કોને ભૂલુંને કોને સમરુ રે - 115 Chandrakant Sanghavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોને ભૂલુંને કોને સમરુ રે - 115

લાઇબ્રેરીમાં જઇ ચંદ્રકાંતે હીદુ મેરેજ એક્ટ..સીવીલ લોની બુક ફી સ્લીપ બતાવીને ઉપાડી...ચેદ્રકાંતઆમ પણ ભાષણ કરવામાં માહ્યરું હતા નાટક એનો પ્રિય સબજેક્ટ બાકી હતું તે ઇંગ્લીશમાં બોલવાનીવાક્છટા આવી ગઇ હતી એટલે એમને કાળો કોટ પહેરી વકીલાત કરવાના બહુ ઓરતા હતા .એમનોકોમર્સ કોલેજમા કંપનીની લો નાં સબજેક્ટમા એક વિષય હતો જેમાં તેમને ફાવટ હતી ઉપરાંત કોમર્શીયલ લોકમાં પણ બહુ રસ હતો.આજે મનગમતો જાણે ખજાનો મળી ગયો પણ સાવ મફતએટલે ચંદ્રકાંત ઝૂમી ઊઠ્યા હતાબાકી તે જાણતા હતા કે બુક ખરીદવી તેના બસમાં નહોતી ,બુકખરીદવાનાં તો પૈસા ક્યાંથી હોય..?હોસ્ટેલમાં સોરી બોર્ડિંગમાં આવી હરકીસન ગરડીયા ધીમહામહીમને કોલેજની ફી ભર્યાની રસીદ બતાવી.

"જુઓ સાહેબ..સોરી જુઓ ભાઇ લો કોલેજના એડમીશનની રસીદ ત્યાંની લાઇબ્રેરીની લો નીબુક.."ગોરડીયાજીએ લેજરમા લો કલેજની રસીદની વિગત લખી લીધી ..”કાયદાની બુકો જોઇ પણસ્વાભાવિક તેમની ચાંચ એમાં ડૂબે નહી .”હવે ધ્યાનથી ભણજો ઓલા આળસુ એદી અઘોરીની સંગતમા બગડતા નહી...”ગોરડીયાએ પહેલી વાર અંદરનું ઋજુ હ્રદય નો પરચો આપ્યો .તેનો ઇશારોઅનિલ ઉપર હતો...અમરેલીના સૌથી મોટા બે વકીલ એક હરકીસનભાઇ ગાંધી બીજા બાઉચંદવડેરા આમાંના હરકીસનભાઇના મોટા પુત્ર બિહારીભાઇ પણ બાહોશ વકીલ બાકી રહ્યા અનિલજીજેને વકીલ થવુજ નહોતુ...!!તેને ધંધો કરવો હતો . તેણે ઘરના ઉપરવાળાનો કાઢતા એકવાર કહેલુંચંદુ આંખો દિવસ યસ નો જી લોર્ડ કર્યા કરવાનું ? સાલું ગુલામીન કહેવાય ?મને તો સાલુંપટ્ટાવાળા જેમ સલામ મારા બાપા ઠોકે મારો ભાઇ ઠોકે જોઇને ઝાળ થાય ચંદુ . તું મને કે મારાબાપા ને ભાઇ સંતની પૂંછડી છે ? એને ખોટુબોલવુ પડે ,એના ક્લાયન્ટને ખોટું બોલતા શીખવેઆવું કરવું શું કામ ? ધંધો કરો કે દલાલી કરો તો તમે તમારા મનનાં રાજા સાચુ કે નઇ ?”

ચંદ્રકાંતનેઅનિલની વાતો સાચીતો લાગી પણ ખરેખર સાચાનીદુનીયા છે ? એમ વિચારતાહતા . અનિલચંદ્રકાંતનો રુમ પાર્ટનર હતો...બાપાએ પરાણે માટુંગાનીલો કોલેજમા દાખલ કરેલો... વાતયાદ આવી ગઇ..કેવી વિધિની વિચિત્રતા કે જેના બાપા ધંધો કરતા હતા તને ખરેખર વકિલ બનવામારસ હતો એવા ચંદ્રકાંત અને જેના બાપા મોટા વકિલ હતા એવા અનિલને તેને ધંધો કરવો હતો...!!

"ગોરડીયાભાઇ મારે ફોટો પડાવવો પડશે કોલેજે મંગાવ્યો છે...સ્ટુડીયો ક્યાં છે ?” ચંદ્રકાંતેગોરડીયાજીને પુછ્યુ .

"આપણી બોર્ડીંગ બહાર નિકળી માટુંગા બી બી જવાના રસ્તા ઉપર છે જા અત્યારે પડાવીલે..."કંટાળેલા અવાજે ગોરડીયા બોલ્યા.

