કોને ભૂલુંને કોને સમરુ રે - 118 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કોને ભૂલુંને કોને સમરુ રે - 118

ઓફિસથી કપોળ બોર્ડીંગનો રસ્તો આજે ચંદ્રકાંતને બહુ લાંબો લાગ્યો...આંખ બંધ કરે અનેકાપડીયાનુ અટ્ટહાસ્ય દેખાઇ...હવે શું થશે..?કાપડીયાના પગ પકડી લઉ?..."સાહેબ મને માફકરો..?"ક્યાક ખરેખર કાઢી મુકશે તો..?રહેવાના પૈસા કોણ આપશે..? કોલેજના,બોર્ડીંગના... જવાઆવવા માટે બસના પૈસા? અમરેલી નામનુ ઉંટ અફાટ રણમા જલઝલાની પાછળ દોડતા હાંફીનેરણની અધવચ્ચાળે ફસડાઇ પડ્યુ હતુંહજીતો નોકરી ધંધાની દુનિયામાં કમાવા માટે પહેલું ડગમાંડ્ય હતું પ્રથમસ્ય ગ્રાસે મક્ષીકા ?પહેલે કોળિયે ..?

આખી રાત ઉંઘમા ચંદ્રકાંત આળોટ્યા...ભગવાનનુ ક્યારેય સ્મરણ આવા દિલથી નહોતુ કર્યુ..સવારેઉઠતાની સાથે બે હાથ જોડી બાપુજીનુ પ્રિય ભજન મનમા ગાતા હતા ચંદ્રકાંત.."મારી નાડ તમારે હાથહરિ સંભાળજો રે મુજને પોતાનો જાણીને..."આંખમાંથી અશ્રુઓ સરકી ગયા...ચંદ્રકાંત ચુપચાપબાથરુમના વોશબસાન ઉપર અરિસામા પોતાને જોઇ રહ્યા...યે જીવન હૈ.. ઇસ જીવનકા યહી હૈ યહી હૈરંગ રુપથોડે ગમ હૈ થોડી ખુશીમાં હૈ યે જીવન હૈ….આત્માની પાછળ જોયું તો બન્ને રુમપાર્ટનર અનિલઅને હરેશ ઘસઘસાટ સુતા હતા ..હવે મોઢું ઘોયને જાતને કહ્યું જો ડર ગયા વો મર ગયા..કાપડીયાનેપગે પડુ..?શું કરવું ? એક વસ્તુ નક્કી હતી કે કંપનીમાં જાણભેદુ એક માણસ છે ચીમન, હવે કરે નારાયણ ને કાપડીયા જો રજા આપી દે તો ?તો ચીમની સહાયથી કદાચ કંઇ રસ્તો નિકળે …..એટલેકે ચીમન આખા તાળાની ચાવી છે...પટ્ટાવાળો ચીમન...ચંદ્રકાંતની આંખ ચમકી...હવે લડાઇ તોઅસ્તીત્વની છે... હવે આગ કાં દરિયા હૈ ઔર પાર જાના હૈ કરે નારાયણ ને લાત મારીને કંપનીકાઢે તો સમજાઇ ગયું હતું કે કંપની પોતે ફક્તમાર્કેટીંગ કરે છે માલ તો બીજાનો છેમાલ કોનો છે ? બધ્ધી હેરાફેરી ફક્ત પટ્ટાવળો ચીમન જાણે .. ચંદ્રકાંતને સમજણમાં આવી ગયું.

સવારે કોલેજ જતા રસ્તામાં ચંદ્રકાંત એકલા બબડતા હતા...હજી ત્રણ મહિનાની જમવા રહેવાનીઉપાધી નથી ત્યાં સુધીમાં હવે જંગ લડી લેવાનો છે....પણ હવે બધા દાવપેચ કરી લેવાપડશે...કોલેજથી છેલ્લુ લેક્ચર છોડીને ચંદ્રકાંત બોર્ડીંગ આવી જલ્દી જમીને ઓફિસબેગ લઇનેનિકળી પડ્યા ..તારદેવ ઓફિસ સવારે અગીયારે ખુલે ત્યારે ચીમન એકલો મળવો જોઇએ નહીતરસાંજે પણ તેને ફોડવો પડશે...સવારે ચીમનને પકડવા ઓફિસ જવા માટે અરુણ ચેંબર બહારના ગેટઉપર ચંદ્રકાંત ઉભા રહી ગયા...દસેક મીનીટમાં ચીમન દેખાયો.

"ચીમન ...ચીમન..."ચંદ્રકાંતે બુમ પાડી

ચીમન ચમક્યો અને અવાજ તરફ જોયુ..."ઓહો નવા સાહેબ સંઘવીજી...બોલો સાહેબ જલ્દી મારેઓફિસ ખોલવાની છે .ઓલી વાંદરી ચાવી લઇને મારી રાહ જોતી હશે..(રીસેપ્સનીસ્ટ)સાંજે છુટીનેસામે જે હોટલ દેખાય છે ત્યાં મળવાનુ છે પાર્ટી કરવી છે..."

