Kone bhulun ne kone samaru re - 121 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 121

"ઠાકોરજી નથી થાવુ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.."ચંદ્રકાંતને શોક લાગી ગયો...મગજમા એમસી ચાગલા નાની પાલખીવાલા અને એવા ધુરંધર વકિલોના ખ્વાબ ચકનાચુર થઇ ગયા....ચંદ્રકાંતપાછા વળી ગયા. વીટીથી પચ્ચીસ પૈસાની કોફી પીધી અને મસ્જીદ બંદર ઉતરી ધનજી સ્ટ્રીટ પહોંચ્યાત્યારે જીતુ ઓળખી ગયો...

"આવો ભાઇ ચંદ્રકાંત સંધવી...તમે સંધવી એટલે જૈન...?"જીતોની પાછળ નવકાર મંત્રની ફ્રેમ હતીમહાવીર સ્વામિનુ નાનકડુ મંદિર દુકાનમાં હતુ ચંદ્રકાંતે પહેલી મુલાકાતમાં જોયેલું….

"જય જીનેન્દ્ર ભાઇ પણ હુ જૈન નથી કપોળ છું વૈષ્ણવ વાણીયા..."

"બોલો બોલો ભાઇ હવે શું કામ પડ્યુ વાત કરતા પહેલા તમારી ચા ...બાકી છે..."

"જીતુભાઇ કાં ઉકાળો અડધો કે કોફી અડધી ...ચા જીંદગીમા પીધી નથી..."

"તમે મારા કરતા ઉમ્મરમા મોટા લાગો છો.અમે બે ભાઇ હજી સવારે કોલેજે બપોરે દુકાને આવીએછીએ એટલે અમે તમારાથી નાના છીએ ચંદ્રકાંતભાઇ.."

"મને લાગે છે વાત કરવા માટે ચા માધ્મમ છે એવુ લાગે છે એટલે બાધા તોડવી પડશે..."ચંદ્રકાંતકબૂલ કર્યું .

આમ તો મારી બહુ અંગત વાત છે પણ હવે તમે બન્ને મારા ભાઇ સમાન છો એટલે વાત કરુ છું. મારી કુટુંબ મારા દાદી સહિત આઝાદીના લડવૈયા નું કુટુંબ એટલે ખાદી પહેરવાની ખોટું બોલવાનુંનહી ..કોઇ અન્યાય સામે ઝૂકવાનું નહી ..પણ દોસ્તો આપણાં રવિશંકરદાદાએ મારા ભાઈને વચનલેવડાવ્યું હતું કે હું આજીવન ચા નહી પીઉંએની પાછળ પાછળ મે પણ ચા નથી પીધીભલે મેં વચનનહોતુ આપ્યું પણ આજે તમારે ત્યાં ચા ના પારણા કરવા પડશે શું કહોછો ?

જમવામાં વહેલું મોડું થાય કે બહુ દોડીને થાકી જઇએ ત્યારે ; આપણા વેપારી એરીયામાં કામકાજકરતા ગુજરાતી કચ્છી મારવાડી બોરી લોકો સાથે કામ પાડીયે ત્યારે કોફી નો પોસાય ઉકાળો એટલેએલચીવાળી મસાલા ચા અડધી અડધી પીવાની એટલે વાતનો માહોલ પણ જામે અને પ્રેમ પણ વધેમાટે આજે તમે અમારે ત્યાં ચાના પારણા કરો વહાલા.." હવે ત્રણેય જણે અડધી અડધી ચા પીધીપછી ચંદ્રકાંતે ધરેથી બાજી ખોલી નાખી...

"જો ભાઇ મને કલ્પના નહોતી પણ છેતરાઇ ગયા પછી આપણી જાંઘ ખોલવી બહુ મુશ્કેલ છે આજેખોલવી પડી...મને મેનહટ્નવાળા આબાદ છેતર્યો છે ,વિશ્વાસઘાત કર્યો છે .હવે મને તમારે માલઆપવો પડશે તો મુંબઇમાં હું ટકીશ..."

જીતુનાં મનમા લાડુ ફુટતા હતાડાયરેક્ટ માલ રોકડેથી ઉપાડવાની શરતે વર્ક મેમરી રૂપીયા અઢીસોમાઆપીશ...બસ પણ કોઇ કરતા કોઇને ખબર પડવી જોઇએ નહિતર બક્ષી મારી બેંડ બજાવીદેશે..”

"જીતુભાઇ હું જીંદગીભર તમને નહી ભુલુ ..એક ગુજરાતીને ઉભો કરવા તમે મારો હાથ ઝાલ્યો છે."

મહિનામા પણ સમજ પડી ગઇ કે ધંધો કરવા પોતાની ઓફિસ પોતાનું નામ સ્ટેશનરી પોતાનાનામની હોવી જોઇએ નહી તો ધંધો કરવો કેમ..?સહુથી પહેલા ઇલેક્ટ્રોનીક ગેઝેટો ડીસકાઉન્ટમા વેંચીસાતસો પચાસ ઉભા કર્યા

હવે ધંધો કરવાનું સરનામુ..?તપાસ કરતા કરતા જાણ્યુ ૫૦/૫૬ સુતાર ચાલમા બીજે માળે રમેશભાઇઝવેરીની ઓફિસ છે...આખુ બિલ્ડીંગ એનુ છે પણ માણસ એકદમ ખડુસ અને લાલચુ...છે આવજકામ કરે છે . પોતાની ઓફિસને નવા આવનારા ગુજરાતીઓને ધંધો કરા નામ મેસેજ ફેસેલીટી જોઇએતે રમેશભાઇનું કામ.પચાસ છપ્પનનાં સુતારચાલના ઝવેરી બિલ્ડીંગનાં ખખડધજ બિલ્ડીંગદાદરા ચડતા એક એક પગથીયા હવે જીંદગીના ચડવાના હતા...

બીજા માળે ચંદ્રકાંત પહોંચ્યા ત્યાં સાંકડા પેસેજમાં ચા બનતી હતી ...

"રમેશ ઝવેરીકા ઓફિસ કિધર.."

"આવ ભાઇઆવ...હું રમેશ ઝવેરી .સામે ખખડધજ રીવોલ્વીંગ ચેર ઉપર પડછંદ કાયાનો ધણીટાલીયો મોટી મોટી આંખો કાળી ભમ્મર મુછો અડધી બાંઇનુ શર્ટ પેન્ટ પહેરેલા રમેશભાઇને હસ્તધુનનકરી સાંકડા બાંકડામા ચંદ્રકાંત બેઠા ત્યારે અઢી ફુટના નાના કેટલાયે ટેબલો ખુરસી ઉપર બેસીને સહુપોતપોતાનુ કામ કરતા હતા...

"મારે મેસેજ એડ્રેસ ફેસેલીટી જોઇએ છીએ...મળશે..?"

"શેનુ કામકાજ કરવું છે?હું એક કામના બે ત્રણ જણ રાખતો નથી એટલે પુછ્યુ.."રમેશ

"સ્ટેશનરીનુ કામકાજ કરવાનું છેચંદ્રકાંત

"ચાલશે. આપણે ત્યાં બીજું કોઇ કામ કરનાર નથી..પાંચસો ડિપોઝીટ બસો ભાડુ.. મંજૂર છે બોલ?”

"રમેશભાઇ, નાનો માણસ છું હજી ઉગીને ઉભા થવુ છે. તમારે મને ટેકો આપવાનો છે એટલે હમણાંસો રાખોને પ્લીઝ ...ડીપોઝીટ ત્રણસો રાખજો .એક મહીના ટકી જાઉં તો તમે કહ્યા એટલા કબુલબસ બાપનાં બોલથી ..."

બાજુમાં બેઢેલા જયસુખભાઇએ ચંદ્રકાંતની જબાન ઓળખી પુછ્યુકાઠિયાવાડી છો ? હું વઢવાણનોછું ભાઇ..”

"નામ તો બોલ...?"

"સંધવી..."

"નામ ?"

"ચંદ્રકાંત,પણ અહીયા મુંબઇની સીસ્ટમને લીધે સંધવી..."

"ડીપોઝીટ લાવ"

"પણ પહેલી તારીખથી ગણજો રમેશભાઇ . પહેલી તારીખે આવીશ ત્યાર પહેલા વિઝીટીંગ કાર્ડ છપાવવા પડશેને ?

ભુવનેશ્વરના નાકે સી પી ટેક બાજુથી કે ખત્તર ગલ્લી જા.ત્યાં થી ખાડીલકર રોડ જવાનું ત્યાં ઢગલાબંધ છાપખાના પ્રેસ છે લે આપણા એક ઝવેરી કરીને જવાહિર મેનશનમાં છે એનો ફોન નંબર.. જાતારું કામ થઇ જશે

ચંદ્રકાંતે સો રુપીયા ટોકન આપી પગે લાગ્યો ત્યારે બાજુના કામ કરતા ધંધાવાળા મલક્યા...

"સંધવી રમેશ ભલે ખડુસ લાગે પણ શુકનિયાળ બહુ છે ..ઓલ બેસ્ટ" ત્યાં બેઠેલાજયસુખભાઇ બોલ્યા .

એક કામ પત્યું એટલે થોડી નિરાંત સાથે માતાજીના દર્શન કરવા ચંદ્રકાંત મહાલક્ષ્મી જવા નિકળ્યાત્યારે મુંબઇની સંધ્યા ના રંગો નિરખતા હતા.મહાલક્ષ્મી સ્ટેશન ઉતરીને રેસકોર્સ રોડથી ચાલતાચાલતા મહાલક્ષ્મી જતા હતા ...હવે આમ પણ તેને બહુ ચાલવાનુ હતુ જીંદગીમા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED