Kone bhulun ne kone samaru re - 119 books and stories free download online pdf in Gujarati

કોને ભૂલુંને કોને સમરુ રે - 119

"મામલા ઐસા હૈ..!!!??"ચંદ્રકાંત કલાક સુધી આગળ પાછળ થતા રહ્યા .ડીલીવરી બોય પાછોક્યાંક જવા નિકળ્યો એટલે ચંદ્રકાંત ધીરેથી જનરલ સ્ટેશનરી માર્ટમાં સરક્યા..

"નમસ્કાર ભાઇ"અંદર કાંઉટર ઉપર બેઠેલા બે યુવાનોને નમસ્કાર કરી સામે આસન જમાવ્યુ...

"બોલો, આપને ભાઇ કહું કે સાહેબ..?"

"ગુજરાતી છો એટલે ભાઇમાં મજા આવશે...મને નવી ડીઝાઇનની ફાઇલોમા રસ છે ફોલ્ડર ટાઇપનીમળે ત્યાં ચંદ્રકાંતની નજર ખૂણામાં પડેલી ફોલ્ડર ફાઇલ ઉપર પડી ટાઇપની ફાઈલોઅરે વાહબહુ સરસ છે ચંદ્રકાંત સ્પર્શ કરવા જરા સરક્યા કે બન્ને ભાઇઓ સાવધ થઇ ગયા...?"

"આપનુ નામ..?આપને કોણે કહ્યુ કે અમારી પાંસે એવી ફાઇલો મળે...?"

આમતો કીડીને ગોળનું ગાડું ક્યાં છે ખબર પડી જાય ને ? બસ ,એજ રીતે એક અઠવાડિયાથીઆખી અબ્દુલ રહેમાન સ્ટ્રીટ ફરી વળ્યો પણ પોણા ભાગનાં તો કોઇ સમજ્યાં નહી બાકી મે ફોર્ટનીકોઇ મોટી કંપનીમાં આવું ફોલ્ડર જોયેલું એટલે સૌથી મોટા બોમ્બે સ્ટેશનરી માર્ચમાં પણ ફરી વળ્યોપણ પછી ક્યાંના કોઇ સેલ્સમેનેવમને ઇશારો કરેલો કે અબ્દુલ રહેમાન સ્ટ્રીટની આજુબાજુમાં ક્યાંક મળે છે . એટલે ગોળનાં ગાંડાની તપાસમાં ભમતો હતો .ચંદ્રકાંત સમજી ગયા કે સામેવાળાઉંચા માઇલા ખેલાડી સાથે કામ પાડવાનું છે"હાં સોરી મારી ઓળખાણ તમે પુછી વાતતો ભુલી ગયોહતો .જુઓ દોસ્ત મારુ નામ ચંદ્રકાંત છે મને ડાયરી લેવા અબ્દુલ રહેમાનમા ગયો ત્યારે ત્યાં આવુંફોલ્ડર ક્યાં મળે તો મારે લેવું છે એમ પુછ્યુ હતું .કોઇ રજત કરીને કંપનીવાળાએ કહ્યુ કે ધનજીસ્ટ્રીટમાં કોઇક છે તપાસ કરો એટલે ફરતો ફરતો ગોળનાં ગાડા પાંસે પહોંચી ગયો ,પણ તમે રાખતાહો તો કંઇ વાંધો નહી બહાને એક સારા તરવરીયા જુવાનની ઓળખાણતો થઇ..."

"બેસો ભાઇ પણ અમે એવી વસ્તુ બનાવીએ છીએ જે કોઇ મુંબઇમા કોઇ બનાવતુ નથી પણ એકકંપનીના કોન્ટ્રેક્ટમા છીએ એટલે મને ઝટકો લાગ્યો કે તમે સીધ્ધાજ પુછ્યુ કે ફોલ્ડરવાળી ફાઇલએટલેજરા શંકા ગઇ...મારુ નામ જીતુ શાહ કહી કાર્ડ આપ્યુ ..જીતેન્દ્ર શાહ..અજીત શાહ...

" મોટા ભાઇ અજીતભાઇ...?"ચંદ્રકાંતે પુછ્યુ

કમાલ કરી યાર દેખાવમાં હું મોટો લાગુ છુ પણ તમે કંઇ રીતે શોધી કાોઢ્યુ કે અજીબ મોટો છે ? “

બહુ ઓછું બોલે છે એટલે સમજ્યો કે મોટા છે પણ સાચુ કે નહી ?”

યાર તમે મજાના માણસ છો...ચા પીશોને ...?આપણી દુકાનને અડીને ચા વાળો પ્રભુ છે..."

"પ્રભુ આજે નહી પણ તમારી ચા બાકી પાકુ ફરીથીમળીશુ પાકું ..."

......

ચંદ્રકાંત ઝડપથી નિકળી ઓફિસ તરફ જતા યાદ આવ્યુ...રસ્તામા લીબર્ટી શર્ટની મોટી દુકાન આવીએટલે અંદર ઘુસ્યા...સાહેબ મારે આપના શેઠને ઓફિસ સીસ્ટમ માટે મળવું છે,કાલે .મને કાર્ડઆપશો પ્લીઝ..?"

"હું શેઠ છું. "લ્યો કાર્ડ રાખો કહી કાર્ડ આપ્યુ ...એક ફાંઉંટનમાં એક કાલબાદેવીમાં શો રુમ વાળારમેશભાઇ ખત્રી...!!!"પણ તમે કહ્યુ ભાઇ ઓફિસ સીસ્ટમ એટલે શું ???"