" કે ડન ..."કહી ચીમન સરકી ગયો..

ચંદ્રકાંતે બપોરે ઓફિસમા કાપડીયા સાહેબને ઝુકીને કુર્નિશ બજાવી .હલ્લો હાઇ કર્યુ...પણ અંદરતોદોનો તરફસે આગ લગી હુઇથી...

"શું સંગવી આજે એક દિવસમા કેટલો સ્કોર કરવાનો છે બાવા...?"કાપડિયા .

"કાપડીયા સાહેબ ઇટ વોઝ લક બાઇ ચાન્સ ઓર્ડર મલીયા છે બાકી હાઉ કેન આઇ કોંપીટ યુ સર..? મારી આપની સામે કોઇ કોંપીટીશન નથી ,યુ આર માય બોસ.”

ચંદ્રકાંતે કાપડીયામા હવા ભરવાની બહુ કોશીશ કરી ...ત્યાં અચાનક એક ડીલીવરી બોય વર્ક મેમરીકન્ટ્રોલર સીસ્ટમનાં મોટા પેકેટો લઇને આવ્યો ...

"સર ચલાનમેં સાઇન દે દો

આંઇ બેસીને ગધેરા કાયમ ઘોડે ચડીને આવેલ તે ? બેસ પાંચ મીનીટ વારૂકાપડિયાએ ડીલીવરીબેયને ઘમકાવ્યો.

ચીમને ચંદ્રકાંતને ઇશારો કર્યો...”યે તુમ્હારા પોપટ .”ચંદ્રકાંતે કાપડીયા સરની રજા લીધી "આજે વધુલક અજમાવવાનુ છે સર,સે ગુડલક ટુ મી.." ચંદ્રકાંત ઝડપથી સરકી ગયા.

"વારુ વારુ ગુડલક ..એમ અચાનક સુ કીડો ઉપડીયો સંગવી..? પાછલ ભુત પડીયું છે કે સું?” કાપડિયાએ ચંદ્રકાંતની પણ ટેર લીધી.

"સર એક રેડીમેટવાલાને સવારનો ટાઇમ આપેલો છે કાલબાડેબીમાં..થેંક્સ.."કહી ચંદ્રકાંત ઝડપથીસરકી ગયા...હવે ડીલીવરી બોયનો પીછો કરવાનો હતો ..સાવચેત ચંદ્રકાંતે મોઢા ઉપર રૂમાલ રાખીબસ સ્ટેંડ ઉપર રાહ જોવાનું મુનાસિબ માન્યું .

બહાર રોડ ઉપર બારીક નજર રાખી હતી .ડીલીવરી મેનની રાહ જોતા ચંદ્રકાંત જાસુસ બનીગયા...થોડીવારમા ડીલીવરી બોય નીચે ઉતરી સામેના બસ સ્ટેંડ તરફ આવ્યો જ્યાં ચંદ્રકાંતતેનાશિકારનીરાહ જોતાહતા . આવ્યો એટલે ચંદ્રકાંત નજીક સરક્યા ...બન્ને સાથે બસ ડબલ જોકરબસ પકડી પણ ગીરદીમા આગળ પાછળ થઇ ગયા એટલે ચંદ્રકાંતે ડબ્બલ ડેકરના પૈસેજમાસાઇડમા સરકીને જાસુસી ચાલુ રાખી...કંડક્ટરે' ટીકીટ ટીકીટ 'કહ્યુ એટલે લાસ્ટ સ્ટોપની ટીકીટકપાવી...ભલા કંડક્ટરે કહ્યુ " ભાઉ...તીકડે સીટ ખાલી હેય બસા આરામશીર.."

ચંદ્રકાંતને પણ ક્યાં ઉતીવળ હતી...?"હોઉ હોઉ " કર્યુ...

આખરેબન્ને કાલબાદેવી કોટન એક્સચેંજ ઉતર્યા..ત્યારે ડીલીવરી બોયથી સલામત અંતર રાખીનેચંદ્રકાંતે પીછો કર્યો...મુંબાદેવી મંદિરથી આગળ ધનજી સ્ટ્રીટ વળ્યો...એક નાની દેખાતી દુકાનમાજઇને ડીલીવરી ચાલન અને કાગળો આપી લઘવી(પી પી)કરવા ગયો એટલે ચંદ્રકાંતે દુરથી દુકાનનુંબારીક નિરિક્ષણ કર્યુ...'જનરલ સ્ટેશનરી માર્ટ...' એક બાજુ ખારાકુવાથી શરુ કરીને છેક ઘનજી સ્ટ્રીટનાં બીજા છેડા સુધી હૈયેહૈયુ દળ્યા તેવી હીરા બજારના દલાલોની ભીડ રહેતી તેમાં એવી સલામતખુણાની જગ્યાએ છુપાઈને ચંદ્રકાંતે જનરલ સ્ટેશનરી માર્ટ ઉપર નજર ટેકવી રાખી

રેટ કરો અને રિવ્યુ આપો

r patel

r patel 11 માસ પહેલા

શેયર કરો