કોને ભૂલુંને કોને સમરુ રે - 117 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 117

દિવસે પી ટી કે કોર્પોરેશને દેશી માથી કોર્પોરેટ કલ્ચરમા પગ મુક્યો...તો ચંદ્રકાંતે સાચી વ્યાપારજીંદગીમાં પહેલો પગ મુક્યો હતો..એક કલાકમા આઠ હજારનો ઓર્ડર મુકાયો .સાથે મદ્રાસ ભુવનનીફિલ્ટર કોફી જેની મધમધતી સુગંધે ચંદ્રકાંતને એક કેફમા લાવી દીધેલો એની ધીમી ધીમી ચુસ્કીભરીને ચંદ્રકાંત બહાર નિકળ્યા.પગમા સાક્ષાત હનુમાનજી આવી ગયા કે ક્યારે મરીનલાઇન્સ પહોંચ્યાક્યારે મુબઇ સેન્ટ્ર્લ પહોંચ્યાં ક્યારે ઓફિસ તેનુ ભાનજ રહ્યુ.ઓફિસનો દરવાજો ખોલ્યો તો સામે ફિરોઝ કાપડીયા રીસેપ્સનીસ્ટ સાથે મસ્તી કરતા પકડાયા..

"યુ સ્ટુપીડ,ઓફિસમા આવીયે ત્યારે નોક કરવાનુ ભુલી ગયો કે..?"

"સોરી સર" ચંદ્રકાંતને આવી કદમબોસીની આદત નહોતીઓફિસમાઅંદર કેબીનમાં જવા માટેનોકકરવું જોઇએ પણ તો ઓફિસનું મને ડોરહતુ .. મુળ તો કાપડીનો માટીનો ઇશ્કબાજ હતો તેમાં રિસેપ્સનિસ્ટ ખ્રિસ્તી ,એટલે પણ ચાર પૈસા પગર કરતા વધારે મળે તો બિંધાસ્ત બની હતીત્યારે ચંદ્રકાંત નામનુવિધ્ન આવ્યું એટલે કાપડીનો બરાબર ગીન્નાયો હતો.

"વારુ ટને માલમ ટો છેને કે ટારુ ટારગેટ વીસ હજાજાજાર છે..?"પ્યોર ગુજરાતીમા બાવો બોલ્યો. “આમવેલો વેલ્લો ચોરટો આવી ગીયોટે સું મોટી ધાડ મારી કે ?

"જી સર.આજે પહેલો દિવસ હતો..આજેએક દિવસમા આઠ હજારનો ઓર્ડર લાવ્યો છું.." ચંદ્રકાંતહજી વિજયનાં કેફમાં હતા

બાવાજીના મોઢાં માંથી સીટી નિકળવાને બદલે હવાનો મોટો ગુબારો નિકળી ગયો.."હેં?આઠ હજાર ?શું વાત કરેછે ? આવા વાનીયા ઇડીયટલોકોના એરીયામા ટેં ધાડ મારી કે સું ? મેડ સુ બકે કે માલમછેકે...આઠ હજાર..?!!"

"સર ઓર્ડરની કોપી... એમનુ કાર્ડ.સાત દિવસમા ડીલીવરી કરવાની છે..સર"

"સાલ્લુ કાલબાડેબીમાંથી કીંયાંથી પોપટ પકરી લાઇવો...બાવા ?"

.......

ચંદ્રકાંત ત્યાર પછી ક્યારેય પોતાની જાતને નોકરીમા ઢાળી શક્યા તેની ખુદ્દારી તેને જીંદગીભરનડી .હાજી હા કરવી સલામ કરવી ખુશામત કરવી બધુ નોકરીમાં જેમ કરવું પડે તેમ ધંધામાં પણકરવું પડે સ્વીકાર કરતા વરસો નિકળી ગયાચંદ્રકાંતે વાંચેલું કે ખુદા કો ભી ખીદમત ખુશામતપસંદ હે પણ ડગલે ને પગલે કરવી પડે તે બરદાસ્ત નકરી શક્યા .તેની પહેલી ભુલ થઇ કે આપણોએરીયા સેલ્સ મેનેજર એટલે આપણો બાપ... બાપા તું મોટા બાપનો તું શિવાજી બસ ?દરેક નોકરીમાબોસ સામે શરુઆતમા કે ક્યારેય ખુમારી દેખાડાય કરવાની તો બસ ચાંપલુસી .નોકરીમાં જેલસીઇર્ષા તો હોય ,તેમાં ચંદ્રકાંત જેવા આવતા વેંત ઝાટકો બોલાવી દે તો સહુની આંખમાં ખુંચે .શરુઆતમા નહી નોકરી કરો ત્યાં સુધી કહેછે ને કેએડા બની પેંડા ખાવાનાહોય નહિતર તેનીસજા ભોગવવી પડે... ચંદ્રકાંતને ભોગવવી પડી.. બધી સમજણ ચંદ્રકાંતમા નહોતી...કાપડીયાનીચે ચા પીવા અને સીગરેટ ફુંકવા ગયો ત્યારે પટ્ટાવાળો કમ ડીલીવરી બોય ચીમન ચંદ્રકાંતની નજીકસરક્યો....કાનમાં બોલતો હોય તેમ બોલ્યો "બાપુ તમે જમાવટ કરી હો..એની માં ને બાવાને બુચલગાવી દીધુ.સાલ્લો ખડુસ મનેતો માણસ નથી સમજતો .. ને ઓલો બક્ષી પણ મહા કલાકાર છે,એણે બાવાની માલિકીની ઓફિસમાં એને મેનેજર બનાવી દીધો છે બોલોબાકી આજે પાર્ટીમાઅડધી ચા પાકી હોં સંધવી સાહેબ

ચંદ્રકાંતે બીજી ભુલ કરી કે કાપડીયાની અને ક્રીશ્ચયન રીસેપ્સનીસ્ટ વચ્ચે ઇલુ ઇલુ ચાલતુ હતુએટલે ચીમન તેને આંખમા કણાની જેમ ખુંચતો હતોએણે ચંદ્રકાંતની દોસ્તી કરીએ ભુલ પણ આગળનડવાની હતી..

............

પંદર દિવસમાં ચંદ્રકાંતે ગીરગામ પ્રસાદ ચેંબરમા સપાટો બોલાવી ને ટારગેટ પુરો કરી દીધો...પોસ્ટકાર્ડ લખી ચંદ્રકાંતે ભાઇ અને બાને વિજય પતાકા લહેરાવીની વધાઇ ખાઇ લીધી અને સમાચાર પણઆપી દીધા...મહીનો પુરો થયો ત્યારે ચંદ્રકાંતનો સ્કોર હતો ચુમાલીસ હજાર...બક્ષી સરે કેબીનમાબોલાવી ચંદ્રકાંતને કાપડીયાની સામે શાબાશી આપી."આઇ કાંટ બીલીવ ઇટ..!ઇટ એમેઝીંગકાપડીયા...ચંદ્રકાંત હેસ સોલ્ડ ઓલ યુનિટસ્ ઇન ટીપીકલ ગુજરાતી બિઝનેસ એરીયા ...નોટ લાઇકયોર ઓફિસ એરીયા..!!"

બસ શબ્દોએ ચંદ્રકાંતની જીંદગીને વેરવિખેર કરી નાખી...... એનાં અરમાંનો એવી રીતે ખતમ થઇગયા કે ચંદ્રકાંત સાવ ખતમ થઇ જવાની અણી ઉપર આવી ગયા .એક બાવીસ વરસનો યુવાનકોઇના સહારા વગર ચટ્ટાન બનીને ઉભો થવાનીકોશીષ માં હતો ત્યારે કુઠારાધાત થયોહતો..ખુદ્દારી વરવી દુનિયામાં ક્યાંય ચાલતી નથી સમજ્યા ચંદ્રકાંત.

લાલઘુમ કાપડીયાએ ચંદ્રકાંત સાથે બહાર નિકળી એક ધમકી આપી દીધી "બહુ મોટો ઓર્ડરવાલાટું યાદ રાખજે કે તારુ બેંડ તો હું બજાવી દેવસ..તું જો.."

પહેલી વખત કાપડિયાની આંખમાંથી ઝેરી નાગના ઝેરને જોઇ ચંદ્રકાંત થથરી ગયા ..પણ હવે તો તીરપણછ્ થી છુટી ગયું હતુંહજી જો ચંદ્રકાંત કાપડિયાની પગે પડી માફી માંગે તો કદાચ…. પણેચંદ્રકાંતના લોહીના ક્યાં હતું ?.. એક આઝાદીનાં લડવૈયાના ખાનદાનનું ખુમારીબંધ લોહી ધધકતુ હતુંહવે તો કદાચ યુધ્ધ કલ્યાણ થશે ? મારાં માં બાપનાં અરમાનો,તેમની લોહીપાણીની કમાણીનાપૈસા વાપરીને જો નોકરી વગરનો બેકારથઇ જશે તોચંદ્રકાંત ચારે તરફથી ઘેરાઈ ગયા હતા ..