અચાનક ચંદ્રકાંતને યાદ આવ્યુ ..."અરે મારા કોમર્સ કોલેજના આઇ ડી કાર્ડમાં તો ફોટો છે મફતનાદસ પંદર શુ કામ નાખું...?(ચંદ્રકાંતના કરકસરના ગુણ જયાબા તથા જગુભાઇએ બાળકોનેશીખવેલા ..જે આગળ જતા વોરેન બફેટદાદાનુ જીવન ચરિત્ર વાંચતા ચંદ્રકાંતને આજે એમ લાગે છે કેતે ખુદ દેશી મીની વોરેન બફેટદાદા પોતે થવાની લાયક છે...)આઇ ડી કાર્ડ માંથી ફોટો કાઢી રૈક્ઝીનનાપાકીટમાં મુકી દીધો ને લોની બુક વાંચવામા તલ્લીન થઇ ગયા...ચંદ્રકાંતે અમરેલી બપોરેપો્ટકાર્ડલખીને કોલેજની ફી ભરાઈ ગઇ લો કોલેજમાં એડમીશન મળી ગયું ,બોર્ડિંગમાં જમવાનું નાસ્તો બધુબહુ સરસ છે તેના રુમમાં હરેશ ગાંધી અને અનિલ ગાંધી રૂમ પાર્ટનર છે વિ, વિગતો જણાવી.. તબિયત સારી છે તમે બન્ને તબિયત સાચવજો . મારી ચિંતા ના કરતા તેમ લખ્યું ત્યાં પોસ્ટકાર્ડ પુરૂથઇ ગયું .

............

હવે દર રવિવારે મોટીબેનને ધરે સાંજે જવાનુ એવુ પહેલાથી નક્કી હતુ...એટલે ચંદ્રકાંતનુંટાઇમટેબલ ગોઠવાય ગયું હતું .તારદેવ જવા માટે બોમ્બે સેન્ટ્રલ સુધી રોજ સફર કરવાની હતી એટલેસ્ટુડન્ટ ડીસકાંઉટ ઉપર પીસ્તાલીસ રુપીયામા પહેલો ત્રીમાસીક પાસ ચર્ચગેટથી અંધેરીનો કઢાવીલીધો...હવે બાકી જ્યાં જવુ હોય ત્યાં બસ ચલતા રામ...

ચાલવાની સફર બહુ વરસોસુધી રોજના વીસ કીલોમીટર સુધી પહોચી હતીએ કેમ ભુલાય..?

…………

કોલેજમા આજે પહેલા દિવસે સવારે આઠથી દસ લેક્ચર ભરીને ભાગતા બોર્ડીંગ આવી જટપટજમીઅને પાછા મુંબઇના સૌથી લાંબા સૌથી જુના વોક વે જેનુ નામ ઝેડ બ્રીજથી વેસ્ટન માટુંગાબીજીવાર આવી ખીચોખીચ ટ્રેન પકડવાની...હતી સાડા અગીયારે તારદેવ બોંબે સેંટ્રલ ઉતરી પાછલાઆર ટીઓ રસ્તેથી અરુણ ચેંબર પહોંચ્યા ત્યારે સાથે એપોઇન્ટમેન્ટ લેટર હતો ...બીજોમાળ લીફ્ટમાંચડી

બહાર આવ્યા ત્યારે "કુંવરજી દેવશી ફાયરફાઇટરની વિખ્યાત કંપનીની બાજુમા છેલ્લી ઓફિસહતીસંધવી કુટુંબની જ્યાં જાહોજલાલી થવાની હતી જ્યાં ત્યારે બેંટેક્સ કંપનીનું ઘડીયાળના સોનાનાંપટ્ટાનું કારખાનું હતું જગ્યામાં સીમ્પલેકસ નું વિશાળ કારખાનું ચાલુ થતા પહેલાં કાયમ માટે પૈસાના અભાવે બંધ થઇ ગયેલું તે કડવી વાતો યાદ આવી ગઇઅરુણ ચેબરની લિફ્ટમાંભુતકાળની વાતો ધરબી દઇ ચંદ્રકાંત હોંશમાં આવ્યાબરાબર સામે ઓફિસ હતી જેણેજિંદગીની રાહ બદલી હતીબહાર બોર્ડ હતુ "મેનહટન બિઝનેસ સીસ્ટમ્સ પ્રા.લીમીટેડ.."

અંદર એક ગુજરાતી પટ્ટાવાળો એક ખ્રીસ્તી રીસેપ્સનીસ્ટ નાની બેસવાની જગ્યા અને સામે બે કેબીનહતી

એકમા એકાંન્ટટ હતા બીજીનો દરવાજો બંધ હતો...

બરાબર બાર વાગે બ્રાઉન લેધરબેગ સાથે આછા લીલ્લારંગના ચશ્મા પહરેલા વાઇટ એન્ડ વાઇટમાંરેડ ટાઇ ડબલનોટવાળી કોટ હાથમા હતો બ્રાઉન લેધરબેગ સાથે બક્ષીસર પધાર્યા...

"ઓહ માઇ ગોડ... તો ઇનસ્ટીટ્યુટવાળાની ઓફિસ...???!!!તેમની પાછળ પાછળ એક ગરાચટ્ટા લાંબા નાકવાળા વાઇટ એન્ડ વાઇટમા બ્લુ ટાઇ પહેરેલા સહેજ ભરેલ શરીરના સાહેબ પધાર્યા..

પટ્ટાવાળાને ઇશારો કર્યો..."કોન હે..?"

"ખડુસ"

"હેં ખડુસ એટલે..?"

"બેકાર માણસ.હમણા મોટા સાહેબ બક્ષીસરને લટપટ કરશે પછી આપણી ઉપર રુવાબ..એકનંબરનો પારસી ગધેડો છે એની માં ને...."