"સાહેબ રમેશભાઇ કાલે લાંબી નિરાંતે વાત કરીશુ ...કાલે કેટલા વાગે આવું...?"

"બપોરે બે પછી આવો.મને રસ પડ્યો છે..."

————-

ચંદ્રકાંત કંપનીના કાર્ડ ખીસ્સામા મુકીને ભાગ્યા.હજી ઓફિસે પહોંચવાનું હતું ચીમનને સાંજે પકડવાનોહતો.મહાલક્ષ્મી સ્ટેશન ઉતારીને ધડબડ થતાં ચંદ્રકાંત તારદેવ અરુણ ચેંબરની ઓફિસે પહોંચ્યા. સાંજનો સમય છે અંદાજે ચાર વાગ્યાનો...ચંદ્રકાંત ઓફિસમા કેબીન બહાર બેઠા છે આજે મહીનો પુરોથયો હતો એટલે હિસાબ કરીને સ્ટાઇફંડ મળવાનુ હતુ...ઓફિસમા બક્ષીસર અને કાપડીયા વચ્ચેચર્ચા ચાલતી હોવાના અવાજ સંભળાતા હતા...

કલાક પછી કેબીનના દરવાજા ખુલ્યા અને ચંદ્રકાંતને જોઇને પાછા કાપડીયા અંદર સરકી ગયા..ફરીઅડધો કલાક ગુટરગુ ચાલ્યુ .અંતે કેબીન ખુલી ...ચંદ્રકાંતને અંદર બોલાવવામા આવ્યો ત્યારેકાપડીયાની આંખમા એક સળગતી આગ ચંદ્રકાંત જોઇ રહ્યા...

"સીટ ડાઉન મી.ચંદ્રકાંટ સંઘવી..."બક્ષી

"થેક્યુ સર..."ચંદ્રકાંત ઉચ્ચક જીવે બેઠા.

"મી. સંઘવી.."એમ કહી રીલેક્સ મુડમા આવી કોટને સીટ પાછળ મુકી કાપડીયાને ઇશારો કરી બહારમોકલીને રેડ ટાઇ ઢીલી કરી ચંદ્રકાંત સામે પોતાની લેધરની એટેચી ખોલી ટેબલ ઉપર લેઘરબેગમાંથી રીવોલ્વોર ટેબલ ઉપર દેખાય એમ રાખી .બોલવાનુ શરુ કર્યુ...

"આઇ એમ વેરી હેપી...હું બહુ ખુશ છું કે તું મારો બ્રિલીયન્ટ સ્ટુડન્ટ હતો અને તારી ડેશીગનેસ બહુગજબ છે...આઇ એમ વેરી હેપી...હવે તારા સ્ટાઇફંડના મહિનાંના પૈસા બહાર નેન્સી પાંસેથી લઇલેજે કે ?"

"થેક્સ સર.." ચંદ્રકાંત ઉભા થવા જતા હતા .

"લેટમી કંપલીંટ ..."અવાજનો ટોન ધીરે ધીરે બદલાતો ગયો..."કંપનીના બાઇ લોઝ પ્રમાણે તમારેડીસીપ્લીનમાં રહેવું જોઇએ રાઇટ..?પણ તેં કાપડીયા સામે ઉંચા અવાજે દલીલો કરીને ઓફિસનીડીસીપ્લીન ખરાબ કરી છે...(હાથમા કોલ્ટની રીવોલ્વોર રમાડી પાછા ટેબલ ઉપર મુકી) કાપડીયાસાથે બહુ ડીસકશન કર્યા પછી હવે મારા માટે બે ઓપશન છે...કાપડીયા સીનીયર મેનેજર છે એટલેએમની ડીમાંડ છે કે કાં સંધવી નહી કાં હું નહી..એટલે મારે બહુ વિચારીને ડીસીશન લેવુ પડ્યુ છે....(ચંદ્રકાંતના દિલના ધબકારા વધી ગયા)

"તારી ટેલંટ જોતા કંપની તને બે ઓપશન આપે છે...નહીતર તને કંપની અત્યારેજ કાઢીમુકશે..અંડરસ્ટેંડ ?

.આખા ગુજરાતની આપણી તમામ પ્રોડક્ટની ડીલરશીપ...અથવા...

"સર મારે અથવા સાંભળવું છે.."ચંદ્રકાંતે દબાયેલા અવાજે રીકવેસ્ટ કરતી વખતે આંસુઓને રોકીરાખ્યા...

.જે એરીયામા અત્યારે તુ એપોઇન્ટ થયો છે ત્યાં કાલબાદેવી મસ્જીદ બંદર થી ગીરગામ અપટુ બોમ્બે સેન્ટ્રલ ઇસ્ટ એરીયામા તારે વીસ ટકા કમીશનમા ઓર્ડર બુક કરવાના...ત્યાં કંપની બીજાકોઇને એપોંઇન્ટ નહી કરે ઓકે ?તને સેલ્સ એજન્ટ બનાવીને મારે કંપનીમા તને રાખવો છે પણ કંડીશનમા ઇફ યુ લાઇક ઇંટ એન્ડ એક્સેપ્ટ ઇટ.... પંદર મીનીટમા મને જવાબ જોઇએ...બહાર બેસ."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED