોકોની ભીડમા ગર્ભગૃહમા માંની સામે ચંદ્રકાંત પહોંચ્યા ત્યારે પુજારીજીને કમળઆપી નતમસ્તક એક ક્ષણ ઉભા રહ્યા..પુજારીએ સાકરીયા કોપરુ અને મીઠાઇ પડામાં આપતા માથાઉપર હાથ મુક્યો ત્યારે એક પ્રવાહ શરીરમા વહ્યી રહ્યો હતો...બહાર નિકળીને મંદિર પાછળહાજીઅલી બાજુ નાનકડી ભરતીના અફળાતા મોજાના નિનાંદ સાંભળતા કુદરતમા લીન થઇ ગયા...પંદર મીનીટની ભાવ સમાધીથી ચંદ્રકાંતમા નવુ જોમ પ્રગટ્યુ...માં નો પ્રસાદ આરોગતા એક એક ડગલેમાંનો રણકાર સંભળાતો હતો...જય માં અંબે.

..જિંદગીએ ચંદ્રકાંતને કેવો પહેલો પાઠ ભણાવ્યો વિચારે ચંદ્રકાંત ચડી ગયા .નસીબનો ખેલ કહોકે લખ્યા લલાટે લેખ કહો પણ તેનાંથી કોઇ બાકાત નથીરહી શકતું . મારા માંબાપને બધીઉથલપાથલની ખબર પડશે તો એમને કેટલો આધાત થશે ? જેમની પાંસેથી ભાઇએ પૈસા લીધાહતાએ નાના કાકાનેતો તાલ ઉપરતાશીરો થવાનો વિચારે ચંદ્રકાંત થોડા ધ્રૂજી ગયા . મોટી બહેનનેમુંબઈમાં શું કહેશે ચંદ્રકાંત ? આમ આધાત પ્ત્યાધાતનો હિંડોળો ચાલતો હતો ત્યારે ફરી આંખો બંધકરી માતાજીનું ધ્યાન ધર્યું . “હે માં હવે શરણમાં તમારો બાળ આવ્યો છે તેને માર્ગ દેખાડજો . સદાસહાય કરજો સદા સાથે રહેજે .” આંખોમાં એકધારી અશ્રુની ધાર વહે છેબાજુનાં નાનકડી દેરીમાંબેઠેલા પૂજારીએ ચંદ્રકાંતને ઢંઢોળ્યોબચ્ચા ઘર નહી જાના હૈ ? શામ હો ગઇ હૈચિંતા નત કર માંસબ કલ્યાણ કરેગી

ચંદ્રકાંત ઝબકી ગયાપુજારીજીને નમન કરીને સ્વસ્થ થયા ઉભા થઇને ચાલવા લાગ્યા પણ ક્યારેમહાલક્ષમીથી માટુંગા બોર્ડીંગ પહોચ્યા તેનુ ધ્યાન રહ્યુ...જમીને મિત્રો સાથે ગપાટા માર્યા અનેપથારીમા પડ્યા ત્યારે યાદ આવ્યુ ...કંપનીનુ નામ પાડવાનું છે... સિવાય કાર્ડ બને અને કાર્ડ વગરધંધો કેમ કરવો...?કેટલાયે નામ મનમા આવી ને ગયા પણ ચંદ્રકાંતે જાતને સવાલો પુછ્યા...જે મંઝીલતરફ ચંદ્રકાંત એક એક કદમ માંડી રહ્યા હતા તે આગળ જતા તેમની પોતાની ઓળખ બંને યાદરાખીને વિચારતા હતા કે હજી એવું બંને કે આવી કોઇ બીજી કંપની જેમકે મેથોડેક્સ કે ગોદરેજ જેમંત્ર ફાઇલીંગ કેબીનેટ બનાવતી હતી તેમાં નોકરી મળે અને લાગી જાય ?

પોતાનામા હવે આત્મવિશ્વાસ એટલો તો આવી ગયો હતો કે કમસેકમ કમ બે ચાર હજાર તો કમાઇલેશે ..એટલે પોતાની ઓળખ તો ઉભી કરવી . આગળ ઉપર જે થશે તે પડશે એવા દેવાશે એમવિચારી કંપનીના નામ ઉપર ધ્યાન કેંન્દ્રીત કર્યું . તેને પોતાને બક્ષીસરની કંપની યાદ આવી ગઇ જેમાંનામ બંને ઔર દરશન ખોટે હતું . નામ મોટું મસ પ્રાઇવેટ લિમિટેડ કંપની કરી ને કોઇકની ભાડાનીજગ્યામાં કેવા ઠાઠથી કંપની ચલાવતા હતા મીં. બક્ષી?

ના મારે લોકોને છેતરવાના નથીભલે હું છેતરાયો,મારે કોઇ ભ્રમ ઉભા કરવાનાં નથી હા લોકોનેએટલુલાગવું જોઇએ કે કંપની માણસ બીજા કરતા કંઇક અલગ છે.

નામ પણએવુ હોવુ જોઇએ કે ગ્રાહક' હેં ? 'કરી વિચારમા પડી જાય અને તેને કાયમ યાદ રહીજાય.આપણે ધારીયે તો લક્ઝમબર્ગ બિઝનેસ કોર્પોરેશન રાખી શકીયે પણ ધરાક સુતારચાલનુએડ્રેસ જોઇને મરકી જાય..પછેડી પ્રમાણે સોડ તાણવી મંત્રતો પહેલીથી ગળથુથીમા મળેલુ હતુબીક ડ્રીમ ચંદ્રકાંતને ક્યારેય આવ્યાક્યારેય ટાટા બિરલા કે અંબાણી નહોતુ ખાવું પણસીંપલસાદી મૌજભરી જીંદગી જીવવી હતી .મોટા સ્વપ્નમાં કાં સફળતા કે નિષ્ફળતા હોય જે ચંદ્રકાંતનેપોસાય તેમ નહોતું અને કોઇકની ઉપર દેવું કરીને કામકાજ કરવું તેમને મંજૂર નહોતુ . ફરીથી નામનીવાત ઉપર આવીયે ,એટલે એવું ચોટદાર નામ હશે તો ગ્રાહક ગુચવાશે ક્ષણે તમને યાદ રાખી લેશેકે કોઇ અલગ માણસ લાગે છે કોઇ જીજ્ઞાસુ થઇ પુછે કે આનો અર્થ શું થાય ક્ષણે તમારાજવાબથી તમને ક્યારેય ભુલશે નહી...યસ...ના ના યોસ..."Yoss Corporation” પચાસ નામ માંકે બી માં કેએમ માં મળશે પણ એક્સ કે વાયમાં લગભગ નહી હોય ...એટલે તુરંત યાદ રહી જાય...રાતે ચંદ્રકાંત પોતાની કંપનીનાં ખુદ ફૈબા બન્યા અને ખુદની એક ધંધાદારી ઓળખનું નામ પાડ્યુ "યોસ કોર્પોરેશન..."સવારે હરીયા અનિલને થોડી વાત કરી કે કંપનીમા બહુ જામતુ નથી એટલે પોતાનાકામકાજ શરુ કરુ છુ નામ યોસ કોર્પોરેશન રાખ્યુ છે કેમ લાગે છે...?"

"શુ નામ રાખ્યુ યસ કર્પોરેશન...? આવુ નામ પહેલી વાર સાંભળ્યુ .."અનિલ

"યસ નહી યોસ..."

" વળી એનાથી ભારે...ચંદુ એનો અર્થ શું થાય ??"હરીશ

"યોર સંધવી સર્વીસ.."ચંદ્રકાંતે સમજાવ્યુ પણ હરીયો માથુ ખંજવાળતો રહ્યો..."આમેય તારી ખોપડીઉંધી છે એટલે તને આવા તિકડમ કીડા થવાના છે.."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED